બદલો - (ભાગ 25) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલો - (ભાગ 25)

અવાજ સાંભળીને નિખિલ બે કદમ ચાલીને આગળ આવ્યો...ત્યાં એની નજર મોટા દરવાજે પાસે પહોંચેલ શીલા ઉપર પડી....

નિખિલ ના ચહેરા ઉપર એક સેકન્ડ માટે ખુશી આવી અને તરત જ ગાયબ થઈ ગઈ....

શીલા એની સાથે એક બેગ લઈને ગઈ હતી પરંતુ આવી ત્યારે એક વ્હીલ વાળી બેગ લઈને આવી હતી...અંદર આવતા જ એણે બુમ પાડી...

"સરપ્રાઈઝ....."

અભી અને નિખિલ એને જોઈ રહ્યા...

શીલા ના અવાજ ના કારણે નીયા ની આંખો પણ ખુલી ગઈ હતી...

ઘરનું આવું વાતાવરણ અને નીયા ની રડી રડી ને સુજી ગયેલ આંખો જોઇને શીલા ને થોડી નવાઈ લાગી...

બેગ ત્યાં જ પડી મૂકીને ગુલાબી સાડી માંથી દેખાતી ગોરીછમ કમર લચકાવિને નિખિલ જાણે હાજર જ ન હોય એમ અભી તરફ ધસી આવી...

શીલા ને આ રીતે જોઇને નિખિલ ને એની ઉપર ગુસ્સો આવ્યો...નીયા ની નજર શીલા ઉપર પડતા જ એ અભી થી દુર ખસી ગઈ અને લગભગ ત્યાંથી ઉભી થઇ ગઈ...

અભી પાસે બેસીને શીલા એ પૂછવાનો ડોળ કર્યો ...પરંતુ ત્યાં હાજર ત્રણેય ને અંદાજ આવતો હતો કે શીલા પૂછવાના બહાને અભી ના ગળે , માથા ઉપર, ખભા ઉપર હાથ ફેરવી રહી હતી...

અભી એ બે ત્રણ વાર એને દૂર ખસેડી પરંતુ શીલા તો જાણે જડ બની ગઈ હતી ... અભી ત્યાંથી ઊભો થઈ ગયો પરંતુ શીલા એ એનો હાથ બાવડેથી પકડી રાખ્યો...

નીયા ની સામે પણ શીલા આ રીતે વર્તી રહી હતી એ જોઇને નિખિલ ને વધારે ગુસ્સો આવ્યો એણે શીલા પાસે જઈને એને ઉભી કરી અને ગાલ ઉપર સનસનાટી તમાચો જિંકી દીધો....

અભી અને નીયા ની નજર મળી...નીયા ની આંખોમાં અભી ને પહેલા કરતા અલગ દેખાયું હતું...

"નિખિલ........."પોતાનો કંઈ વાંક જ ન હોય એમ શીલા બરાડી...

નિખિલ ને હજુ પણ એક તમાચો મારવાની ઉત્કંઠા થઈ આવી પરંતુ નીયા ને ધ્યાન માં રાખીને નિખિલ એ થોડી સભ્યતા જાળવી રાખી....

નિખિલ ની આંખો માં થઈ રહેલ આગની વર્ષા જોઇને શીલા થોડી ડરી ગઈ...આજથી પહેલા નિખિલ નું આવું સ્વરૂપ એણે ક્યારેય જોયું ન હતું...

આગળ એક પણ શબ્દ બોલ્યા વગર એ પોતાની ઘરરઘરર કરતી વ્હીલ વાળી બેગ લઈને રૂમ માં ચાલી ગઈ...

નીયા એ ઘરે જવા માટે પગ ઉપાડ્યા...એને જોઇને અભી દોડ્યો અને બોલ્યો ...

"તું અહી જ રે..."

અભી ના શબ્દો સાંભળીને નીયા એ ગુસ્સાવાળા લાલ ચહેરા સાથે અને સુજી ગયેલી આંખો સાથે અભી તરફ નજર કરી...
નીયા ને જોઇને અભી થોડીવાર અટકી ગયો અને પછી બોલ્યો...

"તે કંઈ ખાધું નથી..."

નીયા કંઈ જવાબ આપે એ પહેલા નિખિલ બોલી ઉઠ્યો ...

"હું બહાર થી લઇ આવું છું તમે બેસો...."

"મારે કંઈ નથી ખાવું...હું જઉં છું...."

"નીયા...હું જાણું છું અત્યારે સ્નેહા ને લઈને તારી કેવી પરિસ્થતિ છે...." નિખિલ ના મોઢેથી સ્નેહા નામ સાંભળીને નીયા ફરીથી રડુરડુ થઈ ગઈ...

અભી એ એનો હાથ ઝાલ્યો અને ધીમે ધીમે એને સોફા ઉપર બેસાડી....

ઉપર જઈને પણ શીલા એ એના કાન નીચે હોલ તરફ જ રાખ્યા હતા ...
નીચેથી બોલાતા વાક્યો સાંભળીને શીલા એ ધારી લીધું કે સ્નેહા સાથે કંઇક થયું છે પરંતુ શું થયું એ જાણવા જો એ નીચે જાય તો નિખિલ થી નજર મેળવી શકે એમ ન હતી...

રાત્રિ ના બે વાગી ગયા હતા...

નીયા અભીના ખભે માથુ રાખીને સૂતી હતી ....અભી એ એનું માથુ સોફા ને ટેકો દઈને રાખ્યું હતું...
નિખિલ પણ સોફા ઉપર આડો પડ્યો હતો પરંતુ એની આંખો હજુ પણ ખુલી હતી...

વહેલી સવાર ના પાંચ વાગી ગયા હતા...બહાર થી આવતો પોલીસ ની જીપ નું સાયરન નો અવાજ સાંભળીને બધા બેઠા થઈ ગયા...
શીલા ને પણ સરખી ઊંઘ આવી ન હતી એવામાં પોલીસ ની જીપ નું સાયરન સાંભળીને એ દોડીને નીચે આવી...

આખી રાત દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો...જેથી પોલીસ અને એની સાથે ડ્રાઇવર અંદર ધસી આવ્યા...

પોલીસ ને જોઇને નિખિલ કંઇક સવાલ પૂછે એ પહેલા બહાર થી હોસ્પિટલ ના યુનિફોર્મ માં બે કર્મચારી આવ્યા જેના હાથમાં સફેદ ચાદર થી ઢંકાયેલ મૃદુ શરીર હતું...

જેને જોઈને નીયા દોડવા જતી હતી પરંતુ અભી એ એને પકડી રાખી...

ધીમે ધીમે બીજી બોડી અંદર લાવ્યા પછી ત્રીજી અને પછી ચોથી...

આટલી બધી મૃત્યુ થઈ ગયેલી બોડી જોઇને નીયા ની સાથે સાથે બધા દંગ રહી ગયા...

હોસ્પિટલ ના કર્મચારી એ પોલીસ ના ઈશારા થી એક એક બોડી ના ચહેરા ઉપર થી ચાદર દૂર કરી રહ્યા હતા...

સ્નેહા ને જોઇને નીયા અભી ને ધક્કો મારીને દોડી અને સ્નેહા ની બોડી પાસે બેસીને જોર જોરથી રડવા લાગી ....

બધા ની નજર નીયા ઉપર હતી...નિખિલ અને અભી ની નજર એકસાથે દાદી ની બોડી ઉપર આવતા જ બંનેની આંખોમાંથી આંસુ સરી ગયા...
બંને ભાઈ એકસાથે દોડીને દાદી ની બોડી પાસે આવ્યા....અભી તો જાણે ફસડાઈ જ પડ્યો...

દાદી ને જોઇને શીલા ની આંખોમાં પણ આંસુ ની ધાર થઈ ગઈ...
ધીમા ધીમા પગલે એ દાદી ની બોડી પાસે આવી રહી હતી....

દાદી ને આ રીતે જોઇને નીયા ને પણ થોડો શોક લાગ્યો...

ઘરની અંદર ખૂબ કરુણદાયક પરિસ્થતિ સર્જાયેલી હતી....

પોલીસ કોન્સ્ટેબલે હજી સુધી બે લાશ ના ચહેરા ઉપર થી ચાદર હટાવ્યા હતા...

દાદી અને સ્નેહા ની વચ્ચે મૂકેલી બોડી ઉપરથી જ્યારે ચાદર દૂર ખસેડવામાં આવી ત્યારે સુનિતા ને જોઇને અભી ઓળખી ન શક્યો એકધારી નજરે એ સુનિતા ને જોઈ રહ્યો....
નિખિલ એ સુનિતા ને જોઇને લગભગ બુમ પાડી હતી...
"મમ્મી...."

એના મોઢામાંથી નીકળેલ મમ્મી શબ્દ સાંભળી ને અભી અને શીલા ની સાથે સાથે નીયા પણ આવાક બની ગઈ...
ચોથી અને છેલ્લી પડેલ બોડી કોની હશે એ કોઈ નક્કી કરી શકતું ન હતું...એના ચહેરા ઉપરથી જ્યારે ચાદર દૂર કરી ત્યારે નીયા ને એક ને જ જાણ થઈ કે એ સ્નેહા ને પિતા હતા....

એકસાથે આવી પડેલા દુઃખ ના સમયમાં બધા એકબીજાનો સહારો બન્યા હતા...

બધાનું એકસાથે અગ્નિસંસ્કાર કરીને ઘરે આવ્યા ત્યારે શીલા પરાણે નીયા ને પોતાના ઘરે લઈ આવી હતી...

આખો દિવસ બધા એકલા એકલા કોઈક ખૂણા માં પડ્યા રહેતા હતા ...

શીલા હવે કોઈ સંસ્કારી બહુ ની જેમ બધાને સંભાળી રહી હતી...

નિખિલ ,અભી અને નીયા ને ખાવા માટે આખો દિવસ મનાવ્યા કરતી...

નિખિલ સાથે એક પત્ની ની જેમ, અભી સાથે એક ભાભી ની જેમ અને નીયા સાથે એક મિત્ર ની જેમ વર્તી રહી હતી...

બે ત્રણ મહિના સુધી કોઈ કામ ઉપર જતું ન હતું....

દાદી થી પણ વધારે બધાને સુનિતા અને સ્નેહા ને લઈને દુઃખ થયું હતું ...

બાળપણ થી સાથે રહેલ દાદી આવું કરી શકે એ માનવામાં અભી અને નિખિલ ને ઘણા દિવસો લાગ્યા હતા...

ડ્રાઇવર ને મળીને એની સાથે વાતચીત કરીને દાદી વિશે ના ઘણા એવા પાસા ખુલ્લા પડ્યા હતા....જ્યારે દાદી ને જાણ થઈ હતી કે સ્નેહા ને સુનિતા વિશે જાણ થઈ ચૂકી છે અને સંજયે સંગીતા ને ગોળી મારી દીધી છે એટલે સ્નેહા અને સુનિતા ને પૂરા કરવા માટે જ દાદી વહેલા અહીંથી મુંબઈ માટે નીકળી ગયા હતા...અને વહેલા કામ પૂરું કરીને ત્યાંથી નીકળી જવાના હતા...અભી કે નિખિલ નો ફોન આવે તો એને મંદિરે ગયા છે એવું કહી દેવાનું એ પણ એણે નક્કી કરી રાખ્યું હતું...

પરંતુ પરિસ્થતિ આવી સર્જાય જવાની છે એનો ખ્યાલ કોઈને પણ હતો નહિ....

(ક્રમશઃ)