પ્રતિશોધ એક આત્મા નો - 21 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ એક આત્મા નો - 21

પ્રતિશોધ ભાગ ૨૧

જેવા કમળીના શબ્દો પુરા થયા અડધી મીનીટના સન્નાટા પછી ગામમાં એક બુલેટ બાઈક દાખલ થવાનો અવાજ સંભળાયો જાડેજા અને મિત્રો ઘરની બહાર બુલેટના અવાજ તરફ દોડ્યા.

દૂર અંધારામાંથી એક બુલેટની લાઈટ દેખાઈ જેમ જેમ બુલેટ નજીક આવી એના પર સફેદ પેહરણ અને અને સફેદ પાગળી માં કોઈ દેખાયું ને બધા ગામવાળા એક સાથે બોલી ઊઠ્યા " મંગળ આવી ગયો " ગામવાળા ને મોઢે આ શબ્દો સાંભળતા બધા મિત્રો અને જાડેજા ના જીવમાં જીવ આવ્યો .

મંગળ સામેનું દ્શ્ય આશ્ચર્ય સાથે જોઈ રહ્યો હતો આટલી રાતે ગામવાળા જાગી રહ્યા હતા બધા ઘરની લાઈટો ચાલુ હતી ને બધા એની તરફ જોઈ રહ્યા હતાં એને મનમાં ધ્રાસ્કો પડ્યો કાંઈક ગડબડ છે ને ત્યાં એની નજર પોલીસની ગાડી અને જાડેજા પર પડી . જાડેજા ને જોતા જ એણે બુલેટ દુર ઊભી રાખી દીધી " હરામખોર ઉભો કેમ રહી રહ્યો આવ આવ આજે તો તારી ખેર નથી " રુખીના સસરાએ બુમ પાડી .

રુબીના સસરાના મોઢે આ વાત સાંભળતા મંગળ ને અંદાજો આવી ગયો કે એની ચોરી પકડાઈ ગઈ છે . એ બુલેટ ફરાવી ભાગવા માંગતો હતો પણ બુલેટ પર સામાનનું ખુબ વજન હતુ ને વિકાસ અને સિપાહી ઓ એની તરફ દોડીને આવી રહ્યા હતા એણે બુલેટ પડતી મૂકી ને જમણી તરફ જંગલનો જે ડુંગર વાળો ભાગ હતો એ તરફ ભાગવાનું સરુ કર્યું. વિકાસ અને સિપાહીઓ એની પાછળ એને પકડવા દોડ્યાં.

રોમીલ પણ પાછળ ભાગ્યો જાડેજાએ એને જીપમાંથી એક મોટી ટોર્ચ આપી જંગલમાં પુરુ અંધારું હતું . ગામમાં સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો જ હતા તો કોઈ નું પાછળ જવું શક્ય નહોતું . જાડેજા એ રુખીના સસરાને ગુસ્સામાં એક જોરનો તમાચો મારી દીધો " મુંગા નથી રેહવાતું જા હવે એની પાછળ પકડી ને લાવ હરામખોર ને "

જાડેજાનો ગુસ્સો જોઈ બધા ગામવાળા હેબતાઇ ગયા . જાડેજાએ ધળીયાલમાં જોયું ૨ વાગી રહ્યા હતા મંગળ હાથમાં આવી છટકી ગયો એ વાતથી જાડેજા ખુબ અકળાઈ રહ્યા હતા. વજનદાર શરીર અને મોટી ઉંમર ને કારણે જાડેજા પોતે એને પકડવા જઈ ના શક્યા એ વાતનો એમને વધારે ગુસ્સો આવતો હતો . અનીલ પણ મદદ માટે જવા માંગતો હતો પણ આંખોથી મજબૂર હતો . અનીલ ને એકદમ યાદ આવ્યું અને એણે નિષ્કાને ફોન લગાડ્યો " નિષ્કા એક ચમત્કાર થયો છે મંગળ ગામમાં આવી ગયો છે પણ સાથે એક નાનો પ્રોબલ્બ થયો છે સાલો પોલીસને જોઈ જંગલ માં ભાગી ગયો છે વિકાસ ,રોમીલ ને કોન્સ્ટેબલો એની પાછળ ગયા છે મને લાગે છે ભગવાન આપણી સાથે છે એ જલ્દી પકડાઇ જશે અને અમે બને એટલું જલ્દી ત્યાં પોહચવાની કોશીશ કરશું ."

" ખુબ સરસ સમાચાર છે આઇ હોપ બધુ બરાબર થઈ જશે "નિષ્કા રાહત અનુભવતા બોલી .

" ચાર્મી ની તબિયત કેમ છે ? એ ભાનમાં આવી ?"

"એના હાથ પગ હલી રહ્યાં છે થોડી વારમાં પુરી ભાનમાં આવી જશે "

" ગુડ તુ પંડિતજી ને સમાચાર આપી દેજે અમે નિકળશું એટલે તને ફોન કરીશ બાય " અનીલે ફોન ક્ટ કર્યો.

"પંડિતજી તમારી પ્રાથર્ના ભગવાને સાંભળી લીધી મંગળ ગામમાં આવી ગયો છે " નિષ્કાએ પંડિતજીને સમાચાર આપ્યા. નિષ્કાની વાત સાંભળતા પંડિતજીએ આંખો ખોલી ને માતાની મૂર્તિ તરફ જોયું અને એમની આંખો ભિંજાઇ ગઇ.

મંગળ ડુંગર વિસ્તારથી જાણકાર હતો એ પુરી જાન લગાવી ભાગી રહ્યો હતો વિકાસ પણ એ જ ગતીએ એનો પીછો કરી રહ્યો હતો જોકે ખુબ અંધારાને લીધે એને તકલીફ પડી રહી હતી પણ મંગળના સફેદ પેહરણ ને કારણે એ એને અંધારામાં જોઈ શકતો હતો સિપહીઓ તો થાકી ગયા ને એમની દોડવાની ગતી ધીમી પડી ગઈ હતી રોમીલ એમને પાછળ મૂકી વિકાસ પાછળ દોડી રહ્યો હતો .

૧૫ મીનીટ સુધી ચઢાણ પર દોડી મંગળ થાક્યો ને પેટ પકડી ઊભો રહી ગયો વિકાસ એની સામે હાંફતો પોંહચી ગયો . રોમીલ થોડોક જ દુર હતો મંગળ અને વિકાસ એની ટોર્ચની લાઇટ જોઈ શકતા હતા . વિકાસ મંગળને પકડવા આગળ વધ્યો ને મંગળે ખીચામાંથી મોટું ચાકુ કાઢ્યું .

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .