Shwet Ashwet - 15 books and stories free download online pdf in Gujarati

શ્વેત, આશ્વેત - ૧૫

‘તો એનામાં પ્રોબ્લેમ શું છે?’ તનીષાએ મને પૂછ્યું.

‘ખબર નથી. એ થોડોક વિચિત્ર છે. ખોટ્ટો છે.. આઈ ડોન્ટ’નો.. મતલબ કોઈ રેપ્યુટેબલ (માન - સમ્માન ધરાવતું) ઘરનો વ્યક્તિ આટલો ખુશ, આટલો ઉત્સાહ સાથે- ઓલમોસ્ટ સ્ટુપિડલી વાત કેમ કરતો હોય? અને જો એનામાં ફૂલ લાવવાની સમજણ છે તો તે આવી રીતે વાત કેમ કરતો હોય.’ તે ક્ષણે નિષ્કાના ફેસ જોતાં લાગતું કે તે કઈક કહેશે. મને ખબર પણ હતી. તે કહેવા ઇચ્છતી હોઈ શકે સિયાએ આ ફૂલનો આઇડીયા આપ્યો હોય. પણ ના, એક વાર સિયાને ઓળખ્યા બાદ તો આવું ન જ વિચારી શકાય.

‘પણ અલગ થવું તે સારું ના કે’વાય?’ ક્રિયાએ પૂછ્યું.

‘એમ તો રસ્તા પર ચાલતી એન્ટસ્ પણ અલગ હોય છે -’

‘એવી રીતે નહીં, માણસો. યુમન્સ.’

‘ઘણા સાઇકો લોકો પણ અલગ પડતા હોય છે. આપણી યુનિવર્સિટીમાં ઘણી વાર લોકો આમની વિઝિટ માટે જતાં હોય છે, હવે તું પણ જજે.’

‘અરે ક્યાં પે’લા સાઇકો અને ક્યાં દીશાંત.’

‘પણ અલગ તો -’

નિષ્કાએ ચીસ પાડી.

‘હુરરે!’

તનીષા તેની બહેનને જોઈજ રહી. ‘શું થયું?’

‘નવા ૫૬ ફોલોવર્સ વધી ગયા!’

એક જ દિવસમાં! હુરરે!

અમે તેની પાસે જોવા ગયા. તે સોફા ઉપર બેઠી હતી. એક હાથમાં લેપટોપ અને બીજા હાથમાં ફોન હતો.

અમારા ફેસબુક પ્રોફાઇલને ૫૬ લોકો વધુ ફોલો કરવા લાગ્યા હતા.

શું વાત છે!

‘હજી તો ૪૩ સિન્સ બાકી છે. ચાર વિડિયો, બાકી ફોટા. અને પ્રોગ્રેસ વધી રહી છે.’ તનિષા એ કહ્યું.

તનીષા હમેંશા અમારા પ્રોગ્રેસને ધ્યાન આપી ચાલતી.

તે થોડુંક અચૂકતું મને લાગતું હતું.

હાલ તો હું આ શુબ સમાચાર પર ધ્યાન આપું.

ક્રિયા ફટાફટ અંદર જતિ રહી. હું તેની પાછળ જોવા ગઈ તો તે ઊભી - ઊભી લાઉંજના દરવાજા ને જોતી હતી.

પાછળ તનિષ્ક આવ્યા. ક્રિયાએ વગર કશું કીધે નિષ્કાના ફોનથી એક ફોટો પાળ્યો.

આ શું?

પછી નિષ્કા કશુંક બોલે તે પહેલા તેણે તે ફોટો અમને દેખાળ્યો.

ફોટામાં બ્રાઉન દરવાજાના નીચેના ભાગમાં કશુંક લાગ્યું હોય તેવું દેખાતું.

‘વોટ ઇસ ધિસ?’ તનીષા એ પૂછ્યું.

‘લો’ઈ.’ ક્રિયાએ જવાબ આપ્યો.

‘બ્લડ?’ નિષ્કા બોલી.

‘સુકાયલુ લોહી. અહીં કઇ રીતે એ મને ના પૂછતાં.’

બધા મારી સામે જોવા લાગ્યા.

મને મમ્મીના શબ્દ યાદ આવ્યા. આ ઘરમાં કદાચ ભૂત છે.

‘મંગુસનું લોહી છે. કિચનમાં આવી ગયું હતું. ત્યારે દાદા એ મારી નાખ્યું.’ હું બોલી.

સ્વાભાવિક છે કે આ હકીકત છે.

મારા દાદા આ ઘરમાં રેહવા આવ્યા ત્યારે હોસ્પિટલમાં હતા.

‘તો તો આ લો’ઈ જૂનું હશે નહીં?’ ક્રિયાએ દરવાજા સામે જોતાં પુછ્યું.

‘હા.’

નિષ્કાએ તરત અમારા ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો મૂક્યો, લખ્યું “ધ બ્લડ ઓફ સર વિલિયમસન.”

પછી અમે બહારના રૂમમાં ગયા અને સોફા પર બેસ્યા. ત્યારે ક્રિયા લેપટોપ લઈને કશુંક લખવા લાગી. અને હું વિચારતી હતી.

મમ્મી એ કહ્યું અહીં લોકો ને ભૂત છે તેવું લાગે છે. તેવું કેમ હશે?

આ ઘર બંધ રહ્યું છે. સુર્યપ્રકાશ ઓછો આવે છે. જગ્યા જૂની છે. અહી, રહેલા પહેલા બે જણની મૃત્યુ થઈ છે. સાથે આ ડોરમીટોરી પણ રહી ચૂક્યું છે.

બેલ વાગ્યો. હું દરવાજો ખોલવા ગઈ.

ડોર આગળ દીશાંત હતો. તે સ્માઇલ કરી રહ્યો હતો. હો! હવે આ ક્રિયાનું પાછું ચાલુ થઈ જશે.. એટલું હું વિચારું તે પહેલા મે એના હાથ જોયા. એક હાથમાં એક બોક્સ હતું, તો બીજા હાથમાં કઈક અજીબ જ હતું.

તેના બીજા હાથમાં એક મોટ્ટુ પાંજરું હતું.

અ કેજ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED