શ્વેત, અશ્વેત - ૧૬ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - ૧૬

‘આ કેજ?’ મે દરવાજા પર ઊભા દીશાંતને પૂછ્યું.

‘તમારી મિત્ર મિસ ક્રિયાએ મંગાવ્યું હતું.’ તેણે હસીને જવાબ આપ્યો.

તમારી? હું આને ૬૭ની બુઢ્ઢી લાગતી હતી કે શું?

તે અંદર આવ્યો અને સોફા પર પાંજરું મૂકી બાજુમાં સામાન મૂક્યો.

ક્રિયા તેણે જોઈજ રહી. નિષ્કા તેની સાથે કોઈ વાત કરતી હતી. તનીષાએ પાંજરું હાથમાં લીધું અને જોવા લાગી.

‘દીશાંત?’ ક્રિયાએ જોરથી પૂછ્યું.

‘હં?’ દીશાંતે ક્રિયા તરફ જોયું પણ ન હતું.

‘સિયા ફ્રી છે?’

આ વાત પર ક્રિયા તરફ દીશાંતે જોયું. એ સોર-સરેસનું ક્રિયાને શું કામ પડ્યુ?

‘ક્યારે?’

‘કાલે સવારે?’

‘હા.. કેમ?’

‘મારે પોરબંદરનો દરિયો જોવા જવું છે.’

નિષ્કા ક્રિયા તરફ આંખો કાઢી જોવા લાગી.

‘શું થયું? આપણે અહીં ફરી નથી આવવાના.’ તેણે હાથ હલાવી નિષ્કાને જવાબ આપ્યો.

‘પણ કાલે તારે વિડિયો લેવાનો છે -’

‘સાંજે લેવાનો છે. હું તો સવારે જઈશને.’

‘પણ..’ તનીષા બોલતા બોલતા અટકી ગઈ.

‘અને મારે શોપિંગ પણ કરવી છે.’

પછી કોઈ કશુંજ ન બોલ્યું.

‘ઇફ યુ વિશ ટુ ગો.. ધેન, આઈ ગેસ યુ શૂડ.’ મે ક્રિયાને મોટા સ્વરમાં જવાબ આપ્યો.

નિષ્કાએ માથું હલાવ્યું.

‘તો હું સિયાને કાલ સવાર માટે કહી દઇશ. ઓકે?’

‘હા!’ ક્રિયાએ જોરથી જવાબ આપ્યો.

સિયા સાથે? અને એ પણ શોપિંગ.

દીશાંત ઓકવર્ડ થઈ ગયો. વેવ કરી તે બહાર ગયો.

આના મગજમાં શું ચાલે છે?

તે બહાર ગયો પછી, ‘વોટ વોસ ધેટ, ક્રિયા!’ મે એને પૂછ્યું.

‘શું?’

‘આ એકલા - એકલા શોપિંગ જવાનો પ્લાન?’

તનીષા મારી તરફ જોવા લાગી. ‘શું? મને લાગ્યું તું ક્રિયા કરતાં થોડીક સેન્સેબલ હોઈશ!’

‘એમા શું થઈ ગયું? તમારે આવું હોય તો આવો નહીં, યુ કેન સ્ટે હિયર, હું તો જઈશ.’

‘આ કોઈ પરેન્ક શો ચાલી રહ્યો છે? હવે તમે અમારી સાથે મજાક કરી રહ્યા છો? કરી રહ્યા છો તો હસવાનું ક્યારે ચાલુ કરશો?’ નિષ્કા બોલી.

‘અમે નથી ફસાવી રહ્યા તમને.. અમે તો બસ ફરવા ઈચ્છીએ છીએ.’ ક્રિયા બોલી.

આના મગજમાં કશુંક ચાલી રહ્યું છે..

નિષ્કા તો બસ લેપટોપ લઈ બેસી ગઈ. અને તનીષા તેના રૂમમાં જતીરહી.

‘આ લોકો પણ વિચિત્ર છે નૈ..’

ઈચ્છા તો ક્રિયાના મોઢા પર મુક્કો મારવાની થઈ હતી, પણ મુક્કો હાથથી મારવો જરૂરી થોડી છે..

સાંજે જમ્યા, ત્યાં સુધી અમે ખાલી હં, કે હા અને ના માંજ વાત કરતાં હતા.

ક્રિયા ઓડકાર ખાઈ ઉપર જતિ રહી. અમે બધા પોત પોતાના વાસણ પોતેજ સાફ કરીએ છીએ. જમવાનું બનાયું તે વાસણ સાફ કરવાની ડયુટી આજે મારી હતી. વોશ કર્યા બાદ હું લાઉંજમાં બેસી. ત્યાં તનિષ્ક વાંચતાં હતા.

‘ગાઈઝ..’ કોઈ જવાબ નહીં.

‘લીસન નો..’ ફરી કોઈ જવાબ નહીં.

‘મારી જોડે એક પ્લાન છે..’ આ વખતે નિષ્કા મારી સામું આંખ ફેરવી જોવા લાગી.

‘ક્રિયા હવે સિયાને તેના ભાઈ વિષે પૂછવાનું ચાલુ કરશે.. એને શું ગમે છે.. શું નથી ગમતું, સિંગલ છે, કોઈ પ્રેમિકા છે.. અને જો તે કઈક વધુ બોલી ગઈ તો તેની સાથે કોઈએ તો રેહવું પડશેને?’

તે બંનેવ મારી સામે જોવા લાગ્યા. ‘તો આ બધુ?’ બંનેવ સાથે બોલ્યા.

‘અચ્છા.. આ દીશાંત નામનો ભૂત ભગાવવો તો પડશેને, નહીં તો ક્રિયા આપણો આઇડીયા સક્સેસ નહીં થવા દે. મારી જોડે એક નાનો પ્લાન છે.. તે કરવામાં મારી હેલ્પ કરશો?’

‘શું?’ ફરી સાથે.

મે એમને મારો પ્લેન કીધો. કનિષા મારી સામું જોતિજ રહી. નિષ્કાએ સ્મિત આપ્યું.

'તને લાગે છે આ કામ કરશે?' આ વખતે તનીષાએ એકલા પૂછ્યું.

'બિલકુલ.'

બિલકુલ.