દ્રઢ મનોબળ joshi jigna s. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

 દ્રઢ મનોબળ

દ્રઢ મનોબળ

એક ખુબ જ નાનકડું ગામડું, આ ગામડાની હસતી રમતી છોકરી બાજુના ગામડાની હાઈસ્કુલમાં પ્રવેશ મેળવી નવી શાળાનાં પગથીયા ચડી. નવી શાળા, નવું વાતાવરણ, નવા શિક્ષકો, નવી બહેનપણીઓ, નીરવાતો ખુબજ ખુશ હતી. કેટલાયે સપનાઓને તે પોતાની ભુરી આંખોમાં આંજીને શાળામાં આવતી હતી. આજ શાળામાં નીરવાની મોટી બહેન તેનાથી બે વર્ષ આગળનાં ધોરણમાં ભણતી. શાળામાં અભ્યાસની સાથે-સાથે તે ધણી પવ્રુતિઓમાં ભાગ લેતી અને સફળતા મેળવતી. નીરવા તેની બહેનમાંથી પ્રેરણા લઈ શાળામાં દરેક પવ્રુતિમાં સક્રિય ભાગ લેતી.
નીરવા ધોરણ-9ની વાર્ષિક પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારેજ એક વખત કોઈ કારણોસર તેને ડોકટરની મુલાકાત લેવી પડી અને ડોકટરે નીરવાની આંખમાં તકલીફ થઈ છે તેવું નિદાન કર્યુ અને તેમાં થતા ફેરફારનો ઈલાજ કર્યો અને જરૂરી તેની સારવાર શરુ કરી પરંતુ તેની તકલીફ વધતી ગઈ. નીરવાને ઈલાજ માટે અમદાવાદ લઈ જવામાં આવી અને નીરવાને કેન્સર છે એવો રીપોર્ટ આવ્યો. નીરવાનાં પિતા તો આધાતથી ખળભળી ગયા. કુટુંબનું ભરણ પોષણ કરનાર એકજ વ્યકિત નીરવાનાં પિતા હતા એટલે સારવારનાં ખર્ચની પણ ચિંતા થાય એ સ્વભાવિક છે, તેમના માટે સારવાર માટે મોટો ખર્ચ કરવો કઠિન કામ હતું પણ તે ક્યારેય હિમંત ન હાર્યા એને તો બસ ગમે તેમ નીરવાને સારામાં સારી સારવાર અપાવી કેન્સરમાંથી મુક્ત કરવી હતી. શિક્ષક તરીકે હું એને મળવા ગઈ પણ એનો ચહેરો જોવાની હિંમત માંડ એકઠી કરી.
કેન્સરની સારવારમાં નીરવાનું ભણવાનું છુટી ગયું. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને જરૂર પડતાં વધારે સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવી. મુંબઈની ટાટા મેમોરીયલ હોસ્પિટલમાં દાખલ થઈ ત્યાં તેની બિમારીની તપાસ અને નિદાન થયું ત્યાં નિરવાને ક્રિમોથેરેપી અને રિડિએશન થેરેપી મેળવી જે કેન્સરની મુખ્ય સારવાર છે. નીરવાની આ સારવારથી તેનાં શરીર પર તેની ખુબજ આડઅસર થઈ, પરંતુ ડોકટરની સારવાર અને સ્નેહીઓની પ્રાર્થનાથી નીરવા સ્વસ્થ થઈ. નીરવાને જાણે નવી જીંદગી મળી. “કેન્સર એટલે કેન્સલ” આ ઉક્તિ ને નીરવાએ ખોટી સાબિત કરી.
અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે કેન્સર સાથે સંધર્ષ કરતાં કરતાં નીરવા અંદરથી ખુબજ મજ્બુત અને દ્રઢ મનોબળ ધરાવતી થઈ ગઈ. નીરવા સ્વસ્થ થઈ ધેર આવી. નીરવાની મોટી બહેનનો એકવાર મને ફોન આવ્યો મેં નીરવાની તબિયતનાં સમાચાર પુછ્યા ત્યારે નીરવા બરાબર બોલી નહોતી શકતી પણ તેણે તેની મોટી બહેનને કહ્યુકે “મને મારા શિક્ષકનો અવાજ સાંભળવો છે.” ત્યારે હું બોલતી રહી અને એ સાંભળતી રહી. મારી આંખમાં પાણી આવી ગયા, ત્યારેજ મેં એને ધોરણ-10ની પરીક્ષા ધેર બેઠા આપવાનું સુચન કર્યુ અને તેણે હિંમત એકઠી કરી એ સુચન સહર્ષ સ્વીકારી લીધું.
હું એક શિક્ષક તરીકે કાયમ તેને હિંમત આપતી અને એની પડખે ઉભી રહેતી. નીરવાની બહેનપણીઓ જે મારીજ શાળામાં હવે ધોરણ-11માં અભ્યાસ કરતી હતી તેમેનો ગ્રુપ બનાવી તેમની સાથે દરરોજ હું પરીક્ષા લક્ષી મટીરીયલ નીરવા માટે મોકલતી અને નીરવાની બહેનપણીઓ નીરવાનાં ધેર જઈ તેને ટ્યુશન આપતી. અંતે સૌની મહેનત રંગ લાવી અને નીરવા ધોરણ-10માં ફસ્ટૅ કલાસ સાથે પાસ થઈ. નીરવાને તેની સફળતાનું રહસ્ય પુછવામાં આવ્યુ ત્યારે તેણે કહયુ કે” મારુ દ્રઠ મનોબળ,પરિવારનો સાથ, શિક્ષકોનું પ્રોત્સાહન અને મિત્રોની મદદથી મને આ સફળતા મળી છે.” નીરવા એ ફરી રેગ્યુલર વિધયાર્થી તરીકે પોતાનીજ શાળામાં ધોરણ-11 માં એડમિશન લીધું અને હસતી રમતી, આત્મવિશ્વાસથી ભરપુર ફરી એજ શાળામાં ઉચ્ચ અભ્યાસ માટે આવી.
“હિંમતે મર્દા તો મદદે ખુદા” આ ઉકિતને નીરવાએ સાર્થક સાબિત કરી અને જિંદજીની લડાઈમાં સફળતા મેળવી. નીરવાની હિંમત દાદ માંગી લે તવી છે. સલામ છે નીરવાનાં પ્રેરણારૂપ આત્મવિશ્વાસને.