સોમનાથ ......
સોમનાથનો ઈતિહાસ સારો એવો રોમાંચક છે. સોમનાથ મંદિરને અખંડિત એક અર્થમાં કહીએ
તો એ જરા પણ અતીશયોક્તી ભરેલ નથી .
કારણ એકવાર નાશ કરવા છતાં એની વારંવાર પુનરચના થઇ છે.
સોમનાથના લિંગને સૃષ્ટિની રચના જેટલુજ પ્રાચીન માનવામાં આવે છે.
વેદીક કાળથી પ્રભાસ પાટણ નું સ્થાન ઘણું જ મહત્વનું મનાય છે.
મહાભારતના સમયમાં પણ તેની ગણના એક પવિત્ર સ્થાન તરીકે થતી હતી.
સ્કન્ધ્પુરlણ પ્ર્ભાસખંડના ૨ -૮૨-૮૩ માં સોમનાથ લિંગનું વર્ણન કરતા જણાવે છે કે,
"ભૂગર્ભમાં આવેલ મુર્ઘીના ઈંડાના કદનો સર્પોથી ઘેરાયેલ આ સૂર્ય જેવો પ્રકાશિત અને
મહાન શક્તિ ધરાવતો સ્વયભું લિંગ છે. " પ્રાચીનકાળથી જ પ્રભાસ અને સોમનાથનો
મહિમા શાસ્ત્રોએ વર્ણવ્યો છે .અનેક ઋષિ મુનીઓ અહી એકત્ર થતા હતા.
ઇન્દ્ર અને સૂર્યનું આ પ્રિય સ્થાન ગણાતું હતું. એમ મનાય છે કે પ્રભાસમાં કરેલા સમુદ્ર સ્થાનથી
બધા પાપ ધોવાય છે અને વ્યક્તિ સ્વર્ગને મેળવી શકે છે.
એવી દંતકથા છે કે પાંડવોએ અહી ધર્મક્રિયા કરેલ .
કૃષ્ણ અને બલરામ તેમજ અર્જુન પણ દ્વારકા જતા રસ્તામાં અહી આવ્યા હતા. .
શિવપુજા ભારતમાં પ્રાચીન કાળથી જ પ્રચલિત છે અને લોકપ્રિય પણ છે.
તેમાં પણ પ્રભાસ એ શિવયોગીઓનું મહત્વનું કેન્દ્ર હતું. પ્રભાસ એ મહત્વનું ધાર્મિક
સ્થાન છે તે દર્શાવતા પાંચ તત્વો સ્કંધ પૂરાણ મુજબ સરસ્વતી નદી, સમુદ્ર ,ચંદ્ર ,
ભગવાન સોમનાથ અને તેનું દર્શન છે. કહેવાય છે કે જો અમાસની રાત્રી સોમવારે આવતી
હોય ત્યારે ઉપવાસ કરી સોમનાથના દર્શન કરવા અને સરસ્વતી જયl સમુદ્ર ને મળે છે
ત્યાં સ્નાન કરવું એ અનેક ધાર્મિક ક્રિયાઓનું પુણ્ય આપે છે.
આ સ્થાન માં કહેવાય છે કે રાજા સોમે દક્ષના શ્રાપમાંથી મુક્ત થવા સમુદ્રસ્નાન કરી ને
શિવલિંગની પૂજા કરી હતી , અને મુક્તિ મેળવી હતી. આ દત કથાએ પણ સોમનાથનું મહત્વ
અનેક ઘણું વધાર્યું છે. દંતકથા મુજબ દક્ષપ્રજાપતિને ૨૭ પુત્રીઓ હતી જે સોમ ભગવાન સાથે
પરણાવેલી હતી . તે સોમા રોહિણી સૌથી સુંદર હોવાથી સોમની વિશેષ પ્રિય હતી .
આથી રોહિણીની અન્ય બહેનો અને સોમની અન્ય પત્નીઓ એ રાજા દક્ષને આ બાબતની ફરિયાદ કરી .
રાજા દક્ષે સોમને તેની બધી પત્નીઓ સાથે સમાન વ્યવહાર રાખવા જણાવ્યું. થોડો સમય સારું ચાલ્યું
પરંતુ પછીથી તેમાં કોઈ પરિવર્તન ન આવ્યું ફરી એજ ઉપેક્ષા શરુ થઇ ...
આ તરફ ફરી દક્ષે સોમનું ધ્યાન દોરવા છતાં તેમાં કોઈ ફરક ન પડતા રાજા દક્ષે સોમને તેનો નાશ થશે
અને પતન થશે તેવો શ્રાપ આપ્યો.
આ શ્રાપ ના પરિણામે રાજા સોમ દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યો . શ્રાપમાંથી છુટવા તેણે અનેક
જાતના પ્રયોગો કર્યા , ભોગો ધર્યા ...ધાર્મિક ક્રિયાઓ કરી છતાં કોઈ પરિણામ ન આવ્યું કે ન થયો
કોઈ ફાયદો...ધન સ્વાદ હીન બની ગયા...શાકભાજી ઉગતા નહોતા...આથી દેવો એ સોમ વતી
રાજા દક્ષને તેના શ્રાપ ઉપર પુન;વિચારણા કરવા જણાવ્યું.
દક્ષ રાજા એ શરત મૂકી કે સોમેં તેની તમામ પત્નીઓ સાથે સમાન વર્તાવ રાખવો અને પ્રભાસ તીર્થમાં
સમુદ્રમાં જ્યાં સરસ્વતી નદી દરિયાને મળે છે ત્યાં સ્નાન કરી મહાદેવની પૂજા અર્ચના કરવી..
આમ કરવાથી તે મહિનાના ૧૫ દિવસ પ્રકાશમાન અને તેજસ્વી રહી શકશે. .
આ સૂચન પછી સોમે પૃથ્વી ઉપર રોહિણી સાથે આવીને સોમનાથના સ્પર્ષલીગની પૂજા કરી.
ભગવાન શિવે આ તપસ્યl પછી પ્રસન્ન થઈને જણાવ્યું કે મહિનામાં અડધl માસ દરમ્યાન
તેમનો પ્રકાશ સારો રહેશે જયારે બીજl અડધા માસ દરમ્યાન તેમનો પ્રકાશ ક્ષીણ થતો જશે.
આમ આ સ્થળે સોમે તેનો પ્રકાશ પુન:પ્રાપ્ત કર્યો હોઈ તેને પ્રભાસ તરીકે ઓળખવામા આવે છે.
કહેવાય છે કે બ્રહ્મા એ સોમને અને તેની પત્ની રોહિણીને સોમનાથનl લિંગની સ્થાપનl
માટે પ્રેરણl આપી .બ્રહ્મl એ ધરતીંના પેટાળમાંથી મુરઘીનl ઈંડાના કદનું સ્વ્યમભૂ સપર્શ લિંગ
બહlર કાઢયુ . દર્ભ ને ઘાસથી ઢંકાયેલા આ શીવલીગ ઉપર બ્રહ્મશિલા હતી.
અને ઉપર ભગવાન શિવનું ...સોમનાથનું મોટુ શિવલીગ હતું.
ત્યારબાદ વૈદિક મંત્રોચારો વડે તેની પુજા અર્ચના કરવામાં આવી હતી.
સોમનાથ ના પહેલા મદીર ની સ્થાપના ખ્રિસ્તી યુગની શરૂઆત માં ઇસ ૬૫૦ આસપાસ થઈ
હોવાનું મનlય છે. ત્યારબાદ ઈ સ ૭૨ ૨ આસપાસ આરબોએ સોરાષ્ટ્ર ના રાજાને હરાવયો
અને વલ્લભી નો નાશ કર્યો. કહેવાય છે કે બીજુ મંદિર આ અરસા માં નlશ પામ્યુ હોય
અને તેને ફરી સર્જન કરવામાં આવ્યુ હોય.
સોમનાથનો પ્રભાવ આઠમી સદીના પ્રથમ ભાગમાં મહત્વનો હતો.
લાલ પથ્થરનું ત્રીજું મઁદીર આઠમી સદીમાં બધાયેલ હતું.
સોમનાથનો પહેલો ઉલ્લેખ આ અરસામાં ઇ.સ. ૯૬૦ આસપાસ ચાલુક્યોના સમય દરમ્યાન મળે છે.
ઇસ. ૧૦૨૬ ના અરસામાં મહમદ ગઝનીએ સોમનાથનો કિલ્લો લૂંટ્યો .
કહેવાય છે કે ૫૦૦૦૦ ભારતીય સૈનિકો સોમનાથની રક્ષા માટે ઝઝૂમ્યા અને પોતાનું બલિદાન આપ્યું.
આખરે મહમદે કિલ્લો કબ્જે કર્યો અને મદિર માં પ્રવેશ કરી મદિર ને લુંટ્યું તેમજ લિંગનો નાશ કર્યો.
આ રીતે ત્રીજું મન્દિર પણ નાશ પામ્યું.
ચોથું અને પાંચમું મઁદિર .... ઇસ. ૯૫૫ અને ૧૦૭૫ આસપાસ નો સમય એ અણહિલવાડ પાટણના
ચાલુકયો ની પ્રગતિનો સમય હતો . જે સમય દરમ્યાન જ ગુર્જર ભૂમિ એ શબ્દ ગુજરાતને લાગુ
પાડવામાં આવ્યો . કહેવાય છે કે સોમનાથનું ચોથું મન્દિર આ ગાળામાં જ અસ્તિત્વમાં આવ્યુ.
આ દરમ્યાન સોમનાથ પાટણ ધાર્મિક તેમજ જ્ઞાન ની દ્રષ્ટિએ ભારતમાં મહત્વનું સ્થાન ગણાવા લાગ્યું .
અરબ મુસાફરો પણ આ સ્થાનથી પ્રભાવીત થયા હતા.
આ સમય દરમ્યાન સોમનાથ લિંગના વડા ભાવ બ્રહસ્પતિ હતા .
રાજા જયસિંહે સિદ્ધરાજ તેમની વૃદ્ધવસ્થા દરમ્યાન પુત્રવરદl ન માટે સોમનાથ ગયા હતા .
રાજા સિદ્ધરાજ પછી કુમારપાળ જયારે ૧૧૧૪ માં ગાદીએ આવ્યા ત્યારે ભાવબૃહસ્પતિએ
આ લિંગના સમારકામ માટે તેમનો સમ્પર્ક સાધ્યો .
રાજાની સહાયથી ભવ્ય મેરુપ્રસાદ પાંચમું મન્દિર અસ્તિત્વમાં આવ્યું .
તે માત્ર મન્દીરની પુનર્રચના જ નહીં પણ સમગ્ર શહેરની પુનર્રચના જેવું હતું .
મન્દીરના ઉત્તર અને દક્ષિણ ભાગમl નવી દીવાલો બાંધવામાં આવી.
ભાવ બ્રહસ્પતિએ માત્ર સોમનાથ મન્દિર જ નહીં પણ અન્ય આસપાસના મન્દીરો
ઉપર પણ સોનુ જડાવ્યું . રાજા માટે દરબારખડ , શુદ્ધ પીવાના પાણીની ટાંકી ,
બ્રાહ્મણો માટે અનેક આવાસ ના મકાનો , સોમનાથ મન્દીરના આગળના ભાગમાં
થાંભલા સહિતનો મંડપ વગેરે અગત્યના બાંધકામો કર્યા.
અલાઉદીન ખીલજી ૧૨૯૬માં ગાદીએ આવ્યો ત્યારે તેના સૈન્યે અનેક શહેરો નો નાશ કરતા
કરતા સોમનાથના મઁદિરનો અને શહેરનો પણ નાશ કર્યો .
રાજપૂતોએ સોમનાથના લિંગને બચાવવા પ્રયત્નો ઘણા કર્યા પરંતુ આખરે લિંગના ટુકડા કરવાં આવ્યા
અને ખજાનો દિલ્હી લઈ જવામાં આવ્યો .
એ પછી તરત જ મન્દિર જૂનાગઢના રાજા મહીપાલે ચુડાસમા એ રીપેર કર્યું . લિંગની સ્થાપના તેના પુત્ર
ખેંગારે ૧૩૨૫ ને ૧૩૫૧ વચ્ચે કરી.
ત્યારબાદ મહમદ બેગડાએ ૧૪૬૯ માં લિંગને મદિરમાંથી દુર કર્યું . અને મન્દિરને મસ્જીદમા ફેરવી નાખી .
પરંતુ તેનો મસ્જિદ તરીકે ઉપયોગ થાય તે પહેલા ઇસ ૧૫૦૦ પૂર્વે જ મઁદિર ફરીથી ઉભું થયું .
મહમદ બેગડાએ પાટણનો નાશ કર્યો ત્યાં સુધી ભારતમાં ધાર્મિક ને વેપાર ના કેન્દ્ર તરીકે પ્રખ્યાત હતું.
આ પછી ૧૭૮૩માં ઇંદોરની રાણી અહલ્યાબાઈએ મન્દીર ને ખંડિયેર દશમl જોતા
જૂનl મદિર થી થોડી દુર નવું મંદિર બાંધ્યું . અને લિંગ ને સલામત રાખવા માટે ભૂગર્ભમા રાખવામાં આવ્યું.
એની ઉપર સામાન્ય લિંગ રખાયું.
ત્યારબાદ વરસો પછી ૧૯૪૭ માં આઝાદી પછી અહલ્યાબાઈનું આ મઁદિર જૂનું લlગતા
સરદાર વલ્લભભાઈએ નવ મન્દીરની સ્થાપનાનો નિર્ણય લીધો.
તેમ જ સોરાષ્ટ્રં ની જનતાને આ પવિત્ર કામમાં સોનો સહકાર માંગતી અપીલ કરી હતી.
નવા મંદિર માં લિંગની પ્ર્તીસ્ઠા ૧૯૫૧ ૧૧મી મે ના દિવસે રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ નl
હસ્તે થઈ હતી. ત્યારબાદ આ મંદિર મહામેરુ પ્રસાદ તરીકે ઓળખlવl લાગ્યું .
મદિર ના પહેલl માળે સોમનાથ નો ઇતિહાસ દર્શાવતા ચિત્ર ફોટા વગેરે રાખવl માં
આવે છે . જ્યારે જુના મંદિરો ના અવશેષો પાસે ગામ માં મ્યુઝીયમ બનાવીને સઁગ્રહવામાં આવ્યા છે.
કર્તિક પૂર્ણિમા એ ને શિવરાત્રી ના દિવસે મોટા મેળા ભરાય છે. ત્યારે હજારો ધાર્મિક લોકો દર્શને આવે છે.
પ્રભાસ[ પાટણ આસપાસ અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. આ સો માં ભાલકાતીર્થ પ્રસિદ્ધ છે.
વેરાવળ અને પાટણ વચ્ચે આવેલ આ સ્થાને શ્રી કૃષ્ણ ઝાડ નીચે બેઠા હતા ત્યાંરે ભીલ શિકારીના
બાણ થી તેઓ ઈજાગ્રસ્ત થયા.હતા . પગમાં વાગેલું આ બાણ તેમના દેહ ત્યાગ નું કારણ બની ગયું.
તેમનો સ્વર્ગવાસ પ્રભાસ પાસે થયો . તેઓ દ્વારકાથી અહી દેહ ત્યાગ માટે જ આવ્યા હતા તેમ કહેવાય.
આ ભૂમિ પવિત્ર હોઈ અહી દેહત્યાગ કરનlર મોક્ષની ગતી પામે છે તેમ કહેવાય છે.
અહી સુંદર નવું કૃષ્ણનું મદિર છે અને સુંદર મૂર્તિ પણ છે .
ભગવાનને બાણ અહી વાગ્યું હતું પણ તેમની અતીમ ક્રિયા ત્રિવેણી ઘટ ઉપર થઈ હતી . જેને દેહોત્સર્ગ કહે છે.
ત્રણ નદીઓ હિરણ્ય ,કપિલા અને સરસ્વતી આ સ્થળે મળે છે જે અહીંથી પછી અરબી સમુદ્ર માં મળે છે.
સોમનાથને પાસે આવેલા વેરાવળમાં હોટલો ધર્મશાળાઓ વગેરે યાત્રિકો માટે છે.
બસ ,રેલ્વે કે ખાનગી વગેરે મારફતે યાત્રાળુઓ અવરજવર કરી શકે છે.