દિલચસ્પ સફર - 3 જયદિપ એન. સાદિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલચસ્પ સફર - 3

> વૃત્તાંત : ૦૩
શ્રેય : જ્યારે પરિસ્થિતિ ને લડવા કોઈ સાથી તમારી સાથે ઊભો હોય ત્યારે મજબૂરી ક્યાં આવે છે.... એ કપરી પરિસ્થિતિ ને અગાઉ થી જાણી લીધી હોય તેમાં શરૂઆતી તબક્કે કદાચ થોડું દુઃખ આવે પણ પાછળ સાથોસાથ સુખ નો સાગર આવતો જોઈ રહ્યા હોય તેમ છતાં પરિવર્તન અને મજબૂરીના નકામા પાટીયા આપમેળે ટાંગી દેવા એ હું વ્યાજબી નથી માનતો.
નિધિ : તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન ક્યાં પહોંચ્યુ...
શ્રેય : એ તો એ જ વર્ષે પૂરું થઈ ગયું જ્યારે તમે...
નિધિ : હા... જ્યારે તમે શું...
શ્રેય : ના કશું નહીં. તે જ વર્ષે પૂરું થઈ ગયું અને થોડા સમય માં બીજી કંપની માંથી સારી ઓફર આવતા હું અહીં જ અમદાવાદ રોકાય ગયો કારણ કે મને તેણે છોડવો યોગ્ય ના સમજ્યો.
નિધિ : શ્રેય... વારંવાર છોડવાની વાત કેમ બોલી રહ્યા છો...?
શ્રેય : તમે.... અહીં.... તમે અમદાવાદ માં કોઈ કામ થી...?
નિધિ : હા, મારા સંબંધીને ત્યાં કામથી જવાનું થયું છે એટલે આવી છું... નહિતર હું થોડા સમય થી ઘરે જ હતી સાથે સાથે અમદાવાદ માં ફરી એક કંપની દ્વારા કોલ આવ્યો હતો એટલે ત્યાં પણ મુલાકાત લેવાની છે.
શ્રેય : અચ્છા.... તમે જોબ છોડી દીધી હતી.... તમારે તો ખૂબ સારું હતું ત્યાં....
નિધિ : હા.... પણ પછી....
શ્રેયે જાણવા માટે મહત્વ ના સમજ્યું પણ નિધિ થી રહેવાયું નહીં અને તે બોલી, પછી... મારી સગાઈનું સૌ જોઈ રહ્યા હતા.
" હા એ તો તમારી વાતો અને વર્તન પર થી અહેસાસ થઇ ગયો હતો." અચાનક શ્રેય બોલી ઊઠ્યો.
નિધિ : મારો કોઈ ઈરાદો નહોતો એવો કે હું વર્તનમાં ફેરબદલી કરું...
શ્રેય : તેમ છતાં ફેરબદલી તો થઈ ગઈ હતી પણ હવે શું.... થઈ ગઈ ને ધામધૂમથી સગાઈ..?
નિધિ : મારી સાચી સગાઈ જેને હું ભગવાન માનતી હતી તેની સાથે અંગત જીવનમાં થઈ જ ગઈ હતી.... બીજી સગાઈ મારા માટે જરાય ધામધૂમ વાળી નહોતી....એ મારી મજબૂરી હતી.
શ્રેય : ઓહ... મજબૂરી.... ભાવિ સઘળાં આયોજન કર્યા બાદ પણ એક ભાવુક પરિસ્થિતિ ઉભી થતા આ આયોજન ને આરપાર ચીરી બનતી ઘટના શું મજબૂરી..... સાચેજ મજબૂરી...!!! મારે માન્યમાં જ નથી આવતી.
નિધિ : શ્રેય.......શ્રેયુ..... આમ કેમ બોલો છો તમે.......તમને મારા કસમ તમે આમ ના બોલો શ્રેયુ.... "
શ્રેય : ના..... યાર..... હવે એ નામથી ના બોલાવો પ્લીઝ.... હવે નહીં એ નામ મને ભીતરથી કોરી ખાવા દોડે છે હવે... હવે ના કહેતા ફરી.... એ નામ થી મને ચોધાર આંસુ આવે એવું ના કરશો....
નિધિ થોડીવાર માટે સાવ ચૂપ થઈ ગઈ...ગળે ડૂમો હતો... શ્રેયના વેણે તેને ભીતરથી વિખી નાખી હતી. સમેટી રહી હતી તે પોતાની જાતને આ શબ્દોના શસ્ત્રથી ત્યાં તેનાથી બોલાય ગયું હવે મારું કોઈ નહીં ને....?
શ્રેયનું ધ્યાને બારી બહાર હતું. તેણે ફરી જવાબ ની આશામાં કહ્યું.....
હવે તો મારું કોઈ નહીં એમ કહી તેણે તેનો હાથ શ્રેયના હાથ તરફ ઘસાતી રીતે મૂકી પાછો લીધો.
" ચિંતા ના કરવાની અને સતત તેની સાથે રહેવાની હાશ આપીએ કે હું સાથે જ છું તું ચિંતા ના કરીશ અને એ વેળા એવો જવાબ આવે કે " હવે હું એકલી નથી... અને મજબૂરીના માંડવા રોપવાની શરૂઆત થતી હોય પછી માણસ એકલું ક્યાં હોય જ છે એતો મહેંદીના રંગે રંગાવા... કોઈએ કશું જ જોયા વગર ઝાલે લો હાથ ક્યાંથી યાદ આવે... રહી વાત સાથે હોવાની એ તો ભૂલી જ જવાની કારણ કે હવે એક નવોદિત માંડવો શણગારાઈ રહ્યો છે પણ એમાં કોઈ એકલા થોડીને હોવાના..!! " આમ બોલી શ્રેયે ઊંડો શ્વાસ લઈ ડૂમો ગળી લીધો.
નિધિ ગમગીન વાતાવરણને ગમતું બનાવવા કહે છે...
નિધિ : તમે આજે પણ લખતા હશો ને...!
શ્રેય : પછી તો વધી ગયું.... જીવ પોરવવા અને લાગણીના અણધાર્યા લોહિયાળ લિસોટાને રુજ આપવા આ કલમે ખૂબ કાળા અક્ષર કનકરૂપી કહેવાના શબ્દો દ્વારા કહ્યું પણ અફસોસ..... આખી દુનિયા એ વાંચ્યું બસ તમને છોડીને...!
" તમારા એ વ્હાલસોયા શબ્દો સાંભળવાની તેમાં ઓતપ્રોત રહેવાની મારી આદત છૂટી નથી તમને શું ખબર મેં સાચવી રાખી છે એ શબ્દમાળાઓ જે તમે લખી છે એ....રોજ એ વાંચું છું અને એ કાવ્યો એ ગઝલ મને ભીતરમાં ભણતર જેવું સચોટ જ્ઞાન આપી જાય છે ત્યારે મારો જીવ તમને કંઇ હદે સંભારતો હશે... તમને ખબર છે... હું રડી લઉં છું... હું અંદરને અંદર વલોપાત કરું છું કે મારાથી એ વેળા શું થઈ ગયું.... " એમ કહી નિધિ પોતાની આંખે આવેલા આંસુ ને લૂછે છે.
(ક્રમશઃ)