Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૫


જીન થોડું વિચારીને કાવ્યા ને એક ઉપાય બતાવે છે.
હિમાલય ની દક્ષિણે હેત નામનો એક પર્વત આવેલો છે. ત્યાં વર્ષો થી એક પરી તપસ્યા કરી રહી છે. મે એકવાર તેને હેત પર્વત પર તપસ્યા કરતી જોઈ હતી જ્યારે હું એક આયુર્વેદિક વનસ્પતિ ની શોધમાં નીકળ્યો હતો. જલ્દી વનસ્પતિ ને પહોંચાડવાની ઉતાવળમાં હું ખાસ તે કંઈ જોઈ શક્યો નહિ. પણ હા તે પર્વત સ્ટાર જેવો દેખાય છે. પર્વત ની ફરતે પાંચ ખૂણા છે જે ખૂણા થી તે પર્વત સ્ટાર જેવો દેખાય છે. બસ મને આટલું યાદ છે.

તે પર્વત પર તપસ્યા કરનારી પરી હતી એ મને ચોક્કસ ખબર છે. અને તે એક કોઈ સામાન્ય પરી નથી. પણ શક્તિશાળી પરી છે એટલે તે પરીઓ ના દેશ વિશે ચોક્કસ જાણતી હશે. આવી રીતે પરી ક્યાંય એકલી રહેતી હોતી નથી. એ ચોક્કસ હું કહી શકું.

જીન કાવ્યા ને સલાહ આપતા કહે છે.
કાવ્યા.. તું તે પરી પાસે જા. તે ચોક્કસ તારી મદદ કરશે.

કાવ્યા ને થયું આ પૃથ્વી પર એક પરી તો છે. જે મારી મદદ તો કરી શકશે. એ વિશ્વાસ થી કાવ્યા એ જીન ને હેત પર્વત પર સાથે આવવા કહ્યું.
હું તારી સાથે આવીશ તો તે પરી કદાચ એ વિચારશે કે આમની પાસે તો જીન છે તો શા માટે મારી મદદે અહી સુધી આવી છે. આ વિચારથી કદાચ તે પરી તારી કોઈ મદદ ન કરે. જીને કાવ્યા ને સમજાવતા કહ્યું.

કાવ્યા ને જીન ની વાત સાચી લાગી. આમ પણ આપણે કોઈની પાસે મદદે જતા હોય એ ત્યારે સામે વાળા પાસે જે હોય તે આપણે તેના જેવો દેખાવડો કરવો નહિ. કેમકે તે સમજે છે કે આમની પાસે તો છે તો મારે આપવાની શું જરૂર.
વધુ વિચાર કર્યા વગર કાવ્યા ઉડીને થોડીજ મિનિટો માં હેત પર્વત પાસે પહોંચી ગઈ.

કાવ્યા પહેલી વાર હિમાલય આવી. હિમાલય નું સૌંદર્ય જોઈને કાવ્યા મંત્રમુગ્ધ થઈ ગઈ અને હિમાલય ની પર્વતીય શૃંખલા ને નિહાળતી રહી. વિચાર તો એવો આવ્યો કે પરીઓના દેશમાં જવાના બદલે અહી જ આ કુદરતી સૌંદર્ય સાથે રહું અને મારી જિંદગી શાંતિ થી વિતાવું.

કાવ્યા આમતેમ નજર ફેરવી ને જોઈ રહી હતી કે પેલી પરી જો તેને નજરમાં આવે. ઉડતી ઉડતી કાવ્યા એ આખા પર્વત ને ચક્કર લગાવ્યું. ધીરે ધીરે અંધારું થઈ રહ્યું હતું. એટલે કાવ્યા દૂર થી જોઈ શકતી ન હતી. ઘનઘોર અંધારું થાય તે પહેલાં કાવ્યા તે પર્વત પર નીચે ઉતરી અને નજર ફેરવી. ત્યાં એક અતિ સ્વરૂપવાન પરી મહાદેવ ની તપસ્યા કરી રહી હતી.

કાવ્યા તેની પાસે પહોંચી અને તે નિરીક્ષણ કરતી રહી કે સાચે આ પરી જ છે ને... કે કોઈ પરી નું રૂપ લઈને અહી તપસ્યા કરવા બેસી ગયું છે. તે પરી ની સામે એક મહાદેવ ની લિંગ હતી. અને લાગી રહ્યું હતું કે આ પરી એ હમણાં જ પૂજા કરી હશે. પૂજા ની બાજુમાં એક છડી પડી જોઈ ને કાવ્યા ને વિશ્વાસ બેસી ગયો કે આજ પરી છે. પણ આતો તપસ્યા કરી રહી છે. અને તપસ્યા ભંગ કરવો તો પાપ કહેવાય.

શું કરવું તે કાવ્યા તે પરી ની સામે બેસી ને વિચારવા લાગી. પરી નું મન મોહક રૂપ કાવ્યા ના મન ને શાંતિ આપી રહ્યું હતું. ઉપર થી હિમાલય પર્વત એટલે કાવ્યા તો જાણે સ્વર્ગ માં હોય તેવો અહેસાસ કરી રહી હતી.
કાવ્યા પણ મહાદેવ ની લિંગ સામે બેસીને ધ્યાન કરવા લાગી.

હિમાલય પર્વત પર સવાર થતાં સૂર્ય ના સોનેરી કિરણો પડતા જાણે પર્વતો સુવર્ણમય લાગી રહ્યા હતા. પૂર્વ તરફ મુખ રાખીને તપસ્યા કરી રહેલ પરી પર સૂર્ય ના કિરણો પડતા તે તપસ્યા માંથી જાગી ગઈ.

તે પરી નો એક નિત્ય કર્મ હતો. સવારમાં તપસ્યા માંથી જાગી ને સૂર્ય પૂજા અને શિવ પૂજા કરવી અને મધ્યાહન સુધી તેની દિન ચર્યા કરી ફરી તપાસ્યાં માં બેસી જતી. સૂરજ આથમતા તે મહાદેવ ની પૂજા કરી ફરી તપસ્યા માં બેસી જતી.

પરી ની આંખ ખુલી એટલે સામે તેના જેવી જ તેણે એક પરી ને જોઈ. અત્યાર સુધી તેણે આવી પરી જોઈ હતી નહિ. કેમ કે કાવ્યા જન્મજાત પરી હતી નહિ. કાવ્યા ને જોઈને તે પરી બોલી.
તમે કોણ છો..? અને અહી શા માટે આવ્યા છો..?

શું તે પરી કાવ્યા ની કોઈ મદદ કરશે કે નહિ તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ....