પ્રતિશોધ એક આત્મા નો - 9 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ એક આત્મા નો - 9

પ્રતિશોધ ભાગ ૯

સેવક ની વાત સાંભળતા જ બધા જ ઉભા થઈ ઓફીસ તરફ દોડ્યા ને ઓફીસ નુ દશ્ય જોઈ બધાની આંખો પોહડી થઈ ગઈ . ચાર્મી ના એક હાથમાંથી લોહી વહી રહ્યું હતું .ઓફિસમાં બનેલા કાચના નોટિસ બોર્ડ ને ચાર્મી એ ગુસ્સામાં હાથથી તોડી નાખ્યું હતું ચારે તરફ કાચ વિખરાયેલા હતા અને ચાર્મી ના હાથમાંથી સતત લોહી વહી રહ્યું હતું .

" બેટા આ તે શું કર્યું ? " એટલું બોલી પંડિતજી ચાર્મી તરફ આગળ વધ્યા.

" એ બાવા તને કહી દઉં છું તું મારાથી દૂર જ રહેજે નહીતો તને ચીરી નાખીશ " ચાર્મીનો અવાજ બદલાયેલો ને ભારે હતો.

" ચાર્મી....." વિકાસે જોરથી રાડ પાડી.

વિકાસ નો અવાજ ચાર્મી સુધી પહોંચ્યો અને એ ભાનમાં આવી હાથમાં જે વાગ્યું હતું એના દર્દનો એહસાસ એને થયો "વિકાસ આ ... આ ... શું થયું મને જો તો ખરો કેટલું લોહી વહ્યું છે કેવી રીતે થયું મે શું કર્યું કે કોઈએ મને.... મારી .. સાથે શું થઇ રહ્યું છે નિષ્કા જો ને મને કેટલું વાગ્યું છે " ચાર્મી રડતા રડતા બોલી .

વિકાસ અને નિષ્કા ચાર્મી તરફ દોડ્યા વિકાસે હાથ રુમાલ કાઢી લોહી રોકવાનો પ્રયત્ન કર્યો પંડિતજીએ ઓફિસમાંથી first aid box નિષ્કાને આપ્યું ." ચાર્મી શાંત થા વધારે નથી વાગ્યું હમણા લોહી બંધ થઈ જશે " નિષ્કા ચાર્મી ને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી.

" પણ મને વાગ્યું કેવી રીતે ? " ચાર્મી ને કાંઇજ યાદ નહોતું આવતું.

" અરે બેટા તારો વાંક નથી આ નોટીસ બોર્ડ જુનું થઈ ગયું છે એનો કાચ તૂટી ગયો ને તને વાગી ગયો " પંડિતજી ચાર્મી થી આત્મા ની વાત છુપાવા માંગતા હતા .

"પણ મને કેમ કાંઈ યાદ નથી આવતું મને હમણાં જ વાગ્યુ છે અને મને જ ખબર નથી કે કેવી રીતે લાગ્યું આ કેવી રીતે બની શકે " ચાર્મી મૂંઝવણમાં હતી.

" તને કેવી રીતે યાદ હશે તું તો અહીં ખુરશી ઉપર સુતી હતી ને કાચ .. તુટ્યો ને તને વાગી ગયો.. ને પછી તુ જાગી ગઈ" નિષ્કા એ ચાર્મીં ની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો .

પંડિતજીએ સેવક ને પોતાની ડોક્ટર વાડી બેગ લેવા મોકલ્યો અને બેગ આવતાજ ઇન્જેક્શન તૈયાર કરી ચાર્મી ને આપી દીધું . વિકાસે ચાર્મી નો હાથ પકડી રાખ્યો હતો . ચાર્મી ની આવી અવસ્થા એનાથી જોવાતી નોહતી . રોમીલ અને અનીલ આ બધુ સ્તબ્ધ બની જોતા રહ્યા . નિષ્કાએ હિંમત કરી ચાર્મી ના હાથ ઉપર પાટો બાંધી દીધો.

"નિષ્કા મને ઠીક નથી લાગી રહ્યું મને પ્લીઝ મારી મમ્મી પાસે લઇ જા મને એની ખુબ યાદ આવે છે " આટલું બોલતા બોલતા ચાર્મી ની આંખો બંધ થવા લાગી અને એણે એનું માથુ વિકાસના ખભા ઉપર મૂકી દીધું ચાર્મી ને ઇન્જેક્શન નું ગેન ચડી રહ્યું હતું અને એ થોડીવાર માં બેહોશ થઈ ગઈ . ચાર્મી ની આવી હાલત જોઈ વિકાસની હિંમત તૂટી ગઈ એ પણ રડવા લાગ્યો બધા જ મિત્રો ની આંખો પાણીથી છલકાઈ ગઈ.

"જુઓ છોકરાઓ તમે આમ હિંમત હારી જશો તો ચાર્મી ની મદદ કેવી રીતે કરશો ? ઇન્જેક્શન ની અસર ચાર-પાંચ કલાક રહેશે ત્યાં સુધી એના શરીરને આરામ મળી જશે આપણે એને ગેસ્ટ રૂમ માં લઇ જઇએ " પંડિતજી બધાને સમજાવતા બોલ્યા .

પંડિતજીની વાત સાંભળી બધા એ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો અને વિકાસે ચાર્મી ને પોતાના હાથોમાં ઉચકી લીધી . આશ્રમમાં આવતા મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા હતી સેવકે એક રૂમ ખોલ્યો અને વિકાસે બેડ પર ચાર્મી ને સુવડાવી દીધી . બધા આસપાસ ઉભા રહી એના માસુમ ચેહરાને જોતા રહ્યા . હોસ્પીટલ માંથી એક નર્શ આવી પંડિતજી એ એને ચાર્મીની પાસે બેસાડી એનું ધ્યાન રાખવા કહ્યું . બધા મિત્રો અને પંડિતજી રૂમની બહાર આવેલા ચોપાડમાં બેઢા .

ચારે મિત્રો હતાશ થઈ ગયા હતા .કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વાળો વિકાસ હિંમત હારી બેઠો હતો . કોલેજની સૌથી બિન્દાસ છોકરી ને આજે બધા પહેલીવાર રડતા જોઇ રહ્યા હતા. કોઈપણ સંજોગોમાં મસ્તી કરતો અનિલ એક શબ્દ બોલી નહોતો શકતો . કોઇપણ પ્રશ્ન નો ચપટીમાં ઉત્તર આપવા વાળો રોમીલ બે જવાબ હતો . પાંચે મિત્રોના સ્વભાવ , વાણી ને વર્તન એકબીજાથી સાવ અલગ હોવા છતા એમની દોસ્તી મજબૂત હતી . એમની દોસ્તી જોઈ કોલેજ ના બીજા છોકરાઓને આશ્ચર્ય પણ થતું ને ઇર્શા પણ આવતી . ચાર્મી સિવાયના ચારે મિત્રો આર્થીક રીતે સુખી હતા જીવન માં એમણે જે પણ ઇચ્છા હોય બધી જ પુરી કરી લેતાં . આજે એ લાચાર થઈ ગયા હતા એમની લડાઇ એક એવી એવી શકતી સાથે હતી જેને ના પોસા કે ના તાકાત થી જીતી શકે એમ હતા.

વિકાસ સ્વસ્થ થઈ ઊભો થયો અને બહાર મુકેલા એક પાણીના માટલાં માંથી પાણી લઈ એણે મોં ધોયું " પંડિતજી તમારી વાત હવે સમજમાં આવી છે ચાર્મી ના શરીરમાં બે આત્મા ઑ છે એક ચાર્મીની અને એક ઓલી સ્ત્રીની. આપણી દુનીયા અને આત્મા ઓની દુનિયા વિષે તમે જે પણ જાણો છો અમને જણાવો અમે અમારો જીવ દાવ પર લગાડી દઈશું પણ ચાર્મી ને બચાવી લેશું "

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
મિત્રો આમ તો મારી વાર્તા ઓ વધારે લાંબી હોતી નથી પણ આ વાર્તા થોડી વધારે લાંબી ચાલશે તો તમારો સાથ અને પ્રતિસાદ આપતા રેહજો .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .