જાદુઈ પુસ્તક અને શિવાંશ - 11 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 11

11

જયાં માણસનો સ્વાર્થ હોય ત્યાં માણસ પોતાની આત્માની કે દિલની વાત સાંભળવા કરતા પણ મનની અને પોતાના સ્વાર્થ વિશે જ વિચારે છે. સ્વાર્થની આગળ સાચું ખોટું કંઈ જ દેખાતું નથી. આવું જ ગોરખનાથ જોડે થયું.

અમર થવા માટે એક છોકરીના સપના તોડવા તેને મંજૂર હતા અને પોતાના સ્વાર્થ માટે તે કોઈ છોકરીને દુઃખી કરવા તૈયાર હતો. તેનું મન તો લગ્ન કરવા તૈયાર નહોતું પણ સ્વાર્થવશ તે મન બનાવી ચૂકયો અને તે ઘરે પાછો આવ્યો. તેમણે દાદાને કહ્યું કે,

"તેઓ લગ્ન કરવા માટે તૈયાર છે."

બધા જ ખુશ થઈ ગયા એમની હા સાંભળીને, લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ અને લગ્ન પણ થઈ ગયા.

લગ્ન પછી તેમને મારા પિતા એટલે કે ભૈરવનાથને કોઈ તાંત્રિક વિધિથી બીમાર કરી દીધા અને સેવા કરી. મારા પિતાએ તેમની પથારી એ મરણપથારી છે એવું લાગતા જ, જમાઈને દિકરો માનીને આ હવેલી તેમના નામે કરી દીધી. અને મને આ સોનાના પિંજરામાં પૂરી દીધી અને મારા પિતાના મોત પછી તેઓ આઝાદ થઈ ગયા.

તેમને એ વારસાઈ તાંત્રિક વિધિનું પુસ્તક શોધી લીધું અને તે પુસ્તકમાં થી શોધી કાઢયું કે, કેવી રીતે અમર થવાય? એ માટે તેમણે પોતાના પાંચ બાળકોને હવનમાં બલિ તરીકે હોમી દેવાના હતા.

અત્યાર સુધી જે માણસ મને બરાબર બોલાવી નહોતી, એમને મને પ્રેમથી બોલાવવા લાગ્યા. જયારે મને પ્રથમ બાળક પ્રાપ્ત થયું ત્યારે મારી મમતાને અવગણી પોતાની ઈચ્છા પૂરી કરવા તેમણે તે બાળકને માતાના હવનમાં હોમી દીધું.

આ વિશે મને ખબર પડતા મેં મારી મા તરીકેની મમતાને

મારા હ્રદયના કોઈ ખૂણામાં ધરબી દીધી."

આટલું બોલતા શેઠાણી હાંફવા અને રડવા લાગ્યા. લીલાએ ફરીથી પાણી આપીને શાંત રાખ્યા.

"આ વાતની ખબર જયારે તારા શેઠને પડી તો પહેલા મને ધમકાવવા લાગ્યા અને પછી મારવા પણ લાગ્યા. હું માર ખાતી પણ ટસની મસ ના થઈ. આમ તો, તે મારતા તો હું ચૂપચાપ માર ખાઈ લેતી, સહન કરતી. પણ એક વખત મારાથી બૂમ પડાઈ ગઈ અને દાદાને ખબર પડી ગઈ, એટલે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો.

એના લીધે જ શેઠે કોઈ વિધિ કરી અને તેમને પથારીવશ કરી દીધા, અને આ બધું જોઈને બાએ વ્હીલચેર પકડી લીધી. મેં મારી જાતને એમની સેવા કરવામાં લાગી ગઈ.

એના જ ફળસ્વરૂપે, મારી મમતા અધૂરી ના રહી એટલે કે એક વાર તું તારી મા જોડે નાના નાના પગલે મહેલમાં આવી અને બગીચામાં રમે જતી. એકવાર તને જોયા પછી મારી મમતા જાગી અને એને હું તારા પર લૂંટાવતી. એ પણ શેઠને ખબર પડે એમ જ.

અને હવે તો તેમણે ૫૦૦ વ્યક્તિને મારી, તેમનો પ્રસાદ રૂપે બલિ ચડાવવાના છે. પછી તેમને મા પ્રસન્ન થઈને અમરત્વનું વરદાન આપશે. અને એ માટે તેમણે ગામમાં હત્યાનો કાંડ ચલાવ્યો છે. કેટલાય બાળકો, સ્ત્રીઓ, પુરુષોને હોમી દીધા છે. ખબર નથી પડી રહી કે શું કરવું? આ અન્યાય સામે લડવું કે ચૂપચાપ જોયા કરવું?"

"બા તમે આટલી બધી વેદના સહન કરી...."

"હા, મારી વહુ એ તો ધન્ય છે."

"ના, એવું કંઈ નથી. નહીંતર પેલા ૫૦૦ વ્યક્તિ માટે કંઈક ના કરત...."

"બા આવા પાપીઓને સજા આપવી જ જોઈએ, પછી ભલે ગમે તે કોઈ ના હોય. દાદા અને બાનો દીકરો હોય કે તમારા પતિ કે અમારા માઈ બાપ કે ગામના માલિક. પણ કોઈનો જીવ લેવો એ તો અધમ પાપ જ છે.'

"અને ગીતામાં પણ કહ્યું છે કે પાપ એ પાપ જ કહેવાય. સંબંધ છે એની જોડે, સંબંધી છે માટે તે પાપીની સજામાં ફરકના પડી જાય. શ્રી કૃષ્ણના ફોઈનો દિકરો હતો શિશુપાલ, છતાંય મારી નાખ્યો. જયારે દુર્યોધન યુધિષ્ઠિર, દુઃશાસન અર્જુન, ભીમ વિગેરે ભાઈ ભાઈ જ હતા. પણ અન્યાય કર્યો અને તેમને એક સ્ત્રીનું અપમાન કરી અને તેનું ચીરહરણ કર્યું તો પછી તેમને સજા આપવી જોઈએ, એવું શ્રી કૃષ્ણે જ કહ્યું હતું.'

"પછી તમારી મરજી કે શેઠ જોડે શું કરવું છે ને શું નથી કરવું?"

લીલા જતી રહી. ગંગા બાએ પણ કહ્યું કે,

"હા બેટા, આવા અધમીઓને મારી પાપમુકત કરી દે. ભલે તું ના મારી શકે, પણ તેના માટે કોઈની મદદ લઈ શકે કે મદદ કરી તો શકે ને. એમાં તું પાછી ના પડતી, હું મા છું ગોરખની છતાંય કહું છું કે મારા દીકરાને સજા દેવામાં કોઈની મદદ જરૂર કરજે."

ગંગા શેઠાણી પણ પોતાના ઓરડે જતા રહ્યા અને જયંતી વિચારતી રહી.

ગંગા બાની વાતનો પડઘો જ પાડતો હોય તેમ કહો કે શેઠાણીની પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેમ, ત્યાં જ અચાનક ફૂલદાનીનો પડવાનો અવાજ આવ્યો. તેમણે ચમકીને એ બાજુ જોયું તો એક છોકરો દેખ્યો. એને પૂછ્યું કે,

"તું કોણ?...."

શિવાંશ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે, બોલું કે ના બોલું...

શિવાંશનું જવાનું નક્કી થયા પછી સાધુ મહારાજે જવાના દિવસે તેને મંત્રેલો દોરો આપ્યો અને કહ્યું કે,

"આ છેલ્લી તક છે, તો ધ્યાન રાખજે. અને હા, દોરો પણ સાચવજે. આ દોરો પુસ્તક મળે તરત જ તેના પર વીંટાળી દેજે. જેથી તે તાંત્રિકને ખબર નહીં પડે અને હા, પુસ્તક અમાસના બપોર પછી જ લેજે. જેથી તારા પર કોઈ જોખમ નહીં થાય. આંખ અને કાન ખુલ્લા રાખજે.'

"જા, વિજયી ભવ:... યશસ્વી ભવ:..."

સારિકાએ કહ્યું કે,

"બેટા, સાજોસમો પાછો આવજે. હું તારી રાહ જોઈશ."

"બેટા... પેલા શેઠાણી દયાળુ લાગતા હતા, યોગ્ય લાગે તો મદદ લેજે તેમની. અને હા, કદાચ તે પુસ્તક પુસ્તકાલયમાં ના પણ હોય તો બીજે શોધજે."

પરેશે અને સારિકાએ ભીની આંખે તેને મોકલ્યો. શિવાંશ મહેલ સુધી તો ઝાડ ઝાંખરાનો આશરો લઈ પહોંચી ગયો. અંદર જવા માટે કેટલાય સમય સુધી રાહ જોઈ પછી રસોડાના પાછલા બારણાથી ઘૂસી ગયો.

તેને પુસ્તકાલય શોધવાનો પ્રયાસ કર્યો, તેમાં પુસ્તક ના મળ્યું એટલે તે લપાતો છૂપાતો દરેક રૂમમાં શોધવા લાગ્યો.

તે શોધતા શોધતા જ આ રૂમમાં આવી ચડયો. તેને શેઠાણી અને બધાની બધી જ વાતો સાંભળી ગયો હતો.

શેઠાણીએ તેને ફરીથી જગાડતા હોય તેમ પૂછ્યું કે,

"બોલ લ્યા છોકરા? તું કોણ છે? શું નામ છે તારું?...."

શિવાંશ ગભરાતા ગભરાતા તેમને જોઈ જ રહ્યો.

"તું અહીં કેમ આવ્યો છે?"

જવાબ સૂઝી નહોતા રહ્યા શિવાંશને એટલે તે ચૂપચાપ ઊભો રહ્યો. કંટાળીને શેઠાણીએ પૂછ્યું કે,

"કંઈ ખાધું છે કે પછી?"

શિવાંશે માથું હા અને ના માં હલાવ્યું. શેઠાણી તેની સામે જોઈ રહ્યા અને પછી હસી પડયા.

"હા... ના... ઊભો રહે... લીલા ઓ લીલા... એક થાળી પીરસીને મારા રૂમમાં લાવજે..."

લીલા થાળી પીરસીને લાવી, એમાં રોટલી, પરવરનું શાક, દાળ, ભાત અને ચૂરમાનો લાડુ વિગેરે હતું.

શિવાંશ સામે શેઠાણીએ થાળી ધરીને કહ્યું કે,

"ખાઈ લે... પહેલાં... પછી વાત કરીએ."

શિવાંશ પહેલા અચકાયો પણ શેઠાણીની મમતા ભરેલી આંખો જોઈને ખાવા લાગ્યો.