દિલચસ્પ સફર - 5 જયદિપ એન. સાદિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલચસ્પ સફર - 5

> વૃત્તાંત : ૦૫
શ્રેય : હું કોઈનો નહીં... હું માત્ર મારો એકનો જ હવે કોઈનું થવું નથી કે સોંપવું નથી સોંપીને અમને સુખને બદલે સજા મળી વગર વાંકે વગર આરોપે વગર કોઈ હેરાન પરેશાન કર્યે... હવે અમારે કોઈનું નથી થવું અમને એકલા રહેવું છે કોઇ આશા નથી કોઈ અપેક્ષા નથી એટલે કોઈ નારાજગી નહીં આવે બસ હું અને હું જ.... અન્ય કોઈ નહીં.
નિધિ : એવું ના કહો.... હું છું ને...
શ્રેય : આજ વિશ્વાસે અમે તૂટી ગયા અમે ભ્રમમાં રહ્યા... કોઈ વ્યક્તિ કશું કહે તો અમે સાવ વેત અધ્ધર રહી મનોમન કહેતા તે છે ને એટલે બધું સમયસર થઈ જશે... વાતો ટાળી... વિચારો ટાળ્યા...છેવટે તો વ્યક્તિ પણ ટાળ્યા... કોના માટે... ક્યાં આશયથી... ક્યાં ભરોસે.... ક્યાં વિશ્વાસે...કેવા અભિમાને...કેવા વલણ સાથે કે... કે.... તું છે ને.... આ તું મને સાવ તોડી નાખ્યો... હવે એ તું ના તાંતણે ફરી તરવું મારા માટે અશકય છે. તરવા કરતા તરી જવું આ અનુભવે મને યોગ્ય લાગી રહ્યું છે.
હજી નિધિ કશુંક બોલે એ પહેલાં બસ એક સરસ મજાની હોટલ પર આવી પહોંચી, ટિકિટ માસ્ટર એ જણાવ્યું અડધી કલાક બસ રોકાશે.
નિધિ તરત બોલી ચાલો ને આજે વખત ફરી સાથે કશુંક જમીએ..
" જમી તો લઈશું પણ એ સાથે જમેલાં અન્નને ન્યાય રૂપી જમાનત નહીં મળે... " આટલું બોલી શ્રેય આંખો બંધ કરી સૂવાની કોશિશ કરે છે. પણ નિધિ ખૂબ આગ્રહ કરી તેને નીચે લઈ જાય છે અને હોટલમાં જમવા માટે આગ્રહ કરે છે.
નિધિ : શ્રેય શું જમીશું....., શ્રેય કહે છે કંઇ પણ ચાલશે મારું મન નથી જમવાનું પણ તારા આગ્રહવશ નીચે આવ્યો છું. મને જરા પણ ઈચ્છા નથી
શ્રેય મને ખબર છે તમને શું ભાવે છે.... આજે પણ તમારી મનગમતી વાનગી જ મંગાવવું અને આપણે જમીએ.
નિધિ વેઇટરને બોલાવી થોડા મસાલેદાર ચટપટો નાસ્તો સાથે ઓરેન્જ જ્યુસ મંગાવે છે.
નિધિ એ વખતને વાગોળતાં કહે છે કે શ્રેય તમને યાદ છે આપણે સાથે મળી કેવું જમતા... એક એક કોળિયે કાલી ઘેલી મારી વાતો પર તમે કેવું હેત વરસાવતા... તમને યાદ છે શ્રેય તમે કેવું...
શ્રેય કહે છે... " હમમમ..."
એવામાં વાનગી આવી જાય છે... નિધિને આશા હતી કે શ્રેય હંમેશાની જેમ પહેલા તેને જમાડી પછી તે જમશે પણ શ્રેય તો નીચું મોં કરી જમવા લાગ્યો ત્યાં નિધિ એ કહ્યું...તમે કશું ભૂલી રહ્યા છો...
શ્રેય કહે છે... શું?.... નિધિ ફરી યાદ અપાવવા પ્રયાસ કરે છે પણ શ્રેય કશું બોલતો નથી.
છેલ્લે થાકીને નિધિ કહે છે... મને જમાડીને જ તમે જમો છો એ કેમ ભૂલી ગયા...?!
શ્રેય : આટલી બધી રીતે તમે જાણો છો તો તે વેળા કેમ સમજવામાં શૂન્યતા દર્શાવી મને એ આજે પણ સવાલનો જવાબ નથી મળ્યો અને હવે મને જોઈતો પણ નથી.
આટલું કહી શ્રેય ચૂપચાપ જમવા લાગે છે નિધિનો મૂડ મરી જાય છે તેમ છતાં તે પણ જમીને વેઇટર ને બોલાવે છે. બિલ અંગે વાત કરે છે. નિધિ કહે છે આજે હું ચૂકવશી.
શ્રેય કહે છે હા ચોક્કસથી તમે ચૂકવજો પણ માત્ર તમારા જે કાંઇ ટોટલ થયો તેના અડધા હું ચૂકવી હું આ નવા ઋણે બંધાવા નથી માગતો માફ કરશો જી. એમ કહી બિલના અડધા રૂપિયા પોતે ચૂકવી વોશરૂમ તરફ શ્રેય ચાલ્યો જાય છે.
બહાર આવી તે ક્યાંય જોયા વગર બસમાં પોતાની સીટ પર બેસી ફોન પર વિડીયો જોવા લાગે છે. એવામાં નિધિ આવી સહજ ભાવે કહે છે, અરે યાર.. મારી રાહ જોવાનું પણ તમે કાયમ ના સમજ્યું..?
શ્રેય એ કહ્યું, " શું તમે મારી રાહ જોઈ હતી... તમને આ પ્રશ્ન પૂછવાનો સહેજ પણ હું માનું ત્યાં સુધી હક જરા પણ નથી સહેજ પણ નથી."
નિધિ પાસે આ સંવાદ માટે કોઈ જવાબ નહોતો.
શ્રેય હું કશુંક પુછી શકું તમને...
હા... પૂછો ને એમ કહી શ્રેય ચૂપચાપ વિડીયો જોવામાં મગ્ન થઈ ગયો.
નિધિ એ તેના કાનમાંથી હેન્ડ ફ્રી કાઢી કહ્યું... સાંભળો... આમ મારી અવગણવા ના કરો હું જાણું છું કે , ... ચાલો છોડો એ હું શું કહું છું... તમે મને તમારા સ્પર્શમાં એટલે સંપર્કમાં રાખશો ને..? એ વેળા અંતિમ હતી ત્યારથી લઈ આજ દિન સુધી તમને મળી નથી કોની પાસે તમારી ખબર અંતર લઉં... કહો ને તમે..
શ્રેય કહે, " હવે.... હવે.... આજના જમાનામાં કેટલા બધા માધ્યમ છે... અને આ તો મળી ગયા આમ અચાનક ખબર નહીં કેમ મળ્યા... નહિતર હું ક્યાં યાદ આવું કોઈને. વસ્તુ જ છું ને જેને કોઈ પણ ઉપયોગ કરી ચાલ્યું જાય..."
(ક્રમશઃ)