પ્રતિશોધ એક આત્મા નો - 20 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ એક આત્મા નો - 20

પ્રતિશોધ ભાગ ૨૦

"તમારે એવું કાંઈ કરવાની જરૂર નથી એને સજા કાયદો આપશે અત્યારે તો ઓલી નિર્દોર્શ છોકરી નો જીવ બચાવવા શું કરી શકાય એ વિચારો .મારે આ કમળી સાથે વાત કરવી છે એ મંગળ વિષે કંઈક તો જાણે છે " જાડેજા દુકાનની બહાર આવતા બોલ્યા.

જાડેજા કમળી ના ઘરે ગયા છોકરાઓને એમણે પોતાની સાથે આવવા કહ્યું . એક સિપાહી ને ઘરની બહાર ઉભા રાખ્યો અને કોઈ પણ ગામવાળાને અંદર આવવાની મનાઈ કરી . કમળી ઘરમાં રાખેલા ખાટલાને ટેકે માંથુ રાખી રડી રહી હતી ખાટલા પર એની બે વર્ષ ની દીકરી સુતી હતી . જાડેજા અને છોકરાઓ ઘરમાં દાખલ થયા.

" શાંત થા બેટા જે થવાનું હતું થઈ ગયું પણ આગળ જે થવાનું છે એને રોકવામાં અમારી મદદ કર . મને ખાત્રી છે તુ મંગળ અને રુખી વિષે માહિતી આપી શકે છે તુ જે પણ જાણે છે અમને જણાવ અમે એ વિષે કોઈને કાંઈ વાત નહીં કરીએ " જાડેજા કમળી ને વિશ્વાસ અપાવતા બોલ્યા .

કમળી એ સાડીથી આંસુ લુછયા એક સિપાહી એ એને માટલા માંથી પાણી લાવી આપ્યું.

" સાહેબ હું તમને બધુ હાચુ કહુ સું પણ તમે કોઈને કેતા નઈ . ગામમાં બધાને ખબર પડશે તો મોટી મોકાણ ઊભી થશે "

"કમળી હું વચન આપું છું કોઈ ને કાંઈ ખબર નહી પડે " જાડેજા એ વચન આપ્યું .

" હું અને રુખલી એક જ ગામના સીએ મેજ એના લગન ભૂરા હાથે ગોઢવી આપ્યા તા બીચારી ગરીબ ઘરની હતી ભુરાની ઉંમર રુખલી કરતા બમણી હતી . ભુરો માણસ હારો ઘર હંભાળવા બાઈ માણસની જરુર હતી એટલે એણે લગન કર્યા પૈસો ખુબ સે બાપ દાદાનો રુખલી તો અળધુ એ નથી લઈ ગઈ . સાહેબ આ મંગળે ગામની ગણી બાઇઓને ખરાબ કરી સે સેહર થી નવા નવા કપડા ને મિઠાઇઓ ને ખોટા દાગીના થી બાઈઓને લલચાવે ને પોતાના શરીરની ભુખ પુરી કરે ને એમની પાહેથી હાચા દાગીના પડાવે . ઘરના ઘણીઓ તો બાપડા રુપીયા કમાવા છ છ મહિના ગામથી દૂર હોય .રુખલી પણ એમા સેતરાઇ મે એને ચેતવી તી મંગળ હારો માણસ નથી સેહરની વાતો કરી કરી ગાંડી કરી તી રુખલી ને . રુખલીના એ સપના મોટા હતા એને ગામમાં નહોતું રેહવું મંગળે એને સેહર લઈ જવાના સપના દેખાડ્યાં રુખલી મને કેતી એ મંગળ હારે ભાગી જશે ને સહેરમાં જઈ એની હારે લગન કરસે . મંગળ રુખલીના છોકરાને ખુબ લાડ કરતો રુખલી એની વાતુમાં આવી ગઈ સાહેબ મને સપને ખ્યાલ નો તો કે મંગળ એનો જીવ લેસે . રુખલી જે રાતે ભાગી એના હવારે મંગળને ગામમાં જોઈ મને હેરાની થઈ જ્યારે મેં મંગળને એકલામાં પુસ્યું તો એણે કીધું કે એણે રુખલી ને એના ભઈબંદ હાથે સેહર મોકલી સે ગામવાળાં ઓને શંકા ના થાય એટલે એ થોડા દિવસ પસી સહેર જશે મેં એની વાતનો વિશ્વાસ કર્યો ને તમે જ્યારે ગામમાં આયાતા તો મે તમને કોઈ વાત ના કરી . થોડા દિવસ પછી મંગળ સેહર જઈ ખરીદી કરી આયો ત્યારે એણે મને કીધું રુખલી સેહર માં મોજ કરેસે અને મારી હાટુ સાડી મોકલાવી સે સાહેબ મને એના પર થોડી એ શંકા નહોતી રુખલી ખુશ છે સુખી છે એમ હમજી મેં કોઈને કોઈ વાત કરી નથી. " કમળી એ ભીની આંખોએ સચ્ચાઈ જણાવી .

"રુખી ભાગી કઈ રીતે ? ગામથી આબુરોડ ગણુ દુર છે અહીં તો કોઈ બસ પણ આવતી નથી " જાડેજા એ સવાલ કર્યો .

"મંગળ પાહે બુલેટ સે એમજ બેઉ ગયાં હશે " કમળી એ અંદાજ આપ્યો.

બીજી તરફ પંડિતજી માતાની મૂર્તિ સામે ધ્યાનમાં બેઠા હતા અને ચાર્મી ધીરે ધીરે ભાન માં આવી રહી હતી.

જાડેજા ને અંદાજો આવી ગયો હતો શું બન્યું હશે રાત્રે રુખી અને મંગળ બુલેટ ઉપર ભાગ્યા હશે મંગળ રુખી ને આબુ પર્વત ના ધાટ ઉપર લઈ ગયો હશે ને ત્યા એનું અને બાળકનું ખુન કરી દાગીના લઇ રાતોરાત પાછો આવી ગયો હશે ને બીજા દિવસે પોતે કાંઈ જાણતો નથી એવું નાટક કરી પોતે જ પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધાવા આવ્યો હશે.

"બેન તમને થોડો પણ અંદાજ છે મંગળ ક્યાં હશે જો અમે એને સવારના પાંચ વાગ્યા સુધી આશ્રમ પર નહી લઈ જઈ એ તો અમારી મિત્ર બચી નહી શકે? " વિકાસ ના અવાજમાં એનું દુઃખ જણાતું હતું .

"ચિંતા ના કરો સાહેબ આ બધુ માવડીની ઈછ્છાથી થઈ રહ્યું સે આજ મંગળ મરવાનો ને રુખલી ની આત્મા સુટવાની " કમળીના અવાજમાં આક્રોશ હતો .

જેવા કમળીના શબ્દો પુરા થયા અડધી મીનીટના સન્નાટા પછી ગામમાં એક બુલેટ બાઈક દાખલ થવાનો અવાજ સંભળાયો અને જાડેજા અને મિત્રો ઘરની બહાર બુલેટના અવાજ તરફ દોડ્યા.

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .