પરનાત Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરનાત

મધુ અને માયા બંને સગી બહેનો,નામ પ્રમાણે જ ગુણ,મધુ ની વાણી મધુર અને મીઠી,જ્યારે માયા નામ પ્રમાણે જાણે સાક્ષાત માયા,અખાબોલી અને દંભી.મધુ દેખાવે થોડી શામળી,પણ હિશિયાર,અને માયા રૂપાળી ને લુચ્ચી,મધુ નું ઘર મધ્યમવર્ગીય,અને માયા પૈસાદાર,માયા જ્યારે પણ પિયર જાય ત્યારે પોતાના પૈસા નો દેખાડો કરે અને મધુ ને નીચી દેખાડવાની કોશિશ કરે...

લગભગ દરેક બાબત માં માયા ચડિયાતી હોવા છતાં
મધુ ક્યારેય પણ માયા સાથે દ્વેષ ના રાખતી,માયા ને સંતાન માં પેલો દીકરો આવ્યો ને મધુ ને દીકરી,એટલે માયા તો વધુ બે વેંત ઉંચી ચાલવા લાગી,અને બીજું માયા ને દીકરી અને મધુ ને દીકરો આવ્યો.સમય જતાં બધા બાળકો મોટા થઇ ગયા,મધુ ની દીકરી ના સારા ઘર માં લગ્ન થઈ ગયા..હવે બંને દીકરા નો વારો હતો,માયા ના પતિ લક્ષાધિપતિ એટલે સારા ઘર ના માગા આવતા,અને મધુ નું ઘર સામાન્ય એટલે થોડો
વાંધો થતો...

માયા ને દરેક જાત નું સુખ હોવા છતાં તેના સંતાનો,મધુ ના સંતાનો જેવા કહ્યાંગરા નહતા અને મધુ નો વર પણ એનો પડ્યો બોલ ઝીલતો આ બન્ને બાબતે તે મધુ ને
નસીબદાર સમજતી..માયા ના દીકરા ના લગ્ન તેની જ જ્ઞાતિ ના પ્રમુખ ની દીકરી સાથે થયા, જો કે તેને કોઈ બીજું પસંદ હતું પણ સમાજ માં કેવું લાગે એ વિચારે અને પોતના પતિ ની બીકે માયા કાઈ કરી શકી નહીં,જ્યારે મધુ ના દીકરા એ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા, આ જોઈ અને માયા ને વધુ એક મોકો મળી ગયો મધુ ને મેંણા મારવાનો..

"તારા બાળકો તો તારું બહુ માનતા ને કાઈ"! માયા એ કહ્યું

"હા તો એનો મતલબ એવો થોડો છે,કે એમની ખુશી નું ગળું દબાવી દેવુ?સારા ઘર ની દીકરી છે મારી વહુ, તો મને શો વાંધો?" એમ પણ મધુ ની વહુ ના પિયારીયા પૈસાપત્ર હતા,એટલે માયા સમજતી કે મારી બરાબરી કરવા મધુ એ આ લગ્ન કરાવ્યા છે...

" મને તો લાગે છે વહુ નું પિયર ખૂબ પૈસાદાર છે,એટલે જ તે હા પાડી આમ પણ તું લાલચુ તો છે જ"! માયા એ કટાક્ષ કર્યો

"માયા મેં કયારે તારી સાથે તુલના કરી કે તારી પાસે હાથ પણ લંબાવ્યો? તો તું મને આવું કહે છે"

"જો બેન મારી તો ફરજ છે કે તને જાણ કરું કે ગમે એટલું કરો તોય નાત ની એ નાત ની આ પરનાત ની એ પરનાત ની તેને આપડી શુ પડી હોય? અને આમપણ મર્યા પછી એના હાથ નું પાણી પણ આપણ ને ના પોહચે"

"જો માયા મને ગમે એ મેં કર્યું જીવતા સખે રાખે તો પણ ઘણું છે,મર્યા પછી કોને ખબર"?

મધુ ના જવાબ થી માયા ચૂપ તો થઈ ગઈ પણ એને સખ ના વળતું,એ કાયમ મધુ ની વહુ કેવી છે એની તપાસ કરતી રહેતી...

મધુ ના દીકરા ને બીજે નોકરી લાગતા બંને ત્યાં જતા રહ્યા ને માયા ને મોકો મળી ગયો ..
,"જો જાતિ રહી ને મેં કીધું તું ને એ પારકા આપડા ના થાય"
પણ મધુ કાંઈ બોલતી નહિ...

માયા ની વહુ પૈસાવાળા ઘર ની દીકરી,તેનો પાવર પણ ખૂબ, અને ઘરકામ કે ઘર ના સભ્યો પ્રત્યે લાગણી જેવું કશું જ નહીં,બસ આખો દીવસ ટીવી ને મોબાઈલ માં પડી રહેતી...

એકવાર મધુ બીમાર પડી,તેને ખૂબ જ અશક્તિ આવી ગઈ,
આ સાંભળી તેની વહુ તરત જ હાજર થઈ ગઈ અને દિવસ રાત સાસુ ની સેવા માં લાગી ગઈ,માયા જ્યારે આવતી ત્યારે જોતી કે વહુ તો ખૂબ જ સારી છે,તેને પોતાની બીમારી યાદ આવી જ્યારે તેની વહુ સામે પણ ના જોતી... માયા જોતી કે જ્યારે પણ મધુ ની દીકરી ઘરે આવે ત્યારે પણ વહુ તેને ખૂબ માન થી રાખતી,અને બંને પ્રેમ થી રહેતી,જયારે પોતાની વહુ ને તો પોતાની દીકરી ગમતી જ નહીં,એટલે તેની દીકરી વધુ આવતી નહિ....

માયા ને હવે મધુ ના ઘરે વધુ ગમતું,કેમ કે તે જોતી કે ત્યાં બધા સંપી ને એકબીજા ની ઓથે જીવે છે,દરેક શનિ-રવી તેનો દીકરો પણ ત્યાં આવતો અને બંને સાથે મળી ને માં-બાપ નું ધ્યાન રાખતા,મધુ ની વહુ એ ઘણીવાર માયા ને પોતાની વિશે બોલતા સાંભળી છે,તો પણ તે માયા પ્રત્યે પણ ખૂબ જ ભાવ રાખતી,આખું ઘર મધુ નો પડયો બોલ ઝીલતા,આ જોઈ માયા ખૂબ દુઃખી થતી,કેમ કે વહુ તો ઠીક તેનો દીકરો પણ માં ની ખબર ના પૂછતો...

એકવાર જ્યારે મધુ ની તબિયત સારી થઈ ગઈ,ને માયા તેના ઘરે બેઠી હતી,ત્યારે મધુ એ તેના દીકરા ને કહ્યું કે હવે મને સારું છે,તમે તમારે જાવ,મારી ચિંતા ના કરો,તો તેના દીકરા એ કહ્યું "મમ્મી હવે તમારી વહુ ને અહીં જ રહેવું ગમે છે,એટલે મેં મારી બદલી અહીં જ કરાવી લીધી છે,એટલે હવે તો અમે પણ તમારી સાથે અહીં જ રહેશું" આ સાંભળી બધા રાજી થઈ ગયા...

અને ત્યારે મધુ એ માયા સામે જોઈ ને કહું "જોયું માયા પ્રેમ અને મીઠાશ થી પારકા પણ આપડા થઈ જાય, પછી ભલે પર નાત ના હોઈ કે પરનાત ના,અને માયા ને ત્યારે પોતાના જ શબ્દો યાદ આવ્યાં,
કે નાત ની એ નાત ની,અને પરનાત ની એ પરનાત ની.....

આરતી ગેરીયા....


રેટ કરો અને રિવ્યુ આપો

Bharat Patel

Bharat Patel 6 માસ પહેલા

Ayaan Kapadia

Ayaan Kapadia 6 માસ પહેલા

Riya Patel

Riya Patel 6 માસ પહેલા

Vk Panchal

Vk Panchal 6 માસ પહેલા

Minal Patel

Minal Patel 6 માસ પહેલા