સજન સે જૂઠ મત બોલો - 25 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સજન સે જૂઠ મત બોલો - 25

પ્રકરણ- પચ્ચીસમું/૨૫

‘સર.. સાહિલ મર્ડર કેસ મેં ગિરફ્તારી કે લિયે આપકો દિલ્હી સરકાર સે પરમીશન લેની હોગી.’
‘પર ક્યું, કીસ કે લિયે ? અધિકારીએ પૂછ્યું
‘ક્યું કી સર, સાહિલ કો ફાંસને કે લિયે સરિતા શ્રોફ નામ કા કાટા ડાલા ગયા થા. પર ઉસકી ડોર જીસકે કે હાથમ મેં હૈ, વો બડે બડે મગરમચ્છ હૈ.. નામ હૈ.... ઈકબાલ મિર્ચી ઔર બિલ્લુ બનારસી.

બીજી જ પળે આશ્ચયભાવ સાથે અધિકારીના ભવાં ઊંચાં ચડી જતાં પૂછ્યું
‘સૂર્યદેવ આર યુ સ્યોર ? યુ હેવ એની સોલીડ એવીડન્સ ?
‘યસ સર, નોટ હન્ડ્રેડ પર્સન્ટ. બટ આઈ એમ સ્યોર એક હફ્તે મેં યે દોનો મેરી ગિરફત મેં હોંગે. પર ઉસ કે લિયે મુજે આપશે ગ્રીન સિગ્નલ ચાહિયે.’
તરવરાટ ભર્યા સ્વરમાં સૂર્યદેવ બોલ્યો.

થોડી ક્ષ્રણો વિચારીને અધિકારી બોલ્યાં..
‘સૂર્યદેવ યુ નો વેરી વેલ.. બિલ્લુ કી પહોંચ દિલ્હી તક હૈ, અગર તુમને જલ્દબાજી મેં કોઈ ગલત કદમ ઉઠા લીયા તો હમારી વર્દી પે દાગ નહીં લાગેલા, બલ્કી પૂરી વર્દી હી ઉતર જાયેગી, યે સમઝ લેના. બાકી તુમ અપના કામ કરો ઔર મુજે અપડેટ્સ દેતે રહેના

‘થેંક યુ સર.’ એમ કહી કોલ કટ કર્યા પછી ચેમ્બરની બહાર આવી. ઝડપેલા શકમંદ વ્યક્તિની સામું જોઇને સૂર્યદેવે પૂછ્યું.

‘ચાઈ પીઓગે મંજીતસિંગ ?’
‘જી.’ નિર્ભયતાથી ટેક્ષી ચાલક મંજીતે જવાબ આપ્યો..

એટલે મંજીત સામેની ચેર પર બેસતાં સૂર્યદેવે કોન્સ્ટેબલને બે ચીની કમ ચાઈ લાવવાનો આદેશ આપ્યાં પછી મંજીત સામે જોઇને પૂછ્યું..

‘તુમ્હે યહાં તફ્તીશ કે લિયે લાને કી વજહ જાનના ચાહતે હો ? તો લો અબ સૂનો.’ એમ કહી સૂર્યદેવે સરિતા અને મંજીત વચ્ચેના મોબાઈલ કન્વર્સેશનનું રેકોર્ડીંગ સંભળાવ્યું..

‘હેલ્લો.. અંકલ..’
‘હાં.. બેટી બોલો.’
‘જી અંકલ હાઇવે કી ઔર જાના થા અભી...આ શક્તે હો ક્યા ?
‘અરે.. બેટી પર અભી તો મેં શહર સે દેઢસો કિલોમીટર દૂર હૂં.. આને મેં તીન ઘંટે લગ જાયેંગે.’
‘અચ્છા ઠીક હૈ.’

‘જિસ રાત સાહિલ કી હત્યા હુઈ ઉસકે ચંદ ઘંટો પહેલે કી યે બાતચીત હૈ, આપ કે નંબર પર બાત હુઈ હૈ, મતલબ યે અંકલ ભી તુમ હી હો. ઇસ બાત મેં કોઈ શક નહીં હૈ, અબ તુમ અપની બેટી કે બારે બતાઓ ?’
સાવ શાંતિથી સૂર્યદેવે પૂછ્યું..

સામે એટલી જ નીડરતાથી મંજીતે ઉત્તર આપ્યો.

‘દેખો સાબ, જૈસે કી મૈને પહેલે આપ હી કો બતાયા કી, મેં ઇસ લડકી કા નામ તક નહીં જાનતા થા. જબ પહેલી બાર ઇસ લડકી કો મેં ‘વન નાઈટ ડ્રીમ હોટલ’ મેં લે ગયા થા, તભી ઉસને મુજસે કહાં થા કી, ‘મુજે મેડમ નહીં..બેટી કહો યા સપના.’
ઇસ લિયે ઉસકા કોલ આયા તો મેં બેટી બોલા. ઔર મેં કભી ભી સામને સે કિસી પેસેન્જર કા નામ નહીં પૂછતાં.’
‘સપના ?’ સપના નામ કહા ઉસને આપશે ?
સ્હેજ આંખો ઝીણી કરતાં અચરજ સાથે સૂર્યદેવે પૂછ્યું..

‘જી..સપના હી કહા થા ઉસને.’ મંજીતે ઉત્તર આપ્યો..
‘સપના યા સરિતા ? ફરીથી સૂર્યદેવે પૂછ્યું.
‘સપના.’
જે મક્કમતાથી મંજીતે જવાબ આપ્યો તેના પરથી સૂર્યદેવના ગહન ચિંતનની ગતિ તેજ થઇ ગઈ.
‘યે ‘વન નાઈટ ડ્રીમ’ હોટેલ તો ઈકબાલ મિર્ચી કી હૈ ના ?’ સૂર્યદેવે પૂછ્યું

‘યે આપ મુજસે પૂછ રહે હૈ ? સાબજી, હમે ઘર કી દાલ રોટી કમાને સે ફુરસત મીલે તો કિસી ઔર બાત કા ખ્યાલ રખ્ખે. સિર્ફ નામ સુના હૈ, કિસકી હૈ યે નહીં પતા.’ મંજીત બોલ્યો

ચાઈવાળો છોકરો ટેબલ પર મૂકી ગયેલાં બે ગ્લાસ ચાઈમાંથી એક ગ્લાસ ઉઠાવી મંજીતના હાથમાં આપતાં સૂર્યદેવે પૂછ્યું..

‘અચ્છા એક બાત બતાઓ, કૈસી થી વો લડકી ? મતલબ ઉસકી બાતોં સે કિસી ગલત કામ કરને કા અંદાજ આ રહા થા. સમજ ગયા, મેં ક્યા પૂછના ચાહતા હૂં ?
ચાઈની ચૂસકી ભરતાં સૂર્યદેવે પૂછ્યું
ગરમ ચાઈના ગ્લાસમાં ફૂંક મારતાં મંજીત બોલ્યો.
‘સચ કહું સાબ તો વો કિસી અચ્છે ઘરાને કી લગતી થી.’

‘ઐસા ક્યું લગા ? અચરજથી સૂર્યદેવે પૂછ્યું.
‘ઉસકી બાતોં મેં કોઈ ઘમંડ નહીં થા. ઔર બાત કરને કા સલીકા ભી તહેજીબ વાલા થા. આધી ઊંમર ગુજર ગઈ સાબ, શકલો કી શનાખ્ત કરતે કરતે.’
વર્ષોના અનુભવના નીચોડનો પરિચય આપતાં મંજીત બોલ્યો
બાજુના ટેબલ પર પડેલી નાનકડી ચબરખી ઉપાડી મનોમન વાંચતાં સૂર્યદેવ બોલ્યો.
‘મહાવીર નગર, ગેલેક્સી રેસીડેન્સી, ‘એમ’ વીંગ. આ એડ્રેસ પરથી મંજીતે સરિતા શ્રોફને લીફ્ટ આપી હતી. ‘એમ’ વીંગના દરેક ફ્લેટના રહીશો સાથે પુછતાછ કર્યા બાદ શંકા જાય છે, ફ્લેટ નંબર ૩૯ પર. અને એ ફ્લેટ છે, બિલ્લુ બનારસીનો.’

ફ્લેટ નંબર ૩૯માં પણ જ્યોતિ, શબનમ, ડોલી અને રૂબીના સૌને પૂછતાં દરેકનો એક જ જવાબ હતો કે, તેઓ કોઈ સરિતા શ્રોફ નામની વ્યક્તિને ઓળખતા નથી. પણ અસ્સલમાં સૌને અંદાજ આવી ગયો હતો કે, શોધખોળ સપનાની જ થઇ રહી છે.
પણ જ્યોતિ, શબનમ, ડોલી અને રૂબીના સાથેની પૂછપરચ પરથી સૂર્યદેવને એટલો અંદાજ આવી ગયો કે, નક્કી સરિતા શ્રોફ આમના જ ગ્રુપની છે પણ, બિલ્લુની રહેમદીલીના કારણે કોઈના ચહેરા પર સત્યનો અણસાર પણ નહતો આવતો. એટલે સૂર્યદેવે વિચાર્યું કે, બીલમાં છુપાયેલા ઇકબાલ અને બિલ્લુને બહાર કાઢવા માટે તેના જ બીલમાં આગ લગાડવી પડશે.

થોડો સમયની ઇન્ક્વાયરી પછી સૂર્યદેવે મંજીતને રવાના કર્યો અને કોલ જોડ્યો તેના ખાસ જીગરી અને ખબરી દિલાવરખાનને. દિલાવરને સમય અને સ્થળની જાણકારી આપ્યાં પછી ચાળીસેક મિનીટ બાદ બન્ને મળ્યાં સૂર્યદેવની ઓફિસથી નજીકના અંતરે આવેલાં ફૂટબોલ ગ્રાઉન્ડના કેમ્પસમાં.
દિલાવરખાન સમક્ષ રહસ્યમય કથાના અતિથી ઇતિ શબ્દશ વાર્તાલાપ કર્યાના અંતે સૂર્યદેવ બોલ્યો..
‘અબ બતા તુજે ક્યા લગતા હૈ ?’

તેના તર્કનું ગણિત લગાવતાં દિલાવર બોલ્યો..
‘મામલા કાફી ગંભીર ઔર પેચીદા લગતા હૈ. મંજીત કી બાતોં સે લગતા હૈ કી, યે કામ અકેલી ઇસ લડકી કા નહીં હૈ. ઔર રહી બાત બિલ્લુ કી તો, બિલ્લુ ઐસી મામૂલી રકમ કે લિયે ઇતના ઘિલૌના કામ કભી નહીં કરેગા. ઔર વો ભી એક લડકી કા સહારા લે કર, નામુમકીન હૈ યે. જરૂર ઇસ કે પીછે કમીને ઇકબાલ કા હાથ હો શકતા હૈ, કયું કે વો લડકી ‘વન નાઈટ ડ્રીમ’ મેં ગઈ થી ઈસલીયે શક ઈકબાલ પે જા રહા હૈ.’

‘તો કૈસે ઈકબાલ કે ગિરેબાન કો હાથ મેં લે શકતે હૈ ? સૂર્યદેવે પૂછ્યું
‘સિર્ફ મુજે દો દિન ચાહિયે, તહ તક કી છાનભિન કે લિયે. ક્યું કી, સબ સે પહેલે યે સરિતા શ્રોફ નામકી ચીડિયા કા પતા લગાના બહોત જરૂરી હૈ. અગર એકબાર યે લડકી મિલ ગઈ, તો ફિર સમજો ઇકબાલ આપકે તલવે ચાટને પર મજબૂર હો જાયેગા.’

‘દિલાવર...સાહિલ કે કાતિલ કો મેં રોજ હજાર બાર તડપ તડપ કે મરતાં હુઆ દેખના ચાહતા હૂં. આજ ભી રાત કો નિંદા મેં જબ સાહિલ કા હંસતા હુઆ માસૂમ ચહેરા નજર આતા હૈ તો પસીને છૂટ જાતે હૈ.’
આટલું બોલ્યાં પછી સૂર્યદેવે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને છલકાવા જઈ રહેલી આંખો પર મૂકી દીધો. થોડી ક્ષ્રણો ચુપ રહીને બોલ્યો..

‘દિલાવર, ઝમીન આસમાં એક કર કે ભી તુજે યે મિશન પુરા કરના હૈ. ઔર ઇસ કે લિયે ચાહે કિતના ભી ખર્ચા હો જાયે. મેં દેને કે લિયે તૈયાર હૂં.’

‘ક્યા સાબ પૈસો કી બાત કર કે આપને તો મુજે પલ મેં પરાયા કર દિયા. દોસ્તી કે કભી કોઈ દામ નહીં હોતે. અગર મેરી વજહ સે સાહિલ કી રૂહ કો સૂકૂન મિલતા હૈ, તો મેરે લિયે યે ફક્ર કી બાત હોગી. ઔર ઇસ કામ કે લિયે મેં અપની જાન લગા દૂંગા સરજી, આપ બે ફિક્ર રહીયે.’ સૂર્યદેવને સાંત્વના આપતાં દિલાવર બોલ્યો..

‘ઠીક હૈ, ફિર તું લગ જા કામ પે ઔર, જૈસે ભી કોઈ સુરાગ મિલે મુજે કોલ કર.’
એવું સૂર્યદેવ બોલ્યો પછી બન્ને છુટ્ટા પડ્યા..

છેલ્લાં ચાર દિવસથી સપના સાથે કોઈ સંપર્ક ન સંધાતા અંતે સમીરે કોલ કર્યો બિલ્લુભૈયાને.. સમય હતો સાંજના સાડા આઠ વાગ્યાંનો.

‘જય ગંગા મૈયા કી’ સમીર બોલ્યો.
‘જય ગંગા મૈયા કી. બોલ શાણે’ બિલ્લુ બોલ્યો
‘ભૈયા આજકલ સપના કા કુછ પતા નહીં ચલ રહા.. કહાં હૈ વો ?’
‘થોડા સા બીઝી હૂં, થોડી દેર બાદ મેં કોલ કરતાં હૂં.’
એમ કહી બિલ્લુએ કોલ કટ કર્યો.

‘સમથીંગ રોંગ’ એવું સમીર મનોમન બોલ્યો.

ઠીક પંદર મિનીટ બાદ બિલ્લુનો કોલ બેક આવ્યો.
‘સૂન..બજરંગ વાડી કે પીછે જો ‘બ્લ્યુ પીટર બાર એન્ડ રેસ્ટોરન્ટ’ હૈ, વહાં આ જા આધે ઘંટે મેં. ફિર બાત કરતે હૈ.’
ઠીક નવ અને પંદર મિનીટ બાદ સમીર આવી પહોંચ્યો બજરંગવાડી સ્થિત
‘બ્લ્યુ પીટર બાર એન્ડ રેસ્ટોરન્ટ’ના ફર્સ્ટ ફ્લોર પર આવેલાં સ્પેશિયલ ગેસ્ટ રૂમમાં.

ઠીક પાંચ મિનીટ પછી બિલ્લુ પણ દાખલ થયો. ગન અને મોબાઈલ ટેબલ પર મૂકતાં બિલ્લુએ પૂછ્યું..
‘બોલ..ક્યા લેગા ? ગરમ યા ઠંડા ?
‘અગર હાલાત ગર્મ હૈ તો ફિર ઠંડા હી ઠીક રહેગા.’ સમીર બોલ્યો
‘હાલાત તો ઇતને ગર્મ હૈ કી, ઉસકો નર્મ કરને કે લિયે પૂરે હિમાલય કી બર્ફ ભી કમ પડેગી.’
એમ કહી બિલ્લુએ વેઇટરને બે ઓરેન્જ જ્યુસ લાવવાનું કહ્યું પછી બોલ્યો..
‘ચાર દિન પહેલે હાઇવે પર એક ડાયમંડ બીઝનેસમેન કી ગોલી મારકર હત્યા કર દી ગઈ, પતા હૈ ?

‘હાં.. બહોત ચર્ચે હૈ શહેર મેં ઇસ હાદસે કો લે કર.’ સમીર બોલ્યો
‘વો લડકા ઈકબાલ મિર્ચી કે હનીટ્રેપ કી જાલ કા શિકાર થા, ઔર કત્લ સે ઠીક પહેલે સાહિલ કે સાથ સપના મૌકા-એ-વારદાત પર મૌજૂદ થી.’

ફાટેલાં ડોળા સાથે માથા પર બન્ને હથેળી મૂકતાં સમીર બોલ્યો..
‘પત્તર ઠોકી.’

‘કિતની દફા સમજાયા થા, સરફીરી લડકી કો કી, અપને ઔકાત મેં રહેના વરના, ઐસી હાલત ઐસી હોગી કી, આઈને મેં ખુદ કા મુંહ દેખને સે નફરત હો જાયેગી.’
ટેબલ પર મુઠ્ઠી પછાડતાં બિલ્લુ બોલ્યો..

‘અભી કહાં હૈ ?’ ગભરાયેલા સમીરે પૂછ્યું
‘મહેફૂઝ હૈ, ચિંતા મત કર. પર જ્યાદા વક્ત સૂર્યદેવ કી નજરો સે બચાના મુશ્કિલ હૈ.’ બિલ્લુ બોલ્યો

સૂર્યદેવનું નામ સાંભળતા જ સમીરે આંખો મીચીને માથું ટેબલ પર ઢાળી દીધું.
ત્યાં ટેબલ પર વેઈટર બે જ્યુસના ફૂલ સાઈઝના મગ મૂકતાં બિલ્લુ બોલ્યો..
‘ઓયે, લે ચલ ઠંડા જ્યુસ પી ઔર ભેજા ઠંડા કર.’

‘યે બીન બુલાઈ ભટકતી આત્માને તો પુરા ભેજાફ્રાય કર દિયા બિલ્લુભૈયા, પતા નહીં કહાં સે ખુજલી ચડી થી ઇસ ભૂતની કો.’ આવેશમાં આવતાં સમીર બોલ્યો

‘યે વક્ત જોશ સે નહીં, હોશ સે કામ લેને કા હૈ. અબ મેરી પૂરી બાત સૂન..’
તે રાત્રે જે વીત્યું તેની સપનાના શબ્દોમાં બિલ્લુએ સઘળી રજૂઆત સમીર સમક્ષ કરી.

એટલે તરત જ સમીર બોલ્યો..
‘એક બાત તો પક્કી હૈ, કત્લ ઔર ડાયમંડ કે મામલે મેં સપના કહીં ભી ઇન્વોવ નહીં હૈ યે બાત મૈ પુરે યકીન કે સાથે કહે શકતા હૂં બિલ્લુભૈયા.’

‘યે તો મેં ભી જાણું હૂં શાણે, પર માનેગા કૌન ? ઔર ખબરો મેં કહીં ભી એક કરોડ કે હીરે કી બાત બહાર નિકલ કર નહીં આયી. ઔર યે સૂર્યદેવ કી ચાલ હૈ.’

‘સપના કા ક્યા કહેના હૈ ? સમીરે પૂછ્યું.

‘કહેગી ક્યા ? ચાર દિન સે જબાન પે તાલા લગા કે બૈઠી હૈ. તું ઉસ સે મિલ ઉસે સમજા, ઉસ કે દિલ ઔર દિમાગ કી ભડાશ નિકાલ. ફિર આરામ સે સોચતે હૈ ઉસે કહાં ઠીકાને લગાના હૈ. વરના યે ભી સાહિલ કી તરહ બેમૌત મારી જાયેગી. સપના કે દોનો ફ્લેટ તક તો સૂર્યદેવ પહોંચ હી ચુકા હૈ.’

‘પર વો મહાવીર નગર વાલે ફ્લેટ કા સૂર્યદેવ કો કૈસે પતા ચલા ? આશ્ચર્ય સાથે સમીરે પૂછ્યું.

‘સમીર, સૂર્યદેવ કી વર્દી ઔર તેવર કે આગે મુર્દે ભી બોલને લગતે હૈ. ઔર યે સાહિલ ઉસકા જીગરી દોસ્ત થા. તો તું સોચ લે, વો કિસી કો છોડેગા ક્યા ? ’
ટેબલ પરથી ગન લઈને કમર પર લટકાવતાં બિલ્લુ બોલ્યો.

‘અચ્છા, કબ ઔર કહાં મિલના હૈ સપના સે ? સમીરે પૂછ્યું.
‘ચલ મેરે સાથ, પર બડી એહતિયાત કે સાથ, કિસી કો સપના કે પરછાઈ કી ભી ભનક નહીં લગની ચાહિયે સમજે.’

‘જી ગુરુજી.’ હળવાં સ્મિત સાથે બંને રવાના થયાં સપનાના ફ્લેટ તરફ..

ત્યાં પહોચ્યાં પછી સિક્યુરીટી ગાર્ડ સાથે સમીરનો પરિચય કરાવી બિલ્લુ રવાના થયો, અને સમીર લીફ્ટ મારફતે ફ્લોર નંબર સત્તર પર આવી ફ્લેટ નંબર સડસઠની ડોર બેલ પ્રેસ કરી..

પંદરેક સેકંડ પછી સપનાએ પૂછ્યું..
‘કૌન હૈ ?
‘સમીર.’
અવાજની ખાતરી થતાં હળવેકથી સપનાએ ડોર ઉઘાડીને કોઈ પ્રતિભાવ કે કશું જ બોલ્યાં વગર ચુપચાપ ચાલવા લાગી. એટલે સમીરને અનહદ આશ્ચર્ય થયું. સ્વીચ ઓફ હતી એટલે ફ્લેટમાં અંધારું હતું. ડોર બંધ કરીને સમીર પણ સપનાની પાછળ ચાલવા લાગ્યો. સપનાએ સ્વીચ ઓન કરતાં ડ્રોઈંગ રૂમમાં રોશની થઇ.

સતત રુદન અને અનિદ્રાના કારણે ઊંડી ઉતરી ગયેલી રાતીચોળ આંખો, અસ્ત વ્યસ્ત વીખરાયેલાં કેશ. ચોળાયેલા વસ્ત્રો, કંઇક મહિનાઓથી કોઈ મહામારીથી પીડાતી હોય તેવો ફિક્કો, ઉદાસ અને ગમગીન ચહેરો, હંમેશા તારોતાજા ફૂલોના ગલગોટા જેવી મહેંક સાથે મલકાતો સપનાનો ચહેરો જોવા ટેવાયેલો સમીર સપનાની આવી અકલ્પનીય દુર્દશા જોઇને બે ઘડી માટે તો સાવ બાવલું બની ફાટી આંખે સપનાને જોતો જ રહ્યો.

એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના સમીરને સોફા પર બેસવાનો ઈશારો કરી ખુદ પણ તેની સામે બેસી.

સોફા પર બેઠાં પછી ક્યા મુદ્દાથી વાર્તાલાપનો આરંભ કરવો એ અસમંજસમાં ગળું ખંખેર્યા પછી કશું સુજ્યું નહીં એટલે બોલ્યો..

‘પ્લીઝ સપના એક ગ્લાસ પાણી આપજે.’

તરસ વિના, તંગદીલીની તરસ હળવી કરવા પાણીનું બહાનું આગળ ધરીને સમીરે વાતચીત શરુ કરી.
બે ઘૂંટડા પાણી પીધા પછી સમીર હજુયે ચુપ હતો. એ પછી ઊભા થઇ સપનાની નજદીક જઈ, સપનાની જમણા હાથની હથેળી હળવેકથી તેની બંને હથેળી વચ્ચે મૂકીને બોલ્યો..

‘સપના.. હળવી થઇ જા પ્લીઝ.’

કયારની ફર્શ પર ખોડાયેલી સુક્કા ભટ્ઠ રણ જેવી આંખોથી અચાનક પશ્ચાતાપનું ઝરણું ફૂટી નીકળતાં સપનાના બન્ને ગાલ અશ્રુબિંદુથી નીતરવાં લાગ્યાં.એ પછી ધીમા રુદનએ આક્રંદનું રૂપ ધારણ કરતાં સમીરનો અંતરાત્મા પણ દ્રવી ઉઠ્યો.

સખ્ત સદમાના આત્મપરિતાપની જ્વાળામાં જલતી અને ઝૂરતી સપના રંજના ગહેરા રંગને ધોવા માટે અવિરત આંસુનો સૈલાબ અનિવાર્ય હતો.

છેલ્લું ડૂસકું સમી જતાં સમીરે સપનાના હાથમાં પાણીનો ગ્લાસ થંભાવ્યો.
એકી શ્વાસે પૂરો ભરેલો પાણીનો ગ્લાસ સપના ગટકાવી ગઈ.

સપનાના સ્વસ્થ થવાની ઘડી સુધી પ્રતિક્ષા કરવી સમીરને ઉચિત લાગતાં ચુપચાપ બેસી રહ્યો.

બે મિનીટ બાદ ચુપકીદીને વિરામ આપતાં સમીર સામું જોઇને ધીમેકથી સપનાએ પૂછ્યું..
‘શું કામ આવ્યો છે ? મારી ભૂલો પર ભડાશ કાઢવા કે પછી મારી શરમીંદગીનો તમાશો જોવા ?

‘હાલ તો તારી ભડાશ બહાર કાઢવા આવ્યો છું.’
એવું મનોમન બોલ્યાં પછી સમીર બોલ્યો..

‘ના સપના..તારું અનુમાન સદંતર ગલત છે. તારી શરમીંદગી સાથેના ભૂલોનો એકરાર જ તને શત્ત-પ્રતિશત નિર્દોષ પુરવાર કરવાં માટે પર્યાપ્ત છે. અને તારામાં કાબેલિયત ન હોત તો, તું ગણતરીના દિવસોમાં બિલ્લુભૈયાનો ભરોસો હાંસિલ કરીને તું તેની આટલી કરીબ ન પહોંચી શકી હોત. બટ આઈ થીંક કે, જે કંઈ પણ થયું તેમાં નિયતિએ તેનું કિરદાર બખૂબી નિભાવ્યું છે, જે નિર્માણધીન હતું. અને તું તેનો શિકાર બની ગઈ.. ધેટ્સ ઈટ. જો તું નખશિખ નિર્દોષ છે, તો તને ક્લીનચીટ આપવાં માટે બિલ્લુભૈયા જ કાફી છે. તો પછી સ્વયં પર આટલો અત્યાચાર શા માટે ? ખુદને ડામ આપીને ક્યા સુધી દર્દને ડામી શકીશ ? અને જીવતાં જીવ જાત જલાવવાથી શું સાહિલ ફરીથી જીવિત થઇ જશે ?

‘ના... ના.... ના.... ના... સમીર ના. કસક માત્ર એટલી જ રહી ગઈ કે, સાવ માસૂમ અને નિર્દોષ પ્રેમમૂર્તિના અકારણ મૃત્યુનું નિમિત હું જ શા માટે બની ? એ વાતનો ડંખ મને હરપળ હજ્જારો વીંછીના ડંખની માફક કોતરી રહ્યો છે.. સમીરરરરરરરરરર.....’
ઊંચાં સ્વરમાં બોલતા સપના ફરી રડી પડી..
‘નિમિત તું નહીં, નિયતિ છે સપના, નિયતિએ તને મોહરું બનાવ્યું છે.. બાકી ભાગ્યના ભેદભરમ તો ભગવાન જાણે.’
શક્ય એટલાં મર્મસ્પર્શી સંવાદોના મરહમથી સપનાના ઘાવની પીડાનું શમન કરવાની કોશિષ કરતાં સમીર બોલ્યો
‘તું...તું...નહીં સમજે સમીરરરર..નહીં સમજે. મેં ..મેં જોઈ છે, નિર્દોષ સ્મિત સાથે સાહિલની આંખમાં મારા પ્રત્યેના ચિક્કાર ચાહતની ચમક. અને હજુ હું મારી સાથેના તેના અઢળક અજાણ અનુબંધનો તાગ લાગવું ત્યાં તો... પ્રેમની પ્રસ્તાવના પહેલાં પરમેશ્વરે પ્રાણ હરી લીધાં. હજુ તો ગમવાના ગણિતનો દાખલો માંડું એ પહેલાં તો ગમ્મતની આડમાં રમત રમીને હસતાં રમતાં સાહિલના રામ રમાડી દીધા. કેમ સમીર કેમ ?

‘પ્લીઝ...સપના બી કૂલ. હવે સૌથી પહેલાં મને એ કહે કે ખરેખર થયું છે શું ?’

થોડીવાર ચુપચાપ આંસું સાર્યા પછી બિલ્લુને જણાવેલી હકીકત સપનાએ સમીરને કહી સંભળાવી. એ પછી સમીરને સપનાના ઊંડી ખીણ જેવા ખેદના ભેદનું રહસ્ય સમજાયું અને પરિતાપના પીડાનો અહેસાહ થયો.

‘હવે શું વિચારે છે ? ’ સમીરે પૂછ્યું..
‘સાવ સહજતાથી મારી જિંદગીમાં આવીને, વીજળીના ચમકારાની ક્ષણમાં સાહિલે જે રીતે અણધારી એક્ઝીટ લઈ, મારા જીવનમાં એવરેસ્ટની ઊંચાઈ જેવડું જે અલ્પવિરામ મુક્યું છે, તેણે હડસેલતાં મારા શ્વાસ ખતમ થઇ જશે સમીર. હું..હું.. તેના નિસંદેહ સ્નેહની કલ્પના કરું છું ત્યાં.. મારી કાયામાં કંપારી છુટી જાય છે.’
સમીર... મને મારી દુનિયામાં જતું રહેવું છે. હું હારી ગઈ. હવે હું અવિરત અને અંનત એકાંત ઝંખુ છું. બસ.’

‘મતલબ તું શું કરીશ ? સમીરે પૂછ્યું..

‘મારી જાત સિવાય કોઈને નથી મળવું. બિલ્લુભૈયાને વિનંતી કરજે, થોડો સમય મને તેની છત્રછાયામાં રહેવા માટે રહેમ કરે. એ જેમ કહેશે એમ કરવા હું રાજી છું પણ, મારે હવે કોઈનેય નથી મળવું.’

‘આ તારો અંતિમ નિર્ણય છે ?’
‘હાં, અંતિમ અને અફર.’ સપના બોલી.
‘વાડ કરતાં વિચારોનું કૈદખાનું તને ખત્મ કરી નાખશે સપના. નરી એકલતા તને કોરી ખાશે.’
‘એ જ તો હું ઈચ્છું છું. અજાણતાં મારાથી થયેલાં પાપના પ્ર્યાસ્ચ્ચિત માટે મારા શરીરનું અંતિમ રક્તબુંદ પણ નીચવી નાખું તો પણ બેદાગ રહેવું શક્ય નથી સમીર.’

ક્યાંય સુધી ચુપ રહ્યાં પછી સમીર બોલ્યો.

‘તારી પસંદગીના અંધકાર અને વિરહ વનવાસ પછીના અજવાળાં વચ્ચેનું અંતર શક્ય એટલું જલ્દી ખત્મ થાય એવી દુઆ સાથે હવે હું રવાના થવાની અનુમતિ લઈશ. પણ જતાં જતાં એટલું જરૂર કહીશ.. સપના જો ખરેખર સાહિલના એકતરફી પ્રેમની આહુતિ તારા અસ્તિત્વને આટલી હદે ઝંઝોળી રહી છે તો, તે પાવન પ્રેમના પ્રાગટ્યને અખંડ અને અવિરત રાખવાની કોશિષ કર. તો જ સાહિલના આત્માની સદ્દગતિ માટે શ્રધ્ધાપૂર્વકની તારી અશ્રુંજલી સાર્થક થશે.’

‘સમીર.. એ સાહિલના અફાટ સ્નેહસાગર સામે મારી ઝાકળબિંદુ જેવડી ઈચ્છાની નાવડીનું શું ગજું ? સપના બોલી

‘કિનારે પડ્યા પડ્યા કોઈના પગ તળે કચડાઈ મારવા કરતાં અફળાતા મોજાં સાથે બાથ ભીડીને ભવસાગર પાર કરી લેવામાં પણ કશું ખોટું તો નથી જ ને ? રખેને કોઈ સરળ મોજું તેની તરલતામાં તાણીને મનગમતાં કિનારે ઉતારી પણ દે.’
સપના... જીવન સીમાપારની સંભાવનાઓથી ભરેલું છે. વિશ્વાસ ન આવતો હોય તો રતનપુરથી આજદિન સુધીની સફર પર એક નજર કરી લેજે.’
થોડામાં સમીરે ઘણું સંભળાવ્યું અને સમજાવ્યું પણ ખરું.

અંતે સપના તરફ હાથ લંબાવતા સમીર બોલ્યો..
‘આશા રાખું છું કે, ફરી મળીએ, જલ્દી મળીએ અને મળીએ ત્યારે સકારાત્મક વિચારોને વરેલી સપના સાથે મુલાકાત થાય, એવું વચન લઈને જાઉં છું,’

‘સમીર.. હવે મને તારી વાતોથી પણ ડર લાગે છે. ફરી તારી વાતોમાં આવી અને હું મારા નિર્ણયથી ડગવા નથી માંગતી. બસ એટલું જ કહીશ જીવતી રહીશ તો ફરી મળીશું.’
ઘોર નિરાશા સાથે સપનાએ તેની વાત પૂરી કરી.
સપનાની અતિ વિચલિત માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં સમીરને લાગ્યું કે હવે સમજણની સપાટી ઉપરથી પાણી ફરી વળ્યું છે. હવે તેના જેવી કોઈ ભટકતી આત્મા જ સપનાને સીધે રસ્તે વાળી શકે તેમ છે.

અંતે સમીર કશું જ બોલ્યા વગર સપના સાથે હાથ મિલાવી તેની આંખોમાં જોઈ રહ્યાં બાદ ભારે હૈયે ફ્લેટની બહાર નીકળીને લીફ્ટમાં દાખલ થતાં જ અત્યાર સુધી માંડ રોકી રાખેલા અશ્રુંએ આંખો કોર ભીની કરી દીધી.

નીચે આવી, ઘરે જવા માટે ટેક્ષી માટે કોલ કરે એ પહેલાં..ચિક્કાર ચક્રાવેલું ચડેલા સમીરના ચિત્તે સમીરના દિમાગને ડામાડોળ કરી નાખ્યું. સમીરને થયું કે,

બિલ્લુભૈયાની ફિતરત, સપનાના ધડમાથા વગરના અણધાર્યા નિર્ણય અને સૂર્યદેવના પ્રતિશોધના કશ્મકશની વચ્ચે વાત એ હદે વણસી જશે કે, કોઈપણ ઘડીએ બેકસૂર સપનાની જિંદગીનો મૃત્યુ ઘંટ વાગી શકે તેમ છે. થોડીવાર આંખો મીચીને ગહન મનોમંથન પછી અચાનક એક વિચાર આવતાં સમીર ફરી ગયો સપનાના ફ્લેટ પર અને ડોરબેલ દબાવી..


બીજી તરફ...
મોડી રાત્રે બિલ્લુનો કોલ રણક્યો..સ્ક્રીન પર નામ હતું ‘ગણપત’
પાંચથી સાત મિનીટની ગુપ્ત અને ગહન વાર્તાલાપ બાદ બિલ્લુ બોલ્યો..

‘ખબર પક્કી હૈ ?
‘સોલે આના પક્કી હૈ.’
‘ગણપત.. શેર કી ખાલ મેં છીપે કુત્તો કી પહેચાન તભી હો જાતી હૈ, જબ હો દહાડને કી જગહ ભોંકને લગતે હૈ. જલ્દ સે જલ્દ પત્તા લગા દોનો કા, સૂવર કી મૌત મારુંગા હરામ કે પીલ્લો કો.’

‘જી, માલિક.’

ગણપત આટલું બોલ્યો એટલે બિલ્લુએ કોલ કટ કર્યા બાદ થોડી ક્ષ્રણો આંખો મીચીને મનોમન હંસતા હસતાં ઈકબાલ અને ખુર્શીદ લાલાને ભીંસમાં લેવાની તરકટના ચોકઠાં ગોઠવવાની મથામણ કરવાં લાગ્યો.

બીજા જ દિવસે દિલાવરખાને શુક્રવારે બપોરની નમાઝ અદા કર્યા પછી સૂર્યદેવને મસ્જીદથી થોડા અંતરે આવેલાં શોપિંગ સેન્ટરના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં બોલાવતાં સૂર્યદેવ આવીને દિલાવરની કારમાં દાખલ થતાં દિલાવરના ચહેરા પરની ચુકીદીના ચિન્હો જોઇને સૂર્યદેવે પૂછ્યું...

‘ઇતની ખામોશી કયું હૈ ભાઈ ?’
‘લગતા હૈ બહોત બડા તૂફાન આને વાલા હૈ, સરજી.’ દિલાવર બોલ્યો..
‘તૂફાન કા કોઈ નામ, યા અતા-પત્તા ? સૂર્યદેવે પૂછ્યું..

‘યે જો આપને બતાયા ના ઉસ લડકી કા નામ... સરિતા યા સપના ? ઉસ કી વજહ સે બહોત બડી જંગ છીડ ગઈ હૈ.. બિલ્લુ ઔર ઈકબાલ કે બીચ મેં.’

‘ક્યા બાત કર રહે હો દિલાવર, પર કિસ બાત કો લેકર ?’
આશ્ચર્ય સાથે સૂર્યદેવે પૂછ્યું..
‘મેં યે સોચ રહા હૂં કી, અગર બિલ્લુ ઔર ઈકબાલ બીચ કી દુશ્મની વજહ યે લડકી હૈ, તો સાહિલ કે કત્લ કે કિસ્સે મેં યે લડકી એક મોહરા હૈ.’ દિલાવર બોલ્યો..

‘પર યે બાત તુમ ઇતની આસાની સે કૈસે કહે શકતે હો ?’ સૂર્યદેવે પૂછ્યું

‘સાબ, બિલ્લુ કી ક્રાઈમ હિસ્ટ્રી પર એક નજર કર લીજીયે..આજતક એક ભી લડકી કા જીક્ર નહીં મિલેગા.. ઔર બિલ્લુ કી રહેમો કરમ પર અપના કાલા ધંધા ચલાને વાલા ઇકબાલ મિર્ચી બિલ્લુ કે સાથ કયું દુશ્મની મોડેગા ? દિલાવર બોલ્યો

‘દુશ્મની કહાં તક પહોંચી ? ‘

‘આપ કો જાન કર તાજ્જુબ હોગા કી, ખફા હૂએ બિલ્લુ કે ખૌફ કે ડર સે ઈકબાલ મિર્ચી મુલ્ક છોડકર ભાગ ગયા હૈ. ઔર ખુર્શીદ લાલા અભી તક અન્ડર ગ્રાઉન્ડ હૈ. અગર ખુર્શીદ લાલા અપને હાથ લગ ગયા તો.. સમજો સાહિલ કે બેવજહ મૌત કા રાઝ ચુટકી બજાતે હી ખુલ શકતા હૈ.’
‘ઈકબાલ અકેલા ફરાર હો ગયા ? ઔર ખુર્શીદ લાલા લાપતા હૈ ? ઇસ કા મતલબ ઉન દોનો કી દોસ્તી મેં ભી દરાર પડ ગઈ હૈ. દિલાવર મુજે તો અબ ઇસ પૂરે મામલે મેં યે લડકી કા કિરદાર હી અહમ લગતા હૈ. ઔર અગર ખુર્શીદ લાલા હમસે પહેલે બિલ્લુ કે હાથો ચડ ગયા તો સચ કભી ભી સામને નહીં આયેગા.પર યે લડકી હૈ કૌન ? ક્રિમીનલ કી લીસ્ટ મેં તો કભી કિસી લડકી કા નામ નહીં સુના. તો યે આઈ કહાં સે ? પર તુજે ઇતની જલ્દી યે સબ જાનકારી કહાં સે મિલી ?
કંઇક અસમંજસ અને ધારણાની ધરી પર ફરતાં સવાલ જવાબ કરતાં સૂર્યદેવ બોલ્યો


‘વો કહેતે હૈ ના, ઘર કા ભેદી લંકા ઢાયે... ખુર્શીદ લાલા કી મુંહ બોલી બહન જિસ કે પ્યાર મેં અંધી હૈ. વો બંદા મેરે લિયે કામ કરતાં હૈ. યે બંદા મહોબ્બત મેં મખ્ખન
લગાતાં ગયા...વો પિઘલતી ગઈ... ઔર અપના કામ હો ગયા.’
હસતાં હસતાં દિલાવર બોલ્યો..

‘યે સપનાને હમારા એક કામ અચ્છા કિયા’ સૂર્યદેવ બોલ્યો
‘હમારા કામ ? કૌન સા ? દિલાવરે પૂછ્યું..

‘બિલ્લુ ઔર ઇકબાલ કે બીચ કી દુશ્મની મેં જો મારે જાયેગે વો કામ. ઔર જો બાકી રહેંગે ઉનસે હમ નિપટ લેંગે. પર સબ સે પહેલે કીસી ભી કિમત પર ઇસ લડકી તક પહોંચના જરૂરી હૈ દિલાવર.’

‘સાબ જી.. અગર વો લડકી બિલ્લુ કી પનાહ મેં હૈ તો ફિર નામુમકીન હૈ. આપ સોચો એક મામૂલી લડકી કે લિયે ક્રાઈમ કી દુનિયા મેં ઇતના બડા ભૂચાલ આયા હૈ, તો વો લડકી કી બિલ્લુ કે લિયે કિતની બડી અહેમિયત હોગી. બિલ્લુ અપની જાન કી બાજી લગા દેગા મગર ઉસ લડકી કો આંચ તક નહીં આને દેગા.’
દાઢી પર હાથ ફેરવતાં દિલાવર બોલ્યો..


‘બિલ્લુ જાન કી બાજી લગાયેગા, મગર સાહિલ જાન ગંવા ચુકા હૈ દિલાવર. ઔર અબ સાહિલ કી મૌત સે જ્યાદા ઉસ કી મૌત કા સબબ ગહેરા ઔર પેચીદા હો ગયા હૈ.’ સહજ અકળામણ સાથે સૂર્યદેવ બોલ્યો..


બે મીનીટની ચુપકીદી બાદ સૂર્યદેવનો મોબાઈલ રણક્યો..
જીન્સના બેક પોકેટમાંથી સેલ કાઢીને સ્ક્રીન પર નજર કરી..
‘અનનોન’ વાંચતા સૂર્યદેવને નવાઈ લાગી.. એટલે કોલ રીસીવ કરતાં તરત જ પૂછ્યું..

‘કૌન ?’
‘શું હું સૂર્યદેવ ચૌહાણ સાથે વાત કરી રહ્યો છું ? અવાજ પરથી અંદાજ લગાવતાં સૂર્યદેવને લાગ્યું કે કોઈ જુવાન વ્યક્તિ વાત કરી રહી છે.
‘જી, સૂર્યદેવ ચૌહાણ બોલું છું, તમે કોણ ?
‘કોણ,ક્યાં,કેમ, અને ક્યારેની કડાકૂટમાં પડ્યા વિના સીધા મુદ્દાની વાત પર આવીએ તો બન્નેના વખતનો વ્યય નહીં થાય.’
સવા સહજ અને શાંતિથી સામે છેડેથી અવાજ આવ્યો. મૃદુ ભાષા પરથી વ્યક્તિ શિક્ષિત હોય એવો અંદાજ સૂર્યદેવને આવ્યો. શાંત દિમાગે સૂર્યદેવ બોલ્યો.
‘જી કહો.’

‘તમે જે તાળાના તળની તલાશમાં છો, તે શોધી નહીં શકો, ખોલી નહીં પણ શકો અને તોડી પણ નહીં શકો, જેની માસ્ટર કી મારી જોડે છે.’

સ્હેજ ઝીણી આંખ કરી ભવાં ઊંચા ચડાવી અજાણ્યાં બનવાનું નાટક કરતાં
દિવાવર સામું જોઇને સૂર્યદેવે પૂછ્યું..
‘મતલબ હું સમજ્યો નહીં ?
‘દિવસ રાત તમે જેના માટે આકાશ પાતાળ એક કરી રહ્યાં છો, એ સપનાનું સરનામું મારી પાસે છે...પણ મારી એક આકરી શર્ત છે.. ..અને શબ્દશ મારી શર્ત મંજૂર હોય તો આપણે સંવાદ સત્સંગ સળંગ રાખીએ. અને શર્તના પ્રત્યુતરમાં ‘હા’ અને ‘ના’ સિવાય ત્રીજા કોઈ પર્યાયને અવકાશ નથી.’

સૂર્યદેવ અને દીલાવર બન્નેના શાતિર દિમાગમાં બિછાવેલી શતરંજની ચાલની બિસાતને ઉખાડીને ફેંકી દેવા માટે અજાણ્યાં વ્યક્તિનો કોલ કાફી હતો.


-વધુ આવતાં અંકમાં