Badlo - 24 books and stories free download online pdf in Gujarati

બદલો - (ભાગ 24)

ફોન ની સ્ક્રીન ઉપર નીયા નું નામ વાંચી સ્નેહા ના ચહેરા ઉપર થોડી વાર નિરાંત ની રેખા ઉપસી આવી....

એક પણ મિનિટ બગાડ્યા વગર સ્નેહા એ ફોન રિસીવ કર્યો ....
નોનસ્ટોપ રેડિયો ની જેમ સ્નેહા એ એનું બોલવાનું ચાલુ કર્યું...
મુંબઈ આવ્યા પછી એ એના મમ્મી ને મળી , એના મમ્મી સાથે જે વાતચીત થઈ, એના પછી જે ઘટના બની , અભી ના મમ્મી હજુ પણ આ દુનિયા માં હતા નહતા થઈ ગયા...અને આ બધા પાછળ એના પપ્પા હતા...

આ બધું એકીશ્વાસે બોલી રહી હતી...એની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા...

બહાર ઊભેલી માણસો ની ભીડ નો અવાજ હવે ધીમે ધીમે અંદર આવતો હતો...બધા અંદર આવ્યા ત્યાં સ્નેહા ની નજર પાછળ ફરી...પાછળ ફરતા જ સ્નેહા એ એના પપ્પા ની સાથે સાથે બીજા બે મોટી ઉંમરના છોકરા હતા અને એની પાછળ પાછળ આવતા દાદી ને જોઇને સ્નેહા એક મિનિટ ઉભી રહી ગઈ....

અંદર આવીને દાદી એ અને એના પપ્પા એ એની સાથે આવેલા બંને મોટી ઉંમરના છોકરા ને ગોળી મારી દીધી...

હવે ઓરડી ની અંદર છ જણા હતા...જેમાંથી ત્રણ જમીન ઉપર ફસડાઈ પડેલા હતા અને બાકીના ત્રણ ઊભા હતા...દાદી અને સ્નેહા ના પપ્પા સ્નેહા ને જોઈ રહ્યા હતા...એ બંનેની નજરમાં વેર ની ભાવના છલકાતી હતી...

સંગીતા જ્યારે શૈલેષ ની નજીક આવી હતી ત્યારથી જ સ્નેહા ના પપ્પા સંજય સતર્ક બની ગયા હતા...એ બંને વચ્ચે ના સબંધ વિશે સંજય જાણતો હતો પરંતુ પૈસા ની લાલચ માં એ કંઈ કહેતો નહિ...
સંજય પોતાની દીકરી સ્નેહા ને વહેંચીને પૈસા કમાવા માંગતો હતો જેમાં સંગીતા ની ના મળેલ શૈલેષ પણ ભાગીદાર બન્યો હતો...
સવાર માં જ્યારે એ સ્નેહા ને લઈને આવ્યો હતો ત્યારે સુનિતા ને જોઇને એ દોડીને ઘરે આવી ગયો હતો....થોડા દિવસો માં પોતાનું એક્સિડન્ટ થઈ ગયું છે એવા સમાચાર ફેલાવીને પોતે છુપાઈ રહ્યો અને બદલો લેવા માટે દાદી ની સાથે મળી ગયો...
દાદી અને સંજય બંને સંગીતા અને સુનિતા ની સાથે સ્નેહા ને મારવા માટે ઘણા વર્ષો થી એને શોધી રહ્યા હતા...
સંગીતા ને મારવા માટે ઘણા રસ્તા હતા...પરંતુ એને મારવાથી સ્નેહા અને સુનિતા ની જાણકારી નહિ મળે જેનાથી એટલા વર્ષો સુધી એને જીવતી રાખી હતી ...

આ બધું પોતાના પિતા પાસેથી જાણીને સ્નેહા ને પિતા શબ્દ થી વિશ્વાસ ઉઠી ગયો હતો...અત્યાર સુધી પોતાની મમ્મી ને ગુનેગાર સમજતી સ્નેહા આજે પછવાતો કરી રહી હતી...

સ્નેહા કંઇક બોલે એ પહેલા દાદી એ સ્નેહા તરફ ગોળી છોડી દીધી હતી ...ગોળી સડસડાટ આવીને સ્નેહા ની છાતી સરસી છપાઈ ગઈ...એના હાથ માંથી ફોન નીચે પડી ગયો અને એ જમીન ઉપર ઢળી પડી...

દાદી અને સંજયે એકબીજા તરફ નજર કરીને વેરભરી સ્માઇલ વેરી...

બંને ત્યાંથી નીકળીને બહાર આવીને ચેક કરી લીધુ કે કોઈએ જોયું છે કે નહિ ...આજુબાજુ કોઈ હતું નહિ એટલે બંને ફટાફટ ત્યાંથી નીકળીને ગાડી તરફ આવ્યા અને બેસી ગયા...ગાડીમાં બેઠેલા યુવાન ડ્રાઈવરે બંને તરફ નજર કરી અને પછી ગાડી ચલાવા લાગ્યો...થોડે સુધી આવતા દાદી એ ગાડી થોભાવી દીધી ...

નીચે ઉતરીને એણે સંજય તરફ રિવોલ્વર ધરી ....
"પોતાની પત્ની અને દીકરી ને મારી શકે એ મારી સાથે વફાદારી કંઈ રીતે નિભાવશે...." બોલતા બોલતા દાદી નો એક નેણ ઉંચો થઇ ગયો હતો અને મોઢા ઉપર ક્રૂરતા છલકતી હતી...

સંજય હસી ને નીચે ઉતર્યો અને એણે પણ જાણે રિવોલ્વર તૈયાર રાખી હતી... એણે પણ દાદી સામે ધરી દીધી...

દાદી અને સંજય એકબીજા સામે રિવોલ્વર ધરીને ઊભા હતા ...કોણ પહેલા ગોળી છોડશે એની રાહ જોતો ડ્રાઇવર બંનેને તાકી રહ્યો હતો....

બંને તરફ થી એકસાથે ગોળી છૂટી એટલે બંને જમીન પર પડી ગયા ...
આ દ્ર્શ્ય જોઇને પણ ડ્રાઇવર એકદમ સ્વસ્થ હતો ...શાંતિ થી દ્ર્શ્ય નિહાળીને એને ગાડી ત્યાંથી હંકારી....

પોલીસ સ્ટેશન આવીને ડ્રાઈવરે જાણ કરી કે કંઈ રીતે બધા ખૂન થયા ...અને એ બધાનું ખૂની પણ કંઈ રીતે પતી ગયું ...દાદી અને સંજય ને ડ્રાઇવર ઘણા વર્ષો થી જાણતો હતો એટલે એ પણ જાણતો હતો કે દાદી બેંગલોર માં ક્યાંના રહેવાસી હતા...

બધુ જાણીને સ્નેહા ,સુનિતા , દાદી અને સંજય ની લાશ લઈને ડ્રાઇવર ની સાથે સાથે પોલીસ પણ બેંગલોર માટે નીકળી પડ્યા હતા....

નીયા ભાનમાં આવી ત્યારે એની ફરતે એના ઓફિસ નો સ્ટાફ ઊભો હતો...હોશમાં આવતા જ નીયા ને સ્નેહાની સાથે થયેલ વાતચીત યાદ આવી...

બે ગોળીના અવાજ પછી દાદી અને સ્નેહાના પપ્પા ની વાત નીયા એ સાંભળી હતી...ત્યાર બાદ ગોળી નો અવાજ આવતા ફોન કપાઇ ગયો...અને એ ગોળી સ્નેહા ને વાગી હશે એવું ધારી લીધું હતું....આ બધી વાતની જાણ એ અભી ને કરવા માંગતી હતી...

એને તરત જ અભી ને ફોન જોડ્યો...

અભી ને ફોન જોડીને બધી માહિતી જણાવી દીધી... બંને એ ઘરે જઈને વાત કરવાનું નક્કી કર્યું....
નીયા ઓફિસ થી નીકળીને ઘરે જવા માટે નીકળી...
એ જ્યારે અભી ને બધી માહિતી જણાવતી હતી ત્યારે એનો ઓફિસ સ્ટાફ પણ આ સાંભળી રહ્યો હતો જેથી નીયા ના ભાગનું કામ ઓફિસ ના મિત્રો એ સંભાળી લીધું હતું...

નિખિલ ને બધી વાત કહીને એ બંને ઓફિસમાંથી નીકળ્યા અને ઘરે પહોંચ્યા ...

નીયા રિક્ષા માંથી ઉતરી ત્યાં જ અભી ની ગાડી ત્યાં આવી પહોંચી એની સાથે નિખિલ પણ હતો...

અભી ને ગાડી માંથી ઉતરતા જોઇને નીયા દોડીને એને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી....

નીયા ને શાંત કરીને બંને ભાઈઓ એને અંદર લઈને આવ્યા...

આ બધા કામ ની પાછળ દાદી છે એ જાણીને એને સાચું લાગતું ન હતું ...ત્યારે બંનેને યાદ આવ્યું કે જ્યારે સવારે બંને ઘરે આવ્યા ત્યારે દાદી ઘરમાં ન હતા... બંને ભાઈઓ ને એવું લાગ્યું હતું કે દાદી એના રૂમમાં હશે....અભી અને નિખિલ બંને ભાઈને પહેલા તો પોતાના ઉપર ગુસ્સો આવ્યો કે ઘરે આવતા જ એણે દાદી વિશે કોઈ પૂછપરછ નહતી કરી....અને બીજી જ ક્ષણે એને સમજાયું નહિ કે દાદી મુંબઈ જવા માટે નીકળી ગયા હતા તો નિખિલ કે અભી માંથી કોઈને જાણ સુધા ન કરી ....

નિખિલ એ દાદી ને ફોન કર્યો પરંતુ એ બંધ આવતો હતો...દાદી ક્યાં હશે એની ચિંતા કરવી કે એણે જે કાવતરું કર્યું છે એ ધ્યાન માં રાખવું...અભી અને નિખિલ ને કંઈ સમજાતું ન હતું...

નીયા તો સ્નેહા ને લઈને રડી જ રહી હતી ...

નિખિલ એ ઘણા એવા જાણીતા મિત્રો ને કોલ કર્યા પરંતુ કોઈ જાણકારી મળી ન હતી....આ વાત ની જાણ શીલા ની કરવી કે ન કરવી એ પણ નિખિલ નક્કી કરી શકતો ન હતો...
અભી ના ખભા ઉપર માથુ રાખીને સ્નેહા ને યાદ કરતી નીયા એકધારી રડી રહી હતી ...અભી નીયા ના માથા ઉપર હાથ ફેરવી રહ્યો હતો...

નવ વાગી ગયા હતા ...ત્રણેય એની એ જ પરિસ્થતિ માં બેઠા હતા ... મુંબઈ પોલીસ સ્ટેશન ફોન જોડીને નિખિલ એ જાણી લીધું હતું કે કાલ સવાર સુધીમાં એ લોકો અહીં પહોંચી જવાના છે અને દાદી પણ એની સાથે જ આવી રહ્યા છે....

પોલીસ પાસેથી નિખિલ ને એટલી જ માહિતી મળી હતી કે એ સ્નેહા અને સુનિતા નું મૃદુ શરીર લઈને આવી રહ્યા છે...

નિખિલ હજુ પણ એ જ સમજતો હતો કે એના દાદી જીવી રહ્યા છે અને એ એની સાથે આવે છે....

એટલા સમયમાં બહાર થી નાનો દરવાજો ખૂલવાનો અવાજ આવતા નિખિલ ઊભો થઈ ગયો ...અભી પણ ટટ્ટાર બેસી ગયો એના ખભા ઉપર માથુ નાખીને નીયા ઘસઘસાટ ઊંઘી રહી હતી...

પગલા નો અવાજ આવી રહ્યો હતો...ધીમે ધીમે પગલા નજીક આવી રહ્યા હોય એમ એનો અવાજ મોટો થઈ રહ્યો હતો અને એની સાથે બીજો ઘરરઘરર અવાજ પણ આવી રહ્યો હતો...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED