દિલચસ્પ સફર - 4 જયદિપ એન. સાદિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલચસ્પ સફર - 4

> વૃત્તાંત : ૦૪
શ્રેય કહે છે," વલોપાતની વ્યાખ્યા મને પૂછો એ આજે પણ મારી રગ રગમાં કોઈએ આપેલી ગળથૂથી માફક જીવંત છે. જે હંમેશા મને ફરી એ સમયમાં ગરકાવ કરી જાય છે. અનુભવ્યું ને તમે જોયું ને કેવો જીવ વલખાં મારે છે એવું લાગે કે કોઈ જીવતી જાગતી રીતે દેહમાંથી જીવ ને ના ગમતી રીતે લઈ જવા આવ્યું હોય એ રીતે વલોપાત કરતો થઈ જાય....અમે ચરમસીમાની પેલે પાર જઈને બહુ કહ્યું બહુ સમજાવ્યું... અફસોસ..... અરે.... તમે રડો માં તમને ખબર છે કે ભૂલી ગયા... આજે પણ મને આ મોતી જેવા આંસુ બહાર આમ નકામા વેરાઈ એ જરા પણ નથી ગમતું...મને ભાવુક ના કરો નહિતર હું રડી દઈશ... તમે આંસુ લૂછો. "
ચાલો હું તમને અત્યારની વાતો કરું... જો હું છે ને...
હજી નિધિ આગળ બોલે એ પહેલાં શ્રેય એ કહ્યું," અત્યાર ની વાત માં જો માત્ર તમે જ કેન્દ્રમાં હોય તો અને તો જ કરજો કારણકે મારાથી કોઈ અન્યનો સંગાથ આજે પણ સહન નહીં થાય... "
નિધિ કહે છે," કેવું છે નહીં યાદો ને આપણે વખત વેળા ભૂલાવી શકીએ છીએ પણ..."
શ્રેય કહે, " પણ પ્રેમ કદી ના ભૂલી શકાય એ ભૂલવું અશકય છે."
શ્રેયુ મને તમારી પેલી એક લાઈન યાદ આવી ગઈ કે પહેલું સદાય પહેલું જ રહે છે અને સદાય પહેલું જ યાદ આવે છે આવું કંઈક હતું એમ બોલી નિધિ શ્રેયની આંખોમાં ઇશ્કના ઈશારા ને જોવાના પ્રયાસ કરે છે પણ આ શું.... આ આંખો તો અવિરત આંસુ સાથે છલકાય જવા આવી હતી અને કહી રહી કે " હવે ફરી આમ ના જોવો માંડ આ આંખોથી લઈ અંગત સ્પર્શને માંડ માંડ માનાવ્યું છે રુજ આવી ચૂકી છે એને ફરી એકવાર લાગણીના ઢોર માર સમા લિસોટા તરફ ફરી ના લઈ જાવ હવે પછી સહન નહીં થઈ શકે.... ઉભા થવાની તો દૂરની વાત રહી ઉર માં ઉદય પણ નહીં થાય..... મહેરબાની કરી હવે રહેવા દો..."
નિધિ સમજી ગઈ કે શ્રેય આજે શ્વાસ તો લઈ રહ્યો છે પણ સંબંધની સગાઈમાં શ્વસી શકે એવી હાલત માં જરાય નથી રહ્યો.
નિધિ કહે છે, હું શું વાત કરું કે તમને ગમે... તમારા ચહેરે હું એક અનન્ય સ્મિત અને પેલું હાસ્ય જોઉં જે સદાય મને હરખાવી જાય.... કહો ને પ્લીઝ તમે કહો.
શ્રેયે કહ્યું, " હવે એવી વાત કરજો જેમાં હું ક્યાંય ના હોવ...મારું અસ્તિત્વ જ ના હોય..."
નિધિ : પણ..... પણ એ અશકય છે.
શ્રેય : તો મૌન રહેજો ને.... આટલું તો કરશો ને....કશું વધુ નથી માગ્યું.... સદાય આપવાની ભાવના માં અમે આ હદે ભાવુક થઈ જઇશું એવી નહોતી ખબર અમને પણ આટલું તો કરશો ને મૌન ને મારું ગમતું માની રહેજો.
નિધિ : ખરેખર હું શ્રેય સાથે છું.... શું હું મારા શ્રેયુ સાથે....
શ્રેય : મને હવે શ્રેયુ ના કહો.... મારું કહેવાનું રહેવા દો, તમે એક રીત રસમ પ્રમાણે કોઈ જોડે વિધિવત સગાઈ થી જોડાયેલા છો.
નિધિ : કહેવા દો ને.....માફ કરી દો ને મારા કહી ને મારા થવાનો હક અમે....
શ્રેય : મારા કોઈ દિવસ હતા જ નહી માત્રને માત્ર એ તો ભ્રમ હતો....એવો પછડાટ આપ્યો કે અવાજ દેહની ચારેય કોરે ગૂંજી ઉઠયો કે હવે તો આ આંખો ખોલ.... ક્યાં સુધી જતું કરીશ કયા સુધી મનને દિલાસો આપતો રહીશ... ક્યાં સુધી એ એકતરફી આશાના આસમાનમાં ઉડ્યા કરીશ જ્યાં એક દિવસ ઊંધે માથે ઊંચાઈથી પડવાનો વારો આવશે... ઊભો નહીં થઈ શકે હો.... પાછો વળી જા... હજી કહું છું.....પણ અફસોસ આ રાતા રંગે રંગાયેલું હ્રદય કોઈની આશામાં એ હદે અધ્ધર ચડી ગયું હતું કે આજે ખરેખર રાતા રંગે રગદોળાય ગયું છે. "
નિધિ : તમારા શબ્દો આજે પણ સમજવા એક ગૂઢ ભાષા પ્રમાણે અઘરા છે.... બસ હું તો એટલું જાણું કે તમે આજે પણ...
(ક્રમશઃ)