ગુજરાતનો સંસ્કાર વરસો..... Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતનો સંસ્કાર વરસો.....

ગુજરાત નો સંસ્કાર વlરસો.....

ગુજરાત એ શબ્દ સોલંકી સમયમાં આવ્યો હોય તેમ જણાય છે. આ શબ્દ મુળે પ્રાકૃત માંના ગુર્જર કે ગુજરાત પરથી

આવ્યો છે.ગુજરાત એટલે ગુર્જર રાષ્ટ્ર, ગુજરાત દેશ ...ગુર્જર એક જાતી ગણાય છે. જે ઉતરના પંજાબ ,રાજસ્થાન વગેરે

સ્થાનેથી પસાર થઈને આ વિસ્તારમાં આવીને વસી હોય તેમ જણાય છે. ગુજરાત તરીકે ઓળખાતી ભારતના પશ્ચિમ

કિનારા ની પ્રાચીન ભૂમિ કળા ,સંસ્કૃતિ શિલ્પ અને સ્થાપત્યની આ ભૂમિ છે.

માત્ર ૯૦૦ વરસ પહેલાજ આ પ્રદેશ ગુજરાત તરીકે ઓળખાયો.

૪૦૦૦ વરસ પૂર્વેના અવશેષો આ પ્રદેશમાંથી મળી આવ્યા છે. તેથી આ પ્રાચીન ભૂમિ મનાય છે.

હડપ્પા અને મોહેંજો દેડો ની ૪૫૦૦ વરસ પૂર્વેની સંસ્કૃતિ પર પ્રકાશ ફેકતું નગર લોથલ અમદાવાદ

અને ખંભાતના અખાત નજદીકથી મળી આવેલ છે. જે આજે પુરાતત્વ વિદો અને પ્રવાસીઓને આકર્ષે છે.

આવુ જ એક બીજું નગર ધોળાવીરા કચ્છ ખાતેથી મળી આવેલ છે. જે પણ હડપ્પા સંસ્કૃતિનું છે.

આ ધોળાવીરાને આજે વિશ્વ ધરોહરના સ્થાન world heritage monuments તરીકે સ્થાન મળેલ છે.


સોરાષ્ટ્રમાં આવેલ એતિહાસિક જ્યોતિર્લીંગ સોમનાથને સૃષ્ટિના સર્જન જેટલું જ પ્રાચીન માનવામાં

આવે છે. આ મંદિરનો અનેકવાર નાશ થયો છે, અને અનેક વાર તેનું નવનિર્માણ પણ થયું છે.

તેનો ઈતિહાસ ભવ્ય છે. ભારતના પશ્ચિમ છેડે દરિયાકાંઠે આવેલી અને પ્રાચીન નગરી દ્વાર્રીકાનો

ઉલ્લેખ મહાભારત અને પુરાણોમાં જોવl મળે છે.


પુરાણોના ઉલ્લેખો મુજબ ભગવાન શ્રી કૃષ્ણે જરાસંધ ના અlક્રમણોના કારણે મથુરાથી અહી આવી

કુશસ્થલી માં વસવાટ કર્યો હતો અને ત્યાં આજની પ્રસિદ્ધ દ્વારિકા નગરી વસાવી હતી.


ઇતિહlસ પ્રમાણે ભારતમાં વિશાળ સામ્રાજ્ય ધરાવનાર ચંદ્રગુપ્ત મોર્ય ની ગુજરાત પર પણ

આણ પ્રવર્તતી હતી.

ચંદ્રગુપ્તના પોત્ર સમ્રાટ અશોકે ગીરનાર ની તળેટી એ આવેલા ખડક પર શિલાલેખ કોતરાવ્યો હતો.

તે સમયે બોદ્ધો ગુજરાત આવ્યl હતા ,તેની સાક્ષી રૂપે દેવની મોરી, ગીરનાર, જુનાગઢ, તળાજા,

વલ્લભીપુર, વગેરે સ્થાનેથી બોદ્ધ અવશેષો વિહાર વગેરેના પ્રાપ્ત થયા છે.


મોર્યના પતન બાદ વિદેશીઓના આગમન ના પુરાવા રૂપે આ પ્રદેશમાંથી ગ્રીક ,રોમન જેવા પ્રાચીન

સિક્કાઓ તેમની સતા અને સંપર્ક બતાવે છે. ત્યારબાદ ઇશુની પહેલી સદી થી ૫ મી સદી સુધી શક

લોકોએ રાજ કર્યું. તેના અવશેષો અને લેખો પણ ગિરનારમાંથી મળી આવેલા છે.

શક પછી ગુપ્ત વંશના રાર્જ્વીઓ આવ્યા .પંlચમી સદીના મધ્યભાગમાં ગુપ્ત શાશનનું પતન થતા ગુપ્તોના

મૈત્રિક સેનાપતિ ભટટારકે સૌરાષ્ટ્રમાં તેનું રાજ સ્થાપી વલ્લભીપુરને રાજધાની બનાવી.

આ સ્થાને નાલંદા જેવી વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ એક સમયે ચાલતી હતી.

મૈત્રકો ના પરાજય પછી ચાવડl ઓ ગુજરાત પર રાજ કરી ગયા. તેનો આદ્ય સ્થાપક વનરાજ ચાવડો હતો.

જેણે પાટણ વસાવ્યું હતું અને તેને ગુજરાતની રાજધાની બનાવી હતી.

સોલંકી યુગમાં પણ આ અણહીલવાડ પાટણ ગુજરાતની રાર્જ્ધાનીનું શહેર જ હતું.

આ યુગ ગુજરાતનો સુવર્ણયુગ કહેવાયો છે.

આના ઉપર અનેક લેખકો , ઈતિહાસ વિદો એ નવલકથાઓ અને પુસ્તકો લખેલા છે.

આ એજ સમય હતો જ્યારથી ભારતમાં ગુજરાત એ ગુજરાત નામથી જ પ્રસિદ્ધ થયું.

સોલંકી વંશ ગુજરાતના ઇતિહાસમાં શિલ્પ સ્થાપત્ય અને કળા સંસ્કૃતિનો યુગ જણાય છે.

આ સમયના ઘણા શિલ્પો અને સ્થાપત્યો આજે પણ ખુબ પ્રસિદ્ધ છે.

પ્રવાસીઓને આકર્ષે છે.


સોલંકી ઓનું શ્રેષ્ઠ સ્મારક તેનું મોઢેરાનું સૂર્યમંદિર છે.ગુજરાતના પ્રવાસ નક્શાનું જાણીતું નામ છે.

મહમદ ગઝનીના આક્રમણ સમયે તેનો નાશ થયો હોવા છતા તેના આજે પણ અડીખમ ઉભા રહેલા

અવશેષોમાંથી વ્યક્ત થતી શિલ્પ અને કળા , શણગાર મુલાકાતીઓને આકર્ષવા પૂરતા છે.

સોલકી વંશના સ્થાપત્યમાં સિદ્ધરાજનું સહસ્ત્રલિંગ તળાવ સીધ્પુરનો રુદ્રમાળ વગેરે મુખ્ય છે.

સોમનાથનું મંદિર આ જ સમયમાં બે વખત ભાંગ્યું હતું. અને ઉભું પણ થયું હતું.


સોલંકી પછી રાજ્સતા વાઘેલાઓના હાથમાં આવી .છેલ્લા રાજપૂત રાજવી કર્ણ વાઘેલાનું

ઈસ ૧૨૯૮ મl પતન થતા તે પછી લગભગ ૪૦૦ વર્ષ મુસ્લિમોનું રાજ હતું, ૧૭૫૮માં મરાઠાઓએ

મોગલ સુબા મોમીન્ ખાનને હરાવી અમદાવાદનો કબજો મેળવતા ગુજરાતમાં મુસ્લિમ શાશનનો

એક બે અપવાદો બાદ કરતા લગભગ અંત આવ્યો.


મુસ્લિમ કાળ દરમ્યાન એક વખતના કર્ણાવતી અને આશાપલ્લી પાસે અહમદશાહ બાદશાહે

ઈસ ૧૪૧૧ માં અમદાવાદ નગરી સ્થાપી હતી. એ ગુજરાતની રાજધાની બની.આ સમય દરમ્યાન

અને આ પછી અમદાવાદમાં અને ગુજરાતમાં મોગલ બાદશાહોના સુંદર સ્થાપત્યો ,ઈમારતો રૂપી


મસ્જીદો, રોજl વગેરે અસ્તિત્વમાં આવ્યા. અમદાવાદ સિવાય સરખેજ રોઝા ,વટવા, ધોળકા,

મહેમદાવાદ, ચાંપાનેર, વગેરે સ્થાનોએ પણ મુસ્લિમ સલ્તનતો ના સ્થાપત્યો, મસ્જીદો ને ઈમારતો

જોવા મળે છે. અમદાવાદને સુંદર મુસ્લિમ સ્થાપત્યો ને ઈમારતો ધરાવતી નગરી તરીકે દિલ્હી

પછી ગણી શકાય.


અહીના ઝુલતા મિનારા એ વિશ્વમાં સ્થાપત્ય કળl ની એક અજોડ અજાયબી છે.

જેના રહસ્યનો તાગ આજ સુધી મળતો નથી. અlવl અનેક મિનારા આ શહેરમાં હતા.

જેમlની બે જોડી આજે પણ છે. મસ્જીદ સાથે બંધાયેલા આ મીનારાઓએ મસ્જિદના સોંદર્ય માં

પણ વધારો કર્યો છે. આમાં એક મિનારાને ટોચેથી ધ્રુજાવતા તે તો ધ્રુજે જ છે પણ સાથેનો અન્ય

મિનારો પણ ધ્રુજવા લાગે છે. જયારે બને મિનારોને જોડતી કમાન જેવી દીવાલ સ્થિર રહે છે.


આ ઉપરાંત અમદાવાદમાં લાલદરવાજા પાસે આવેલી અને ૧૫૭૨-૭૩ માં બંધાયેલી સીદી સેયદની

જાળી તેની કોતરણી માટે વિશ્વ વિખ્યાત છે. અમદાવાદ આવતા મુલાકાતીઓ તેની અચૂક મુલાકાત લે છે.

શિલ્પ સ્થાપત્ય ને કલા કોતરણી નો બેનમુન નમુનો છે, સુદર કોતરણી છે .આ ના નમુનાના પ્રતીકો

લંડનના મ્યુઝીયમમાં પણ સચવાયેલા છે. ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ મોગલકાળમાં પણ શિલ્પ સ્થાપત્યો થી

ભરપુર આલેખાયેલ છે.


કળા અને સંસ્કૃતિની બાબતમાં પણ ગુજરાતનું સ્થાન ગૌરવવંતુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છની ભરત કળાઓ અને

હ્સ્ત્કળાઓ , બાંધણી વગેરે જગમશહુર છે. એની માંગ દિવસે દિવસે વધી રહીછે. ફેશન બજારમાં આગવું

સ્થાન એમનું છે. નિકાસ પણ મોટી થlય છે. આજે આ કળા ઓએ વિશ્વ બજારમાં એનું સ્થાન જમાવ્યું છે.

અનેક કારીગરો ના જીવનની આજીવિકા કે આધાર પણ છે.


એક જમાના માં સુરતના વસ્ત્રો અને સાડીઓની પણ મોટી માંગ હતી અને પ્રસિદ્ધ હતી. .

આજે પણ જુદા સ્વરૂપે છે. તો પાટણ ના પ્રાચીન પટોળાની કળા તો વિશ્વવિખ્યાત છે.

હજારો અને લાખોની કિમતના આ પટોળા ના કારીગર કુટુબો હવે બહુ જ ગણ્યા ગાંઠ્યા છે.


આવી કળાઓ વંશ પરંપરાગત જુજ પરિવારોમાં સચવાયેલી રહેતી હોય છે.

હસ્તકળા ઉપરાંત ગુજરાત તેની લોક્કળાઓ અને નૃત્ય રસ ગરબા લોક સંગીત અને લોક નૃત્યો

ની બાબતમાં પણ મશહુર છે. ભગવાન કૃષ્ણના સમયના ઈતિહાસ અને કાવ્યો ,મહાકાવ્યો ,કૃષ્ણ લીલા

અને તેના રlસ ગરબાને આજે પણ એટલા જ લોકપ્રિય છે.

ગોપીઓ અને કૃષ્ણના નૃત્યો અને રlસ ગરબા માતાજીના ગરબાની સાથે ગુજરlતમાં નવરાત્રી અને અન્ય તહેવારોમાં

રમઝટ બોલાવતા હોય છે. લોકપ્રિય પણ એટલા જ છે. ફિલ્મો ને ટીવીમાં પણ એટલુજ મહત્વનું સ્થાન ધરાવે છે.

કવિ નર્મદ અને નરસિહ મહેતા જેવા સંતો અને લોક ગાયકો જ્યાં પેદા થયા છે તે ગરવી ગુજરાતમાં સંતો,કવિઓ, ચl રણો

ના લોકગીતો,દુહાઓ આજના વિજ્ઞાનયુગમાં પણ એટલા જ લોક પ્રિય છે.


ભારતની ભૂમિ પર વિદેશીઓએ સુરતમાં પગ મુક્યો અને તેમની પહેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ સુરત

બંદરે સ્થાપી હતી. સ્વતંત્ર ચળવળ અને આઝાદીની લડત સાથે જેનું નામ સંકળાયેલું છે તે મહાત્મા ગાંધીજીની

જન્મભૂમી અને કર્મભૂમિ તેમજ તપોભૂમિ પણ ગુજરાત છે. ૧૯૧૮ માં તેમણે સાબરમતી ખાતે ગાંધી આશ્રમની સ્થાપના

કરી. બાદમાં ૧૯૩૦ માં મહાત્મા ગાંધીએ અહીંથી જ દાંડી કૂચની યાત્રા ની શરૂઆત કરી. ત્યારે' કાગડા કુતરાના મોતે

મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના અહી પાછો નહી ફરું. 'એવી પ્રતિજ્ઞા લીધી હતી.


એ નોધ પlત્ર છે કે ગુર્જર સંસ્કૃતિ પ્રાચીન હવા છતાં તેમજ તેનો કળા, સંસ્કૃતિ ,સંગીત,શિલ્પ-સથાપ્ત્ય વગેરેમાં

ઉમદા ફાળો હોવા છતાં ગુજરાત તેના વેપાર ઉદ્યોગ અને વાણીજ્ય માટે વિશેષ પ્રસિદ્ધ છે.

પ્રાચીન સમયથી જ ગુજરાત તેના વેપાર, વાણીજ્યને, ઉદ્યોગ ની બાબતમાં વિશેષ પ્રગતી સાધી શક્યું છે.

દેશમાં સોથી લાંબો ૧૬૦૦ કિમીનો સાગરકl ઠો ધરાવતો આ પ્રદેશ અમીર અને સમૃદ્ધ છે.

એ પણ હકીકત છે કે ગુજરાતીઓ માટે નો અભિપ્રાય વેપારી પ્રજા અને ધંધાદારી વ્યક્તિઓ નો રહ્યો છે.

એવી પણ વાત એક છે કે ગુજરાતીઓ માત્ર વેપાર કરી જાણે છે. ધંધામાં જ નિપુણ હોય .

એમ છતાં કળા શીલ્પ્ સ્થાપત્યો બાબતે આ પ્રદેશ નો વિકાસ પ્રાચીન સમયથી જ અદ્ભુત છે.

અને આ સંસ્કૃતિ કેમ વિકસી તે અંગે ઘણા મતમતાંતર પણ છે. પરતું આ પણ એક હકીકત છે કે

વેપાર વાણીજ્ય અને ધંધાની આ ભૂમિ પ્રાચીન સમયથી જ અનેક મહાત્માઓ, નેતાઓ,કવિઓ, સંતો ,

સાહિત્યકારો, લેખકો ,કલાકારોની ભૂમિ પણ રહી છે. જેમનો જન્મ અહી થયો કે તેઓ આવીને

આ ભૂમિમાં વસ્યા હતા..શ્રી કૃષ્ણ ની જેમ....


એટલું જ નહી રાષ્ટ્રના, સમાજના વિકાસમાં પોતાનો ફાળો પણ આપ્યો છે અને બલિદાનો પણ આપ્યા છે.