-: અસ્વીકરણ :-
" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "
---------------------
પ્રકાશિત નવલકથાઓ :
૦૧. આશા - એક આથમતાં અસ્તિત્વની
૦૨. વિશ્વાસઘાત - એક પાંગરેલા પ્રણયનો
૦૩. આત્મા - એક અદ્રશ્ય અસ્તિત્વની
૦૪. પ્રણયમ
ઉપરોક્ત ચારેય નવલકથાઓ Top Trending Novels, Popular Novels, Top 100 Novels માં સ્થાન મેળવી ચૂકી છે. આ સફળતા પાછળ હું માતૃભારતી પર મને અનુસરતા વાચકો, નવોદિત લેખકો / કવિઓ, માતૃભારતી વિવિધ વિષયોના વાચકગણ અને સમગ્ર માતૃભારતી સંચાલન વિભાગ નો અંત : હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.
દિલચસ્પ સફર
> વૃત્તાંત : ૦૧
છેલ્લી વીસ મિનિટથી અમદાવાદ જવા માટે શ્રેય કાગડોળે બસ ની રાહ જોઈ રહ્યો હતો. રિઝર્વેશન કરાવી લીધું હતું તેમ છતાં તે આકુળ વ્યાકુળ હતો કે ક્યારે બસ આવશે. એવા માં તેની બસ પ્લેટફોર્મ પર આવી જાય છે. હૈયે હાશકારો અનુભવી પોતાની બારી બાજુની સીટ પર બેસી તે નિરાંતનો શ્વાસ લે છે. બેગ માંથી પાણી ની બોટલ કાઢી પાણી પીવે છે અને શાંતિથી બારી બહાર માણસોની અવરજવર જોઈ રહ્યો હોય છે. થોડીજ વારમાં બસ અમદાવાદ જવા નીકળી પડે છે. ટિકિટ માસ્તર રિઝર્વેશન ચાર્ટ દ્વારા નોંધાવેલી સીટ પર ચોકથી ચોકડી મારી જગ્યાનું નામ લખે છે સાથે સાથે મુસાફરોની ટિકિટ આપી રહ્યા હોય છે.
" સીટ નંબર - પંદર..... તમે બૂક કરાવી છે... શ્રેયભાઈ બરાબરને...! " ટિકિટ માસ્ટર બોલે છે.
શ્રેય તરત જ બૂકિંગ કરાવેલ પાવતી બતાવે છે અને જાણે છે કે કેટલા વાગે અમદાવાદ પહોંચાડશે...
ટિકિટ માસ્ટર સહજ ભાવે કહે છે સોળ નંબર બૂક છે અમરેલીથી ત્યાં સુધી કોઈને બેસવું હોય તો બેસી શકો છો.
શ્રેય પોતાના ફોનમાં ગીત સાંભળાતો સાંભળાતો આંખો મીંચી જાય છે. તેને ખુદને ખબર નથી રહેતી કે ક્યારે નિંદર આવી ગઈ અને બસ કોઈ કારણસર દસ મિનિટ અમરેલી ઉભી રહી. અચાનક તેની આંખો ખુલે છે તે નીચે જઈ ફ્રેશ થાય છે અને બસમાં ખાવા માટે સૂકો નાસ્તો લઈ જેવો બસમાં આવે છે ત્યાં....
આ... શું...
સીટ નંબર સોળ પર જાણીતો ચહેરો બેઠો હોય છે એક એક ડગલાં હવે તેને તેના ભૂતકાળ તરફ મોકલી રહ્યા છે. શ્રેય ચૂપચાપ કશું બોલ્યા વગર પોતાની સીટ પર બેસી આંખો બંધ કરી મનોમન વિચારે છે કે જે વ્યક્તિને ક્યારેય મળવાનું થાય જ નહી એ આજે તેની બાજુમાં છે. ફોનમાં મશગુલ હોવાથી નિધિની નજર શ્રેય પર હજી પડી નહોતી. ટિકિટ માસ્તર થોડીવારમાં નિધિની ટિકિટ તપાસવા આવે છે ત્યારે છેક ફોનમાં મશગુલ થયેલી નિધિ ટિકિટ આપી સહજ રીતે બારી તરફ જોઈ જોવે છે કે બાજુમાં કોણ બેઠું છે.
જેવો હાલ શ્રેયનો હતો તેના થી વધુ આશ્ચર્યજનક હાલ નિધિનો થઈ ગયો. ખુલી બારીમાંથી આવતા ઠંડો પવન શ્રેયના વાળને બહુ વ્હાલથી સ્પર્શ કરી રહ્યો હતો. નિધિ આ જોઈ તેને થાય છે કે ચાલ ને તેને જગાડી વાતો કરું પણ બીજી ક્ષણે તરત વિચારે છે કે તે વાત નહીં કરે તો તે આજે પણ મારા થી નારાજ હશે તો... આ વિચારમાં તે શ્રેયના જાગવાની રાહ જોવે છે. જો શ્રેય જાગે તો તે એક મુસાફરીમાં કોઈ અજાણી વ્યક્તિ સહજ સ્મિત આપે એ રીતે સ્મિત કરી એક શરૂઆત કરું અથવા તેની તરફથી મળતો પ્રતિસાદ જોઉં.
આ તરફ શ્રેયને નિધિના અચાનક પોતાની પાસે બેસવાની અને આમ ભેટો થવાના વિચારોમાં નિંદર આવી જાય છે. બાબરા ગામ આવે છે બહાર પ્લેટફોર્મ પર રહેલા મુસાફરો અને વસ્તુઓ વહેંચતા ફેરિયાઓનો અવાજ સાંભળી શ્રેય જાગી જાય છે. પણ તે જરા પણ તેની જમણી બાજુ નથી જોતો આંખો ચોળી તે બારી બહાર લોકોની અવરજવર જોઈ રહ્યો હોય છે. નિધિ પાંપણની કોરેથી શ્રેય જાગ્યો કે નહીં તેની રાહ જોતી હોય છે એવામાં તેને ખબર પડે છે કે શ્રેય જાગી ગયો. હવે તેની ધીરજ અને શાંતિ બંને ધરાશય થાય છે અને તે ઉત્સાહ માં બોલી બેસે છે.
નિધિ : શ્રેયુ..... ( ભાવુક ચહેરે એક સહજ સ્મિત લઈ નિધિ તેની સામે જોતી રહે છે.)
શ્રેય : ઓહ.... જયશ્રી કૃષ્ણ નિધિ ( સ્મિતનો જવાબ એક મુસાફરની જેમ સ્મિત આપી પૂરો કરે છે.
)
શ્રેય કશું બોલ્યા વગર ચૂપચાપ પોતાના ફોન માં મશગુલ થવા પ્રયાસ કરે છે. આ તરફ નિધિ વિચારે છે કે વાતો કરવામાં વારો ના આવા દેતો આજે આટલો શાંત અને ગંભીર ચહેરે શ્રેય..... આ હદે બદલાવ..... તે વિચારમાં પડી જાય છે.
તે હિંમત કરી ફરી શ્રેય જોડે વાત કરવા પ્રયત્ન કરે છે.
નિધિ : શ્રેય.... કંઈક તો બોલો...
શ્રેય : હ હ હ....
નિધિ : શ્રેય...... શ્રેયું......
શ્રેય : નહીં..... હવે એ નહીં......પ્લીઝ
નિધિ સમજી જાય છે કે શ્રેય હજી પણ મારાથી નારાજ છે.
(ક્રમશઃ)