લોથલ...... હડપ્પા સંસ્કૃતિના અવષેશો.......
અમદાવાદ થી ૮૪ કિમિ દૂર ધંધુકા જતl સરગવાડા ગામ પાસે આવેલા લોથલ નામાભિધાન કરેલા
આ સ્થળેથી હડપ્પા અને તેથી પણ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. ૪૦૦૦ વર્ષ પૂર્વેના
ઇતિહાસની સાક્ષીરુપ આ અવશેષો છે. લોથલ એ શબ્દનો અર્થ જોઈએ તો મૃત માનવીઓનો ટેકરો
એવો થાય છે.
ઘઉંના પાક માટે ફળદ્રુપ એવા ભાળકાંઠાના સરગવાળા ગામમાં આવેલો હકીકતે આ ૧૨ થી ૧૫ ફૂટ
ઊંચો ટેકરો છે. પાસે જ ભોગાવો નદી વહે છે જે આગળ જતા સાબરમતીને મળી જાય છે. સમુદ્ર પણ થોડા
કિમિ દૂર છે.
૧૯૫૩ થી ૫૬ દરમ્યાન થયેલા ખોદકામમાં ૩૦ જેટલા હડપ્પા સંસ્કૃતિના સ્થાનો મળી આવ્યા
હતા . તે સોમાં પ્રાચીનતમ ધોળકા પાસેનું લોથલ અને કચ્છનું દેશલપર જણાયું છે. ત્યારબાદ આ વિસ્તારમાં
૧૯૫૫ થી ૬૨ સુધી કામ ચાલેલ .ત્યારબાદ હડપ્પા સંસ્કૃતિના મળી આવેલા અવશેષોને આર્કિઓલોજી
વિભાગ દ્વારા જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં કેટલાક અવશેષોને મ્યુઝિયમ બનાવીને પણ
સાચવવામાં આવ્યા છે .
દેશના ઇતિહાસમાં આ શંશોધનોએ એક નવું પ્રકરણ ઉમેર્યું છે . જેને સિદ્ધ કર્યું છે કે હડપ્પા સંસ્કૃતિ છેક
દક્ષિણે ખંભાતના અખાત સુધી વિસ્તરેલી હતી. અમદાવાદ પાસે આવેલી આ હડપ્પા સાઈટ પ્રવાસીઓ
અને સ્થપતિઓ, સંશોધકો, ઇતિહાસવિદો તેમજ અનેક વિદેશીઓને પણ મોટી સંખ્યામાં આકર્ષ્યા છે.
એમ માનવામાં આવે છે કે લોથલ એક નાનું ગામ હતું જે પછી વિશાળ બૅંદર અને શહેર તરીકે હડપ્પા સમયમાં દક્ષિણના પ્રદેશની રાજધાની તરીકે વિકાસ પામ્યું .
અહીંની સ્થાનિક પેદાશો જેવીકે છીપ , કાપડની ચીજો ,હાથીદાંત ,કિંમતી પથરોના મોતી વગેરે અહીંથી બહેરીન સુમેર, સૂરl, ઇરાક અને ઈરાન વગેરે દેશોમાં
તાંબા, ટીન વગેરેના બદલામાં નિકાસ કરવામાં આવતી હતી. સમુદ્રકાંઠો પાસે જ હોઈ સંભવ છે કે
લોથલે હડપ્પાઓને વેપાર વાણિજ્ય માટે આકર્ષ્યા હોય. લોથલનો અભ્યાસ કરતા જણાય છે કે
વૈજ્ઞાનિક ઢબે બંધાયેલ આ વિશ્વના પ્રાચીન બંદરો પેકીનું એક છે. વિશાખા પટ્ટમ જેવા વિશાળ
બંદર જેવું આ બૅંદર ૬૦ ટનના ૩૦ જહાજોને એકી સાથ લંlગરી શકવાની ક્ષમતા ધરાવતું હતું.
ભારતના પશ્ચિમ કિનારાનું મહત્વનું બંદર હતું.
જે કોઈ અવશેષો મળી આવ્યા છે તે મુજબ ૭૧૦ ફૂટ લાબું અને ૧ ૧૬ ફૂટ પહોળું તેમજ દસ ફૂટ ઊંચી
દીવાલવાળું ઈટોનું બાંધકામ જણાય છે. અન્ય કોઈ સંસ્કૃતિએ આવી સુંદર નગર રચના નથી કરી જેવી
હડપ્પા ,લોથલ અને મોહેંજો દડો એ કરી છે . આવા શહેરો જેવી ગટર અને ગન્દા પાણીના નિકાલની
વ્યવસ્થા પણ બીજે ક્યાંય જણાતી નથી.
ઈસ પૂર્વે ૨૨૦૦ માં લોથલ બે કીમીનો ઘેરાવો ધરાવતું સુંદર આયોજિત નગર હતું. જેની ૧૫૦૦૦ જેટલી
વસ્તી તમામ સુખ સગવડો ધરાવતી હતી ,અને ભોગવતી હતી. તેના નગરજનો પાસે મ્યુનિસિપલ
ધારા ધોરણો હતા ,તેમજ શહેરને સ્વચછ રાખવાની ભlવનl પણ હતી. નદીના પુરથી બચવા ૧૩ મીટર
જાડી દીવાલ બાંધવામાં આવેલ . જેમ પ્લેટફોર્મ બઁધાવી તેની ઉપર જાહેર તેમજ અન્ય મકાનો બનાવવાં આવેલા
દીવાલની અંદરનl શહેરનો મોટાભાગનો વિસ્તાર ધરાવતું નીચાણવાળું શહેર ત્રણ વિભાગમl વહેંચાયેલ છે.
જેમાં ઉતરે બજાર છે પશ્ચિમ ઓદ્યોગીક વિસ્તાર અને ઉત્તર પશ્ચિમે અlવlસનો વિસ્તાર છે.
ખાસ નોધપાત્ર પૂરાવાઓમા છાપકામ કરનારાઓ તેમ તાંબા પિતળવાળા ઓની દુકાનો ૩ રૂમની,
,૬ કમરl ના વેપારીઓના ઘરો, વગેરે બજાર શેરીમાં મળી આવ્યા છે. અન્ય મકાનો સારી રીત બઁધાયેલા રસોડા ને બાથરૂમ
પાણીની સગવડો સાથેના દેખાય છે. ખોદકામ દરમ્યાન નવ શેરીઓ મળી આવી છે.જેમાં મોતીકામ તાંબા ની દુકાનો વગેરેની બજારો હોય તેમ જણાય છે .
લોકોનો મુખ્ય ધંધો ખેતી, માછીમારી તેમ જ મોતી અને કિંમતી અકીક ના પથ્થરો ના ઘરેણાંનો હોય તેમ જણાય છે.
રાજપીપળા પાસેથી પણ ખાણોમાંથી કાચો માલ લવlતો જે આજે ખમ્ભાતના ઉદ્યોગો માં વપરાય છે.
અન્ય ઉદ્યોગોમાં ધાતુ , હાથીદાંત વગેરેમાં કોતરકામ તેમજ માટીકામ, પોટરી વગેરે ઉદ્યોગો પણ વિકસ્યl હતા.
જેમાં ચિત્રો ને કલર રંગકામ વધુ સુંદર થતા હતા.
કલાકારીગરીની બાબતમાં લોથલની સંસ્કૃતિ વિકસિત હતી. ટેરાકોટlની કૃતિઓ ,માનવા કૃતિઓ ,પ્રાણીઓ, વગેરે માટીના વાસણો
ઉપર કળા અને ચિત્રકામ પણ સુંદર છે. તાંબા પર પ્રાણીઓ પક્ષીઓ જેવી કળાઓ કરેલી છે .
વાસણો પરના ચિત્રકામે તેમનો બ્રશ પરનો સુંદર કાબુ છતો કર્યો છે. લોથ્ લે પ્રાણીઓ અને પક્ષીઓ ને તેમના જ કુદરતી વાતાવરણમાં ચિત્રણ કરવાની નવી કળા
વિકસાવેલ છે જેની સર્જનાત્મક કળા નોધપાત્ર છે.
અહીંથી ૨૦૦ જેટલા નાના મોટા જુદી જુદી જાતના ,ભાતના સિક્કાઓ મળી આવેલ છે .તેમના મોટાભાગના સિંધ સંસ્કૃતિ અને ભાષા દર્શાવે છે.
અન્ય પર પર્વતો ,પક્ષીઓ વગેરે ચિહ્નો પણ છે. કેટલાક સિક્કાઓ પર માત્ર લખાણ જ છે. જેને ઉકેલવું મુશ્કેલ છે. લાખ માટી વગરે દ્વારા
આ સિક્કાઓ બનાવેલા હોય તેમ જણાય છે.
લોથલ મોતીની અનેક જાતોના ઘરેણા બનાવવા માટે પ્રખ્યાત હતું. તેમાં સુંદર કોતરણી કરીને સિક્કાઓ બનાવતા હતા.
આવા સુવર્ણના મણકાઓ વગેરેના અલંકારો મળી આવેલા છે. તે નેકલેસ વગેરે છે. તે સિવાય હથીદંતના ઘરેણા ચાંદી વગેરે ની બંગડીઓ ,છીપના ઘરેણા વગેરે પણ દેખાય છે.
કાનના પણ પત્થર અકીક,તાંબા વગેરેના ઘરેણા નોધપાત્ર છે.
આજ રીતે ઘરેણા સિવાય જાતજાતના રમકડા ,કે બાળકો માટેના રમકડા ,પ્રાણીઓના ચિત્રો, ટેરાકોટl વગેરેના દેખાય છે.
ખરેખર રીતે જોતા લોથલની પ્રજા અને સંસ્કૃતિ આજના ગુજરાતની પ્રજા ને સંસ્કૃતિથી તદન ભિન્ન નથી. તેઓ પણ ભોતીક્ વાડી હતા.
તેથી તમામ સુખ સગવડો અને સાધનો વિકસાવવામાં તેમણે સારો એવો શ્રમ કરેલો છે. એમ છતાં લોથલની પ્રજા શાંતિપ્રિય જણાય છે.
અન્ય ઉદ્યોગોમાં ધાતુ , હાથીદાંત વગેરેમાં કોતરકામ તેમજ માટીકામ, પોટરી વગેરે ઉદ્યોગો પણ વિકસ્યl હતા.
જેમાં ચિત્રો ને કલર રંગકામ વધુ સુંદર થતા હતા.
કલાકારીગરીની બાબતમાં લોથલની સંસ્કૃતિ વિકસિત હતી. ટેરાકોટlની કૃતિઓ ,માનવા કૃતિઓ ,પ્રાણીઓ, વગેરે માટીના વાસણો ઉપર કળા અને ચિત્રકામ પણ સુંદર છે.
તાંબા પર પ્રાણીઓ પક્ષીઓ જેવી કળાઓ કરેલી છે .
વાસણો પરના ચિત્રકામે તેમનો બ્રશ પરનો સુંદર કાબુ છતો કર્યો છે.લોથ્ લે પ્રાણીઓ અને પક્ષીઓ ણે તેમનાજ કુદરતી વાતાવરણમાં ચિત્રણ કરવાની નવી કળા વિકસાવેલ છે
જેની સર્જનાત્મક કળા નોધપાત્ર છે.
અહીંથી ૨૦૦ જેટલા નાના મોટા જુદી જુદી જાતના ,ભાતના સિક્કાઓ મળી આવેલ છે .તેમના મોટાભાગના સિંધ સંસ્કૃતિ અને ભાષા દર્શાવે છે.
અન્ય પર પર્વતો ,પક્ષીઓ વગેરે ચિહ્નો પણ છે. કેટલાક સિક્કાઓ પર માત્ર લખાણ જ છે. જેને ઉકેલવું મુશ્કેલ છે.
લાખ માટી વગરે દ્વારા આ સિક્કાઓ બનાવેલા હોય તેમ જણાય છે.
લોથલ મોતીની અનેક જાતોના ઘરેણા બનાવવા માટે પ્રખ્યાત હતું. તેમાં સુંદર કોતરણી કરીને સિક્કાઓ બનાવતા હતા.
આવા સુવર્ણના મણકાઓ વગેરેના અલંકારો મળી આવેલા છે. તે નેકલેસ વગેરે છે. તે સિવાય હથીદંતના ઘરેણા ચાંદી વગેરે ની બંગડીઓ ,છીપના ઘરેણા વગેરે પણ દેખાય છે.
કાનના પણ પત્થર અકીક,તાંબા વગેરેના ઘરેણા નોધપાત્ર છે.
આજ રીતે ઘરેણા સિવાય જાતજાતના રમકડા ,કે બાળકો માટેના રમકડા ,પ્રાણીઓના ચિત્રો, ટેરાકોટl વગેરેના દેખાય છે.
ખરેખર રીતે જોતા લોથલની પ્રજા અને સંસ્કૃતિ આજના ગુજરાતની પ્રજા ને સંસ્કૃતિથી તદન ભિન્ન નથી. તેઓ પણ ભોતીક્વાદી હતા.
તેથી તમામ સુખ સગવડો અને સાધનો વિકસાવવામાં તેમણે સારો એવો શ્રમ કરેલો છે. એમ છતાં લોથલની પ્રજા શાંતિપ્રિય જણાય છે.
કારણ હ્થીયારોમાં જે કઈ મળી આવેલ છે, તેમા તાંબાની હથોડી, ટેરાકોટા ,માટીના ગોફણો,તાંબાના બાણોમાં માથા વગેરે છે .કોઈ મોટા વિનાશક શસ્ત્રો જણાયl નથી.
તેમજ કિલ્લાના ચિહ્નો પણ નથી જણાયા .જેથી તેઓ શાંતિપ્રિય હતા તેમ કહી શકાય.
તેમણે જુદા જુદા પ્રકારના કારીગરીના નાના મોટા શસ્ત્રો બનાવવામાં કુશળતા પ્તાપ્ત કરેલી છે. તેમના સમયમાં તમામ ધારા ધોરણો હતા .
તેમજ ઇટોની કદ ,વજન, વગેરે પણ ચોક્કસ જાળવવામાં આવતા .
ધર્મની બાબતમાં અગ્નીપુજા ઘરોમાં કે જાહેર સ્થળેl એ દેખાઈ આવે છે. તેના અવશેષો અને ચિહ્નો પણ જોવા મળે છે.
બલિ આપવાની પ્રથા પણ પ્રચલિત જણાય છે.
ખોદકામ દરમ્યાન સ્મશાનના અને કબરોના અવશેષો પણ મળ્યા છે. જો કે નગરની બહાર મળી આવેલી સ્મશlન ભૂમિ
પૂરમાં ધોવાઇ ગઈ હોય તેમ જણાય છે.
ઘણી ખરી કબરોમાં બે મૃતદેહો સાથે હોવાના ચિહ્નો જોવા મળ્યા છે. આ એ સમયે સતીપ્રથા પ્રચલિત હશે તેમ દર્શાવે છે .
કેટલીક બાબતોમાં લોથલ હડપ્પા અને મોહેન્જોદેડો કરતા પણ વિશેષ અગત્યનું જણાય છે.કારણ જયારે હડપ્પા સંસ્કૃતિ સિંધુની ખીણમાં
ઈસ પૂર્વે ૧૯૦૦ માં અંત પામી હતી ત્યારે લોથલ અને રંગપુર લાંબા સમય સુધી તેમની હડપ્પા સંસ્કૃતિ જાળવી રાખેલ છે .
લોથલ ના અંત વિષે એમ મનાય છે કે ઈસ પૂર્વે ૨૦૦૦ માં આવેલું મોટું પુર તેમજ ઈસપૂર્વે ૧૯૦૦ માં આવેલ વિશેષ વિનાશક પુર જવાબદાર છે.
જેને લોથલની સમૃદ્ધી નો વિનાશ કરેલ છે. આમાં પ્રથમ કેટલાક લોકોએ સ્થળાંતર કરેલ હશે પછી અન્ય કેટલાકે લોથલની પુન્ રચના કરી હતી
જે ઈસ પૂર્વે ૧૬૦૦ સુધી રહેલ અને અનેક પરિવર્તનોની સાક્ષી બની હતી.
આ ૪૦૦૦ વરસ પુરાણી સં સ્કૃતિ ની જાળવણી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા થાય છે. ખોદકામ ,મ્યુઝીયમ અને તમામ જાળવણી નું કામ તેમની સીધી દેખરેખમાં છે.
પ્રવાસીઓ માટે આ સ્થાન મોટા અlક્ર્ષ્ણ નું કેન્દ્ર છે. વળી અમદાવાદથી નજદીક હોઈ અહીંથી સવારે આવીને સાંજે પરત ખાનગી વ્હીકલ કે ગાડી કે ટેક્સી દ્વારા થઇ શકે છે.
રોડ રસ્તે સારી સુવિધા છે. પ્રવાસીઓએ ખાણીપીણી સાથે રાખવા જરૂરી છે. ત્યાં પણ સગવડ મળી રહે છે.