Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 91 (અંતિમ ભાગ)

નિયા દસ દિવસ થી સુરત હતી અને આજે જ પાછી મુંબઈ આવી હતી. આ દસ દિવસ માં એની ભાવિન સાથે વાત બોવ જ ઓછી થઈ હતી.

નિયા આવી ત્યારે ભાવિન જોબ પર ગયો હતો. રાતે જ્યારે ભાવિન આવ્યો ત્યારે જમી ને પછી એ લોકો વાત કરતા હતા.

" ક્યાં બીઝી હતો તું ? અને આ બેગ કોની પડી છે ?" નિયા એ પૂછ્યું.

" મારો એક ફ્રેન્ડ આવ્યો છે એની છે "

" તારો ક્યો ફ્રેન્ડ ?"

" છે એક ખાસ દોસ્ત " ભાવિન આંખ મારતા બોલ્યો.

" ભાવિન કોની વાત કરે છે અને એ આવ્યો છે તો ક્યાં છે?" નિયા એ પૂછ્યું.

" આવસે હમણાં એ " ભાવિન એ કહ્યું.

ત્યાં ડોર બેલ વાગી. " આવી ગયો મારો ફ્રેન્ડ " ભાવિન કહી ને દરવાજો ખોલવા ગયો.

" કેવું રહ્યું ?" ભાવિન એ પૂછ્યું.

" મસ્ત "

આ અવાજ સાંભળેલો હતો નિયા એ એટલે એને જોયું દરવાજા પાસે.

આદિ શૂઝ કાઢતો હતો. ત્યાં ભાવિન બોલ્યો,

" નિયા મારો ફ્રેન્ડ આવી ગયો "

" હાઈ ભાભી "

"ભાભી?" નિયા શોક હતી આ સાંભળી ને.

" આદિ તું ? " નિયા આદિ ને જોઈ બોલી.

" કેમ હું ના આવી શકું તારા ઘરે ?" આદિ એ પૂછ્યું.

" હા પણ આમ અચાનક " નિયા ને શું બોલવું એ ખબર નઈ પડતી હતી.

" કેમ એ ના આવી શકે ?" ભાવિન એ પૂછ્યું.

નિયા ને આદિત્ય અને ભાવિન ના સવાલ ના જવાબ આપવા ના પડે એટલે એ કિચન મા પાણી લેવા ગઈ.

પાંચ મિનિટ પછી,

ભાવિન અને આદિત્ય કઈક વાત કરતા હતા. નિયા ને કઈ જ સમજ નઈ પડતી હતી કે એ બંને શું વાત કરી રહ્યા છે. પણ પૂછવાનો કોઈ જ મતલબ નઈ હતો કેમકે એ બંને એટલા હરામી છે કે કઈ પણ પૂછે સરખો જવાબ આપે જ નઈ.

થોડી વાર તો નિયા ચુપ ચાપ જ બેસી રહી. નિયા ને ચુપ જોઈ ને ભાવિન એ ઈશારા મા પૂછ્યું
" શું થયું ?"

નિયા એ કઈ નઈ એવું કહ્યું.

ભાવિન અને નિયા ને ઈશારા મા વાત કરતા જોઈ ને આદિ એ કહ્યું,

" તમે બોલી શકો છો ઈશારા માં વાત કરો છો એના કરતા"

નિયા એ વાત ને ઈગનોર કરી ને ફોન મા જોવા લાગી અને ભાવિન થોડું હસ્યો.

થોડી વાત પાછી આદિત્ય અને ભાવિન કઈક વાત મા લાગી ગયા. નિયા ફોન મા કઈક જોતી હતી. થોડી વાત પછી ભાવિન એ પૂછ્યું,
" નિયા એક વાત કહું ?"

" હમ " નિયા આટલું જ બોલી.

" મન હવે દૂર નઈ રહે " ભાવિન એ કહ્યું.

" શું બોલે છે ભાવિન તું ?"

" ભાવિન સાચું જ કહે છે " આદિ એ કહ્યું.

" તમે બંને શું કેવ છો મને કઈ જ ખબર નથી પડતી " નિયા બોલી.

" મગજ હોય તો ખબર પડે ને " આદિ નિયા ને હેરાન કરવા બોલ્યો.

નિયા ગુસ્સા થી આદિ સામે જોતી હતી એટલે ભાવિન એ કહ્યું,

" નિયા આદિ છેલ્લા નવ દસ દિવસ થી અહીંયા જ છે. અને પેલી બેગ નું પુછતી હતી એ પણ આદિ નું જ છે "

" વાહ અને મને કઈ ખબર જ નથી " નિયા બોલી.

" નિયા સરપ્રાઈઝ કહેવાય એને શું કહેવાય ? " આદિ નિયા ને વધારે ગુસ્સો અપાવતો હોય એમ બોલ્યો.

નિયા ને ગુસ્સો આવતો હતો. અને ખુશ પણ હતી પણ આદિ એને વધારે હેરાન કરતો હતો એટલે નિયા એ એની બાજુ માં ટેડી બિયર પડ્યું હતું એ ફેંક્યું.

" તારું ટેડી બિયર હવે પાછું નઈ મળે " આદિ એ ટેડી બિયર એની બાજુ માં મૂકતા કહ્યું.

" તો રાખ, મારી પાસે એના થી સારું છે " નિયા બોલી.

" સાચે મને તો કીધું જ નઈ તારી પાસે પણ ટેડી બિયર છે" ભાવિન બોલ્યો.

" ભાવિન ટેડી બિયર નઈ પણ બાજુ માં કાચ નો ગ્લાસ પડ્યો છે એટલે વિચારી ને બોલજે " આદિ એ કહ્યું.

" ઓહ હા "

નિયા એના રૂમ માં જઈ ને ટેડી બિયર લઈ ને આવી.
" આ કોનું છે ?" આદિ એ પૂછ્યું.

" મારું જ છે. બીજા કોનું હોવાનું ?"

" તો આટલા દિવસ થી તો દેખાયો નઈ તારો ટેડી " આદિ એ કહ્યું. આ સાંભળી ને ભાવિન હસતો હતો.

" એ માળિયા માં મુકી ને ગયેલી સુરત ગઈ ત્યારે " ભાવિન એ કીધું.

" કેમ નિયા આવું કર્યું ?" આદિ એ પૂછ્યું.

" નીચે ટેડી ની સલામતી નઈ હતી " નિયા ભાવિન સામે જોતા બોલી.

" ભાવિન એ ટેડી આપ્યું છે આ ?" આદિ એ પૂછ્યું.

" ના ના , માનસી દી એ "

" હું તો ના જ આપું " ભાવિન નિયા ની સામે જોઈ ને બોલ્યો.
નિયા ભાવિન ની સામે જોતી હતી થોડું ગુસ્સા માં.

પછી નિયા એ વાત બદલાતા કહ્યું,
" આદિ હવે કહીશ અહીંયા કેમનો ?"

" આદિ ને અહીંયા જોબ મળી ગઈ છે મારી જ કંપની માં" ભાવિન બોલ્યો.

" વ્હોટ ? તમે બંને મસ્તી કરો છો ને ?" નિયા ને લાગ્યું આ બંને મસ્તી કરે છે.

" ના નિયા , ભાવિન સાચું કહે છે "

" હા મેં તને ફોન પર કહ્યું હતું ને ઇન્ટરવ્યૂ ચાલે છે કંપની માં "

" એવું મને યાદ નથી "

" શું કામ મગજ ખરાબ કરે છે તો. આદિ હવે મુંબઈ આવી ગયો છે એટલું સમજી જા " ભાવિન એ કહ્યું.

" આ તો ખુશી ની વાત છે. પણ ખુશી ક્યાં છે ?" નિયા એ પૂછ્યું.

" એ હજી ઘરે છે બધું ફાઇનલ થાય પછી અહીંયા લઇ આવીશ "

નિયા પાછી કંઈક વિચારો માં ખોવાઈ ગઈ. ભાવિન અને આદિ કંઈક કામ ની વાત કરતા હતા.

થોડી વાર પછી,
" તમે વાત કરો હું સુઈ જાવ છું " કહી ને નિયા બેડ રૂમ માં જઈ ને સુઈ ગઈ.

બે ત્રણ દિવસ માં તો આદિ નું ત્યાં રહેવાનું અને જોબ નું બધું ફાઇનલ થઇ ગયું.

આદિ પાંચમા માળ પર રહેતો અને હવે તો ખુશી પણ આવી ગઈ હતી.

રાતે એ લોકો મળતા અને વાત થતી મોડા સુધી.

થોડા દિવસ પછી,

નિયા કબાટ સાફ કરતી હતી અને ભાવિન ફોન માં કંઈક કરતો હતો. ત્યાં ભાવિન એ કહ્યું,
" નિયા ... "

" હમ બોલ "

" તું સુરત ગઈ પછી ઘર માં કઈ ખૂટતું હોય એવું લાગ્યું "

" મતલબ ?"

" સગાઇ પહેલા પણ હું અહીંયા એકલો જ રહેતો, ત્યારે તારી સાથે વાત થાય કે ના થાય મને બોવ ફરક ના પડતો, હા પણ ત્યારે પણ હું વાત કરવાની રાહ તો જોતો, સગાઇ પછી પણ કંઈક અલગ હતું આપડી વાત પણ પહેલા કરતા થોડી વધારે થતી , રાતે વાત થતી એટલે એવું ના લાગતું કે ઘરે હું એકલો છું. મેરેજ પછી નો મહિનો તું જલ્દી આવશે એની રાહ માં કેમ જતો રહ્યો એ ખબર ના રહી અને પછી તું અહીંયા ફાઈનલી આવી પછી સાત સાડા સાત કયારે વાગશે એની રાહ જોવાતી થઇ ગઈ કેમકે ઘરે કોઈ મારી રાહ જોતું હતું.

આખા દિવસ માં કોઈ નો અવાજ ના હોય, બધું જેમ તેમ પડેલું હોય, કબાટ માં પણ કપડાં જેમ તેમ મૂક્યા હોય આપડી વિડિઓ કોલ પર વાત થતી એટલે તને ખબર જ હશે. પણ હવે બધું સરખું થઇ ગયું ઘર માં કોઈ નો તો અવાજ આવતો, કોઈ આવી ગયું હતું મારી સાથે વાત કરવા અને હું પણ એને થોડો હેરાન કરી લેતો.

રાતે મુવી જોતા જોતા આપડી ઘણી વાતો થઇ જતી અને અમુક વાર તો સવાર સવાર માં પણ. તું ગઈ ને ત્યારે તો એમ જ લાગતું હતું પહેલા પણ હું રહેતો જ હતો ને તો હવે શું ? હવે પણ રહી લઈશ. પણ ના ...

આ દસ બાર દિવસ બોવ જ અલગ હતા. બોવ જ યાદ કરી છે તને, અને સૌથી વધારે તો રાતે. આદિ આવ્યો હતો એટલે કઈ વાંધો નઈ હતો તો પણ બોવ યાદ કરી હતી.

હવે આ ઘર માં તું ના હોવ ને તો મઝા નઈ આવતી. તું ..." ભાવિન આગળ કઈ બોલે એ પહેલા નિયા એ કહ્યું,

" બસ કર પગલે અબ રૂલાયેંગા ક્યાં ?"

" ના ના"

હવે તો અમુક વાર ખુશી , આદિ , ભાવિન અને નિયા રાતે અમુક વાર બહાર ફરવા જતા. રવિવારે બહાર જવાનું એ નક્કી હતું એ લોકો નું. આદિ અને નિયા ની દોસ્તી હજી પણ એવી ને એવી જ હતી જે ત્રણ વર્ષ પહેલા હતી. કોઈ વાત નો ચેન્જ નઈ થયો હતો સિવાય એક. હવે એમની દોસ્તી તોડવાની તાકાત કોઈ ના માં રહી નઈ હતી. સાત વર્ષ ઉપર થઇ ગયું હતું હવે મન ની દોસ્તી ને. અને એ બંને માટે સારી વાત એ કહી કે ખુશી અને ભાવિન બંને માંથી એક પણ એમની દોસ્તી માં વચ્ચે નઈ આવ્યા હતા.

આમ ને આમ હવે સારા દિવસો જતા હતા. જૂન મહિનો પણ ચાલુ થઇ ગયો હતો. અને થોડો વરસાદ પણ.
વચ્ચે બે દિવસ ની રજા આવતી હતી ત્યારે ભાવિન એ કહ્યું લોનવાલા જઈએ.

લોનાવાલા પણ નિયા ના વિશ લિસ્ટ ની જગ્યા માંથી એક જગ્યા હતી.

બે દિવસ એ લોકો એ લોનાવાલા માં બોવ જ મઝા કરી. ફોટા પણ એટલા પડ્યા હતા જેની કોઈ લિમિટ નઈ હતી. ખુશી પણ હવે આ લોકો સાથે થોડી વધારે જ ભળી ગઈ હતી. અને મસ્તી તો ચારેવ સરખી કરતા અને બોલવામાં તો કોઈ પાછું પડે એમ હતું જ નઈ.

અમુક વાર આદિ અને ખુશી નિયા ના ઘરે આવ્યા હોય ત્યારે, એ બંને અને ભાવિન ત્રણેવ ભેગા થઇ ને નિયા ને બોવ અક્રાવતા.

આમ મસ્તી મઝાક માં પણ હવે એ લોકો ના બોન્ડ દિવસે ને દિવસે મજબૂત થતા ગયા.

નિયા પણ ખુશ હતી કેમકે જે મન ની દોસ્તી તૂટવાનો ડર હતો એ હવે ગાયબ થઇ ગયો હતો.

બે મહિના પછી,

ઑગસ્ટ મહિનો ચાલુ થઇ ગયો હતો. રક્ષાબંધન પર આદિ અને ખુશી ઘરે જવાના હતા. નિયા અને ભાવિન તો ત્યાં જ હતા કેમકે માનસી દી મુંબઈ આવવાના હતા.

માનસી દી મુંબઈ આવ્યા ત્યારે નિયા અને ભાવિન નો બોન્ડ જોઈ ને એ પણ ખુશ થઇ ગયા હતા કેમકે એમને ખબર હતી પહેલા ભાવિન કેવો હતો એ. બે ત્રણ દિવસ રહ્યા પછી એ લોકો પણ જતા રહ્યા.

થોડા દિવસ પછી,

નિયા અને ભાવિન જમતા હતા ત્યારે પ્રિયંકા બેન નો ફોન આવ્યો.

નિયા એ ફોન તો ઉચક્યો પણ હજી મોહ માં ખાવાનું ભરેલું હતું એટલે કઈ બોલાયું નઈ એટલે એને ફોન સ્પીકર પર કરી ને ભાવિન ને બોલવાનું કહ્યું.
" હેલો "

" ક્યાં ગઈ નિયા ?"

" આ રહી " નિયા બોલી.

" રિયા ને બાબો આવ્યો"

" ક્યારે ?"

" હમણાં "

" ઓહ વેલ "

ત્યાં તો ભાવિન ના ફોન માં રિંગ વાગી ભાવિન ના મમ્મી નો કોલ હતો.
ભાવિન ના મમ્મી એ પણ એજ કહેવા ફોન કર્યો હતો.

રાતે ,

નિયા અને ભાવિન વાત કરતા હતા અને નિયા કઈ બીજા જ વિચારો માં ખોવાયેલી હતી.
" ઓય શું વિચારે છે ?"

" કઈ નઈ કંઈક ફરવા જવું છે "

" તો ચાલો "

" ભાવિન બધા માં મસ્તી ના હોય હું સિરિયસ કહું છું "

" ઓકે ક્યાં જવું છે ?"

" એ મને નઈ ખબર , કઈ નઈ સુઈ જા ચાલ "

નિયા વાત પતાવી ને સુઈ ગઈ અને ભાવિન વિચારતો હતો ક્યાં ફરવું જવું.

હવે તો રજા હોય એટલે નિયા અને ભાવિન ક્યાંય ફરવા જતા અને ખુશી અને આદિ પણ એમની જોડે જ જતા.
ચાર જણ નું કંઈક અલગ જ ફેમિલી હોય એવું થઇ ગયું હતું.

ત્રણ મહિના પછી,

દિવાળી આવી ગઈ હતી અને આ ટાઈમ ની પહેલી દિવાળી હશે નિયા ની જે ભાવિન સાથે હતી. અને ભાવિન પણ ઘણા ટાઈમ પછી દિવાળી માં ઘરે આવ્યો હતો બાકી તો એ એના ફ્રેન્ડ સાથે ફરવા જતો રહે.

એક અઠવાડિયું એ લોકો સુરત હતા દિવાળી પર પછી પાછા મુંબઈ જતા રહ્યા હતા. નિયા ની જોબ માં હજી રજા હતી ભાવિન ની જોબ ચાલુ થઇ ગઈ હતી એટલે.

આખો દિવસ નિયા એકલી હોય એટલે કઈ નું કઈ લખ્યા કરતી અને અમુક વાર એ અને ખુશી શોપિંગ કરવા જતા તો ક્યારેક મોલ માં જતા.

થોડા દિવસ પછી,

ઠંડી શરૂ થઇ ગઈ હતી તો પણ એ લોકો રાત્રે આઈસ ક્રીમ ખાવા ગયા હતા. આજે નિયા નું ધ્યાન આઈસ ક્રીમ કરતા વધારે ફોન માં હતું. આદિ એ ક્યારે નું નોટિસ કર્યું પણ એને પૂછ્યું નઈ.

થોડી વાર પછી,
અચાનક નિયા થોડું મૉટે થી બોલી,
"યસ "

" શું થયું ?" ભાવિન , ખુશી અને આદિ એ એક સાથે પૂછ્યું.

" કઈ નઈ " સ્માઈલ કરતા નિયા એ ફોન ખીસા માં મૂકી દીધો.

" કઈ તો થયું જ બાકી તારું ધ્યાન આઈસ ક્રીમ ખાવા સિવાય બીજે ક્યાંય ના હોય "

" હા એવું જ કંઈક થયું છે " નિયા ખુશ થતા બોલી.

" શું થયું એ તો કહે "

" કઈ નઈ પછી કહીશ "

" કઈ ખુશખબર ? બેબી ની ?" આદિ એ પૂછ્યું.

" હરામી એવું કઈ નથી, બધી વસ્તુ માં તને એજ દેખાય છે "

" તો કહે ને શું થયું ?" ભાવિન એ પૂછ્યું.

" હું ટાઈમ આવશે ત્યારે કહીશ " નિયા આઈસ ક્રીમ ખાતા બોલી.

" પત્યું , આવી રહ્યો ટાઈમ " ભાવિન અને આદિ એક સાથે બોલ્યા.

થોડા દિવસ સુધી દરરોજ ભાવિન પૂછતો પણ નિયા ટાઈમ આવશે ત્યારે કહીશ એમ કહી દેતી. આદિ એ પણ પૂછ્યું પણ નિયા પછી કહીશ એમ કહેતી તોઅમુક વાર વાત બદલી નાખતી.

થોડા દિવસ પછી ,

ડિસેમ્બર પતવા આવ્યો હતો અને નિયા ની બર્થડે પણ આવવાની હતી. પણ નિયા ને તો બર્થડે કરતા કઈ બીજી જ વસ્તુ ની રાહ હતી એની નિયા સિવાય કોઈ એટલે કોઈ ને ખબર નઈ હતી ભાવિન ને પણ નઈ.

આ ટાઈમ નિયા નો બર્થડે બોવ સારો ગયો હતો કેમકે એનો હીરો પણ સાથે હતો અને એનો બેસ્ટ ફ્રેન્ડ પણ.
રાતે તેજસ , મનન અને નિશાંત તો ગ્રુપ કોલ આવ્યો ત્યારે કઈ ફરવા જવાની વાત થતી હતી ત્યારે જાન્યુઆરી ના એન્ડ માં કંઈક જવું એ નક્કી થઇ ગયું હતું.

પણ હજી ક્યાં જવું એ ખબર નઈ હતી. આદિ અને ભાવિન બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા અને જોબ પણ બંને ની એક જ કંપની માં હતી.

થોડા દિવસ પછી નક્કી થઇ ગયું કે ,
મસૂરી જવું.

નિયા ખુશ હતી બધા કરતા કેમકે ઘણા ટાઈમ પછી એ એના ફ્રેન્ડ સાથે ટ્રીપ પર જવાની હતી. આદિ સાથે છેલ્લે લાવાસા ગઈ હતી એના પણ ત્રણ વર્ષ ઉપર થઇ ગયું હતું. એ પછી તો ક્યાંય નઈ ગઈ હતી.

હા ભાવિન સાથે મહાબળેશ્વર, લોનાવાલા અને બીજી અમુક ત્યાં ની નજીક ની જગ્યા નિયા જઈ આવી હતી પણ હવે કઈ દૂર જવાનું હતું.

પહેલી ટ્રીપ હતી એની ભાવિન સાથે દૂર ની એમ કહીએ તો પણ ચાલે. આદિ સાથે તો ડેલહાઉસી ગઈ હતી અને બીજા બધા સાથે દીવ.

દીવ ની ટ્રીપ માં બધા સિંગલ હતા અને આ ટ્રીપ માં બધા કપલ હશે એટલે મસ્તી અને વાતો ડબલ હશે એ નક્કી હતું અને જીયા સેલ્ફી લવર એટલે ફોટો પણ દર વખત કરતા વધારે પડશે એ નક્કી હતું.

એક મહિનો કેમનો જતો રહ્યો એ ખબર ના રહી.
પેકીંગ થઇ ગયું હતું બધા નું હવે બસ એક દિવસ ની વાર હતી. મનન , તેજસ , નિશાંત , જીયા, શ્રુતિ અને રૂચિતા ને એક વર્ષ પછી નિયા મળવાની હતી કેમકે છેલ્લે એ લોકો નિયા ના મેરેજ માં મળ્યા હતા.

નિયા અને ભાવિન ના મેરેજ ને પણ એક વર્ષ પૂરું થઈ ગયું હતું.

અમદાવાદ એ લોકો બધા ભેગા થવાના હતા. આદિ ,નિયા,ભાવિન અને ખુશી નીકળી ગયા હતા મુંબઈ થી.

રાતે નવ વાગ્યે,
અમદાવાદ રેલવે સ્ટેશન,
નિયા લોકો પોહચી ગયા. બાકી ના બધા થોડી વાર માં આવવાના હતા.

એક કલાક પછી,

બધા ભેગા થઇ ગયા હતા. અને બધા થોડા અલગ લાગી રહ્યા હતા મોસ્ટલી આજે બધા ના ફેસ પર સ્માઈલ દેખાઈ રહી હતી કોઈ ટેંશન માં નઈ લાગતું હતું.

સાડા દસ ની ટ્રેન હતી. ટ્રેન આવતા બધા ગોઠવાઈ ગયા.

બાર વાગી ગયા હતા પણ કોઈ ને નીંદ આવતી નઈ હતી કેમકે ઘણા ટાઈમ પછી બધા મળ્યા હતા એટલે વાતો એટલી હતી. એક વર્ષ પહેલા ની ઘણી વાતો બાકી હતી.

બે દિવસ પછી,

મસૂરી એ લોકો પોહચી ગયા હતા થોડો આરામ કરી ને ત્યાં ફરવા નીકળી ગયા હતા. ભાવિન બીજી વાર અહીંયા આવેલો હતો એટલે એને તો ઘણું બધું જોયેલું જ હતું. ખુશી ભાવિન ને આ ટાઈમ નિયા ના નામ પર બોવ અકરાવતી હતી.

આખો દિવસ ફરવાનું અને રાતે મોડા સુધી જાગી ને વાતો કરવાની. આમ ને આમ એ લોકો ના સાત દિવસ કેમના પતી ગયા એ ખબર ના રહી.

મસૂરી ની ટ્રીપ માં ઘણી મઝા કરી હતી, દીવ કરતા પણ આ ટ્રીપ બેસ્ટ રહી હતી. ફોટો પણ એટલા પડ્યા હતા અને મસ્તી ની તો કોઈ લિમિટ નઈ. ફરી કોઈ નવી જગ્યા એ ટ્રીપ પર જઈસુ એ પણ વિચારી લીધું હતું.

કાલે એ લોકો પાછા જવા નીકળવાના હતા. આજે છેલ્લો દિવસ હતો મસૂરી માં. નિયા ને તો ત્યાં બોવ જ ગમી ગયેલું. પણ શું કરે નિયા મુંબઈ પાછું પણ જવાનું હતું.

બધા આજે ઘણું ફર્યા હતા એટલે આજે થાકી પણ ગયા હતા. પણ જમી ને પાછા વાતો કરવા બેઠા હતા. ભાવિન ને આજે થોડી નીંદ આવતી હતી પણ કાલે ટ્રેન માં સુઈ જશે એમ વિચારી લીધું હતું. બધા બેસેલા હતા અને વાત કરતા હતા પણ કોઈ ને વાત માં ધ્યાન ના ગયું કે નિયા અહીંયા નથી.

ભાવિન ને કહી ને ગઈ હતી કે મમ્મી નો ફોન આવ્યો છે પાંચ મિનિટ માં આવું પણ પાંચ મિનિટ ની ત્રીસ મિનિટ થઇ ગઈ હતી એટલે ભાવિન વિચારતો હતો નિયા ક્યાં ગઈ હશે. ત્યાં નિયા આવી.
" ક્યાં જતી રહી હતી નિયા ?" જીયા એ પૂછ્યું.

" બહાર જ હતી "

એ લોકો વાત કરતા હતા આ ટ્રીપ ની પળો ની ત્યાં આદિ એ કહ્યું,
" ચાલો બોટલ ફેરવીએ "

" હા ટ્રુથ એન્ડ ડેર રમીયે મઝા આવશે " તેજસ બોલ્યો.
નિયા અને મનન એક બીજા સામે જોઈ ને હસ્યાં એટલે નિશાંત એ કહ્યું ,

" નિયા , મનન આ ટાઈમ કઈ જ ડેર આપવાનું વિચારતા નઈ. તમે હસ્યાં એટલે હું સમજી ગયો "

" અમે બીજી વાત પર હસતા હતા "
આ વાત પર થોડી ચર્ચા થઇ પછી શ્રુતિ બોલી,
" ચાલો ગેમ શરૂ કરીયે હવે "

બોટલ ફરી અને બધા એજ વિચારતા હતા બોટલ કોના પાસે આવી ને ઉભી રહેશે ત્યાં ભાવિન પાસે આવી ને ઉભી રહી.
" આજે તો ભાવિન જીજુ ગયા " જીયા બોલી.

" ભાવિન ટ્રુથ પુછીશુ પણ એક નઈ વધારે, ચાર થી વધારે નઈ હોય " તેજસ એ કહ્યું.

" ઓકે "

" ફર્સ્ટ, નિયા એ મેરેજ પછી કોઈ પણ વાર અમને યાદ કર્યા છે ?" નિશાંત એ પૂછ્યું.

ભાવિન એ નિયા ની સામે જોઈ ને સ્માઈલ કરી અને પછી કહ્યું ,
" હા ઘણી વાર , દોસ્તી નું સોન્ગ આવે ત્યારે, જુના ફોટો જોતી હોય ત્યારે "

" ઓકે , સૌથી વધારે કોને યાદ કરે છે ?" નિશાંત એ પૂછ્યું.

આદિ ને ખબર હતી એનું જ નામ કહેશે એ વિચારી ને જ એ મન માં હસ્યો.

" આદિત્ય "

" એ તો ખબર જ હતી કે આદિ નું જ નામ આવશે " શ્રુતિ એ કહ્યું.

" કેટલી વાર તમારા બે નો ઝઘડો થયો છે ?" મનન એ પૂછ્યું.

" ઝીરો "

" નિયા મેરેજ પહેલા સારી હતી કે અત્યારે ?" આદિ એ પૂછ્યું.

" કેવી રીતે ?"

" મારો મતલબ કે મેરેજ પહેલા તમે મળતા એ વળી નિયા સારી હતી કે અત્યાર વળી ? કે પછી નિયા હવે બદલાઈ ગઈ છે ?"

" હા, નિયા બદલાઈ ગઈ છે પણ એ ચેન્જ સારો છે અને મેરેજ પછી ની નિયા વધારે સારી છે કેમકે મેરેજ પહેલા મળવાનું બોવ ઓછું થયું છે અને વાત વધારે થઇ છે " ભાવિન બોલ્યો.

" હું તો દર રવિવારે મળવા જાવ છું " તેજસ બોલ્યો.

" મારે તો ત્રણ મહિના થી વધારે થઇ જતા મળવા જવા માટે " ભાવિન હસતા હસતા બોલ્યો.

" ચાલો હવે કોઈ બીજા નો વારો "

પછી બોટલ ફેરવી તેજસ પાસે આવી ને ઉભી રહી.
" તારે જીયા માટે સોન્ગ ગાવું પડશે " બધા એક સાથે બોલ્યા.

" આ નઈ થાય "

" થશે જ ટ્રાય કર "

આમ એક પછી એક બધા નો વારો આવી ગયો પણ હજી એક પણ વાર નિયા નો વારો નઈ આવ્યો હતો અને કદાચ બધા જ નિયા નો વારો આવે એની રાહ જોતા હતા. પણ અફસોસ છેલ્લા ત્રણ કલાક થી એ લોકો રમતા હતા પણ એક પણ વાર નિયા નો વારો ના આવ્યો.

રાત ના સાડા ત્રણ થઇ ગયા હતા એટલે તેજસ એ કહ્યું ,
" ચાલો થોડી વાર સુઈ જઈએ "

" હા સવારે જલ્દી ઉઠવાનું છે " ભાવિન બોલ્યો.

"એક મિનિટ , નિયા કઈ પ્રોબ્લેમ ના હોય તો એક સવાલ પૂછીએ ?" શ્રુતિ એ કહ્યું.

" હા બોલો "

" તારા હાથ જે બેસ્લેટ છે એ કોઈએ આપ્યું છે કે જાતે લીધું છે ?" શ્રુતિ એ પૂછ્યું.

" હા કેમકે છેલ્લા બે વર્ષ ના ફોટો માં તારા હાથ માં મોસ્ટલી આ બેસ્લેટ હોય છે "

નિયા એ આદિ એ આપેલું બેસ્લેટ પહેરેલું હતું. જેમાં ઇન્ફિનિટી ના સિમ્બોલ પર મન લખેલું હતું.
શ્રુતિ એ પૂછ્યું એટલે આદિ નું ધ્યાન નિયા ના હાથ પર ગયું અત્યારે પણ એના હાથ માં એ મન લખેલું જ બેસ્લેટ જ હતું.

" ના મેં નઈ લીધું કોઈ ખાસે આપ્યું છે " નિયા આટલું જ બોલી ત્યાં એના ફેસ પર સ્માઈલ આવી ગઈ.

" તો આ રિંગ કોને આપી છે ?" જીયા નિયા ના હાથ ની રિંગ તરફ ઈસરો કરતા બોલી.

" ભાવિન "

" એ તો અમને ખબર જ હતી જીજુ એ આપી છે તો પણ પૂછી લીધું કોઈ બીજા એ આપી હોય તો " મસ્તી માં શ્રુતિ એ કહ્યું.

બીજે દિવસે એ લોકો ત્યાં થી નીકળી ગયા. ભાવિન એ નક્કી તો કર્યું હતું ટ્રેન માં સુઈ જશે પણ એ ના સુઈ ગયો કેમકે બધા મસ્તી જ કરતા હતા. આ દસ ની મસ્તી જોઈ ને કોઈ એમ ના કહે કે એ લોકો ના મેરેજ થઇ ગયા હતા.

" નિયા તું તો આદિ ને પણ મુંબઈ લઇ ગઈ આમ ના ચાલે" તેજસ એ કહ્યું.

" તમે પણ આવી જાવ " નિયા એ કહ્યું.

" ના અમે અહીંયા જ બરાબર છે "

" દીદી ની તો બરી ગઈ હશે આદિ અને નિયા ને સાથે જોઈ ને" મનન એ કહ્યું.

" આ દીદી એટલે જીજુ ને ?" ખુશી એ પૂછ્યું.

" હા એજ તારા માનિક જીજુ "

" હા એમનો કોલ આવ્યો હતો ખબર પડી ને મુંબઈ જવાની છું ત્યારે કે નિયા થી દૂર રહેજે અને પછી મેસેજ પણ આવેલા આદિ ને સમજાવજે નિયા થી દૂર રહે " ખુશી એ કહ્યું.

" તો કેમ સમજાવ્યું નઈ તે આદિ ને ?" નિશાંત એ કહ્યું.

" હા મારા થી દૂર રહેજે તારા જીજુ એ કહ્યું છે તો " નિયા બોલી.

" હું તો તમારી પાસે જ રહીશ , હું કેમ દૂર રહું?" ખુશી માસુમ મોહ કરતા બોલી.

" ત્રીજા સેમેસ્ટર માં ટ્રુથ એન્ડ ડેર થી જ નિયા સાથે દોસ્તી થઈ હતી " તેજસ કોલેજ ના દિવસ યાદ કરતા બોલ્યો.
આમ ટ્રેન માં એ લોકો ના કોલેજ ની અમુક વાત યાદ કરી ને હસતા હતા.

ત્રણ દિવસ પછી,
એ લોકો મુંબઈ આવી ગયા હતા, બધા થાકી ગયા હતા એટલે આવી ને સુઈ જ ગયા.

થોડા દિવસ પછી,
રાતે નિયા કંઈક લખતી હતી અને ભાવિન પણ ત્યાં જ બેસેલો હતો એ ફોન માં ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતો હતો.
" ભાવિન એક વાત કહું ?"

" હા બોલ ને "

" તને યાદ છે થોડા ટાઈમ પહેલા આપડે રાતે આઈસ ક્રીમ ખાવા ગયા હતા અને હું અચાનક ખુશ થઇ ગઈ હતી "

" હા એ વાત તો કીધી નઈ "ભાવિન તો એ વાત ને ભૂલી જ ગયો હતો.

નિયા એ વાત કહી પછી ભાવિન એ કહ્યું,
" તે મને કેમ ના કહ્યું ?"

" સરપ્રાઈઝ તું એકલો જ આપી શકે ?"

" મારી જોડે રહી ને થોડી સ્માર્ટ થઇ ગઈ છે તું ?"

" હમ્મ " નિયા ભાવિન ના ગાલ ખેંચતા બોલી.

થોડા દિવસ પછી,

એ લોકો બહાર જઈ ને આવ્યા હતા અને બેઠા હતા ખુશી ને એના ઘરે થી ફોન આવતા એ ગેલેરી માં જઈ ને વાત કરતી હતી.
" નિયા તે દિવસે તે પેલા લોકો ને એમ કેમ ના કહ્યું કે આ બેસ્લેટ આદિ એ આપ્યું છે ?" ભાવિન એ પૂછ્યું.

આદિ ને પણ નઈ ખબર હતી કે આ મેં આપ્યું છે એ વાત ભાવિન ને ખબર હશે, એટલે એને પૂછ્યું,
" ભાવિન તને આ વાત ખબર હતી ?"

" હા કહેલું નિયા એ મને "

" મેં કહ્યું તો હતું કોઈ ખાસ એ આપ્યું છે " નિયા બોલી.

" પણ આદિ એ આપ્યું એમ કેમ ના કહ્યું ?" ભાવિન એ પૂછ્યું.

" આદિ એ નઈ મિયાન એ આપ્યું હતું. એમાં મન લખેલું છે " નિયા બોલી.

" હા મને ખબર છે મન લખેલું છે પણ આદિ અને મિયાન એક તો છે "

" આદિ તો બધા નો ફ્રેન્ડ છે અને આદિ ને બધા ઓળખે છે, પણ મિયાન ખાલી નિયા નો જ બેસ્ટ ફ્રેન્ડ છે "

" પ્રાઇવેટ પ્રોપર્ટી દોસ્તી માં " ભાવિન એ કહ્યું.

" હા એવું જ કંઈક "

નિયા એ કહ્યું પછી આદિ ખુશ હતો કેમકે એને આવું કઈ વિચાર્યું નઈ હતું કે આ રીઝન થી નિયા એ નામ નઈ કહ્યું.

થોડા દિવસ પછી,

ભાવિન હજી હમણાં થોડી વાર પહેલા જોબ પર થી આવ્યો હતો અને નિયા એ કહ્યું,
" ભાવિન સોફા પર કંઈક છે જોયું ?"

" ના હજી હમણાં તો આવ્યો આવી ને ફ્રેશ થવા ગયો "

" સારું પછી જોઈ લેજે " કહી ને નિયા તો રસોઈ કરવા લાગી.

આ બાજુ ભાવિન સોફા પર ગયો તો ત્યાં એક ગિફ્ટ જેવું પડેલું હતું એ જોઈ ને એ ખુશ થઇ ગયો.
નિયા કિચન માં કામ કરતી હતી એટલે ભાવિન રસોડા માં જઈ ને ધીમે થી નિયા ને પાછળ થી હગ કરી ને કહ્યું,
" આવા સરપ્રાઈઝ નઈ આપવાના, હાર્ટ એટેક આવી જાય"

" ઓહ અને તું સરપ્રાઈઝ આપે એ ?"

" એ તો મારો હક છે તને હેરાન કરવાનો " નિયા ના ગાલ પર કિસ કરતા ભાવિન બોલ્યો.

" ઓહો "

" તો આદિ ને ક્યારે હાર્ટ એટેક આપવાનો છે ?" ભાવિન એ પૂછ્યું.

" એના બર્થડે પર "

" ક્યારે છે એનો બર્થડે ?"

" થોડા દિવસ પછી "

" સારું આ બર્થડે એનો બેસ્ટ હશે "

" હા કદાચ પણ તું એને હમણાં કઈ ના કહીશ "

" પ્રોમિસ કઈ નઈ કહું"

થોડા દિવસ પછી,

આજે આદિ નો બર્થડે હતો પણ નિયા એ હજી વિશ કર્યું જ નઈ હતું. અને એ જોબ પર પણ વહેલી જતી રહી હતી. ભાવિન એ તો સવારે વિશ કર્યું હતું.

રાતે એ લોકો નો બહાર જમવા જવાનો પ્લાન હતો. એટલે નિયા એ ત્યારે જ વિશ કરવાનું વિચાર્યું.

ભાવિન જોબ પર થી આવી ને રેડી થઇ ગયો અને આજે ભાવિન અને નિયા બંને નું મેચિંગ હતું. ભાવિન એ નિયા નો ફેવરિટ બ્લેક શર્ટ અને સ્કાય જિન્સ પહેર્યું હતું અને નિયા એ સ્કાય જીન્સ અને બ્લેક ક્રોપ ટોપ પહેર્યું હતું.

નિયા એ લોકો બહાર ગયા ત્યારે આદિ ને વિશ કર્યું. રાતે અગિયાર વાગ્યે એ લોકો પાછા આવ્યા.
ઘરે આવી ને ભાવિન એ પૂછ્યું,
" નિયા પેલું ગિફ્ટ કેમ ના આપ્યું ?"

" હજી બર્થડે ક્યાં પતી છે ?"

" તું રાતે કોઈ ને હેરાન નઈ કરી શકે " ભાવિન બોલ્યો.
નિયા સમજી ગઈ ભાવિન શું કહેવા માંગતો હતો એ, એટલે એને કહ્યું,
" થોડી વાર રાહ જો હમણાં ખબર "

પોણા બારે નિયા એ ફોન કર્યો.
" નિયા આમ ના કરાય કોઈ ની ..." ભાવિન આગળ બોલે એ પહેલા નિયા એ ભાવિન ના મોહ પર આંગળી મૂકી દીધી.

આ બાજુ,

આદિ અને ખુશી સૂઈ ગયેલા. ત્યાં ફોન ની રિંગ વાગી.
" આદિ ફોન આવે છે " ખુશી આદિ ને ઉઠાડતા બોલી.

આદિ એ જોયું તો નિયા નો ફોન હતો.

" કોણ છે ?" ખુશી એ પૂછ્યું.

" નિયા "

" તો ફોન ઉપાડો "

" હમ બોલ " આદિ ઉંઘ માં બોલ્યો.

" શું કરે છે ?" નિયા એ પૂછ્યું.

" નિયા રાત ના પોણા બાર વાગ્યે માણસો સૂઈ ગયા હોય"

" ઓકે, મે તને એક મેસેજ કર્યો છે જો "

" કાલે જોઈ લઈશ અત્યારે સૂઈ જવા દે"

" સારું મેં તને કહ્યુ મેસેજ જો"

"બેબ મને નીંદ આવે છે કાલે સવારે જોઈ લઈશ "

" તો લિંક જોઈ લે ને સુઈ જા. એક મિનિટ નું કામ છે "

" પણ કાલે ... "

" જલ્દી લિંક જો ... " કહી ને નિયા એ ફોન કટ કરી નાખ્યો.

" આ છોકરી પાગલ છે ખબર નઈ ભાવિન કેમનો સંભાળે
છે " આદિ મન માં બોલ્યો.

આદિ એ નેટ ઓન કરી ને નિયા એ મોકલેલી લિંક જોઈ.
" ઓહ એમ જી ... " આદિ થોડું જોર માં બોલ્યો એટલે ખુશી પણ જાગી ગઈ, " શું થયું ? "

" આ જો "

" આ ક્યારે થયું ? "

"મને નઈ ખબર"

" નિયા ને ફોન કરો એજ જવાબ આપશે " ખુશી એ કહ્યું.

આદિ એ નિયા ને ફોન કર્યો પણ નિયા નો ફોન ના લાગ્યો એટલે ભાવિન ને ફોન કર્યો તો એના ફોન માં રિંગ વાગી.

આ બાજુ ભાવિન ના ફોન માં રિંગ વાગતા નિયા એ કહી દીધું,
" ફોન ના ઉપાડીશ"

" નિયા આમ ના કરાય "

" ભાવિન બસ ,એ હમણાં આવશે ડોર બેલ વાગશે તો દરવાજો ખોલવા જજે "

" કેમ તું નઈ જાય ?"

" ના મેં છુપાઈ જવા " આંખ મારતાં નિયા બોલી.

ત્યાં ડોર બેલ વાગી. ભાવિન અને નિયા બંને સમજી ગયા આદિ આવ્યો છે એટલે નિયા કિચન માં જતી રહી અને ભાવિન દરવાજો ખોલવા ગયો.

" બેબ ક્યાં છે ?" આદિ એ આવતા ની સાથે પૂછ્યું.

ત્યાં નિયા કેક લઇ ને બહાર આવી,
" હેપ્પી બર્થડે ડ્યુડ " ચાર નાની કપકેક હતી અને એમાં ડ્યુડ લખ્યું હતું.

" થેંક યુ પન નિયા તે મોકલ્યું એ ...?" આદિ આગળ કઈ પણ પૂછે કે બોલે એ પહેલા નિયા એ એક ગિફ્ટ આદિ ના હાથ માં આપી.

કપકેક બાજુ પર રહી અને આદિ ગિફ્ટ ખોલવા બેઠો.
" ડ્યુડ આ ખોટું છે , પેલા કપકેક ખાઈ લે પછી ગિફ્ટ ખોલ હું ક્યારની રાહ જોવું છું કપ કેક ખાવા ની "

" ઓકે" કહી ને આદિ એ એક કપ કેક લઇ લીધી. કેમકે આદિ ને ખબર હતી નિયા ખાવા માટે રાહ ના જોઈ શકે. ચાર જણ ની ચાર કપ કેક હતી. નિયા અને ખુશી કપ કેક ખાતા સેલ્ફી પડતા હતા અને આદિ ગિફ્ટ ખોલતો હતો.

ગિફ્ટ જોઈ ને ખુશ થઇ ગયો. એને હજી સપનું હોય એવું જ લાગતું હતું.
" બેબ આ ક્યારે થયું ?"

" એ થઇ ગયું ને ખુશ થા " ભાવિન બોલ્યો.

" ભાવિન તે પણ મને ના કહ્યું?" આદિ એ કહ્યું.

" મને જ નઈ ખબર ક્યારે થયું અને કેવી રીતે થયું પણ થયું છે" ભાવિન બોલ્યો.

" ઓહ એમ જી , એટલે આપડે હમણાં જોયું એ સાચું હતું ?" ખુશી એ આદિ ને પૂછ્યું.

" હા "

નિયા એ આદિ ને ગિફ્ટ માં બીજું કઈ નઈ એક બુક આપી હતી. અને એ બુક હતી મન : સંબંધ મિત્રતા નો. એમાં મોસ્ટલી આદિ અને નિયા ની દોસ્તી નું લખ્યું હતું, કેમનું મન બન્યું, મિયાન ક્યાંથી આવ્યો એ બધું જ.

કવર પેજ પર એક મસ્ત પીક હતો જેમાં એક છોકરો અને છોકરી ઉભેલા હતા પણ એ બ્લેક કલર માં હતા. અને આજુ બાજુ પહાડ હતા. આ એજ પીક હતો જે નિયા અને આદિ ડેલહાઉસી ગયા હતા ત્યારે પાડ્યો હતો એમાં પણ પીક માં ફેસ નઈ દેખાતા હતા અને આ કવર પેજ પર પણ. નિયા જરીવાલા નીચે લખ્યું હતું એ જોઈ ને આદિ ના ફેસ પર સ્માઈલ આવી. દિલ કી આદત કરતા આ બુક થોડી જાડી હતી.

નિયા જે દિવસે આઈસ ક્રીમ ખાવા ગયા ત્યારે ખુશ થઇ હતી ત્યારે એટલે જ ખુશ થઇ હતી કે બુક છપાઈ ગઈ હતી. અને જયારે ફાઇનલ થઇ ગયું કે આદિ ના બર્થડે ના દિવસે જ આ બુક બહાર પડશે અને ઓનલાઇન એટલે કે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઇન વેબસાઈટ પર થી મંગાવી શકાશે એ બધું ફાઇનલ થયું પછી નિયા એ ભાવિન ને કહ્યું હતું.

ભાવિન ને પહેલા કહેત તો ભાવિન ના પાડત એવું નઈ હતું પણ આ ભાવિન માટે પણ એક સરપ્રાઈઝ હતી એટલે નિયા એ છેક સુધી ભાવિન ને ના કહ્યું.

આદિ એ બુક ખુશી ના હાથ માં આપી અને પછી નિયા ને ગળે મળતા બોલ્યો,
" બેસ્ટ ગિફ્ટ છે આ મારી લાઈફ ની થેંક યુ સો મેચ બેબ"

આટલું બોલતા તો આદિ ના આંખ માં પાણી આવી ગયા.
" ડ્યુડ રડે છે કેમ ?"

" ખુશી ના આંશુ છે આ, નઈ સમજતું હું શું કહું એ ? કોઈ દિવસ વિચાર્યું નઈ હતું કે કોઈ મારા પર બુક લખી નાખશે, અને આપડી દોસ્તી થઇ એના સાત વર્ષ ઉપર થઇ ગયું કદાચ આઠ મુ વર્ષ ચાલતું હશે તો પહેલા ની વાત યાદ રાખવી એ બોવ મુશ્કેલ છે. હું તને કેમનું કહું હું કેટલો ખુશ છું એ ?" આદિ બોલ્યો.

" નઈ જરૂર કઈ કહેવાની આદિ. તારી બેબ બોવ સમજદાર છે" ભાવિન એ કહ્યું.

" હવે તો મને ડિટેલસ માં ખબર પડશે મન ની દોસ્તી ની " ખુશી બુક સાઈડ પર મુક્તા બોલી.

" આ તો રહી ગયું આપવાનું " ભાવિન એ બીજું એક ગિફ્ટ આપ્યું.

" ઓહ કેટલું મસ્ત છે " ખુશી જોતા બોલી.

એ ગિફ્ટમાં એક ફોટો ફ્રેમ હતી જેમાં આદિ અને ખુશી નો એક પીક સ્કેચ કરેલો હતો.
" આ પીક ક્યારનો છે ?"

" કેમ તારો પીક નથી?" નિયા એ હસતા હસતા પૂછ્યું.

" ના એમ નઈ મારી પાસે આ પીક નથી "

નિયા અને ભાવિન એક બીજા સામે જોઈ ને હસતા હતા.
" મસૂરી ગયેલા ત્યારે પાડેલો છે પણ તમને નઈ ખબર " ભાવિન એ કહ્યું.

" ઓહ , પણ આટલો મસ્ત સ્કેચ કોને બનાવ્યો છે ?" આદિ એ પૂછ્યું.

" માયરા એ " નિયા બોલી.

" એ કોણ છે ?" આદિ એ પૂછ્યું.

" આપડી ઓફિસ માં પાર્થ છે ને એની ફ્રેન્ડ છે માયરા "

" ઓહ અચ્છા પણ મસ્ત સ્કેચ છે "

" હા નિયા એ ટ્રાય નઈ કર્યો એટલે સારો છે " ભાવિન હસતા હસતા બોલ્યો.

" ડ્રોઈંગ મારાથી ના થાય, આદિ ને ડ્રો કરતા ખબર નઈ કોનો સ્કેચ બની જાય " નિયા હસતા હસતા બોલી.

" બુક માં અમુક ડાઈલોગ ને હાઈલાઈટ કરી ને તને પછી આપીશ નિયા "

" ઓહ પણ મારે નઈ જોઈતી બુક "

" નિયા ને યાદ જ છે બુક માં શું લખ્યું છે એટલે ચાલશે " ભાવિન મસ્તી કરતા કરતા બોલ્યો.

આમ એ લોકો ને વાત કરતા કરતા એક વાગી ગયો. આદિ અને ખુશી ઘરે જઈ ને સુઈ ગયા પણ નિયા અને ભાવિન હજી સુતા સુતા વાત કરતા હતા.
" બોવ ઓછા લોકો ની દોસ્તી આટલી લોન્ગ રહે છે " ભાવિન એ કહ્યું.

" હા કદાચ "

" પણ હું લકી છું મારી પાસે પાર્ટનર પણ બેસ્ટ ફ્રેન્ડ થી કમ નથી "

" હમ"

" આદિ કેટલો ખુશ હતો એની ખુશી ને બોલી શકાય એમ નથી"

" હા લખી શકાય તો પણ આ ખુશી હું નઈ લખું "

" કેમ ?" ભાવિન એ પૂછ્યું.

" કેમકે અમુક વસ્તુ લખવાનુ મને મંજૂર નથી "

" એટલે "

" અમુક વસ્તુ લખાઈ જાય છે એની જાતે જ એને લખવાની જરૂર નઈ હોતી "

" હા, જેમ તું મારા દિલ માં લખાઈ ગઈ છે " ધીમે થી ભાવિન બોલ્યો.

" શું કહ્યું ?"

" કઈ નઈ. તે એમાં લખ્યુ છે ને બસ સ્ટોપ પર તમારી મુલાકાત થઈ હતી એવું થયું હતું ?"

" હા , બસ સ્ટોપ પર મુલાકાત થઈ હતી "

" તે એને સાચે માં ઝાપટ મારી હતી ? અમદાવાદ ગઈ અને બે મહિના સુધી કોઈ જ કોન્ટેક્ટ નઈ હતો અને પછી એ મળવા આવ્યો હતો ત્યારે "

" હા તો, એને કેવું કહ્યું હતું કેનેડા જાવ છું અને કદાચ છેલ્લી મુલાકાત હસે આ, હવે પછી ની મુલાકાત માટે રાહ જોવી પડશે "

" હા એ તો મે વાંચ્યું, અને મારે બહાર જવાનું થાય તો ?"

" એટલે ?"

" કંપની માથી આઉટ ઓફ ઇન્ડિયા જવાનું થાય તો "

" તો શું ? તને ના તો થોડી કહેવાય "

" એટલે તને કોઈ પ્રોબ્લેમ નથી હું તારા થી દુર હોવ તો "

" મે એવું નઈ કહ્યું, પણ કેમ દૂર જવું છે ?"

" આતો ખાલી પૂછ્યું "

" ઓકે , પણ તે મને તારી વિશ લિસ્ટ તો કોઈ વાર કીધી જ નઈ "

" મોસ્ટલી બધી પૂરી થઈ ગઈ છે એક બે બાકી છે "

" એ પણ પૂરી થઈ જશે " નિયા એ ભાવિન ની આંખ મા જોતા કહ્યું.

" હા , પણ મને મન માં સૌથી વધારે ગમ્યું હોય તો ડેલહાઉસી વાળી ટ્રીપ , લાવાસા ટ્રીપ અને ... " બોલતાં બોલતાં અટકી ગયો.

" અને શું ?"

" કઈ નઈ સૂઈ જા હવે "

" ના , મને કહે અને શું ?"

" એક છોકરી છે એમાં એ ગમી ગઈ " ભાવિન બેલેંકેટ થી એનું મોઢું છુપાવતા બોલ્યો.

" ઓહ કોણ છે ? બોલ તો જરાક " નિયા બેલેન્કેટ ખેંચતા બોલી.

" જે મારું બેલેંકેત ખેચી રહ્યું છે એ પાગલ "

" તને હું પાગલ દેખાવ છું ?"

" હા તો "

" સાચે ને ?"

" ના ના, સૂઈ જઈશ હવે તું ?"

" ના યાર મને કઈક બહાર જવાનું મન થાય છે " નિયા ભાવિન ને હેરાન કરતા બોલી.

" સૂઈ જા તો , ભૂત આવસે " નિયા ની આંખ પર ભાવિન હાથ રાખતા બોલ્યો.

નિયા એ ખાલી સ્માઈલ આપી અને વાત કરતા કરતા એ બંને પણ સુઈ ગયા.

આ બાજુ આદિ અને ખુશી ઘરે જઈ ને સુઈ ગયા.પણ આદિ ને નીંદ આવતી નઈ હતી અને ખુશી ને પણ.

ખુશી એ કહ્યું,
" બેસ્ટ ગિફ્ટ હસે ને આ ?"

" હા, લાઇફ ની બેસ્ટ ગિફ્ટ મળી છે મને આજે "

" બોવ લકી છો તમે "

" હા "

" હું બુક વાંચીશ મઝા આવશે મને "

" હું પણ, મને ખબર નથી આગળ નું શું લખ્યુ હસે કેમકે મને એટલું બધું પણ યાદ નથી "

" કઈ નઈ વાંચી ને યાદ આવી જસે "

" હા, સૂઈ જા હવે "

" હમ ગુડ નાઈટ" ખુશી બોલી અને આદિ ને હગ કરી ને સુઈ ગઈ.




નિયા અને આદિત્ય ની જેવી દોસ્તી ઘણા લોકો ની હસે અને આ દોસ્તી તોડવાનો ટ્રાય પણ બોવ લોકો કરતા હતા. પણ જ્યાં સુધી મન એક છે ત્યાં સુધી એ લોકો નિયા અને આદિ ની દોસ્તી નઈ તોડી શકે.

😊

આજે મન ની તમારી સાથે ની સફર અહીંયા પુરી કરું છું કેમકે મન ની સફર પુરી થાય એમ નથી. પણ આ સફર ને નઈ પણ નોવેલ ને પુરી કરવી જરૂરી છે.


મન સાથે ની મારી સફર સારી રહી છે અને આશા રાખું છું તમારી પણ સફર સારી રહી હશે.


મન મારા માટે ખાલી સ્ટોરી નથી બોવ બધી યાદ જોડાયેલી છે, અને મારા દોસ્તો ની પણ બોવ બધી વાત જોડાયેલી છે.



Thank you so much 😊 for support




Siddzz💙