The Author અમી અનુસરો Current Read સમી સાંજનું મિલન... By અમી ગુજરાતી પ્રવાસ વર્ણન Share Facebook Twitter Whatsapp Featured Books મારી કલ્પનાઓનું પ્રતિબિંબ એક સાંજ હતી, જ્યાં બે મિત્રો વચ્ચેની વાતચીત થોડી ખાસ બની. યુ... સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3 (૧) તમારા જીવનસાથી ને તમારું Quality compounding Account સમજ... હોલિવુડની માસ્ટરપીસ ફિલ્મો જ્યારે ઉત્તમ ફિલ્મની ખાસ કરીને હોલિવુડની ફિલ્મની ચર્ચા થાય ત... નિતુ - પ્રકરણ 70 નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ... દાદા ભિષ્મ પૌરાણિક દ્રષ્ટાંત કથા – પિતામહ ભીષ્મની... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો સમી સાંજનું મિલન... (6) 1.3k 4.3k નીસરી સવારી હિમાલયની વાદીઓમાં, નિત નિત મારું મનડું ઝૂમે ખુલ્લા ગગનમાં, ટમટમતાં તારાઓની ઝુમખાની લુમો, ચાંદની રેલાવતો ચાંદ લાગે મને મીઠો. હિમાલયની ઊંચી ઊંચી ચોટીઓ, આભને આંબતી. સૂર્યના પ્રકાશથી પ્રકાશતી, રંગબેરંગી રંગો રેલાવતી, ધરતીને રંગીન કરતી. સરિતાને ખળખળ વહાવતી, ઝરણાઓની રૂમઝુમ સંભળાવતી.. વિસરાયેલી યાદોને ફરી ફરી તાજી કરતી, વાદળ પણ નિત નવી આકૃતિ કંડારતા, જેવી દ્રષ્ટિ એ તસ્વીર માણતા, આનંદના ઉભરા દરેકના દિલમાં લાવતા. હિમાલય જવાનું દ્વાર એટલે હરદ્વાર દેવોની ભૂમિને સ્પર્શીનેજ જવાનું. હરદ્વારની હર કી પેડીની ગંગા આરતી કર્યા વગર લગભગ અશક્ય ગણાય. ગંગાજીની આરતી એટલે મનનાં મેલને તરતા મૂકી દેવા, ગંગાના નિર્મળ જળ જેવું મન કરવું. મનને નિજાનંદમાં રાખવું. હૈયાને કેદ પિંજરમાંથી મુક્તિ આપી પ્રેમનાં આકાશમાં મુક્ત વિહરવા દેવું. વાતાવરણની પવિત્રતા મન અને તનને સ્પર્શતી પરમાનંદની અનુભૂતિ કરાવતી, દૂર ગગનમા વિહાર કરાવતી. આનંદ અને અનુજા સ્કૂલના રીયુનિયનમા ઉત્તરાખંડના ખૂબસૂરત હરિદ્વાર, ઋષિકેશ, દેહરાદૂન, ધનોલટી, મસુરી, ચકરાતા, ખૂબસૂરત ફરવાનાં સ્થળો માટે મળ્યા હતા. રીયુનિયનમાં હવે બધાં સિનિયર સિટીઝન બન્યા હતા. બચપણનો પ્રેમ હવે મેચયોર્ડ પ્રેમની અનુભૂતિ માણતો હતો. સાત દિવસનો સાથ જાણે સાત જનમોનો અમર બનાવાનો હતો. જિંદગીભરની યાદ ભરવાની હતી. ખુશખશાલ બચપણનો પ્રેમ જવાન બન્યો હતો એક મર્યાદા સાથે. ઋષિકેશમા ગંગા ઘાટ પર હાથમાં હાથ રાખીને આનંદ અને અનુજા ઊભા હતા, આવતા જન્મની તૈયારી માટે, હે મા તું અમને સાથે રાખજે, આ જન્મમાં સાથે રહેવાનો મોકો મળ્યો નહીં, પણ દિલનો મેળાપ કરાવીને તે સુંદર કાર્ય કર્યું. મારી અનુજા છે જ એવી, એક વાર જોઈ તો દિલમાં ઉતરી જાય. નસીબની બલિહારી કે મારાં જીવનસંગિની બની નાં ઉતરી પણ મારી પ્રેયસી જનમોજનમની બની રહી છે. પ્રેયસી બની અઢળક પ્રેમ કરતી, ગંગાના નીરની જેમ નિરંતર પ્રેમ વરસાવતી, ગંગા આરતીના નિર્મળ મંત્રોચાર જેવો સુદ્ધ પ્રેમ વરસાવતી, હિમાલયની વાદીઓની ખૂબસૂરતી જેવી, મ્હેકતી, ચહેક્તી, અખલાતી, બલખાતી મારી અનુજા સૌથી પ્યારી. શિવમાં જીવના મિલન માટે આખું ગ્રુપ પહોચ્યું ભૂતનાથ મહાદેવ, અદભુત લાગણીઓનું સંયોજન, ઈશ્વરની ભક્તિ, અને પ્રેમની શકિત. અખૂટ પ્રેમની જ્યોત અંતરમાં પ્રગટાવી ટુકડી પહોંચી ચઢાણ ચડતા દસ મંઝિલની ખુબસુરત નજારા વાળા મંદિરના પરિસરમાં. શિવની બારાત અહીંથી પાર્વતીજીના વિવાહ સમયે નીકળી હતી. દેવોએ મહાદેવને ખૂબસૂરતીથી ભભૂતી સાથે શણગાર કર્યો હતો. જીવ ખુશ તો શિવ ખુશ. જીવ અને શિવના અદભુત મિલનની ઘડી હતી. નીશાનીરૂપે યાદો અહીંયા છોડી હતી. ત્યાંથી ઋષિકેશનો અદભુત નજારો પ્રતિબિંબ થઈ રહ્યો હતો.પ્રકૃતિની ગોદમાં સૌ ઓતપ્રોત હતા. આનંદનો અંતરનો આનંદ સમાતો નહોતો. પ્રિત અને પ્રકૃતિ, શિવ સાથે મિલન, એક જ સમયે દિલની ઈચ્છા પૂરી થતી હતી. શિવની પ્રદક્ષિણા કરતાં આનંદ અને અનુજાના જાણે, " સજી નહી બારાત તો ક્યા, આઇ ન મિલનકી રાત તો ક્યા, બિન ફેરે હમ તેરે " જેવા હાલ હતા,અંદરથી ખુશહાલ, સાક્ષીમાં દોસ્તો ની પલટન, ટીખળીઓની મસ્તી, હાસ્યની ભરમાર સાથે, દિલમાં નિજાનંદ માણતા સૌ દેહરાદૂન જવા થનગની રહ્યા હતા. દેહરાદૂનનાં સમી સાંજના ઠંડીના ચમકારા ચાલતા હતા. ત્યાંજ ગગનમાં વાદળોની ગડગડાટી સ્વાગત કરવા આવી પહોંચી. રીમઝીમ વરસાદની બુંદો મન પલાળતી હતી. આનંદ અને અનુજા હાથમાં હાથ રાખી હૂંફમાં તપી રહ્યા હતા. પ્રિયજન પાસે હોય કે દૂર, વરસાદ યાદથી દિલ બહેકાવી દે, મન, તન ભીંજાતાં આંખો પણ ભીંજવી જાય. પરોઢમાં સૂર્ય કિરણોથી ચમકતા ઝાકળ બિંદુઓ જાણે મોતીની ચાદર પાથરી હોય એમ વેરાયેલા લાગતા સાત રંગોથી શોભતા. અદ્ભુત દ્ર્શ્ય સર્જાયું, ક્લિક થયું આંખોમાં, ઉતર્યુ દિલમાં, કદી ના ભૂસાવાની શરતે. આનંદ અને અનુજા ખુશનુમાં વાતાવરણનો આનંદ લેતા કોફીની લિજ્જત માણતા હતા રસ (એક જાતના ટોસ) સાથે. દેહરાદૂનની સ્પેશિયલ આઈટમ રસ, જે ક્યાંય નથી મળતા. રોબર્ટકેવની મજા લેવા પહોંચી ગયા સૌ. ખડખડ વહેતાં નીરનો મધુર કર્ણપ્રિય અવાઝથી સૌ ખેંચાતા ગયા. કેવમાં પાણીમાં ચાલવાની મજા જ અનેરી છે. છબછબિયાં કરતાં, પાણી ઉડાડતા, આગળ શું હસેની તાલાવેલીમા, મસ્તી કરતાં ચાલતા ગયા. અનુજા પાણીથી ખૂબ ગભરાતી, પણ સાથે આનંદનો સાથ હતો, હાથની પકડ મજબૂત પ્રેમથી ભરેલી હતી. પડી જવાય તો ઝીલનાર પ્રેમી પણ હતો બાહોમાં ઝુલાવવા. પાણી પણ ગોઠણથી નીચે હતું એટલે ચાલી નીકળી બેફિકર બની મ્હાલવા. અદ્ભુત ઝરણું વહી રહ્યું હતું પહાડની ટોચ પરથી.સુમધુર સંગીત મહેફિલ સજાવી રહ્યું હતું. દિલમાં પણ સંગીત વાગી રહ્યું હતું. બનેંનાં દિલ તાલબદ્ધ ધડકી રહ્યા હતા. ઝરણું મન ભીંજવી રહ્યું હતુ. પહેલા પ્યારની ધૂન ધબકતી હતી. શું સાચે જ પહેલા પ્રેમમાં આટલી તાકાત છે ? જે કદી વિસરાતી નથી. આનંદ અને અનુજા જાણે બધી યાદો ફરી સમેટવા આવ્યા હતા, બાકીના વર્ષો જીવવા માટે દિલનાં એક છાના ખૂણેથી. મસુરીનાં મોલ રોડ પર બંને, બીજા હનીમૂન કપલને જોઈ, બેફરાઈથી હાથમાં હાથ લઈ પોતાની મસ્તીમાં મહાલતા ગયા. જિંદગીના પથ પર જાણે સાથે ડગ ભરીએ છે એવા આત્મસંતોષ સાથે. અસંખ્ય ભીડમાં પણ બે જ છે નો અહેસાસ. આજુબાજુના ઘોંઘાટથી પર દિલનાં અવાજમાં મસ્ત, પરમ આનંદ અનુભવતા રસ્તો કપાતો રહ્યો અવિરત સાથનો.. ચકરાતા ખૂબસૂરત હિલ્સ્ટેશનના મદહોશ મૌસમમાં બંનેના દિલ બહેકી ગયા. એડવેન્ચરની વણઝારમાં શ્વાસોમા શ્વાસ મળી ગયા. જીવવું અઘરું બન્યું એકબીજા વિના. દિલમાં શહનાઈ ગુંજતી રહી. ખામોશ દિલને શબ્દો મળ્યા. અનુજા હું નહિ રહી શકુ તારા વિના. તારી શરતોને આધીન વર્ષો પસાર કર્યા એકલતામાં. તારા સાત દિવસના સાથમાં સાત જન્મ જીવી લીધા. તું કુંવારી રહી, દિલથી મને મનનો માણીગર સમજી, મારી મજબૂરીને સ્વીકારી તું દૂર રહી. હું પરણિત છતાં ક્યારેય ન સ્વીકારી શક્યો દિલથી પત્નીને. મન તને ઝંખતું હતું. મારી પત્ની પીડાતી રહી મારા પ્રેમથી વંચિત. માનસિક રોગી બની ગઇ, એક દિવસ દુનિયા છોડીને ચાલી ગઇ. તારી શરત હતી કે પત્નીને ખુશ રાખજે, દુનિયાનું બધું સુખ આપ્યું પ્રેમ સિવાય, પ્રેમ તો તારો હતો, હું કેવી રીતે આપી શકું. દિલનાં રગરગમાં તું સમાયેલી હતી. હું કેવી રીતે બીજાનો સમાવેશ કરી શકું ? હું તો દિલથી ખાલી હતો, તારા પર પ્રેમ લૂંટાવી, તારાથી જોજનો દૂર, પણ દિલથી નજદીક. અનુજાનો પ્રેમ પરવાન ચડયો હતો. સાત દિવસના સાથમાં કમી હતી વર્ષોની તે પૂરી થઇ ગઇ. તેના હરેક શ્વાસમાં આનંદ ધબકતો હતો. લજામણીના જેમ શરમાતી, નવોઢા જાણે ગુલાબી હોઠો સંગ, લાલ લાલ ગાલ સાથે. પલકો ઢાળીને વાત કરતી, બંધ લોચનોમાં પણ પ્યાર છલકાતો, ભીનાશ એની ચાડી ખાતા, હરખના આંસુ વર્ષો બાદ સર્યા. આનંદ અને અનુજા ચાંદની દૂધ જેવી સફેદ ચાંદનીમાં અપલક નેત્રથી નિહાળતા રહ્યા. આનંદે અતિ ભાવેશમા આવીને કહ્યું: અનુજા તને ખબર છે, રાતની નીંદ તારી યાદોમાં વેરણ થતી ત્યારે હું ચાંદને તાકતો રહેતો, તારો ચહેરો ચાંદમા ચમકતો દેખાતો, મનને શીતળતા મળતી. ચાંદ સાથે ગાઢી દોસ્તી છે. અમાસ આવે ત્યારે જીવન મારું સૂનકાર થતું. ધીરે ધીરે ચાંદ ચમકતો અને જીવનમાં ઉજાસ પથરાતો. આજે તો બંને ચાંદ સમીપ છે મારા. કદી ન આથમવાની શરતે. ચકરતાના સર્પાકાર રસ્તા, ઊંચા નીચા ઢોળાવો, ખૂબસૂરત નજારો, ખુશનુમાં વાતાવરણ, દૂર દૂર નજર જ્યાં જાય ત્યાં લાગતી પરમ શાંતિ, બંને પ્રેમીઓને બીજું શું જોઈએ ? દોસ્તો થોડીવાર ખાસ સમય આપતા બંનેને, જેથી કરીને હવે કોઈ યોગ્ય નિર્ણય લઈ શકે. બંને જીવનમાં એકલા હતા. યુવાનીના દિવસો તો વિતી ગયા. પાનખર હવે થોડા સમય પછી શરૂ થવાની હતી ત્યારે હૂંફ એકબીજાની રહે એમ દોસ્તો માનતા તેથી પૂરી કોશિશ કરતા રહેતા. આજે તો બંને ને દોસ્તો તરફથી આ અંગેનું ભાષણ પણ મળી ગયું. ધનોલટીની ખુબસુરત વાદીઓમાં આભને અડતા વૃક્ષો, ઇકો પોઇન્ટમાં આવેલા ઝૂલા પર અનુજાને બેસાડીને દોસ્તોની હાજરીમાં પ્રપોઝ કરવું. અનુજાનું હાથોથી મુખ છુપાવવું, દોસ્તોનું મોટેથી ગાવું. ""બાદલોમે છુપ રહા હે ચાંદ ક્યું.."" ત્યાંજ આનંદના મુખેથી પણ સબ્દો સર્યા. ચાંદ મેરા દિલ, ચાંદની હો તુમ, ચાંદ સે હે દૂર, ચાંદની કહાં... અનુજાએ પણ ગીતમાં જ કહી દીધું.. તુમ્હી મેરી મંજિલ, તુમ્હી મેરી પૂજા, તુમ્હી દેવતા હો, તુમ્હી દેવતા હો... ભૂતનાથમા અજાણતાં કરેલી અર્ધપ્રદક્ષિણા, જીવનની સંપૂર્ણ પ્રદક્ષિણા બનવા જઈ રહી હતી. માં નાં ચરણોમાં સુરકંડા દેવી, એકાવન શક્તિપીઠોમાં ગણતરી થાય છે જ્યાં માં નું શિર પડ્યું હતું. દોસ્તો, ફૂલહાર લઈ આવ્યા હતા. બારાતી દોસ્તો હોય તો ક્યાં બીજાની જરૂર પડે. આનંદમ, આનંદમ જ હોય. માં ની સાક્ષી, માં નાં આશીર્વાદ મળી ગયા. જીવનમાં હવે ખુશીઓની લહેર હતી. સ્કૂલના રિયુનીયનમાં બે દિલોનાં જોડાણનો પુલ રચ્યો. રચયિતા દોસ્તોએ કમાલ કરી, દોસ્તી તો દોસ્તી છેની મિશાલ ધરી. પ્રેમઆનંદ નાં આશિયાનામા પ્રવેશતા જીવન ઝગમગ થઈ ગયું. પ્રેમની અતૂટ દોરી દિલમાં બંધાઈ ગઈ. વિરહથી તડપતા પ્રેમીઓને સાતા મળી. ઝખ્મી દિલોને એક ચાહ મળી. મિશને પ્રેમીઓનું મિલન શરૂ કર્યું, વિરહમાં તડપતા એકલા પડી ગયેલા પ્રેમીઓને શોધીને એક કરવાનું નેક કાર્ય યજ્ઞ શરૂ થયો. રીયુનિયનથી સાત દિવસના સહેવાસથી દોસ્તોના વિચાર વિમર્શથી અનેક સેવા યજ્ઞ શરૂ થયા. જ્યાં હોય દોસ્તોના ઓટલા, ત્યાં હોય હમેશા આનંદના પોટલાં. ""અમી'" Download Our App