daityaadhipati - 5 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ - ૫

આધિપતિ રાજ્ય, તે ધીવારો ની આ લડત પછી માત્ર એક ગામ બની ગયું. આ રાજ્ય તેની અસીમતા ક્યાંક ભૂલી ગયું. જાણે આ રાજ્ય ક્યાંક ખોવાઈ ગયું. ઘણા પ્રસંગ બન્યા, ઘણા યુદ્ધ લડાયા પણ ઇતિહાસ તો જાણે આ રાજ્યને ભૂલીજ ગયો. ભારતનું સામ્રાજ્ય જ્યારે ટોચે પહોંચ્યું, ત્યારે પણ આ રાજ્ય માત્ર ને માત્ર એક ગામડુંજ હતું. પછી આવ્યા અંગ્રેજો. અંગ્રેજો નું રાજ્ય સ્થાપ્યું પછી ઘણા વર્ષે આ રાજ્ય નું નામ કોઈ કાગળ પર આવ્યું. બોમ્બે શહેર થી અમદાવાદ જતી ટ્રેનની લાઇન જ્યારે બનવાની હતી ત્યારે આ ગામડા માંથી તે પસાર થવાની હતી. તે પણ એકદમ મધ્યમાં. અહી ઘણા બેરોજગાર મજદૂરો મળે તેમ હતા. ગામ માં રહેતા ગણીને ૧૦૦ થી ૨૦૦ જણ. જ્યારે રેલ્વે પર કામ ચાલુ થયું ત્યાર પછી ઘણા મજૂરોએ અંહી ખેતી કરવાનું નિશ્ચય કર્યો. રેલ્વે જે સાલ માં બની તે જ સાલ મા એક ઘરડો બ્રાહ્મણ અંહી થી સોમનાથ પદ યાત્રા પર નિકળેલો.

આ બ્રાહ્મણ એટલે દેવર્ષી બ્રહ્મભટ્ટ

ગામ ની એક બાજુ દરિયો હતો ને ગામ આખું તો વૃક્ષો થી ઢાંકેલું હતું. ગાના વૃક્ષો એવા જાણે કોઈ સ્વર્ગ થી લાવ્યું હોય. એવાજ એક જંગલ જેવા વિસ્તાર માં દેવર્ષી તે રોકાયા તા.

તેમણે વિચાર્યું કે ગામ આગળ વધતાં પેહલા ભગવાન નું ધ્યાન ધરવું. સુર્ય તે આકાશ ની જમણી બાજુ હતું, તેથી બાર વાગવાને વાર હતી. એક વૃક્ષના છાંયડા નીચે, એક પવિત્ર કપડું પથરી તેઓ ધ્યાન ધરવા બેઠા ત્યાં અવાજ આવ્યો. ૐ નમઃ – એટલોજ મંત્ર બોલાયો ત્યાં તો કોઈ નાના બાળક રડી પડ્યો.

દેવર્ષીની આજુ બાજુ, દરેક બાજુ ખાલી વૃક્ષો હતા, માણસ તો એક પણ નહીં. પણ બાળકનું રુદન તો ઘડીયે ઘડીયે વધતુજ ગયું. અવાજ તો જાણે બ્રહ્મા નો હોય તેમ ઘેરતો ગજતો. ઊભા થઈ તેઓ ચારે બાજુ જોવા નિકડ્યાં.

બાળક તો જાણે અદ્રષ્ય હોય તેમ દેખાતુજ નહતું. વૃક્ષો ની ઉપર, આગળ, પાછળ, નીચે ક્યાંય બાળક તો હતુજ નહીં. પછી તે જ્યારે એક સામેના વૃક્ષ આગળ થોભ્યા, ત્યારે રુદન ઘટ્યું.

એક થાંભલા જેવા વૃક્ષની જડો નીચે, એક બખોલ જેવુ નાની ગુફા હતી. આ ગુફા સાવ નાની અને આ ગુફા માં હતું એક બાળક.

આ બાળક નું વર્ણન આમ આપ્યું છે:

- આ બાળક તે એક રેશમ જેવા કપડાંમાં વીંટેલું હતું,

- આ બાળક ની આંખો ખૂબ મોટી અને (વિચિત્ર રૂપે) કાળી હતી,

- આ બાળકની ત્વચા તો જાણે રૂ જેવી કોમળ તથા સફેદ હતી, તેનો એક હાથ એના મોઢામાં તથા એક હાથ કપડાં માં હતું.

તે બાળકને હાથ માં લઈ દેવર્ષી દરેક બાજુ જોવા લાગ્યા. આ બાળકનુ સ્મિત ખૂબ સોહામળું હતું. પછી તે હસવા લાગ્યું. આ બાળક ને યાદ કરતાં સુધા તેનું બાળપણ યાદ કરે છે.

તેના બાળપણ માં સુધા પણ રુડી રળીયામળી લગતી. તે ઘઉંવર્ણી હતી પણ તેની ચામડી એકદમ કોમળ હતી. એની બાં કેતી કે તે નાની હતી ને ત્યારે તે એની મોટી-બાં જેવી લાગતી. એની મોટી બાં તો મરી ગઈ. એની મોટી-બાં તો બીમાર થઈ ને કયાર ની મરી ગઈ. એની મોટી બાં ના બેસણામા તેઓ નો મોટો ભાઈ પણ આવ્યો હતો. એનું નામ પણ દેવર્ષીજ હતું..

પછી દેવર્ષી એ જંગલ માં તે બાળક ને લઈ તેના માં-બાપ ગોતવા નિકળ્યા. તે થોડીક આગળ આવ્યા ત્યાં તેમને એક અવાજ સંભડાયો. આ અવાજ કોઈ સ્ત્રી નો હોય તેમ લાગતું હતું.. અવાજ સાંભડતા સાંભડતા..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED