રૂમ નંબર 25 - 4 yuvrajsinh Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂમ નંબર 25 - 4

પ્રકરણ 3માં આપણ જોયું કે, સપનામાંથી બહાર આવેલો ભાગ્યોદય હવે ઉપર આરોહી પાસે જવા નીકળે છે. ભાગ્યોદય છેલ્લે સીડી ચડીને આગળ વધી રહ્યો હતો. હવે આગળ પ્રકરણ 4માં જોઈએ.

***

ભાગ્યોદય ફરી ચાલવા લાગ્યો. એટલામાં જ લાલ કલરની ચુડીદાર ચણિયાચોળી માથું ઢાંકીને નીકળી. અંધારું હતું, એટલે ચણિયાચોળી જ ચમકાઈ રહી હતી પણ આરોહિનો ચહેરો દેખાય રહ્યોં ન હતો. ભાગ્યોદય સીડીની ડાબીબાજુના સોળ નંબરના રૂમ પાસે ઉભો હતો અને ચણિયાચોળી તેની જમનીબાજુના વીસ નંબરના રૂમમાંથી નીકળી. ભાગ્યોદય મલકાતો-મલકાતો તેની તરફ ચાલવા લાગ્યો અને જાણે આરોહી તેની સાથે પકડદાવ રમી રહી હોય તેમ પાછળ ચાલવા લાગી.

“અચ્છા હજું પણ દોડાવીશ!” બોલીને ભાગ્યોદય તેની પાછળ-પાછળ ચાલવા લાગ્યો. જોત-જોતામાં આરોહિની ઝડપ વધી ગઈ અને એકદમ સૌથી છેલ્લા રૂમમાં ચાલી ગઈ. ભાગ્યોદય પણ તેને પકડવા દોડ્યો પણ તેના આવ્યા પહેલાં તો તે રૂમની અંદર ચાલી ગઈ. એટલે રૂમને ખોલવા માટે ભાગ્યોદયે થોડો ધક્કો માર્યો પણ રૂમ કદાચ આરોહીએ અંદરથી લોક કરી દીધો હશે. એટલે ભાગ્યોદય બારણું ઠપકારવા લાગ્યો અને થોડી જોરથી બોલી રહ્યો હતો. “આરોહી... આરોહી...”

અચાનક જ તેનો હાથ રૂમના બારણાંની બહાર લગાવેલા તાળા ઉપર પડ્યો. જેવો તે અડકયો કે એકદમથી લાઈટ આવી ગઈ.

એ જ સમયે વીસ નંબરના રૂમમાંથી આરોહીએ બૂમ લગાડી. “આ...આ...” અને કંઈક પડ્યા કે ભાગ્યાનો અવાજ આવ્યો. એટલે ભાગ્યોદય એકદમ તાળું છોડી વીસ નંબરના રૂમમાં પહોચ્યો. ત્યાં પણ ત્રણ નંબરના રૂમની જેમ જ એક મોટો બેડ હતો અને તેના પર આરોહિની ચણિયાચોળી પડી હતી. ભાગ્યોદય થોડો ગભરાઈ ગયો પણ તેને આરોહીનો આવી રહેલો અવાજ બધું જ ભુલવીને બાથરૂમ તરફ લઈ ગયો. આરોહી એક સફેદ રૂમાલ વીંટળીને નીચે ફલ્સ ઉપર પડી હતી. ભાગ્યોદય તેને ઉંચકીને બેડ પર લઈ આવ્યો. આરોહીના વાળ ભીનાં હતા. જેથી, તે બેડ અને આરોહીનો સફેદ રૂમાલ બંન્ને ભીંજાઈ ગયા હતા. પરંતુ ભાગ્યોદય અત્યારે આરોહિની ચિંતા કરી રહ્યો હતો.

“આરોહી તું ઠીક તો છે ને!” ભાગ્યોદય આરોહિની સામે જોઇને બોલ્યો. આરોહીએ હકારમાં માથું હલાવ્યું. તેના હાથ છોલાયા હતા અને પગે પણ થોડું વાગ્યું હતું. ભાગ્યોદય ત્યાં ફૂંક મારી રહ્યો હતો.

“કેવી રીતે થયું?” ભાગ્યોદયે આરોહીને પૂછ્યું.

“જ્યારે તમે મને અવાજ લગાવ્યો. હું ભડકી ગઈ અને ખબર નય હજું બહાર નીકળવા જ ગઈ કે લપ્સી ગઈ.” આરોહીએ જવાબ આપતા કહ્યું.

“ચાલ નીચે હું તને દવા લગાવી દવ અને ડેટલ પટ્ટી પણ.” ભાગ્યોદય પલંગ પરથી ઉભો થતા બોલ્યો.

“ના તમે ચાલો મને કંઈ નથી થયું. હું હમણાં જ તૈયાર થઈને આવું છું” આરોહી તેની પીડાને અવગણતા બોલી.

ભાગ્યોદય હજું નીકળવા જાય છે કે, તેની નજર આરોહીના પગના કાંડા ઉપર પડી. જે થોડીવાર પહેલા નોર્મલ હતું પણ હવે સોજાઈ રહ્યું હતું.
“આરોહી આ શું તારા પગમાં તો સોજો ચડી ગયો!”

ભાગ્યોદય તેના પગ પાસે નીચે બેસતા બોલ્યો.
આરોહીએ મજબૂત દેખાવા માટે પોતાનો પગ સેટી નીચે મુક્યો કે, દર્દના માર્યા તેના મોઢામાંથી “આહ... " નીકળી ગઈ.

ભાગ્યોદય હવે તેને ઉંચકીને નીચે લઈ ગયો અને તેને મલમ લગાવી આપ્યો. આરોહી તેની નજીક આવી પણ ભાગ્યોદયે તેને આજે રાતે આરામ કરવા કહ્યું.

પછી ભાગ્યોદય પણ થાકી ગયો હતો એટલે ત્યાં જ બાજુમાં સૂવાની તૈયારી કરવા લાગ્યો. ભાગ્યોદય હજુ પણ એ સમજી ન શક્યો કે જો આરોહી ત્યાં હતી તો ચુડીદાર ચણીયાચોળી કોણે પેહરી હતી. વિચારતાં - વિચારતાં ભાગ્યોદયની આંખ ક્યારે લાગી ગઈ એ તેને પણ ખબર ન રહી.

***