Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 40 - નવરાત્રી સ્પેશ્યલ

મારો કાવ્ય ઝરૂખો ભાગ 40 નવરાત્રી સ્પેશ્યલ છે જે તમારી સમક્ષ રજુ કરું છુ

કાવ્ય 01

માં અંબા... માં ભવાની....

સહસ્ત્ર રૂપધારીણી
તું છો જગ જનની..
માં અંબા... માં ભવાની..

કષ્ટ હરનારી
તું છો તારણહારી
માં અંબા ... માં ભવાની...

શસ્ત્રધારી
અનિષ્ટ ને હરનારી
માં અંબા... માં ભવાની....

રક્ષા કર
દુઃખ હરનારી
માં અંબા ... માં ભવાની....

શસ્ત્રો ધારણ કર
વિપતિ નો વિનાશ કર
માં અંબા ... માં ભવાની....

આસો સુદ નવરાત્ર થી
સુખ ભરપુર કર...દુખ દૂર કર
માં અંબા... માં ભવાની....
માં અંબા... માં ભવાની....

કાવ્ય 02

ગરબા....ચાચર ના ચોક મા...

એ... હાલો... એ...હાલો...
ગરબા રમવા હાલો...
મા ચાચર ના ચોક મા

દાંડિયા ની બોલાવિશુ રમઝટ
જાગીશું આખી આખી રાતડીયું
રમીશું રાસ ગરબા
મા ચાચર ના ચોક મા

કરીશું સાધના આરાધના
દેશે રિદ્ધિ સિદ્ધિ અને કરશે રક્ષા
તૂ આવ મા ચાચર ના ચોક મા

મનગમતા કાર્યો થશે સિદ્ધ
સર્વે વિદનો વિંધશે મા
મા ચાચર ના ચોક મા

રાતે પણ ઉગશે દિવસ
આનંદ નો હશે ચારેકોર ઉતસ્વ
મા ચાચર ના ચોક મા

એકવાર આવશો મા ના ચોક મા
તો ભૂલા પડશો વારંવાર
મા ચાચર ના ચોક મા

એ... હાલો... એ...હાલો...
ગરબા રમવા હાલો...
મા ચાચર ના ચોક મા

કાવ્ય 03

ક્યાં ખોવાણો શ્યામ....

ગોપી ઓ સંગ રાસ ભુલ્યો
ગોવાળો નો સાથ ભુલ્યો
રાધા સંગ પ્રીત ભુલ્યો
ભૂલી વૃંદાવન ની માયા
તૂ ક્યાં ખોવાણો શ્યામ....

નાની નાની મસ્તી મા
આવતી અમને મજા
ગાયો ઝુલતી તારા સંગ
ભૂલી વૃંદાવન ની માયા
તૂ ક્યાં ખોવાણો શ્યામ....

શ્વાશ તું, વિશ્વાસ તું
શબ્દ તું, સુર તું,
આંખોનું નૂર તું
તારા વગર ગોકુલ અઘુંરું
તૂ ક્યાં ખોવાણો શ્યામ....

તારી વાંસળી ના સુર થી
વનરાજીઓ રહેતી મોજમાં
વૃંદાવન લાગતું સંગીતમય
છતાં ભૂલી વૃંદાવન ની માયા
તૂ ક્યાં ખોવાણો શ્યામ....

અમારી પ્રીત મા પડી શું કમી
કે તૂ ભુલ્યો અમારો સાથ
અમને એકલા તારછોડી
ભૂલી વૃંદાવન ની માયા
તૂ ક્યાં ખોવાણો શ્યામ....

નહી પડવા દઈએ પ્રીત ઓછી
માખણ દહીં ની વહાવીશું નદી
બસ એકવાર તું પાછો આવ શ્યામ
ભૂલી વૃંદાવન ની માયા
તૂ ક્યાં ખોવાણો શ્યામ....

કાવ્ય 04

નવરાત્રી...

આવી...આવી... રે..
રૂડી નવરાત્રી આવી... રે
કે..મારી અંબે મા ની સવારી આવી... રે

ઘર સજાવો...રસ્તા સજાવો
ચોક સજાવો..ગામ સજાવો રે...
કે..મારી અંબે મા....

ચૂંદડી લાવો..ચોખા લાવો..
ગરબી લાવો..હાર લાવો...રે..
કે..મારી અંબે મા....

દીકરીઓ આવો... બહેનો આવો...
ગરબે ઘુમવા સૌ આવો રે...
કે..મારી અંબે મા....

આશીર્વાદ આપશે.. કષ્ટ કાપશે રે..
દુષ્ટ નો વિનાશ કરશે રે ..
કે..મારી અંબે મા....

દુખીયારા ના દુઃખો હણશે
માનતા ઓ પુરી કરશે રે...
કે..મારી અંબે મા....

આવી...આવી... રે..
રૂડી નવરાત્રી આવી... રે
કે..મારી અંબે મા ની સવારી આવી... રે

કાવ્ય 05

શ્રી ચામુંડા ભવાની મા....🙏🙏🙏

કોઇ બાળક ના હોય મા વગર
કુળ ના હોઈ કુળદેવી મા વગર...

મા ચામુંડા ભવાની સપના મા આવી
સિદ્ધ થયાં કુળદેવી મા સ્વરૂપે

મા ચામુંડા ભવાની બિરાજે
વઢવાણ ગામ મા રે
મંદિર ની શાન વધારે રે
વઢવાણ ગામ મા રે

કાપ્યા અનેક દુખીયા ભક્તો ના કષ્ટો
પલકવાર મા ચામુંડા ભવાની મા એ રે

કુળ ની દેખભાળ રાખે મા ચામુંડા ભવાની રે
કુળ ની રક્ષા કરે મા ચામુંડા ભવાની રે

તમે એક વાર જરૂર આવો
વઢવાણ શહેરે નવરાત્રી ની આઠમ ના રે...
શ્રી ચામુંડા ભવાની મા ને નૈવેદ્ય ચડાવવા રે..

શ્રી ચામુંડા ભવાની મા ના દર્શને રે...
શ્રી ચામુંડા ભવાની મા કરે કુટુંબ ની રક્ષા રે.

કાવ્ય 06

કૃષ્ણ સંગ રાસ... ગીત

ગરબે રમવા તું....
આવ... આવ... શ્યામ

નવરાત્રિ ની રાત છે
દાંડિયા ની વાત છે

હૈયા માં હામ છે
પગ માં જોમ છે

માતાજી નો સાદ છે
ઢોલ નો નાદ છે

હૃદય માં ધબકાર છે
ગરબે રમવા ની વાત છે

ગીતો નો ગણકાર છે
દુહા છંદ નો વરસાદ છે

વાંસળી ના સૂર છે
સંગીત ની મહેફિલ છે

તારા સંગ પ્રીત છે
વાલમ સાની જીદ છે

ગરબે રમવા તું...
આવ.. આવ.. શ્યામ..

કાવ્ય 07

નવરાત્રી - ગરબો..

આવી આવી દુર્ગા મા ની હાકલ રે લોલ
ચાલો રમવા રૂડી નવલી નવરાત્રિ રે લોલ

કરો નવરાત્રિ વધાવવા ની તૈયારી રે લોલ
સજાવો મંદિર માં દુર્ગાને બિરાજવા રે લોલ

પ્રગટાવી દીવડા કરો ખરા ભાવ થી
મા દુર્ગા ની આરાધના રે લોલ...ચાલો રમવા..
માં દુર્ગા ના અલગ નવ નવ સ્વરૂપ
નવરાત્રિ એ પૂજાય રે લોલ....ચાલો રમવા..

પહેલે નોરતે માં દુર્ગા શૈલપુત્રી
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા ..

બીજે નોરતે માં દુર્ગા બ્રહ્મચારણી માતા
સ્વરૂપે પૂજાય રે લોલ ..ચાલો રમવા... .

ત્રીજા નોરતે માં દુર્ગા ચંદ્રઘંટા માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...

ચોથા નોરતે માં દુર્ગા કુષ્માંડા માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...

પાંચમા નોરતે માં દુર્ગા સ્કંદમાતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...

છઠ્ઠા નોરતે માં દુર્ગા કાત્યાયની માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...

સાતમા નોરતે માં દુર્ગા કાલરાત્રિ માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...

આઠૃમા નોરતે માં દુર્ગા મહાગૌરી માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...

નવમા નોરતે માં દુર્ગા સિદ્ધિદાત્રી માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...

નવરાત્રિ ના નવ દિવસ આરાધના કરતા
નવ પ્રકાર ના કષ્ટો માતા દૂર કરે રે લોલ...

આવી આવી દુર્ગામા ની હાકલ રે લોલ
ચાલો રમવા રૂડી નવલી નવરાત્રિ રે લોલ..


કાવ્ય 08

રૂડી નવરાત્રી... ગુજરાતી ગરબો

આવી આવી રે..રૂડી નવલી નવરાત્રી આવી રે
માં ની આરાધના કરવા ની વારી આવી રે

આવો આવો રે માની આરતી કરવા રે
માં અંબે જુએ તારી વાટ રે..

આવો આવો માં ને ચૂંદડી ઓઢાડવા રે
માં અંબે જુએ તારી વાટ રે..

આવો આવો રે માં ને પ્રસાદ ચઢાવવા રે
માં અંબે જુએ તારી વાટ રે..

આવો આવો માં ના ચોકમાં ગરબા રમવા રે
માં અંબે જુએ તારી વાટ રે..

નવ નવ દિવસ ગરબાની રમઝટ બોલાવવાની રે
માં અંબે જુએ તારી વાટ રે..

આવો આવો માં ના ચોકમાં ભક્તિ કરવા રે માં અંબે જુએ તારી વાટ રે..

આવી આવી રે..રૂડી નવલી નવરાત્રી આવી રે
માં ની આરાધના કરવા ની વારી આવી રે

કાવ્ય 09

માં અંબે...ગરબો

બોલો મારી માડી અંબે
જય જય અંબે

તારા સ્વરૂપ છે અંબે હજાર
બોલો મારી માડી...

ત્રિશૂળથી કરે તું દુશ્મન નો નાશ
બોલો મારી માડી...

થર થર કાપે અસુરો તારા નામ થી
બોલો મારી માડી...

વાધ ઉપર તારી સવારી
બોલો મારી માડી...

કર્યો તે અસુર મહિષાસુર નો નાશ
બોલો મારી માડી....

તારું નામ લેતા ટળે ત્રિવિધ પાપ
બોલો મારી માડી....

દુખિયા ઓની તું છે બેલી
તું છે તારણહાર

બોલો મારી માડી અંબે
જય જય અંબે..