પ્રતિશોધ ભાગ ૪
હોટલની ટેરેસ પર ક્સરત કરી વિકાસ નીચે આવ્યો લગભગ સવારના ૮ વાગ્યા હતા . રુમની બહાર નુ દશ્ય જોઈ ને એ ત્યાંજ ઊભો રહી ગયો . ચાર્મી નાહીને બહાર આવી હતી ને તડકામાં એના લાંબા અને સુંદર વાળ સુકાવી રહી હતી. વિકાસ એને જોતજ રહી ગયો . બ્લુ જીન્સ ને એમરોડરી વાળી સફેદ કુરતી એકદમ સાદી અને સહુતી સુંદર . વિકાસ સ્તબદ બની એને જોતો રહ્યો ચાર્મી ની નજર વિકાસ પર પડી એ સમજી ગઈ વિકાસ એને ગુરી રહ્યો છે બીજુ કોઈ એને આવી નજર થી જોવે તો એને ના ગમત પણ વિકાસ એની તરફ ધ્યાન થી જોવે એ એને ગમતુ એ પણ કાંઈ બોલી નહીં ને એની સામે જોઇ સ્માઇલ કરી કરતી હતી બન્ને ના હોઠ બંદ હતા પણ આંખો વાતો કરી રહી હતી . વિકાસને ભાન થયું કે એ નાકથી નહીં મોઢાથી શ્વાસ લઈ રહ્યો છે એટલે એ મોં બંદ કરી નીચું જોઈ ચાર્મી તરફ આગળ વધ્યો. બન્ને એ એક બીજા ને ગુડ મોર્નિંગ વિશ કર્યું.
" કેમ છે હવે ? તાવ ઉતરી ગયો ?" વિકાસે નજર ચુરવાતા પૂંછ્યું . " તુ આટલી વારથી જોઈ રહ્યો હતો તને શું લાગે છે ? તાવ હોત તો નાહવા થોડી જાત ? I am perfectly alright . થેન્ક્સ ટુ યુ સરસ દવા આપી તે " ચાર્મી મસ્તી કરતા બોલી . વિકાસ શરમાઈ ને નીચું જોઈ ગયો અને માથાના વાળ પર હાથ ફેરવવા લાગ્યો .
સ્લીવ લેસ ટી. શર્ટ ને ટ્રેક પેન્ટમાં વિકાસ પણ આકર્શક લગતો હતો . ચાર્મી એનું શરમાવું જોઈ રહી . કોલેજ મા ઘણી છોકરીઓ વિકાસની બોડી અને સ્ટાઈલ થી આકર્ષિત હતી પણ ચાર્મી વિકાસની આંખો મા દેખાતી સચ્ચાઈ ને હિંમત થી પ્રભાવીત હતી.
થોડીવાર સુધી બન્ને ચુપ રહ્યા ને સ્માઈલ કરતા રહ્યા પણ કોઈ કાંઈ બોલ્યું નહીં. " નિષ્કા જાગી ? આપણે ૧૦ વાગે ફરવા જવાનું છે ૯ વાગે બ્રેકફાસ્ટ માટે બધા ભેગા થવાના છે ." વિકાસ મોન તોડી બેલ્યો . " મને નથી લાગતું એ બ્રેકફાસ્ટ માટે આવશે એ તો લંચ ના ટાઇમે જાગશે " ચાર્મી એ જવાબ આપ્યો .
" અરે નહીં યાર આપણે ૧૧ સુધી આશ્રમ પોહ્ચવાનું છે હુ ઓલા બન્ને ને જગાળી તૈયાર કરું છું તું નિષ્કાને જગાળ અડધો કલાક મા બધા રેસ્ટોરંટમા મળીએ " વિકાસ એટલું બોલી ઝડપથી રુમ તરફ દોડ્યો . " આશ્રમ ? કયો આશ્રમ " ચાર્મી ને જવાબ ન મળ્યો ને એ પણ રુમમા નિષ્કાને જગાળવા ગઈ.
******
ત્રણે ને જગાડવા ખુબ મેહનત કરવી પડી અને બ્રેક્ફાસ્ટ પર ભેગા થતા ૧૦ વાગી ગયા . ચા નાસ્તો કરી આળધો કલાક પછી આશ્રમ માટે રવાના થયા . આશ્રમ શહેરથી થોડે દુર હતો અને રસ્તો સાંકળો ને ખરાબ હતો એમને આશ્રમ પોહચતાં ૧૨ વાગી ગયા . સવારની ઘટના પછી વિકાસના ચેહરા પર કંઈક અલગ જ રોનક હતી.
ચાર્મી નો મુડ પણ સારો હતો . આશ્રમ જતા મોડુ થયુ પણ જંગલ માંથી પસાર થતો રસ્તો ને ઠંડી ઠંડી હવા બધાએ ખુબ એન્જોય કરી .
ગાડી આશ્રમ મા દાખલ થતા જ બધા પવિત્ર વાતાવરણ અનુભવી રહ્યા હતા. આશ્રમની ઓફીસની સામે રોમીલે ગાડી ઊભી રાખી . બધા ગાડીમાંથી ઉતરીને આસપાસ ના રમણીય દ્રશ્ય ને જોઈ રહ્યા આસપાસના ઊંચા અને લીલાછમ ડુંગર ને પરમ શાંતિ વાળા વાતાવરણમા બધા ખોવાઈ ગયા . રોમીલે ગાડીની ડીકી ખોલી એક મોટું બોક્સ કાઢી ઓફીસમાં ગયો.
" મારે ગોવિંદ મહારાજને મળવું હતું મારુ નામ રોમીલ છે ડોક્ટર જયેશભાઈ નો દીકરો અમદાવાદથી આવ્યો છું એમના માટે પાર્શલ છે." રોમીલે બોક્સ નીચે મુકતા ઓફીસ મા બેઢેલા ભાઈ ને જણાવ્યું . " હા આવો આવો બેસોને પંડિતજી પૂજા મા છે ભગવાનને થાળ ધરાવાનો સમય છે સવારથી તમારી રાહ જોતા હતા " માણસના મોઢે પંડિતજી શબ્દ સાંભળી રોમીલને કાલની હોટલ વાળાની વાત યાદ આવી ગઈ.
" સોરી અમને થોડુ મોડુ થઈ ગયું રાતે મોડા પડ્યા હતા અને રસ્તો પણ પુછતા પુછતા આવ્યા તો મોડુ થઈ ગયું" રોમીલ ખચકાતા બોલ્યો.
" કાંઈ વાંધો નહીં સાહેબ આ પાર્શલ અહીંજ રેહવાદો અને મારી સાથે આવો હુ તમને મંદીરે લઈ જાઉ પંડીતજી ત્યાંજ મળશે. તમે એકલા આવ્યો છો ? "
" ના મારી સાથે મારા ચાર મિત્રો પણ છે બહાર ગાડી પાસે ઊભા છે "
" એમને પણ બોલાવી લો સાહેબ "
રોમીલે બુમ મારી બધાને ઓફીસમાં બોલાવ્યા અને બધા માણસની સાથે ઓફીસના બીજા દરવાજેથી મંદિરે પહોંચ્યાં " અહીં ઓટલા પર બેસો સાહેબ થાળ થઈ જશે એટલે મંદિરના દરવાજા ખૂલશે દર્શન કરજો ને પંડીતજી ને પણ મળી લેજો " એટલું કહી માણસ ઓફીસ તરફ જતો રહ્યો .
પંડિતજી નામ સાંભળી બધા એક બીજા તરફ જોવા લાગ્યા . " આ એ જ પંડિતજી છે જેમણે હનુમાન મંદિર બનાવ્યું છે ? " અનીલ એ કરેલો પ્રશ્ન બધાના મનમાં હતો. " એ તો હવે એમને મળીએ પછી જ ખબર પડે " રોમીલ ૫ણ એ જાણવા માંગતો હતો. આખુ સફેદ મારબલથી બનેલું મંદીર તડ્કામા ચમકી રહ્યું હતું .
મંદિર પાસે પોહચતા જ ચાર્મી ના હાવભાવ બદલાઈ ગયા હતા. બધા ચપલને શુઝ બાહાર કાઢી ઓટલા પર બેઠા પણ ચાર્મી બહાર જ ઊભી રહી. બધાએ અંદર આવી બેસવા કહ્યું પણ એણે ના પાડી . " હું અહીંયા ઠીક છું મારે દર્શન નથી કરવા " ચાર્મી એ મંદિરમાં આવવાની ના પાડી . બધા માટે આ આશ્ચર્ય જનક વાત હતી . ચાર્મી ને ભગવાનમાં પુર્ણ શ્રધ્ધા હતી એ દરેક ઉપવાસ કરતી ને નવરાત્રીમાં તો માત્ર ફળ ખાઈને નવ દિવસ સુધી ઉપવાસ કરતી આવી છોકરી માતાજી ના મંદિરે આવવાની ના પાડે એ શક્ય નહોંતું . પણ પછી બધાને લાગ્યું લેડીસ પ્રોબ્લેમ હશે એટલે કોઈએ ફોર્શ કર્યો નહીં. પણ નિષ્કાને ખબર હતી એવો કોઈ પ્રોબલેમ નથી .એ ચાર્મી ને પુછવા જતી હતી ત્યાં જ મંદિરનો દરવાજો ખુલ્યો પંડિતજી બહાર આવ્યાં .બધા એમને પગે લાગ્યા " સદા ખુશ રહો અને બીજાઓને પણ ખુશીઓ વેહચો . જાઓ પેહલા માતાના દર્શન કરી લો પછી વાતો કરીએ " પંડીતજી આર્શીવાદ આપતા બોલ્યા . બધા મંદિરમા દર્શન કરવા ગયા.
પંડિતજીની નજર બહાર ઉભેલી ચાર્મી પર પડી . એ બહાર આવ્યા ને ચાર્મી ની આંખોમાં જોઈ એને દર્શન કરવા મંદિરમા આવવવા કહ્યું . " સમજાતું નથી તમને એકવાર કહ્યું ને મારે દર્શન નથી કરવા " ચાર્મી આંખો બંદ કરીને ગુસ્સામાં બોલી . " જેવી તારી મરજી હું તારા માટે ખુરશી મોકલાવું છું તુ અહીંજ બેસ" એટલું કહી પંડિતજી ઝડપથી મંદિરમા ગયા એમણે ચાર્મી ની આંખોમા એક પ્રેતનો પડછાયો જોયો હતો.
ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
વાચક મિત્રો નો મળી રહેલો પ્રતિભાવ આગળ લખવા પ્રોત્સાહન આપે છે તમારા બધાનો ખુબ ખુબ આભાર.
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .