મારો કાવ્ય ઝરૂખો ભાગ : 41 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મજબૂત મનોબળ

    આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મન...

  • રાય કરણ ઘેલો - ભાગ 7

    ૭ થોડો પૂર્વ ઈતિહાસ   આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ...

  • ફરે તે ફરફરે - 58

    ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ...

  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 41

કાવ્ય 01

કાશ્મીર....સમસ્યા...

કાશ્મીર તણો જોટો જડે નહી
પૃથ્વી નું સ્વર્ગલોક છે કાશ્મીર

શિવે પણ કર્યો હતો જ્યાં વાસ
હિમાલય છે ભારત ના મુંકુટ સમાન

પંડિતો થી શોભતા કાશ્મીર ના નગર
કાશ્મીર તો છે ભારત નું અખંડ અંગ

આવ્યો વર્ષો પહેલા ખરાબ સમય પંડિતો નો
બરબર્તા આચારી મારી હટાવ્યા પંડિતો ને

કઠપૂતળી દુનિયા મૂંગા મોઠે જોતી રહી
આંતકીઓનો નગ્ન તમાશો
પંડિતો માટે બન્યું કાશ્મીર નર્ક સમાન

પંડિતો ની દિકરીઓ અને પંડિતો ની પીડા
દેખાણી નહી કહેવાતા સામ્યવાદી ઓ ને
જાણે મળતા એમને રૂપિયા મૂંગા રહેવા ના

ફરી શરુ કરી સરકારે કાર્યવાહી આંતક વિરોધી,
હિંમત દેખાડી વસવાટ કરાવ્યો પંડિતોનો

ત્યાં ફૂટી નીકળ્યા કહેવાતા સામ્યવાદીઓ
દેખાણા આંતકવાદીઓ મા દીકરા એમને

આજે આંતકીઓ આચરી રહ્યા છે ફરી મોત નું તાંડવ
આપી રહ્યા છે ખુલ્લી ધમકી કાશ્મીર ખાલી કરવા ની

શરમ વગર ના સામ્યવાદીઓ
ફરી થયાં છે આજે રૂપિયા ખાઈ મૂંગા
કરો તમારા આવા તમાશા બંધ ભારત મા

લોહી ઉકળી ઉઠે છે કાશ્મીર ના કિસ્સા સાંભળી
નથી કાશ્મીરી પંડિતો આપણા દેશ મા સુરક્ષિત

કાશ્મીર છે ભારત નું અખંડ અંગ
અમે છીએ કાશ્મીરી પંડિતો જોડે
હિમ્મત બતાવી મારી હટાવો આંતકીઓ ને


કાવ્ય 02



મારી પસંદ.....

તે જ્યાર થી હૃદય માં પગલાં કર્યા છે,
મેં અહીં શબ્દો ના ખડકલા કર્યા છે..

તારા આંખ ના એક ઈશારા ઉપર
ચાંદ ને પણ તારી આગળ ઝાંખો પાડી દઉં

તને સજાવવા તારાઓની માળા
શબ્દો થકી ગુથતો રહુ છું

શબ્દોરૂપી સાગર મા ડૂબકી ઓ મારી
અલંકાર સ્વરૂપે મોતી ગોતી લાવું છું

શાયરી ગઝલ અને કાવ્ય નો ખજાનો
તારા નામે મહેફિલ મા લૂંટાવતો રહુ છું

તારા એક સ્મિત ઉપર ઝર, ઝવેરાતો
ની કિંમત ને પલભર મા ગગડાવતો રહુ છું

હૃદય ના ધડકારે ધમની મા દોડાદોડી કરતુ
રકત નુ એક એક કણ તારા નામે કરી દઉં છું

મારું આખું વિશ્વ તારી ઈર્તગિર્ત ધૂમે છે
અને..તું પાગલ મારી પસંદ વિષે મને પૂછે છે??

કાવ્ય 03

કસોટી...

અણધારી અને અનિશ્ચિતા થી ભરેલી છે જીંદગી
ડગલે ને પગલે એક કસોટી છે જીંદગી

રહસ્ય અને રાઝ થી ભરેલી છે જીંદગી
તો ક્યાંક ખુલ્લી કિતાબ પણ છે જીંદગી

જીંદગી મા ખબર નહી ક્યાં છુપાયેલ છે તોફાન
રાખવી પડે તૈયારી તોફાન સામે લડવા ની

સ્વીકારીએ નથી કઈ વસ્તુ કાયમી
સ્વીકારીએ પરિવર્તન સંસાર નો છે નિયમ

અડગ બની સામનો કરે કસોટી નો તે જીતી જાય
ડરે જે કસોટી થી તે કણકણ બની વિખારાઈ જાય

જે થાય સારા માટે અપનાવી એ મંત્ર
તો પાર પડે મુશ્કેલ કસોટી સહેલાય થી

કસોટી આવી ને ત્રુટિ ઓ સુધારી જાય
કસોટી ઉપર નો વિજય જીંદગી નિખારી જાય

કાવ્ય 04

ભૂલીએ બીજા ની ભૂલો ને...

ભૂલ થી પણ નથી ભુલાતી બીજા ની ભૂલ
ભૂલ ના મૂળ છે ખુબ ઊંડા મન મા ક્રૂર બની

આશાનીથી ભુલાતી નથી બીજા ની ભૂલ
ભૂલ ના ભૂતકાળ મા ડૂબી થાઉં હું દુઃખી

ભૂલ નુ ભૂત જીવવા નથી દેતું વર્તમાન મા
નથી દેખાતું શાંતિમય ઉઝળું ભવિષ્ય એમાં

ભૂલો ને દાટી એ જો મડદા ની જેમ
તો ભૂલ નુ ભૂત થાય ફરી ઉભું હાડપીન્જર બની

કોઇ ની ભૂલ ને ભૂલવી હોય તો
બીજા ની ભૂલ ને બાળવા મા છે ખરી મજા

રાખી મોટુ મન કરીએ ભૂલનું અસ્થિ વિસર્જન
તે જ છે બીજા ની ભૂલ ને ભૂલવા નુ ખરું સાધન

ભૂલ ને ભૂલી વધીએ જીંદગી મા આગળ
એજ છે આનંદમય જીવન નો મંત્ર

કાવ્ય 05

જીવન ને બનાવીએ બગીચો...

સુખઃ અને દુખ છે ખુદ ના વિચાર ને આધીન
"હું" નો રોલ છે હીરો કે વિલન ખુદ ને આધીન

જીંદગી ને પણ લાગુ પડે છે વિજ્ઞાન નો
ન્યુટન ની ગતિ નો ત્રીજો નિયમ

ઘાત અને પ્રત્યઘાત સમાન મૂલ્ય ના
રહેવા ના હંમેશા વિરુદ્ધ દિશા મા

પ્રેમ કે નફરત તમે જેટલો આપશો દુનિયા ને
પામશો તમે તેથી અનેકગણું દુનિયા પાસે થી

જીવવું હોય ખુલ્લા મન થી આનંદ થી
ઉખાડી નાખો દુશ્મની ને જડમૂળ માંથી

પડકાર આપી તોડી પાડો નકારાત્મકતા ને
સાકાર કરો સકારાત્મક વાતાવરણ ખુદ ને માટે

માનો તો નાની પણ વાત છે મારી મુદ્દા ની
કાંટા ઓ તો હંમેશા રહેવા ના ગુલાબ સાથે

જેટલું જતન થી કંડારીએ જીવનરૂપી બગીચા ને
એટલુ જ મહેકી ઉઠે માનવ જીવન બીજા ને માટે