પ્રતિશોધ ભાગ ૭
આ વાત સાંભળતાજ બધા ગભરાઈ ગયા બધાના હધ્યના ધબકારા વધવા લાગ્યા ને બધાના ગળા સુકાવા લાગ્યા કોઈને પણ પોતાના કાન ઉપર વિશ્વાસ નોહોતો થતો શું બોલવું શું કરવું કંઈજ સમજાતું નહોતું નિષ્કાતો એના આશું ઑ પર કાબુ રાખી શકી નહીં ને રડવા લાગી .
બીજી તરફ ચાર્મી ઓફીસમાં એકલી બેઠી અકડાઇ રહી હતી થોડી વાર તો એણે છાપુ વાંચ્યું પણ મદિરમાં આટલી બધી વાર લાગી એટલે બેચન થઈ ઓફિસમાં આંટા મારવા લાગી.
" જુઓ છોકરાઓ હું તમારી ચિંતા સમજી શકુ છું પણ આ સમય sરવાનો નહીં હિંમત રાખવાનો છે .મને પોતાને નહોતું સમજાતું કે આ વાત હું તમને કેવી રીતે કહુ પણ જો અત્યારે નહીં કહું તો મોડું થઈ જશે . જો અંબેની કૃપા હશે અને આપણે પ્રયત્ન કરીશું તો આપણે ચાર્મી ને જરૂર બચાવી લેશું " પંડિતજી બધાને શાંત પાડવાનો પ્રયત્ન કરતા બોલ્યા .
" પંડિતજી તમે જ તો કહ્યું કે બે છોકરીઓ આ આત્મા ને કારણે મૃત્યુ પામી ચૂકી છે " વિકાસ ગદગદા સ્વરે બોલ્યો .
" જુઓ મારી વાત શાંતિથી સાંભળો અત્યાર સુધી મેં આ વિષયમાં જેટલી પણ જાણકારી ભેગી કરી છે એ તમને જણાવું છું લગભગ ત્રણ મહિના પહેલા આ વાતની શરૂઆત થઈ .અહીં આબુ પર્વત માં એક મારવાડી પરિવાર રહે છે એમની છોકરીની સગાઈ જે છોકરા જોડે થઇ હતી એની સાથે એ ઘાટ તરફ ફરવા ગઈ હતી એ દિવસે ઘાટ ઉપર એમની બાઇક બગડી ગઈ અને રાતના આવતા મોડું થયું બીજા દિવસે છોકરીની તબિયત ખરાબ થઈ ગઈ એનો સ્વભાવ જે શાંત હતો એ ચીડ ચીડો અને ગુસ્સાવાળો થઈ ગયો જે છોકરા જોડે સગાઇ થઇ હતી એ એને મળવા આવ્યો તો એણે છોકરાને લાફો મારી દીધો અને એના ચહેરા ઉપર નખોરા ભરી દીધા ડોક્ટર પાસે લઇ ગયા ને દવા ચાલુ કરી પણ કોઈ ફરક પડ્યો નહીં દિવસે દિવસે એની માનસિક પરિસ્થિતિ બગડતી ગઈ દવાથી કોઈ ફાયદો થયો નહીં એટલે એમણે મને મળવાનું વિચાર્યું પણ એ જ રાતે છોકરીએ આત્મહત્યા કરી લીધી . થોડા દિવસો પછી બીજી ઘટના બની નીચે આબુરોડ માં કોલેજમાં ભણતી એક છોકરી સાંજે જ્યારે ઘરે આવી રહી હતી તારે ઘાટ ઉપર બસ બગડી ને એ ઘરે રાત્રે મોડી પહોંચી એની પણ તબિયત બીજા દિવસથી બગડવા લાગી અને વિચિત્ર વર્તન કરવા લાગી ઘરવાળાઓએ દવા કરી અને દોરા ધાગા પણ કર્યા ને નજર ઉતારી પણ કોઈ ફરક પડ્યો નહીં આમાં ને આમાં ઘણા દિવસો પસાર થયા કોઈ એ એમને મારી પાસે મોકલાવ્યા પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું તે છોકરી પૂર્ણ રીતે આત્માના વશમાં હતી .હું એને બચાવી ન શક્યો એ છોકરી જ્યારે અહીં આવી ત્યારે મેં એની આંખોમાં જે પડછાયો જોયો હતો એ જ પડછાયો ચાર્મી ની આંખો માં છે બીજી છોકરી ના મૃત્યુ પછી ઘાટ ઉપર ઘણા લોકો એ કોઈ રબારણ સ્ત્રી દોડતા જોઈએ છે હું આ વિષયમાં વધુ માહિતી મેળવવા હનુમાન મંદિર ને ઘાટ ઉપર ગયો હતો પોલીસ સ્ટેશનમાં પણ મેં તપાસ કરી કે છેલ્લા થોડા સમયમાં કોઈ રબારણ સ્ત્રી ગાયબ થઈ છે કે કોઈ ખૂન થયું છે પણ પોલીસમાં પણ એવી કોઈ ફરિયાદ મળી નહીં અને આજે અચાનક એ પ્રેત સામેથી આશ્રમમાં આવી પહોંચ્યું છે " પંડિતજી ની વાતો બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા થોડું સમજમાં આવ્યું અને થોડું ન આવ્યું મનમાં અસંખ્ય પ્રશ્નો હતા .
" પંડિતજી અમે તો ગાડી ઉભી રાખી નહોતી અને ગાડી બંધ પણ નથી પડી તો પછી આત્મા કેવી રીતે ચાર્મી ના શરીર માં આવી શકે ? " રોમીલે પ્રશ્ન કર્યો .
"મારી પાસે આનો કોઈ સાચો જવાબ નથી. અનુમાન લગાવી શકાય કે આત્માની શક્તિ વધી ગઈ છે અને જ્યારે એ તમારી સામે ખીણમાં કૂદી ત્યારે ચાર્મી એ એની આંખો જોઈ હોય ?" પંડિતજી જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા .
" હા જ્યારે એ બાઈએ ખીણમાં કૂદકો માર્યો ત્યારે ચાર્મી એ જોરથી ચીસ પાડી હતી કદાચ એ જ ક્ષણે તેણે કૂદકો ખીણમાં નહીં ગાડીમાં માર્યો હશે " અનિલ કાલની ઘટના યાદ કરતાં બોલ્યો .
" આ બધા તો અનુમાન છે મને તો એ સમજમાં નથી આવતું કે કોઈ આત્મા નિર્દોષ લોકોને નુકસાન કેમ પહોંચાડે ચાર્મી એ એનું શું બગાડ્યું હશે મારું તો મગજ ચકરાઈ રહ્યું છે " નિષ્કા આંશું લુછતા બોલી .
"મારી પાસે તમારા બધા સવાલોના જવાબ નથી હું કંઈ ભગવાન નથી ને નથી કોઈ તાંત્રિક હા છેલ્લા થોડા વર્ષોમાં મારા ગુરુ પાસેથી મને જે જ્ઞાન મળ્યું એના આધારે મને જે સમજ આવે છે એ હું તમને જણાવું છું " જે વસ્તુ સમજતા પંડિતજીને વર્ષો લાગ્યા હતા છોકરાઓને થોડીવારમાં સમજાવવુ મુશ્કેલ હતું .
"પંડિતજી અમને તો એની આંખોમાં કોઈ પડછાયો દેખાયો નહીં તમને દેખાય છે એ કેવી રીતે બને ? " વિકાસ કન્ફ્યુઝ હતો .
" આ મારા ગુરુ ના આશીર્વાદ છે કે મને આવી શક્તિઓ દેખાય છે "
" તમે એને જોઈ શકો તો તમે એનો નાશ પણ કરી શકો તમે એ આત્માને ચાર્મીના શરીરમાંથી બહાર કાઢી શકો" વિકાસને આશા બંધાઈ .
" આ એટલું આસાન નથી હું ખાલી એ શક્તિનો અનુભવ કરી શકુ છું એને કાબુ કરવુ મારા હાથની વાત નથી એ આત્મા જ્યાં સુધી પોતાની મરજીથી ચાર્મી નું શરીર નહીં છોડે ત્યાં સુધી આપણે કંઈ જ કરી શકશું નહીં "
" તો પછી આપણા હાથમાં છે શું ?આપણે શું કરી શકીએ ? "વિકાસ અકડાઈ રહ્યો હતો .
" હું તમારી બેચેની સમજુ છું અત્યારે તો આપણે એ આત્માને ચાર્મી ના પૂરા શરીર પર હામી થતા રોકવાની છે . આત્મા આપણી જોડે વાત કરશે તો આપણને એની ઇચ્છા વિશે ખબર પડશે જો એની ઇચ્છા પૂરી કરશું તો એ ચાર્મી નું શરીર પોતાની મરજીથી છોડી દેશે " પંડિતજીએ રસ્તો બતાવ્યો .
" તમને ઉપાય ખબર છે તો એનો અમલ જલ્દી કરો બચાવી લો ચાર્મી ને " નિષ્કા ઉતાવળે બોલી .
" હા પંડિતજી અમે એ આત્માની જે પણ ઈચ્છા હશે કોઈપણ કિંમતે પુરી કરીશું " રોમીલ બોલ્યો .
" શાંત થાઓ જો આટલું સહેલું હોત તો મેં પહેલા જ આ કરી દીધું હોત . આ કોઈ સીધીસાદી આત્મા નથી એણે બે બે છોકરી ઓનો ભોગ લીધો છે આત્મા ખૂબ અશાંત છે એની ઈચ્છા મામુલી નહીં હોય આપણે એને આપણી સાથે વાત કરવા મજબુર કરવી પડશે "
" એની ઈચ્છા ખબર કેવી રીતે પડશે એ આપણી સાથે ક્યારે અને કેવી રીતે વાત કરશે ?" વિકાસ ચાર્મી માટે કંઈપણ કરવા તૈયાર હતો .
" આપણે અહીં દુનિયાની સૌથી મોટી શક્તિ સામે બેઠા છીએ સૌથી પહેલા આજે સાંજે આરતીના સમયે ચાર્મી ને આપણે મંદિરે લાવવી પડશે અને આ શક્તિ સામે આત્માને નમવું પડશે અને ત્યારે ચાર્મી ના શરીર દ્વારા એ આપણી સાથે વાત કરશે અને ત્યારે જ આપણે જાણી શકશું કે એ આત્મા કોની છે એની સાથે શું થયું હતું અને એની ઈચ્છા શું છે " પંડિતજીએ જવાબ આપ્યો .
જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ ચાર્મી નો ગુસ્સો વધી રહ્યો હતો .
ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .