daityaapdhipati - 4 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ - ૪

સુધા નાની હતીને ત્યારે એની બા રોજે એને કૂવે લઈ જતી. કૂવો તો કેવો? પાંજરા જેવો. કોઈ દિવસ બા સરોવરથી પાણી ના લાવે. સરોવરે તો મોટો દૈત્ય રહતો. દૈત્ય પછી સુધાને લઈ જાયતો? પણ બાં એને પાંજરા કૂવેતો લૈજ જતી. સુધા છેને ત્યાં ઔરાવતને મળવા આવતી. જ્યારે સુધા તે પંખાને જોતીતો તેણે યાદ આવતું.. એ કૂવામાં એણે લોહીના છાંટડા જોયા ’તા.

શું તે વામાંનું લોહી હતું?

વામાં એટલે આ પ્રેમ કથાનો પ્ર. વામાં એટલે વિશ્વચંદ્રનો પ્રેમ, પ્રણય ને અનુપ્રાસ. વિશ્વચંદ્ર તે આધિપત્ય શેહરના માહાત્મ્યનો દીકરો. વિનિમિત્રના માતાની પેહલી સંતાનનો બીજો દીકરો.

વામાં આધિપત્યનો શ્વાશ હતી. વામાંતે મૂળતો સપ્તપતી સોનારની ચોથી દીકરી. સપ્તપતિ સોનાર આમ વિખ્યાતતો નહતો પણ પૈસાદાર ખરો. કંજૂસતો અતિશય.

સુધાના નાની છેને તે સુધા માટે શીરો બનાવેતો તેમાં ગોળ કે ખાંડ એમ નાખે જાણે આખું ગામ તેમની પાસે થી તે માંગવા આવાનું છે. ભાવ પ્રમાણે તો તે જમવાનું બનાવતા અને ઉપર થી ચાર કામ કરવા આપે. સુધાના નાની ની આ ઓળખાળ તો જાણે બધે વિખ્યાત.

સપ્તપતિ પણ કઈક આવોજ હતો, પણ આ સપ્તપતિ નામક શીરામાં લુચ્ચાઈ વધુ ને દિલદારી ઓછી. સપ્તપતિ નામક આ શીરો તો સાવ કુખ્યાત ગઢાયો.

પણ વામાંતો આખા શેહરની લાડકી. વામાં એટલે આખા શેહરનો શ્વાસ. વામાંતો

બાળપણથી આખા શેહરને એની આંગડિયોમાં કાપડના રેસાની જેમ ફેરવે, આમાંથી એક રેસો વિશ્વચંદ્ર નો.

સુધાને લાગે છે કે સવાર થવા આવી છે. આ પંખો કોઈકે બંધ કરી દીધો છે. ભગવાન એનું ભલું કરે જેને આ પંખો બંધ કરી દીધો. અહી બધુંજ શાંત છે. સુધાને લાગે છે અહી કોઈ બારી હશે. સુધા અવાજ સાંભળી શકે છે. અહી દાકતરના મશીનો હમ-હમે છે. સુર્યના કિરણો તેના હાથ ને સ્પર્શે છે પણ તેના માથા ને નહીં. સુધા બારી ની નજીક એક પલંગ પર સૂતી છે.

વામાંને કોઈ દિવસ સુધાએ હઠીલી તરીકે નતી ગણી. આ વાર્તા એને કોઈકે કહી હતી. વામા બહુ રૂપાળી હતી. તેણે લખતા તો આવડે પણ વાંચવામાં એ કાચી હતી. વિશ્વચંદ્રની બેહન વામાં ની ખાસ મિત્ર અને વામાં તે વિશ્વચંદ્રની થવાવાળી વહુ.

વિષવચંદ્રને લગ્નના કરિયાવરમાં ૯ ગાયો, ૮ હાથી, ૨૫૦૦ તોલા ના દાગીના, ૧૦૧ કિલો ચોખા, અને ઘઉ સાથે વામાંના ૧૭ જોડી કપડાં આપવાનું નક્કી થયું તું. વિનિમિત્ર આમ થોડો લાલચું તો ખરો. મહામારીમાં વિનિમિત્ર નો કોઠો તો જાણે પૂરો વપરાય ગયો હતો. લગ્ન ના ખર્ચ તો ખરાજ.

એજ બાજુ આખા શેહર ની વચ્ચે લાખો ની તાદાત માં વિષવચંદ્ર ની રૂપાળી જાન સોળે શૃંગાર શોભી જાતિ’તી ત્યાં વિનિમિત્ર ને સંદેશો આપવા પેલો સૈનિક આવ્યો.

વિષવચંદ્રના લગ્ન પાળ બન્યા બન્યાની બીજી અમાસે ગોઠવાયેલા. સૈનિકે વિનિમિત્ર ને કીધું હતું કે હિંસાયો નું સૌંખ્ય આધિપત્ય ને આગળ નજીક આવતુ જોવા મળે છે.

સુધા ને અવાજ સંભળાય છે. એક સ્ત્રી - કે ઊંચો અવાજ વાળો કોઈક માણસ - જોર જોર થી રડી રહી છે. આ પેહલા તો નતું, શું! સુધા ને જાણવાની ઈચ્છા છે કે શું થયું?

પછી થી એક નર્સ નો અવાજ આવે છે. આ અવાજ એને સાંભળયો છે. આ અવાજ ગુસ પુસ કરતાં બોલે છે, કૈક,

‘જો આ દૈત્ય ના હોત તો કદાચ આ બિચારો ના મર્યો હોત. હેને?’

‘એજ તો. જો આ દૈત્ય ના હોત તો..’

સુધા પણ વિનિમત્ર ને એજ પૂછવા માંગે છે.

વિનિમત્ર, જો તે એ ગુપ્તચર ની વાત ગણકારી હોત તો કદાચ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED