Dadajina chasma books and stories free download online pdf in Gujarati

દાદાજીના ચશ્મા

"દાદાજીના ચશ્મા"

રાતના નવ વાગ્યા હતા. રોહન પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. રોહનને દરરોજ હોમવર્ક દાદાજી જ કરાવતા. પણ આજે દાદાજી રોહનને હોમવર્ક કરાવવા બેઠા નહીં..!!

ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય, મમ્મી પણ કામ કરવા જાય અને પપ્પા પણ કામ ઉપર જાય, દાદીમાનું બિમારીને કારણે બે વર્ષ પહેલાં જ મૃત્યુ થયું હતું અને રોહન તેના મમ્મી-પપ્પાનો એકનો એક દિકરો એટલે ઘરમાં આખો દિવસ દાદાજી અને રોહન બે જ હોય.

આજે દાદાજીએ રોહનને હોમવર્ક કરાવવાની "ના" પાડી પણ રોહન જીદ પકડીને જ બેઠો હતો કે હોમવર્ક તો હું દાદાજી કરાવશે તો જ કરીશ.

રોહનના પપ્પાએ દાદાજીને આજે હોમવર્ક નહીં કરાવવાનું કારણ પૂછ્યું પરંતુ તે કંઈજ બોલી ન શક્યા.કારણ કે તે પોતાના દિકરાની પરિસ્થિતિથી વાકેફ હતાં.

મમ્મીએ પણ રોહનને સમજાવ્યો પણ રોહન કોઈની પણ વાત માનવા તૈયાર ન હતો.

અને વધારે ને વધારે જીદ પકડીને બેઠો હતો ત્યારે દાદાજીએ હોમવર્ક નહીં કરાવવા માટે પોતાની તબિયત બરાબર નહીં હોવાનું બહાનું કાઢ્યું.

પરંતુ કહ્યું છે ને કે, "રાજ હઠ, બાળ હઠ અને સ્ત્રી હઠ" આ ત્રણેયને કોઈ ન પહોંચી શકે તેમ નાનકડો રોહન પણ પોતાની જીદ છોડવા તૈયાર ન હતો. તે દાદાજીને ખેંચીને બહાર લાવ્યો અને પોતાની બાજુમાં બેસાડ્યા અને પછી દાદાજીના ચશ્મા લેવા દોડ્યો. જેવા ચશ્મા હાથમાં લીધાં કે ચશ્મા તો તૂટેલા હતાં.

રોહન તૂટેલા ચશ્મા લઈને બહાર આવ્યો અને પોતાના પપ્પાને બતાવ્યા તેમણે દાદાજીને ટકોર કરી કે, " પપ્પા તમારા ચશ્મા તૂટી ગયા છે તો મને કહેવું જોઈએ ને હું નવા લઈ આવત ને.."
અને દાદાજી વચમાં જ બોલ્યા, "પછી લાવજે બેટા, મારે ચશ્માની કંઈ ઉતાવળ નથી."

અને એટલી વારમાં તો નાનકડો રોહન દોડતો અંદર જઈને પોતાનો ગલ્લો લઈ આવ્યો અને પોતાના પપ્પાના હાથમાં મૂકીને બોલ્યો કે, "લો પપ્પા દાદાજીના ચશ્મા આ પૈસામાંથી નવા લાવી દેજો."

અને દાદાજી પોતાની આંખો લુછવા લાગ્યા...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/6/2021

" હદ થઈ ગઈ "

ક્યાંક નીલ ગગને તો
ક્યાંક પાણીની પરબે
તો વળી ક્યાંક ચણ ચણવાને
હું દેખાવું માનવ તારી આસપાસ....

પણ આ શું થયું..?? આ તો હદ થઈ ગઈ..!! મારું તો જીવન જ હવે હોડમાં મૂકાઈ ગયું છે. મારું બાળક જે મને જીવથી પણ વધારે વ્હાલું વ્હાલું છે તે તો ઉડતાં પહેલાં જ મૃત્યુ પામ્યું છે. હું કોને કહું..?? કોને કરું ફરિયાદ..??

**********************

સોનુ નાનો હતો ત્યારે જંગલમાં લાકડા લેવા માટે હંમેશા પોતાની મમ્મી સાથે જતો હતો પછી મોટો થયો એટલે એકલો જ જવા લાગ્યો.

અવાર-નવાર પક્ષીઓની વાતો સાંભળતો અને ધીમે ધીમે ધીમે તે પક્ષીઓની વાતો સમજવા પણ લાગ્યો.

પછી તો તેને ખૂબજ મજા પડી ગઈ હતી તે પક્ષીઓની મદદ પણ કરવા લાગ્યો અને પક્ષીઓનો પાક્કો મિત્ર પણ બની ગયો હતો અને પક્ષીઓ તેના જંગલમાં આવવાની રાહ જોઈને બેઠાં હોય તેટલો તે બધાજ પક્ષીઓનો વ્હાલો પણ હતો પણ એક દિવસ તેણે એક ચકલીની જે વાત સાંભળી તેનાથી તે ચોંકી ઉઠ્યો હતો અને હચમચી ગયો હતો.

એક ચકલીએ તેને ફરિયાદ કરી કે, "તમે જે આ ઉંચા ઉંચા ટાવર્સ બાંધી દીધા છે તેમાંથી જે તીવ્ર ઘાતક રેડિયેશન પાવર બહાર આવે છે. તેનાથી અમે અને અમારા નાના બચ્ચાં દિવસે ને દિવસે મરી રહ્યા છીએ.અને ધીમે ધીમે અમારી વસ્તી નહિવત તો થઈ જ ગઈ છે પરંતુ જો આવું જ રહેશે તો અમારી પક્ષી જાતિનો બિલકુલ નાશ થશે....😭

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED