દિલચસ્પ સફર - 2 જયદિપ એન. સાદિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલચસ્પ સફર - 2

> વૃત્તાંત : ૦૨
શ્રેય એ સામે થી કહ્યું " હા, નિધિ શું વાત કરવી છે તમારે..? " જાણે વેરાન ભરબપોરના તાપે રણમાં જેમ મંદ પવન થોડી ઠંડક આપી જેમ એમ નિધિના હેલી એ ચડેલા હૈયે ટાઢક થઈ.
નિધિ કાંઈજ બોલ્યા વગર એકીટશે શ્રેયને નિહાળવા લાગી. શ્રેય આ રીતે નિધિને જોઈ ભૂતકાળમાં સરી પડ્યો કે એક સમયે કેવી એકી ટશે એકબીજાંને આંખોના પલકારા માર્યા વગર નિરંતર એકબીજાંને નીકળતા પણ શ્રેય ના મને તરત તેને ત્યાંથી ધકેલી ફરી વર્તમાન સમયમાં પાછો લાવી કહ્યું, " શું ફરી ભૂલ કરવા માગે છે તું...? " આંખો પલકારી અને જોયું તો નિધિ એકી ટશે હજી પણ તેને નિહાળી રહી છે પણ આ શું ભર ઉનાળે જેમ વરસાદ વરસે એમ નિધિની આંખોના અમૃત જેવા આંસુ ગાલનો સ્પર્શ કરી નીચે પડી રહ્યા છે જાણે કોઈ એકી તાંતણે બાંધેલી મોતીની માળાને કોઈએ અંદરથી તોડી મોતી જેમ ટપાટપ નીચે સરી પડે એ રીતે આ દ્રશ્ય અહીં બની રહ્યું હોય એમ શ્રેયને લાગે છે.
ટેવવશ શ્રેયનો હાથ નિધિના ગાલની નજીક આંસુ લૂછવા માટે દોડી જાય છે પણ તુરંત તે થોભી જાય છે અને પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી તે નિધિની સામે ધરી આપે છે અને કહે છે, " કેમ રડી રહ્યા છો... રૂમાલથી આસું લૂછી લો." નિધિ કહે છે, " કોઈને તડપાવાની સજા શું હશે એ મને મહેસૂસ થયા રહી છે ભલે વહે આ આંસુ મારે વ્યાજ સાથે ચુકવણું કરવાનું છે. " એમ બોલી તે વધુ રડવા લાગે છે.
શ્રેય તેને કહે છે, " નિધિ.... આ શું બોલી રહ્યા છો તમે.....છાના રહો સૌ જોશે તો કેવું લાગશે પ્લીઝ છાના રહો. "
નિધિ : " બહુ મનાવી હતી મને પણ ખબર નહીં એ વેળા મારી બુધ્ધિ ક્યાં ચાલી ગઈ હતી.... ઘણા સમય બાદ ફરી એક વાર મનાવી રહ્યા નો અહેસાસ મને અંગત લાગે છે. "
નિધિ તરત આંસુ લૂછી સ્વસ્થ થઈ જાય છે. પોતાની બેગમાંથી પાણીની બોટલ કાઢી શ્રેયને આગ્રહ કરે છે.
ત્યાં તરત જ શ્રેય કહે છે," ભીતરની આગ આ પાણીથી નહીં ઠરે તમે પી લ્યો. "
શ્રેયના આવા સંવેદના તિક્ષ્ણ હથિયાર જેવા શબ્દો પાણી પીતી નિધિને કોઈ પથ્થર માફક ચૂંબી રહ્યા છે. તે વળતો જવાબ આપી શકે એવી કોઈ સ્થિતિ છે જ નહી કારણ કે તે શ્રેયની વાતમાં કશું બોલ્યા વગર પણ સહમત થાય એ પરિસ્થિતિ છે.
થોડીવાર કોઈ એકબીજાં સાથે કશો જ સંવાદ કર્યા વગર ચૂપચાપ બેસી રહે છે.
નિધિ : સઘળાં સંવાદોની વાતો વગર પણ કોઈ શરૂઆત કરી દેતું હતું નક્કી આજે પણ એમ થાય.... તો કેવી મજા આવે.
શ્રેય આ સાંભળી માત્ર નિધિ સામે ગંભીર સ્વભાવે જોઈ રહ્યો.
નિધિને લાગ્યું કે એ મનગમતી ઋતુ બદલાય ગઈ છે આજે પાનખરમાં વસંત ખીલવાની શરૂઆત કરવી એ જ યોગ્ય રહેશે એમ માની તે શ્રેય જોડે વાતો કરવાના પ્રયાસો શરૂ કરે છે.
નિધિ : કેમ છો એમ નથી પૂછવું હવે પણ તમે ખુશ તો છોને ઘરે સૌ કેમ છે તેનો તો સરખો જવાબ મળી શકે ને મને...? "
શ્રેય : " મમ્મી પપ્પા મારા માટે જીવે છે મને દુઃખી જોઈ તે બહુ અંદરખાને તડપે છે જે મેં અનુભવી લીધું હું માત્ર તેના માટે સદાય ખુશ રહું છું. "
નિધિ : તમે પણ અમદાવાદ જઈ રહ્યા છો...તમે હજી ત્યાં જ છો... એટલે ત્યાં જ નોકરી પર છો..?
શ્રેય : હા, હું અમદાવાદ જ છું પણ ખુશી વાત એ છે કે તે તો એક જગ્યા છે માત્ર એક વર્ષ નો જ અમારો સંબંધ થયો હશે પણ તેને કોઈ દિવસ મને છોડ્યો નહીં કોઈ વાર મેં પ્રયાસ કર્યો પણ તેને મને સતત તેની હુંફ આપી કહ્યું હું માણસ ની જેમ દગો નહીં કરું શ્રેય.... મારા પર વિશ્વાસ રાખ હું તારો છેલ્લા શ્વાસ સુધી સાથ આપીશ... આ જગ્યા જે નિર્જીવ છે તેણે તેના અંત અવાજ થી મને આ કહ્યું અને હું તેમાં ઓતપ્રોત થઈ તેની સાથે જ રહેવા લાગ્યો. "
નિધિ : શ્રેય.... દગો કોઈ નથી આપતું.... પરિસ્થિતિ માણસ ને પરિવર્તન કરવા મજબૂર કરે છે.
(ક્રમશઃ)