તવસ્ય - 3 Saryu Bathia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તવસ્ય - 3

"વેદ, હું ભાભીની સેફ્ટી માટે કહું છું."

"અક્ષર તે કોઈ પ્લાન વિચાર્યો છે?"વેદની આંખમાં ઘણા પ્રશ્નો હતાં.

"ના વેદ, હજી તો કંઈ વિચાર્યુ નથી."અક્ષર એ વેદ તરફ નજર કરી.

તેણે ત્યાં કંઈ જોઇ લીધું હતું,પણ અત્યારે તેણે વેદ અને ગાર્ગી ને કંઈ પણ કહેવાનું ટાળ્યું.

"તો હવે?"વેદ અત્યંત થાકેલા અવાજે બોલ્યો.

"વેદ, calm down,વધારે વિચાર નાં કર, આપણે મુંબઈથી કિવા ને શોધતા શોધતા અહીં હરિદ્વાર સુધી આવી ગયા છે,તો આગળનો રસ્તો પણ મળી જશે."અક્ષરે વેદની પીઠ થાબડતા કહ્યું.

વેદની આવી હાલત ગાર્ગીથી જોવાતી ન હતી.તેને અત્યારે દોડીને વેદને ભેટી ને સાંત્વના આપવાનું મન થતું હતું.પણ તેના માં રહેલો ગુસ્સો તેને આવું કરતા રોકતો હતો.
'કાશ! ત્યારે વેદ એ 'કિવા'નું બરાબર ધ્યાન રાખ્યું હોત.તો આજે તેની ,નાં- નાં તે બંનેની વ્હાલી ગુડિયા ' કિવા' આજે બંનેની સાથે હોત.'આ વિચાર આવતા જ તેણે બીજી બાજુ જોઈને પોતાનાં આંસુ લૂછી લીધાં.

કિવા નાં ખોવાયા બાદ વેદ અને ગાર્ગી વચ્ચે અંતર આવી ગયું હતું તે અક્ષર ની સમજ માં આવી ગયું.
__________________________________

ગાર્ગી અનાથાશ્રમમાં મોટી થઈ હતી.તે નાનપણથી જ સ્વભાવે શાંત અને સરળ હતી.અનાથાશ્રમમાં શિસ્તમા ઉછરેલી હોવાને કારણે તે નાની ઉંમરથી જ mature થઈ ગઈ હતી.
એક અનાથ તરીકેની જીંદગી કેટલી મૂશ્કેલ હોય છે તે અનુભવ્યા બાદ, અનાથ બાળકોનો વિકાસ થાય તેમનું શોષણ થતું અટકે, અને તેમને સમાજમાં યોગ્ય સ્થાન મળે.તે માટે તેણે master in social work કર્યું હતું. અને આજે તે ટ્રસ્ટમાં કામ કરતી હતી.

આજથી પાંચ વર્ષ પહેલાં ગાર્ગી અને વેદની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. બંનેને એકબીજાની સાદગી અને સરળતા ગમી ગયા હતા.
ધીમે- ધીમે તેઓ એકબીજાને ઓળખતાં ગયા અને તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું.


એક અનાથ છોકરી કે જેના માતા-પિતા, જ્ઞાતી અરે ધર્મ વિશે પણ કંઇ ખબર ના હોય, તેની સાથે લગ્ન આપણા સમાજ માં સરળ નથી હોતા.
તો પણ વેદ એ તેના સગા- સંબંધી ની વિરુધ્ધ જઈને ગાર્ગી સાથે લગ્ન કર્યા હતાં.

લગ્ન બાદ વેદ એ ગાર્ગીને પ્રેમ અને સન્માન બંને આપ્યાં હતા, જે અત્યાર સુધી ગાર્ગી ને ભાગ્યે જ મળ્યાં હતા.નાનકડી કિવા એ આવી ને તે બંનેના જીવનની અધૂરપ ભરી દીધી હતી.

કિવા નાં જન્મ બાદ જ્યારે ગાર્ગી એ તેને પહેલીવાર હાથમાં લીધી હતી, ત્યારનું દૃશ્ય તેને આજે પણ આંખ સામે તરવરતુ હતું. તેણે એ સમયે જ દ્રઢ નિશ્ચય કર્યો હતો કે તે ગમે તે પરિસ્થિતિમાં તેની રક્ષા કરશે.આ બધું જાણે હમણાં જ બની રહ્યું હોય તેવું ગાર્ગી અનુભવી રહી હતી.

નાનકડી કિવા નાં નાનકડા તોફાન જોવામાં,અને તેને નવું નવું શીખતાં જોવામાં તેનો અને વેદનો દિવસ વીતી જતો. ખરા અર્થમાં તો ગાર્ગી, કિવાના બાળપણમાં પોતાનું બાળપણ પણ જીવી લેતી. હજી તો તેની કિવા ફકત ત્રણ વર્ષની હતી ત્યાંજ તે ખોવાઈ ગઈ હતી.
____________________________________

"અત્યારે સૌથી પહેલાં કંઇક જમી લઈએ.અને આ સીમ કાર્ડ બધા પાસે રાખીએ,બધા પ્રાઈવેટ નંબર છે.આપણે હવેથી આના દ્વારા જ કોન્ટેક્ટ કરશું."અક્ષર એ વેદ અને ગાર્ગી ને સીમ કાર્ડ આપતાં કહ્યું.

હરિદ્વાર માં 'હર કી પૌરી' ઘાટ પર રાતે લાઈટિંગ એટલી છે કે દિવસ જેવો ઉજાસ લાગે છે. 'માનવ મહેરામણ' શબ્દ ને સાચો ઠેરવે એટલી બધી ભીડ છે.જાણે આખું હરિદ્વાર આ ઘાટ પર એકઠું થયું હોય એવું લાગે છે!

પહેલાં આરતી વખતે ઘાટ પર ભીડ હતી. પછી ઘાટ પાસેનાં બજાર માં ફૂડ સ્ટોલ અને રેસ્ટોરાંમાં ભીડ જામી છે.

__________________________________