Daityaadhipati - 27 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ - 27

દરવાજો ખોલ્યો, સામે ખુશવંત હતો. તે બે જ ક્ષણમાં અંદર આવી ગયો, સુધા સામે ચાલવા લાગ્યો, પગથી દરવાજો બંધ કરી દીધો અને સુધા હાંફવા લાગી. 

ખુશવંતની આંખો જ્વાળા મુખી જેવી હતી. તે ક્યારેય પણ ફાટી જવાની હતી. ચાર પગ ઉપાડ્યા, મૂક્યા પછી તે ઊભો રહી ગયો. 

‘સુધા,’ તેનો અવાજ કેમ આટલો શાંત છે?

 ‘મનસ્કારા જ્યારે કાર સામે આવી, ત્યારે તું અને અમેય આગળની સીટ પર બેસ્યા હતા?’

બે ઊંડા શ્વાસ. 

‘હા.’ 

‘અને જ્યારે તે પડી ત્યારે કાર બંધ હતી?’

બંધ હતી? ચાલુ હતી? એ ક્ષણે શું ચાલી રહ્યું હતું? ઓ હા, એ વખતે તો.. સુધાને યાદ આવ્યું. મનસ્કારાની બાજુમાં તે બેસી હતી, ત્યારે આ વિચાર એને આવ્યો હતો. કોઈ પૂછશે તો? સુધા શું કહશે?

‘હા..’ 

‘કેમ બંધ હતી?’

સુધાએ આંખો બંધ કરી લીધી. ખુલ્લી રાખેત તો ખુશવંતને ખબર પડી જાત.. કે સુધા જુઠ્ઠું બોલે છે. 

‘યાદ નથી.’ 

‘કાચ પડ્યો, કોણ સૌથી પહેલા બહાર નીકળ્યું?’

‘અમેય.’ 

‘તું કેમ નહીં?’

‘એ મારી ઉપર પડી હતી, હું એને કઇ રીતે ખશેડુ?’

‘ધક્કો મારીને.’ 

‘મને ડર લાગતો હતો.’ 

‘તું જ્યારે સુરત ભણવા ગઈ હતી ત્યારે તારા હોસ્ટેલ રૂમમાં એક છોકરી હતી, વિધિ, તને યાદ છે?’

‘હા..’

‘એનું આખું નામ યાદ છે?’

‘વિધિ મેહતા.’

‘તે એક વાર તારા ઘરે આવી હતી.’

‘હા.’ 

પણ આ પ્રશ્ન ન હતો. 

‘ક્યારે?’

‘યાદ નથી.’

‘ઉત્તરાયણ વખતે.’ 

બે વાર આવી હતી. ઉત્તરાયણ અને ઉનાળાના વેકેશન વખતે. 

‘તો?’

ખુશવંતે તેનો ફોન લીધો, ટપ - ટપ કર્યુ, ચાલુ થતાં ફોન પર કોઈ નાની છોકરીનો ફોટો હતો, થોડોક જૂનો હશે, ફોન અલગ હતો; સોનાના રંગનો ફોન હતો, પણ ઉપરનો કાચ તૂટી ગયો હતો. ચોરીનો હશે? લાગતું તો હતું, પણ ખશવંત કેમ તૂટેલો ચોરીનો ફોન વાપરે? 

બિલકુલ. 

ફોનમાં કોઈ વિડિયો ચાલતો હતો. 

માનસ્કારા એક્સિડેન્ટમાં મૃત્યુ પામી હતી. તેની ગાડી જીલમાંથી મળી આવી હતી. ત્યાંની ઠંડી હજુ સુધાની કંપારી છોડાઈ દેતી હતી. તે વિડિયો જોવા લાગી.  મનસ્કારા ડ્રાઇવર સીટમાં હતી. તેના કપડાં તેજ હતા. લોહી ના ધબ્બા પર પાણી લાગ્યું હતું. અને તે તરતી હોય તેમ લાગતું હતું. લોહી.. લોકો.. પાણી.. વરસાદ.. રિપોટર બહેન.. અને મનસ્કારાના હાથ પર સોઈના નિશાન. અરે હા! તેની ટ્રીટમેન્ટ થઈ હતી, તો સોઈનો નિશાન તો હતોજ. પછી કોઈ સ્ત્રી આવી. વિધીજ હતી, સુધાને જોઈને યાદ આવી ગઈ. તેજ કાળા ટૂંકા વાળ, લાલ હોઠ, નાનું કદ, અને મોટી આંખો. 

જે હાલ સુધાની આંખોમાં ઘૂરી રહી હતી. 

પણ તે તો કઇ રહી હતી. Not a suicide, a cold hearted Murder. 

મતલબ. 

પ્રશ્ન ચિહ્ન સુધાના મુખ પર જોતાં ખુશવંતએ ફોન ખેચી લીધો, અને કહેવા લાગ્યો, 

‘મનસ્કારાની મૃત્યુ આકસ્મિક ઘટના નહીં પણ આયોજિત હત્યા હતી.’

સુધા ખુશવંતને જોતીજ રહી. તે પણ તેની આંખોમાં જોતોજ રહ્યો. સુધાને ડર ન હતો લાગતો, ખાલી અહીંથી દોડીને નાસી જવાની ત્રીવ્ર ઈચ્છા થતી હતી. અને ઘરે જવાની ઈચ્છા હતી. કે દૂર, ક્યાંક દૂર. ખુશવંતથી દૂર. અને બધાથી. બધા કેમ ભાગી નથી જતાં? પણ બધા કેમ ભાગે. સુધાએ ભાગવું જોઈએ. અહીંજ. ખુશવંત તો ઘરડો હતો, તે શું સુધા પાછળ ભાગી શકશે? તે ખુશવંતથી એક પગ પાછળ ગઈ. પછી તે ત્યાં ઊભીજ રહી ગઈ, અહીં એક બારી હતી. કુંડી જઉ? મૃત્યુ નિશ્ચિત હતી. બિલકુલ નિશ્ચિત હતી, અહીં કે નીચે.  

 ખુશવંતે  સુધાના હાથ એક હાથમાં પકડ્યા, અને તેણે ખેચીને અંદર લઈ ગયો, પાછળ દરવાજો બંધ થઈ ગયો. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED