પ્રતિશોધ એક આત્મા નો - 6 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ એક આત્મા નો - 6


પ્રતિશોધ ભાગ ૬

રોમીલે ગઈ કાલ રાત્રે ઘાટ ઉપર જે ઘટના બની એનું પુરુ વર્ણન પંડિતજીને જણાવ્યું . આ વાત ચાલતી હતી ત્યારે પંડિતજીનું ધ્યાન ચાર્મી તરફ હતું અને એમને અંદાજો આવી ગયો હતો કે શું બન્યું છે. પંડિતજી વાત સાંભળી શું કરવુ એ વિચારી રહ્યા હતા ત્યાં એક સેવક આવ્યો " પંડિતજી ભોજન તૈયાર છે "

પંડિતજી વિચારોમાંથી બહાર આવ્યા ને સેવકને જણાવ્યું. " સારુ તમે તૈયારી કરો અમે ભોજનશાળા માં પોહચીએ છીએ .આવો છોકરાઓ આપણે જમી લઈએ "

" ના..ના... તમે જમીલો અમે હવે નીકળશું અમારુ લંચ હોટલ પર છે " રોમીલ ખચકાતા બોલ્યો .

" અરે હોતુ હશે તમારા માટે મે ખાસ જમવાનું બનાવા કહ્યુ છે .હા જોકે પિઝા પાસ્તા કે નુડલ્સ નથી પણ પુરી શાક મેથીના ગોટા દાળ ભાત અને લાડવા અને આમ પણ આ જમવાનું નહીં પ્રસાદ છે એટલે તમારે આવવુજ પડશે અરે તારા પપ્પા નેતો અહીયાનુ જમવાનું એટલું પસંદ છે કે દર વર્ષે અઠવાડીયા માટે અહીં રોકાવા આવે છે અને જયેશને ખબર પડશે કે મે તમને પ્રસાદ વગર જવા દીધા તો મારુ આવી બનશે તમે હાથ ધોઈ પોહચો હુ ચેન્જ કરીને આવુ છુ " પંડિતજી નો આગ્રહ જોઈ કોઈ કાંઈ બોલ્યું નહીં ને બધા ભોજનશાળા તરફ રવાના થયા.

શુદ્ધ અને સાત્વિક ભોજન કરવાની બધાને મજા આવી ગઈ . પંડિતજી કપડા બદલી સફેદ શર્ટ ને બ્લેક પેન્ટમાં જ્યારે ભોજનશાળામા દાખલ થયા તો કોઈએ એમને ઓળખ્યા જ નહીં . ચાર્મી એ મંદિરમા આવ્વાની ના પાડી ત્યારથી જ નિષ્કાને થોડુ અજીબ લાગ્યુ હતું રોજ કોફી પીવા વાળી ચાર્મી આજે સવારે નાસ્તા વખતે ચા લઈને બેઠી હતી ને જમતા વખતે એણે એટલા ભજીયા ખાધા જાણે વર્ષોથી ભુખી હોય એ વાત બધા જ માટે આશ્ચર્યજનક હતી.

જમ્યા પછી બધા મિત્રો એમની રજા લઈ ફરવા જવા માંગતા હતા પણ પેડિતજીએ એમને મંદિરમાંથી ઘરે લઈ જવા પ્રસાદ આપું છુ એમ કહી રોકયા એમને ખબર હતી ચાર્મી મંદિરમાં નહીં આવે અને ત્યાં બધાની સાથે શાંતીથી વાત થશે . ચાર્મી ને ઓફીસમાં બેસાડી ને એક સેવકને એનું ધ્યાન રાખવા કહ્યું .

પંડિતજીએ બધાને માતાની મૂર્તિ સામે બેસાડ્યાં ને બધાને માથે તિલક કરી હાથમાં દોરો બાંધી આપ્યો . " તમને બધાને આ બધુ અજીબ લાગતું હશે કે પછી કોઈ બાબા ના ધતીંગ લાગતા હશે " બધાના ચહેરા ના હાવભાવ જોઈ પંડિતજી બોલ્યા .

" સાચુ કહુ તો કાલ રાતની ઘટના ના બની હોત તો મને આ ધતિંગ જ લાગત " વિકાસે મનની વાત કહી.

" મને તો ડર લાગી રહ્યો છે કંઇક ગડબડ છે " નિષ્કા ચિંતામાં બોલી .

નિષ્કાના મોઢે ડર શબ્દ સાંભળી બધા મિત્રો હેરાન થયા . " તારો ડર સાચો છે અજાણતા જ તમે એક તકલીફમા મુકાયો છો " પંડિતજીના શબ્દો એ બધાને ડરાવ્યા .

" પંડિતજી તમે કેહવા શું માંગો છો ?" અનીલ ના અવાજમાં ડર હતો .

" હું હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ શાંતીથી સાંભળજો ને હિંમત રાખી સમજવાની કોશિશ કરજો " પંડિતજીના આ શબ્દો એ બધાનું ટેન્શન વધારી દીધું .

" મારા અનુભવ ને જ્ઞાન પ્રમાણે તમે કાલે જે પ્રેત આત્મા જોઈ હતી એ તમારી સાથે આવી છે અને એ આત્મા ચાર્મી ના શરીરમા દાખલ થઈ છે." પંડિતજી ધીમે ધીમે એક એક શબ્દ બોલતા હતા.

" એવું ના બની શકે અરે સવારે મે ચાર્મી જોડે વાત કરી હતી એ એકદમ બરાબર છે નોરમલ છે તમારી કોઈ ગેરસમજ થાય છે " વિકાસ થોડો ચીડાઇ ગયો.

" મારી પણ ભગવાન ને એજ પ્રાથના છે કે આ મારી ગેરસમજ સાબીત થાય પણ મેં એની આંખો માં પ્રેતનો પડછાયો જોયો છે . એનું મંદિરમાં ન આવવુ મારાથી નજરો ના મિલાવવી એનુ ચુપ રેહવું અને એની જમવાની રીત મારી શંકા વધારે છે" પંડિતજી એ સમજાવવા નો પ્રયત્ન કર્યો .

" તમારી ભૂલ થતી હશે. હા એ કાલે ખુબ ડરી ગઈ હતી ને એને તાવ પણ આવ્યો હતો એટલે જરા અલગ વ્યાવહાર કરે છે અને એ તો આમ પણ ઓછું બોલે છે " રોમીલ ને પંડિતજીની વાત પર વિશ્વાસ રાખવો નોહોતો .

" ના રોમીલ પંડિતજીની વાત સાચી છે આપણને બધાને ખબર છે ચાર્મી ક્યારે પણ ચા નથી પીતી પણ સવારે એણે નાસ્તો કરતી વખતે ચા પીધી એને એને તડેલું જરા પણ ભાવતુ નથી પણ આજે એણે કેટલા બધા ભજીયા ખાધા અને મેન વાત મંદિરમા ન આવી શકાય એવો એને કોઈ પ્રોબલ્મ નથી " નિષ્કા પંડિતજીની વાત થી સહમત હતી .

" પણ આપણે ઘાટ ઉપર ગાડી ઉભી રાખી જ ન્હોતી તો આત્મા કેવી રીતે આવી શકે " અનીલ ના હધ્યના ધબકારા વધવા લાગ્યા હતા.

" જેમ દરેક મનુષ્યની શકતી અલગ અલગ હોય છે એમ દરેક આત્માની શક્તિ પણ અલગ હોય છે. જ્યાં સુધી મારી ધારણા છે આ આત્મા કુંવારી કન્યા ઓના શરીરનો ઉપયોગ કરી રહી છે હું તમને ડરાવા માગતો નથી પણ આની પેહલા છેલ્લા ત્રણ મહીનામાં બે કુંવારી કન્યાનું કોઈ પણ પ્રકારની બીમારી વગર મુત્યુ થયું છે જેનું કારણ શોધવા હું હનુમાન મંદિરે ગયો હતો. એક એક મુત્યુ પછી આત્માની શક્તિ વધતી હોય એવું લાગે છે " પંડિતજી છોકરાઓના ચેહરા જોઈ આગળ બોલતા અટકી ગયા .

આ વાત સાંભળતાજ બધા ગભરાઈ ગયા બધાના હધ્યના ધબકારા વધવા લાગ્યા ને બધાના ગળા સુકાવા લાગ્યા કોઈને પણ પોતાના કાન ઉપર વિશ્વાસ નોહોતો થતો કે એ શું સાંભળી રહ્યા છે શું બોલવું શું કરવું કંઈજ સમજાતું નહોતું નિષ્કાતો એના આશું ઑ પર કાબુ રાખી શકી નહીં ને રડવ લાગી .

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .