રૂમ નંબર 25 - 3 yuvrajsinh Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂમ નંબર 25 - 3

મિત્રો આગળના ભાગમાં આપે જોયું કે, ભાગ્યોદય નીચેના રૂમમાં આરોહિની રાહ જોઈ રહ્યોં છે. તે બંનેના મિલનનો સમય નજીક આવી રહ્યોં છે. પરંતુ, તે પહેલાં એ જાણી લઈએ કે ભાગ્યોદય અને આરોહી કેવી રીતે મળ્યા. ભાગ્યોદયે આરોહીને પહેલીવાર ક્યારે જોઈ, તે બંનેની પેહલી મુલાકાત કેવી રહી. તે જોઈએ અને ભાગ 3માં.


ભાગ -3 પેહલી મુલાકાત


આમતો દર વર્ષે ચોમાસુ આવતું. પરંતુ એ ચોમાસુ બીજા બધાંજ ચોમાસા કરતાં અલગ હતું. વરસાદ તો નોર્મલ જ હતો પણ હું નોર્મલ નહતો અને જ્યારે હું તેને પેહલીવાર મળ્યો ત્યારે પણ વરસાદ જ આવતો હતો.

એ દિવસે ધોધમાર વરસાદ આવી રહ્યો હતો. બધા જ આમ તેમ દોડીને વરસાદથી પલળવાને બચી રહ્યાં હતા. કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પ પૂરો કરીને નીકળી પડ્યા હતા. બધા જ છોકરા-છોકરીઓ પલળી રહ્યાં હતાં. એ સમયે એ બધાથી અલગ પોતાની મસ્તીમાં નાના બેગથી પોતાના માથાને ઢાંકતી અને હસ્તી-હસ્તી આરોહી મારી પાસે આવીને ઊભી રહી ગઈ. હું તે સમયે નવો જ એન્જીનીયર બન્યો હતો. મને બિલ્ડીંગો બનાવવાનો ખુબ જ શોખ અને મારી ઓફિસની આજુબાજુમાં સૌથી સારું બિલ્ડીંગ આરોહિની કોલેજ હતી. જેમાં લગભગ દસ એન્જીનીયરોએ મળીને બનાવેલો પ્લાન હતો. હું તે બિલ્ડીંગની છત નીચે જ ઉભો હતો અને હવે આરોહી મારી બાજુમાં. હું થોડી ક્ષણ તો ભૂલી જ ગયો કે, હું અહીંયા બિલ્ડીંગનું કામ જોવા આવ્યો છું. આરોહીની સુંદરતા આગળ મને બીજું બધું જ ઝાખું દેખાવા લાગ્યું.

તે આખી ભીંજાય ગઈ હતી. તેના ખુલ્લાંવાળ આજુબાજુ ફરતા મારા ચહેરાને અડકી રહ્યાં હતાં. તેની સાથે તેની સહેલીઓ પણ હસી મજાક કરી રહી હતી. આરોહીએ સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પેહર્યું હતું. આખી પલળેલી હોવાથી તેના કપડાં એના શરીર સાથે ચોટી ગયા હતા. હું એકટક થઈને તેના સુંદર ચહેરા તરફ જ જોઈ રહ્યો હતો. અચાનક જ તેની એક ફ્રેન્ડ બોલી.

“એય... લોફર શું ટગર-ટગર જોયા કરે છે. ક્યારેય છોકરી નથી જોઈ!” આરોહિની સાથે આવેલી ફ્રેન્ડ થોડી ગુસ્સાવાળી હતી.

મારુ ધ્યાન આરોહિનીના ચહેરાથી હટીને આંખોમાં આવ્યું. તે પણ મારી સામે જોઈને હસવા લાગી પણ થોડીવાર એમજ જોયા પછી એ ત્યાંથી ચાલી ગઈ. જતાં-જતાં એ એકવાર પાછળ ફરીને મારી સામે જોતી ગઈ અને પછી મને શું થયું કે, હું રોજે તેને જ જોવા મારી ઓફિસથી ત્રણ કિલોમીટર દૂર માત્ર તેની એક ઝલક જોવા જ જતો. છ મહિનાબાદ મહાન કરીને તેને મારા પ્રેમને સ્વીકાર્યો.

હું રોજે તેને કહેતો. ‘તું મારા સપનામાં લાલ કલરની સુંદર ચુડીદાર ચણીયાચોળી પહેરીને આવે છે. માથે ઘૂંઘટ કાનમાં બુટી, નાકમાં નથ, માથા પર સેથો અને એ જ હસ્તો ચહેરો. જે સોનાની ચમકને પણ પાછો પાડી રહ્યોં છે.’ અને તે મારી વાત સાંભળીને હસીને સરમાતા-સરમાતા “ધત્...” કહીને ટાળી દેતી. આજે અમારા પ્રેમના બેવર્ષ થયાં છે અને બે વર્ષબાદ અમે બંનેએ લગ્ન કર્યા અને અમારા એક થવાની આ પેહલી રાત છે.

સપનામાંથી બહાર આવેલો ભાગ્યોદય હવે રાહ હવે આરોહિની જોઈ શકતો નથી. આરોહીને જાતે જ નીચે લઈ આવવા માટે રૂમની બહાર નીકળીને સીડી પર ચડવા લાગ્યો. ધીમે-ધીમે સીડી ચડી રહ્યોં હતો. સીડી ગોળ-ગોળ થઈને ઉપર ચડી રહીં છે. ભાગ્યોદય ઉપર પહોચ્યો અને આરોહીને શોધવા માટે ચાલુ લાઈટવાળો રૂમ શોધવા લાગ્યો કે એકદમ લાઈટ ગઈ. ભાગ્યોદયને હવે આરોહીને શોધવી વધુ અઘરું થયું. જોકે આજે પૂનમની રાત હતી એટલે બંધ છતમાં લગાવેલ રંગીન કાચનો પડછાયો સુંદરતા વધારવા લાગ્યો.

***