મન : સંબંધ મિત્રતા નો - 90 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 90

અમુક વાર ભાવિન ના મમ્મી અને નિયા સાંજે બહાર ફરી આવતા, તો ક્યારેક ભાવિન ના પપ્પા એ લોકો માટે આઈસ ક્રીમ લઇ આવતા. નિયા ને હવે અહીંયા ફાવી ગયેલું એ ને કંટાળો નઈ આવતો. અમુક વાર ટાઈમ હોય તો એ કઈ નું કઈ લખ્યા કરી એટલે એનો દિવસ જતો રહે.

જોત જોતા માં ભાવિન ને ગયા એના વીસ દિવસ ઉપર થઇ ગયું.
આજે જ ભાવિન ના પપ્પા એ કહ્યું હતું ,
" આટલા વીકમાં મુંબઈ જઈસુ "

નિયા ખુશ હતી કે હવે ભાવિન સાથે રહેવા મળશે પણ હવે એને મમ્મી પપ્પા થી દૂર રહેવું પડશે એ વાત નું દુઃખ પણ હતું.

આજે શુક્રવાર હતો અને આવતા શુક્રવાર એ નિયા લોકો મુંબઈ જવાના હતા.
પ્રિયંકા બેન ની ઈચ્છા હતી કે નિયા જાય પહેલા બે ત્રણ દિવસ ઘરે આવી જાય એટલે ભાવિન ના મમ્મી એ પણ કહ્યું થોડા દિવસ જવાનું.

પ્રિયંકા બેન આજે સવાર ના ખુશ હતા કેમકે નિયા આવવાની હતી એમને તો જલ્દી જમવાનું બનાવી દીધું હતું નિયા નું ભાવતું.

ભાવિન ના પપ્પા નિયા ને મૂકી ને થોડી વાર માં જતા રહ્યા. નિયા ને ભૂખ લાગી હતી એટલે એ લોકો એ જલ્દી જમી લીધું. જમી ને કામ પતાવ્યું ત્યાં સાડા બાર થઇ ગયા.

પછી પ્રિયંકા બેન એ નિયા ને ત્યાં ગમે છે કે નઈ એ બધું પૂછવાનું શરુ કર્યું અને બંને માં દીકરી વાત કરતા હતા ત્યાં કેમના ચાર વાગી ગયા એ ખબર ના રહી.

" મમ્મી મને નીંદ આવે છે થોડી વાર સુઈ જવા દો "

" હા સુઈ જા "

રાતે જમી ને નિયા પિયુષ ભાઈ સાથે વાત કરતી હતી ત્યાં ભાવિન નો ફોન આવ્યો એટલે નિયા એ કહ્યું,
" થોડી વાર રહી ને કૉલ કરું " એમ કહી ને ફોન મુક્યો.

થોડી વાર પ્રિયંકા બેન અને પિયુષ ભાઈ સાથે વાત કર્યા પછી એ એની રૂમ માં ગઈ. નિયા એની ડાયરી જોતી હતી. એ એક જ ડાયરી લઇ ગયેલી એની સાથે બાકી ની બધી અહીંયા જ પડી હતી. નિયા ડાયરી જોતી હતી ત્યાં યાદ આવ્યું ભાવિન ને કૉલ કરવાનો એટલે એને કોલ કર્યો.

" હવે યાદ આવી મારી ?" ભાવિન એ ફોન ઉપાડતા કહ્યું.

" હા "

" સારું કહેવાય "

" હમ "

" શું કરે છે ?"

" ડાયરી જોતી હતી " નિયા એ કહ્યું.

" ઓહ તું અહીંયા આવીશ ત્યારે તો એ લઇ ને આવીશ ને ?"

" ના "

" કેમ ? મારે પણ વાંચવી છે " ભાવિન એ કહ્યું.

" ના એ ના વંચાય મારી પર્શનલ ડાયરી છે "

" તું મારી જ છે એટલે ડાયરી પણ મારી થઇ "

" હમ, પણ હું વિચારું છું લઇ ને આવું કે મૂકી રાખું અહીંયા જ "

" જેમાં લખતી હોય એ લઇ આવ "

" દસ માં લખું છું "

" વ્હોટ ?"

" હા ટોટલ બાવીસ છે ડાયરી. બુક છે એ અલગ"

" ઓહ એમ જી . બધી લઇ આવ લઇ આવવી હોય તો મને કઈ પ્રોબ્લેમ નથી "

" હમ્મ "

થોડી વાર વાત કરી ને નિયા એ ફોન મૂકી દીધો.

બીજે દિવસે એ સવારે એની ફ્રેન્ડ પલક ને મળવા ગઈ અને પછી રાતે રિયાન ના ઘરે. ફોરમ ને પણ આજે ઘણા ટાઈમ પછી મળી હતી. ઘરે આવી ને મોડા સુધી પ્રિયંકા બેન અને પિયુષ ભાઈ સાથે વાત કરી.

ત્રણ દિવસ તો કેમના પતી ગયા એ જ ખબર ના રહી. કાલે ભાવિન ના મમ્મી પપ્પા નિયા ને લેવા આવવાના હતા. નિયા ને જે અમુક વસ્તુ લઇ જવાની હતી એ બધી પેક કરી રાખી હતી.

બીજે દિવસે સાંજે ,
જયારે નિયા જતી હતી ત્યારે પ્રિયંકા બેન ની આંખ માં આંસુ આવી ગયા પણ આ વખતે નિયા એમની સામે ના રડી. એને કંટ્રોલ કર્યા આંસુ ને. જલ્દી આવીશ મમ્મી તમને મળવા એવું કહી ને નિયા એ પ્રિયંકા બેન ના આંસુ લુછ્યા.

બે દિવસ પછી ,

નિયા એ પેકીંગ કરી દીધું હતું અમુકે કપડાં તો એ અહીંયા જ રહેવા દેવાની હતી. પેકીંગ કરી ને એ ભાવિન ના મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે ભાવિન ના મમ્મી એ કહ્યું,
" નિયા હવે ઘર પાછું શાંત થઇ જશે , આખો દિવસ હું ઘર માં એકલી , તું હતી તો સારું લાગતું હતું મને , કોઈ તો હતું વાત કરવા વાળું "

" હું જાવ પછી યાદ આવે તો મને ફોન કરી દેજો "

" એ તો કરીશ જ ને, વિડિઓ કોલ કરીશ , મારો છોકરો તો મને વિડિઓ કોલ નઈ કરતો પણ હું તને કરીશ "

બીજે દિવસે એ લોકો નીકળી ગયા મુંબઈ જવા માટે. કાર અડધી તો સમાન થી જ ભરેલી હતી.
અગિયાર વાગ્યે નીકળ્યા હતા પણ પોહ્ચ્તા પોહ્ચ્તા સાત સાડા સાત થઇ ગયા.

ભાવિન નો ફ્લેટ સાત માં માળ પર હતો. નવ માળ ની બિલ્ડીંગ હતી એમાં.

" મને તો ફ્લેટ જોઈ ને જ ચક્કર આવે છે " ભાવિન ના મમ્મી ત્યાં પોહ્ચ્તા જ બોલ્યા.

" લિફ્ટ માં આંખ બંધ કરી દેજે " ભાવિન ના પપ્પા એ કહ્યું.

ભાવિન ના મમ્મી ને ઊંચાઈ થી ડર લાગતો.

ભાવિન તો નિયા ને જોઈ ને જ ખુશ થઇ ગયો હતો. જયારે એ લોકો ફ્લેટ પર પોહ્ચ્યા ત્યારે ભાવિન ના મમ્મી એ નિયા નો રસ્તો રોકતા કહ્યું ,
" નિયા એક મિનિટ તારી નઝર ઉતારી લેવા દે "

ભાવિન જમવાનું તો બહાર નું લઇ ને જ આવેલો હતો એટલે થોડી વાર માં એમને જમી લીધું.
જમી ને બેઠા હતા ત્યારે ભાવિન ના મમ્મી એ કહ્યું,
" ભાવિન તું ઘર સાફ જ નઈ કરતો ને ?"

" મમ્મી કાલે જ કર્યું બરાબર "

" લાગતું નથી મને "

આમ વાત ચાલતી હતી ત્યાં ભાવિન ના મમ્મી એ કહ્યું ,
" નિયા પેલી પેન ડ્રાઈવ લાવી ?"

" કઈ ?" ભાવિન એ પૂછ્યું.

" હા લાવી છું , બેગ માં છે "

" તારા મેરેજ ના ફોટો વળી "

" આલબમ આવી ગયો ?" ભાવિન એ પૂછ્યું.

" ના ?"

થોડી વાર પછી ,

ભાવિન ના મમ્મી પપ્પા આગળ ની રૂમ સુઈ ગયા. ભાવિન અને નિયા અંદર ની રૂમ માં હતા.
નિયા એના બેગ માં કઈ શોધી રહી હતી એટલે ભાવિન એ પૂછ્યું ,
" શું ખોવાઈ ગયું ?"

" મારો નાઈટ ડ્રેસ નઈ મળતો "

" તો ભૂલી ગઈ હશે તું " હસતા હસતા ભાવિન બોલ્યો.

" ના નઈ ભૂલી ગઈ મને યાદ છે મેં બેગ માં મુક્યો હતો "

ભાવિન નિયા ને જોઈ ને હસતો હતો, પછી એને કહ્યું,
" નિયા તે નાઈટ ડ્રેસ અહીંયા બેડ પર કાઢી ને મુક્યો છે "

" હે ભગવાન હું પણ શું કરું છું " માથા પર હાથ મુકતા બોલી.

" મારા વિચારો ઓછા કરાય "

" કોઈ તારા વિચાર નઈ કરતુ " કહી ને નિયા કપડાં ચેન્જ કરવા જતી રહી.

એ પાછી આવી ત્યારે ભાવિન રૂમ માં નઈ હતો પણ એક દરવાજો ખુલ્લો હતો એટલે નિયા એ ત્યાં જોયું તો ભાવિન બાલ્કની માં ઉભો હતો.

" કેમ અહીંયા ઉભો છે ?" નિયા એ પૂછ્યું.

" કઈ ની બસ એમજ " કહી ને ભાવિન અંદર ગયો.

આજે બંને પાસે વાતો એટલી હતી પણ શરૂઆત કોણ કરે એની રાહ હતી બંને ને.

નિયા કઈ બોલી નઈ એ ભાવિન ને જ જોતી હતી અને કંઈક વિચારતી હતી.
ભાવિન એ નિયા પાસે જઈ ને હગ કરતા કહ્યું,
" મારા વિષે જ વિચારે છે ને ?"

" હા "

" શું વિચારે છે તારા ડ્રીમ બોય ના હીરો જેવો નથી એમ ને"

" બોલી લીધું તે ?" નિયા ભાવિન થી દૂર જતા બોલી.

" અચ્છા સોરી, બોલ ને શું વિચારતી હતી મને જોઈ ને " ભાવિન બોલતા ની સાથે ફરી નિયા ને હાથ પકડી ને એની નજીક લાવી દીધી.

" અમુક વાર ડ્રીમ લેન્ડ ની દુનિયા કરતા પણ વધારે સારું રિયલ દુનિયા માં થાય છે " નિયા બોલી.

" મતલબ ?"

" ડ્રીમ બોય ને પણ પાછળ મૂકી આવે છે રિયલ હીરો " ભાવિન ને હગ કરતા નિયા બોલી.

ભાવિન આ સાંભળી ને બોવ જ ખુશ થઇ ગયેલો કેમકે નિયા બોવ રેર કેસ માં આવું કંઈક ભાવિન માટે બોલતી.

" તને ખબર છે , મેરેજ પહેલા તારી જેટલી યાદ નઈ આવી હતી એના થી વધારે યાદ તું મેરેજ પછી મુંબઈ આવ્યો ત્યારે ... " નિયા આગળ કઈ બોલી નઈ પણ ભાવિન સમજી ગયો કે નિયા આગળ શું બોલવાની હતી.

બે મિનિટ સુધી બંને માંથી એક પણ કઈ ના બોલ્યું, પછી ભાવિન એ કહ્યું ,
" હવે સુઈ જવું જોઈએ , તું થાકી ગઈ હશે "

" હમ "

અડધો કલાક પછી ,

નિયા સુઈ ગયેલી પણ એની સ્માઈલ મસ્ત હતી. ભાવિન પાણી પીવા પીવા ઉઠ્યો ત્યારે એને નિયા ની સ્માઈલ જોઈ.

બીજે દિવસે એ લોકો આખો દિવસ મુંબઈ માં ફર્યા. સાંજે ઘરે આવી ને ભાવિન ના મમ્મી અને નિયા એ અમુક સમાન જેમ તેમ હતો એ સરખો એની જગ્યા પર ગોઠવ્યો.

કાલે ભાવિન ના મમ્મી પપ્પા પાછા સુરત જવાના હતા. એટલે આજે મોડા સુધી એ લોકો એ બેસી ને વાતો કરી.

બીજે દિવસે સવારે તો ભાવિન ના મમ્મી પપ્પા નીકળી ગયા.

બપોરે નિયા જમવાનું બનાવતી હતી ત્યારે ભાવિન પણ ત્યાં ઉભો ઉભો નિયા ની સાથે વાત કરતો હતો,
જમી ને બંને સુઈ ગયા.

ભાવિન તો થોડી વાર માં ઉઠી ગયો પણ હજી નિયા સૂતી હતી પણ ભાવિન એ એને ઉઠાડી નઈ.

ભાવિન ફોન માં કોઈ મુવી જોતો હતો ત્યાં અચાનક એનું ધ્યાન નિયા ના ફોન પર ગયું કોઈ નો ફોન આવતો હતો. પણ ફોન સાઇલેન્ટ હતો એટલે ખબર ના પડી.

ભાવિન એ જોયું તો આદિ નો ફોન હતો એટલે ભાવિન એ આદિ ને ફોન કર્યો.

" બોલ આદિ "

" હાઈ ક્યાં છે કેમ છે ?"

" મુંબઈ, હું મસ્ત તું કેમ છે ?" ભાવિન એ પૂછ્યું.

" મસ્ત અને મારી બેબ ?"

" એ આ રહી ડ્રીમ લેન્ડ માં કોઈ ને સ્માઈલ આપતી છે" ભાવિન એ કહ્યું.

" વ્હોટ "

" સૂતી છે એ "

" અચ્છા સમજી ગયો હું "

ભાવિન આદિ સાથે વાત કરતો હતો અને ભાવિન ના અવાજ થી નિયા ઉઠી ગઈ.

" તારી ફ્રેન્ડ ઉઠી ગઈ " ભાવિન એ કહ્યું.

" કોણ છે ?"

" મારો ફ્રેન્ડ છે " ભાવિન એ કહ્યું.

નિયા ની આંખ માં હજી ઊંઘ હતી એટલે એને મોહ ધોઈ નાખ્યું અને પછી ભાવિન ને કઈ પૂછે એ પહેલા જ ભાવિન બોલ્યો,
" જો આ રહી "

" હેલો બેબ " આદિ બોલ્યો.

" તું આદિ સાથે વાત કરતો હતો ?" નિયા એ ભાવિન ને પૂછ્યું.

" હા કેમ ?"

" તો તે એવું કેમ કહ્યું મારો ફ્રેન્ડ છે ?" નિયા એ પૂછ્યું.

" તને અકરાવવા "

" હાઈ જનાબ " નિયા ભાવિન પાસે થી ફોન લેતા બોલી.

" હેલો મોહતરમાં , તમે તો ભૂલી જ ગયા મેરેજ પછી "

" ના એવું કઈ નથી "

" મને જ યાદ નઈ કરતી ને " ભાવિન બોલ્યો.

નિયા ની બાજુ માં પિલો હતું પણ એને પિલો હાથ માં લીધું ત્યારે યાદ આવ્યું આદિ નો વિડિઓ કોલ ચાલુ છે એટલે પિલો મૂકી દીધું.

નિયા આંખ ચોડતાં ચોડતાં વાત કરતી હતી એટલે ભાવિન એ કહ્યું ,
" નિયા ફોન અહીંયા મૂકી દે એ પણ પડશે નઈ તો "

" હમ " કહી ને નિયા એ ફોન ભાવિન ને આપ્યો.

આદિ નિયા ને થોડી હેરાન કરતો હતો ત્યાં નિયા એ પૂછ્યું,
" ખુશી ક્યાં છે ?"

" અહીંયા જ છે " આદિ એ કહ્યું.

" પણ ક્યાં મને તો નઈ દેખાતી "

આદિ એ ખુશી બાજુ ફોન કર્યો એ મુવી જોતી હતી. આદિ એ કહ્યું એટલે એને મુવી બંધ કર્યું અને બોલી,
" ઓહ હાઈ કેમ છો ?"

" મસ્ત તું કેમ છે ?"

" મસ્ત "

" તમારા મેરેજ વાળા ફોટો મસ્ત આવ્યા છે " ખુશી બોલી.

" ફોટો ? હજી આલબમ તો આવ્યો નથી " નિયા બોલી.

" બેબ એ ફોન માં પડેલા ફોટો ની વાત કરે છે " આદિ એ કહ્યું.

" તો બરાબર "

થોડી વાર વાત કરી પછી ફોન મૂકી દીધો.

નિયા ભાવિન સાથે વાત કરી રહી હતી ત્યાં ભાવિન એ પૂછ્યું ,
" તારું મિનિયન ના લઇ ને આવી ?"

" ના "

" કેમ ?"

" એમજ "

ભાવિન ને લાગતું હતું નિયા મસ્તી કરે છે એ મિનિયન લઇ ને આવી હશે.
" તું મસ્તી કરે છે ?"

" ના હવે સાચું કહું છું "

" ઓકે પણ અહીંયા એક છે મિનિયન નથી પણ એના જેવું જ છે " કહી ને ભાવિન એ માનસી દી એ જે ટેડી
બિયર આપ્યું હતું નિયા માટે એ લઇ આવ્યો.

" આ જો "

" વાઉ કેટલું કયુટ છે ને ?" નિયા ટેડી ને હગ કરતા બોલી.

" ટેડી ને એક દમ ટાઈટ હગ કરે છે અને મને તો હગ જ નઈ કરતી, હુહ "ભાવિન નિયા ની સ્ટાઇલ માં બોલ્યો .

" પણ કેટલું ક્યૂટ છે યાર " નિયા નું ધ્યાન ટેડી ને જોવા માં જ હતું.

" મેં કઈ કહ્યું નિયા "

" હા મેં સાંભળ્યું, પણ એ ખોટું કહ્યું તે "

" શું ખોટું કહ્યું , સાચું તો કહ્યું તે ક્યારે પણ મને હગ કર્યું છે ?" ભાવિન એ સિરિયસ માં પૂછ્યું.

" બે દિવસ પહેલા જ કર્યું હતું "

" એક જ વાર "

" હા તો "

" તો કઈ નઈ " નિયા ના ગાલ ખેંચતા ભાવિન બોલ્યો.

" આ નઈ "

" કેમ ?"

" એમજ "

રાતે જમી ને નિયા એના કપડાં ગોઠવતી હતી અને ભાવિન નિયા ની બૂક્સ અને ડાયરી સરખી જગ્યા પર મુકતો હતો બે કલાક પછી બધું કામ પૂરું કરી ને એ લોકો સુવા ની તૈયારી કરતા હતા ત્યાં નિયા ફ્રીઝ માંથી ચોકલેટ લઇ ને આવી ,
" અત્યારે ચોકલેટ ?"

" હમ , કેમ ના ખવાય ?"

" ના ના એવું કઈ નઈ , જયારે મન થાય ત્યારે ખવાય "

નિયા એ આજે પહેલી વાર ભાવિન સાથે ચોકલેટ શેર કરી હતી. ચોકલેટ શેર કરતા કરતા ઘણી બધી વાતો થઇ ગઈ જે ક્યારેય પણ થઇ નઈ હતી. ભાવિન ના ખભા પર માથું રાખી ને નિયા બોલતી હતી. ભાવિન ને પણ આજે કંઈક સારું મહેસુસ થતું હતું.

એક અઠવાડિયું તો જતું રહ્યું નિયા નું મુંબઈ માં. ભાવિન તો સાડા નવ નો નીકળી જાય તો સાત વાગ્યા પછી આવે ત્યાં સુધી નિયા એકલી એટલે એને કંટાળો આવતો.

થોડા દિવસ પછી નિયા એ ભાવિન ને કહ્યું હું જોબ કરું. ભાવિન એ પણ કહ્યું તારી મરજી તારે કરવી હોય તો હું ના નઈ કહું. નિયા એ થોડા દિવસ માં એક કંપની માં ઈનટર્વ્યુ આપ્યું અને એ સિલેક્ટ પણ થઇ ગઈ.

એક અઠવાડિયા પછી એની જોબ ચાલુ થવા ની હતી.

ભાવિન જયારે પણ ફ્રી થાય ત્યારે નિયા ને બહાર ફરવા લઇ જતો. અને શનિવાર એ જો રજા હોય તો શુક્રવારે એ લોકો બહાર જતા. અને અઠવાડિયા માં એક વાર તો પેન કેક ખાવા જવાની એ ફિક્સ થઇ ગયું હતું.

થોડા દિવસ માં નિયા ની જોબ ચાલુ થઇ ગઈ. એનો ટાઈમ સાડા નવ થી છ નો હતો. નિયા આવી ને રસોઈ કરતા કરતા પ્રિયંકા બેન સાથે વાત કરતી તો અમુક વાર ભાવિન ના મમ્મી સાથે. પણ જયારે પણ ટાઈમ મળે ત્યારે વાત કરી લેતી.

ભાવિન જોડે અમુક વાર વાત કરતા કરતા બાર વાગી જતો તો પણ ખબર ના પડતી. અમુક વાર નિયા ની નોવેલ ના પાર્ટ પર આવેલી કૉમેન્ટ્સ એ બંને જોડે વાંચતા , અને અમુક વાર તો કોઈ નોવેલ ના પાર્ટ પર કલાકો સુધી ડિસ્કસ કરતા.

નિયા ને કોઈ વાર એવું નઈ લાગતું એ એકલી છે , ભાવિન સાથે એનો ટાઈમ સ્પેન્ડ થઇ જતો. ભાવિન ને લાઈફ પહેલા કરતા પણ હવે વધારે મસ્ત લાગી રહી હતી કેમકે છેલ્લે ત્રણ વર્ષ થી એ મુંબઈ માં એકલો રહેતો હતો ફ્રેન્ડ હતા પણ ઘરે તો એકલો. હવે તો એની સાથે વાત કરવા વાળું, એના પ્રોબ્લેમ શેર કરવા વાળું કોઈ આવી ગયેલું.

નિયા તો વહેલી આવી જતી જોબ પર થી પણ ભાવિન ના આવવાની રાહ દરરોજ જોતી.

હવે તો નિયા ને મુંબઈ ગયે મહિના ઉપર થઇ ગયું હતું. થોડા દિવસ પછી હોળી ની રજા હતી બંને ને. ભાવિન કંઈક બહાર જવાનો પ્લાન કરતો હતો. નિયા એ પૂછ્યું પણ ભાવિન એ કહ્યું નઈ પણ એટલું કહ્યું સરપ્રાઈઝ છે અને નીરવ અને એની જીએફ પણ આવવાના છે.

નીરવ ભાવિન નો બેસ્ટ ફ્રેન્ડ હતો અને એ ભાવિન ના જ એપાર્ટમેન્ટ માં પાંચમા માળ પર રહેતો હતો.

થોડા દિવસ પછી ,

પેકીંગ થઇ ગયું હતું પણ હજી નિયા ને ખબર નઈ હતી જવાનું ક્યાં હતું એ.

રસ્તા માં ભાવિન , નીરવ અને એની જીએફ એ પણ સરપ્રાઈઝ સરપ્રાઈઝ કરી ને નિયા ને થોડી હેરાન કરી.

રાતે એ લોકો નીરવ ની કાર માં નીકળ્યા હતા અને બીજે દિવસે સવારે એક જગ્યા એ કાર ઉભી રાખી.
નિયા તો સુઈ ગઈ હતી ભાવિન એ એને બહાર આવવા કહ્યું.

બહાર થોડું બીક લાગે એવી જગ્યા હતી, નિયા ને આજુ બાજુ કોઈ દેખાયું નઈ એટલે એને થોડો વધારે ડર લાગવા લાગ્યો.

ભાવિન એ નિયા નો હાથ પકડેલો હતો પણ નિયા ને આમ ડરતા જોઈ ને કહ્યું ,
" કઈ બીક લાગે એવું નથી, ત્યાં જો ખાલી " ભાવિન એ હાથ નો ઈસરો કરી ને કહ્યું.

પાંચ મિનિટ પછી,

" અમેઝિંગ, આ તો મેં ખાલી મુવી માં જ જોયું હતું "

" કેવું લાગ્યું નિયા સરપ્રાઈઝ ?" નીરવ એ પૂછ્યું.

" મસ્ત "

" પણ હજી જ્યાં જવાનું છે ત્યાં નથી પોહ્ચ્યા એટલે રિયલ સરપ્રાઈઝ તો બાકી છે " ભાવિન એ કહ્યું.

નિયા નું ધ્યાન તો હજી ત્યાં જ હતું. નિયા એક દમ ખુશ હતી આ જોઈ ને.

થોડી વાર પછી એ લોકો ત્યાં થી નીકળી ગયા.

આગળ જવા તો નીકળી ગયા પણ નિયા આંખ બંધ કરી ને હમણાં જે થોડી વાર પહેલા સીન જોયો એને યાદ કરતી હતી. નીરવ કારચલાવી રહ્યો હતો અને એની જીએફ પણ આગળ બેઠેલી હતી. ભાવિન નિયા પાસે બેસેલો હતો.

ભાવિન એ જયારે નિયા ને ત્યાં જોવાનું કહ્યું ત્યારે ત્યાં પહાડ દેખાતો હતો અને સુરજ ઉગી રહ્યો હતો. અને નીચે ખાઈ હતી. અને થોડા પક્ષી નો અવાજ આવતો હતો. નિયા ની વિશ લિસ્ટ માં આ પણ એક વિશ હતી જે બીજી વાર પુરી થઇ હતી. પહેલી વાર જયારે આદિ , રિયા અને રિયાન સાથે રાજસ્થાન ગઈ હતી ત્યારે આદિ એ આ વિશ પુરી કરી હતી અને આજે ભાવિન એ.

નિયા આંખ બંધ કરી ને સ્માઈલ કરી રહી હતી અચાનક કંઈક યાદ આવતા એને આંખ ખોલી અને બાજુ માં જોયું તો ભાવિન હતો. કેમકે પહેલા ભાવિન આગળ હતો અને નીરવ ની જીએફ પાછળ બેસેલી હતી.

નિયા ની સ્માઈલ જોઈ ને ભાવિન એ પૂછ્યું,
" સ્માઈલ નો રાઝ શું છે ?"

નિયા એ કહી કહ્યું નઈ એ ભાવિન ના ખભા પર માથું રાખી ને આંખ બંધ કરી ને બેસી ગઈ. ભાવિન એ નિયા નો હાથ એના હાથ માં લઇ ને કહ્યું,
" હવે તો તને ખબર પડી જ ગઈ હશે આપડે ક્યાં જવાના છે "

" હમ પણ પાક્કી નઈ પણ લોનાવાળા કે મહાબળેશ્વર "

" કેમની ખબર પડી ?"

" ગૂગલ પર જોયું હતું મેં પહેલા , ત્યાં જવા ના રસ્તા માં જ પહાડો આવે છે "

" ગુડ, તો તો ખબર પડી જ ગઈ છે તને "

" ક્યાં જવાના છે બોલ ને ?"

" લોનાવાલા નઈ જવાના "

" સમજી ગઈ " ભાવિન ના ગાલ ખેંચતા નિયા બોલી.

ત્રણ દિવસ મહાબળેશ્વર માં આ લોકો એ બવ મસ્તી કરી. અને એમાં પણ નિયા અને ભાવિન એ કઈ વધારે જ. નિયા અને ભાવિન ની સાથે ની આ પહેલી ટ્રીપ હતી એ પણ યાદ ગાર બની ગઈ. ભાવિન ને તો હજી થોડા દિવસ આમ ફરવું હતું પણ જોબ ને લીધે પાછું આવવું પડ્યું.

હવે તો નિયા અને ભાવિન ના મેરેજ ને પણ બે મહિના થઇ ગયા હતા. પણ એમની વાતો ક્યારેય ના ખૂટતી અને મસ્તી તો કોઈ લિમિટ નઈ. ભાવિન અમુક વાર નિયા ને બોવ હેરાન કરતો, નિયા કંઈક લખતી હોય ત્યારે નોવેલ ના હીરો સાથે વાત કરવાનો ટાઈમ છે અને મારી માટે એક મિનિટ નથી. નોવેલ ના હીરો ના નામ પર ભાવિન નિયા ને બોવ હેરાન કરતો.

અમુક વાર નિયા ને હેરાન કરવા ટેડી બિયર છુપાવી દેતો. અને નિયા નું ધ્યાન કઈ બીજે હોય ત્યારે ટેડી બિયર ને બેડ પર થી નીચે ફેંકી દેતો એટલે પછી નિયા ગુસ્સે થતી. નિયા ને જાણી જોઈ ને ભાવિન અમુક વાર ગુસ્સો અપાવતો અને પછી શાંત પણ એજ કરતો.

અમુક વાર જમી ને બંને મુવી જોવા બેસતા અને મુવી પતે પછી મેગી ખાવી એ નક્કી હતું. નિયા હવે આઈસ ક્રીમ પણ શેર કરી લેતી. અને ચોકલેટ પણ. ભાવિન પણ અમુક વાર નિયા માટે ચોકલેટ લઇ ને આવતો.

જેટલી વાર એ લોકો બહાર આઈસ ક્રીમ ખાવા જાય ત્યારે નિયા આદિ ને જરૂર યાદ કરતી. અમુક વાર ફ્રેંડશીપ ના સોન્ગ સાંભળી ને પણ એને આદિ, તેજસ, મનન અને નિશાંત ની યાદ આવી જતી.

હવે નિયા ને ભાવિન સાથે મુંબઈ માં ગમી ગયું હતું. ટાઈમ ટુ ટાઈમ કામ થતું સોમ થી શુક્ર. શનિ રવિ નું કઈ નક્કી ના હોય. મોડા ઉઠવાનું , બહાર ફરવા જવાનું.

નિયા ની ક્યારેક ક્યારેક એના દોસ્તો સાથે વાત થઇ જતી. અને અમુક વાર વિડિઓ કૉલ પણ થઇ જતો.

પ્રિયંકા બેન ને પણ હવે નિયા નું ટેંશન નઈ હતું કેમકે ભાવિન એને સાચવી લેતો.

થોડા દિવસ પછી ,

આજે શુક્રવાર હતો અને હવે પછી ના બે દિવસ ભાવિન અને નિયા બંને ને રજા હતી. રાતે જમી ને બંને બેઠા હતા ત્યારે ભાવિન એ કહ્યું,
" આજે હોરર મુવી જોઈએ "

" ના , એ નઈ "

" કેમ તને બીક લાગે છે ?"

" હા એ નઈ પ્લીઝ " નિયા માસુમિયત થી બોલી.

" સારું તો બીજું કઈ જોઈએ "

મુવી ચાલુ તો કર્યું થોડું જોયું પછી એ બંને એમની વાતો માં લાગી ગયા.

બીજા દિવસે મોડા ઉઠ્યા હતા એટલે બપોરે સુતા નઈ હતા. આગળ ના રૂમ માં ભાવિન કોઈ એક્શન મુવી જોતો હતો અને નિયા સોફા પર સુતા સુતા ઇયરફોન નાખી ને સોન્ગ સાંભળતા સાંભળતા કંઈક લખતું હતી.

ચાર વાગે,

આદિ નો મેસેજ આવ્યો ભાવિન ને. એ બંને વાત કરતા હતા ત્યાં આદિ એ પૂછ્યું,
" બેબ શું કરે ?"

" કંઈક લખે છે "

" તો હમણાં તો કીધું મુવી જોવે છે "

" હું મુવી જોવ છું એ નઈ જોતી "

" જૂઠું ના બોલ "

" સાચું કહું છું વિડિઓ કોલ કરી ને બતાવ ?"

" હા હું કરું "

કહી ને આદિ એ વિડિઓ કોલ કર્યો.

ભાવિન વિડિઓ કોલ પર વાત કરે છે પણ નિયા તો એના લખવા માં જ ખોવાયેલી છે.

" નિયા" ભાવિન એ કહ્યું. પણ નિયા એ સાંભળ્યું નહિ એટલે ભાવિન એ ઇયરફોન કાઢી નાખ્યો નિયા નો.

" શું છે ?" નિયા એ પૂછ્યું.

" બેબ શું કરે છે ?" આદિ એ પૂછ્યું.

" કઈ નઈ લખતી હતી "

" શું ?"

" એ ના કહેવાય " નિયા ભાવિન ની સામે સ્માઈલ કરતા બોલી.

" કુછ તો લોચા હે , ભાવિન ને ખબર છે એવું થયું ને ?" આદિ એ પૂછ્યું.

" ના મને પુરી ખબર નથી ખાલી હિન્ટ છે થોડીક આવું કંઈક હશે "

" બસ બોવ માસુમ નઈ બનવાનું " આદિ એ કહ્યું.

" નિયા વાંચવા નઈ દે તો મને ક્યાં થી ખબર હોય ?" ભાવિન બોલ્યો.

" નિયા મોકલ ને હું પણ વાંચું "

" હજી બાકી છે નઈ લખાયું "

" ભાવિન માટે લખે છે ?" આદિ એ પૂછ્યું.

" ના "

" તો મારી માટે લખે છે ? ઓહ થેંક યુ થેંક યુ " આદિ થોડી સ્માઈલ કરતા બોલ્યો.

" ના " નિયા થોડું મોટી થી બોલી.

" આદિ એ આપડા માટે ના લખે ખાલી આર્યન માટે જ લખે, એનો હીરો નઈ " ભાવિન નિયા ની સામે જોતા બોલ્યો.
નિયા ગુસ્સા માં ભાવિન સામે જોતી હતી એ જોઈ ને આદિ બોલ્યો ,
" ભાવિન જોજે ફોન મુકાય પછી તને માર ના પડે "

" ના એવું તો નઈ થાય " ભાવિન એ કહ્યું.

" તો નારાઝ થઇ જશે નિયા પછી મનાવવી પડશે "

" તો મનાઈ લઈશ "

" મને કેમ એવું લાગે છે કે ભાવિન એ માસ્ટર કરી લીધું છે નિયા ને માનવામાં " આદિ એ કહ્યું.

" તો એ ખોટું છે કેમકે હું નારાઝ જ નઈ થઇ હજી " નિયા બોલી ભાવિન ની સામે જોતા.

" ક્યાં યહી પ્યાર હે ....? " આદિ સોન્ગ ગાતો હોય એમ બોલ્યો.

નિયા એ તરત જ નઝર બીજે ફેરવી લીધી.

" નિયા તારે આમ થોડા દિવસ નારાઝ ના થવું જોઈએ અમને પણ ખબર પડે ભાવિન ને કેટલું માનવતા આવડે છે ?" આદિ એ મસ્તી માં કહ્યું.

" ના આદિ , ખોટી વાત નઈ " ભાવિન એ કહ્યું.

" ક્યાં છે તારી જાનેમન ?" નિયા એ પૂછ્યું.

" બહાર ગઈ છે "

" તને મૂકી ને ગઈ ?" ભાવિન એ પૂછ્યું.

" મમ્મી સાથે ગઈ છે "

આમ થોડી વાત કરી ને ફોન મુક્યો.

ફોન મુક્યા પછી નિયા એ પાછા ઈયરફોન નાખી ને લખવા લાગી અને ભાવિન મુવી જોવા લાગ્યો.
ભાવિન નું મુવી પતી ગયું પછી એને કહ્યું,
" નિયા આજે જલ્દી જમી લઈશુ "

" કેમ ?"

" બહાર જવાનું છે "

" ક્યાં "

" એ જઈએ ત્યારે જોઈ લેજે"

" આમ કોણ કરે ?"

" મેં કઈ કર્યું જ નથી " ભાવિન હસતા હસતા બોલ્યો.

રાતે જમી ને નિયા એ કહ્યું,
" હવે તો કહે ક્યાં જવાનું છે ?"

" તું રેડી થઇ જા"

" કેમ આ કપડાં નઈ ચાલે ?" નિયા એ મસ્તી કરતા પૂછ્યું કેમકે એને શોર્ટ્સ પહેર્યો હતો.

" મને કોઈ પ્રોબ્લેમ નથી "

" આવું પાંચ મિનિટ માં " કહી ને નિયા કપડાં ચેન્જ કરવા જતી રહી.

જીન્સ અને ટોપ પહેર્યું હતું એ જોઈ ને ભાવિન એ કહ્યું,
" શોર્ટ્સ માં મને પ્રોબ્લેમ નઈ હતી "

" મને હતી "

પછી એ બંને નીકળી ગયા.

રસ્તો નવો હતો નિયા પહેલી વાર આવી હતી. રસ્તા માં આજુ બાજુ અંધારું હતું અને પબ્લિક પણ ઓછી હતી.

ત્યાં થોડી વાર માં એક જગ્યા એ ભાવિન એ એક્ટિવ ઉભી રાખી.
" આવી ગયું "

નિયા સમજાયું નઈ શું છે એ. ખુલ્લી જગ્યા માં ટેબલ ખુરશી હતા અને થોડી પબ્લિક હતી.

ભાવિન એક કોર્નર વાળી જગ્યા પર લઇ ગયો. ત્યાં થોડે દૂર પાણી હતું.
" મારી ફેવરિટ જગ્યા હતી એક ટાઈમ ની " ભાવિન ત્યાં બેસતા બોલ્યો.

" હતી એટલે હવે નથી ?"

" ના એવું નથી, કેવી લાગી પ્લેસ ?" ભાવિન વાત બદલતા બોલ્યો.

" મસ્ત "

એ બંને વાત કરતા હતા ત્યારે ભાવિન અચાનક કહ્યું,
" નિયા સામે દરિયો છે ને ત્યાં લોકો એવું કહે છે બોવ જ ભૂત રહે છે "
આટલું જ સાંભળતા નિયા ડરી ગઈ.

ભાવિન ને ખબર નઈ હતી નિયા ને આટલો ડર લાગે છે. એટલે પછી ભાવિન એ કહ્યું,
" ઓય હું મસ્તી કરું છું એવું કઈ નથી "

" સાચે ને ?"

" હા સાચે "

પછી એ લોકો એ ત્યાં મંચૂરિયમ ખાધું અને થોડી વાર રહી ને ઘરે જવા માટે નીકળી ગયા.

ભાવિન આમ કઈ ને કઈ રીતે નિયા ના વિશ લિસ્ટ માંથી વિશ પુરી કરવાનો ટ્રાય કરતો.
નિયા પણ ખુશ રહેતી હતી કેમકે એને જેવો હીરો સપના માં વિચાર્યો હતો એના થી કંઈક વધારે સારો હતો.
નિયા બધું કહેતી, એની ચોકલેટ અને એની કઈ પણ વસ્તુ શેર કરી લેતી સિવાય એક એની ડાયરી. ભાવિન ક્યારે પણ નિયા ને આ વાત માં ફોર્સ ના કરતો કે મારે ડાયરી વાંચવી છે.

થોડા દિવસ પછી,

નિયા કઈ બનાવતી હતી જમવાનું અને ભાવિન ને કંટાળો આવતો હતો અને મુવી જોવા નું પણ મન નઈ હતું. એને નિયા ને કહ્યું પણ નિયા એ કહ્યું અત્યારે થોડી વાર મને હેરાન ના કર. એક તો હું પહેલી વાર આ બનાવવાનો ટ્રાય કરું છું.

" સારું પણ કંઈક તો કહે હું શું કરું ?"

" જે કરવું હોય એ કર, જે ગમે એ કર "

" કઈ જ ઈચ્છા નથી અને સુવાની પણ ઈચ્છા નથી હવે આના સિવાય કોઈ બીજો રસ્તો હોય તો કહે "

" ડાયરી વાંચ "

" કોની તારી ?"

" ના એ નઈ, ત્યાં બીજી બધી છે એ વાંચ "

" કોઈ પણ વાંચી શકું છું ને ?" ભાવિન એ પૂછ્યું.

" હા " ભાવિન હેરાન ના કરે એટલે નિયા એ કહ્યું.

" નિયા કોઈ પણ , પછી મારી સાથે ફાઇટ ના કરીશ "

" હા કોઈ પણ, તું હવે મને કામ કરવા દઈશ ?"

" હા " કહી ને ભાવિન જતો રહ્યો.

એક કલાક થયો ભાવિન એક પણ વાર કિચન માં આવ્યો નઈ હતો એટલે નિયા ને નવાઈ લાગી બાકી તો અડધી કલાક માં ચાર પાંચ વાર ભાવિન આંટા મારી જાય. એટલે નિયા ભાવિન ને જોવા ગઈ.

ભાવિન તો આજે મસ્ત નિયા ની ડાયરી જે નિયા વાંચવા નઈ આપતી એ લઇ ને બેઠો હતો. બારી પાસે બેસી ને વાંચતો હતો. નિયા એ દૂર થી જોયું એટલે એને ખબર પડી ગઈ ભાવિન કઈ ડાયરી વાંચે છે.

નિયા પછી કિચન માં જતી રહી. એ વિચારતી હતી ભાવિન ડાયરી વાંચી ને કઈ ઊંધું ના સમજે.

થોડી વાર પછી નિયા એ જમવા બોલાવ્યો. પણ આજે ભાવિન જમતી વખતે ચૂપ ચૂપ ખાઈ લીધું બાકી એ કેટલું બોલતો. નિયા ને લાગ્યું આને કઈ ઊંધું ના વિચાર્યું હોય તો સારું.

જમી ને નિયા કામ કરતી હતી ત્યારે ભાવિન હમણાં આવું છું કહી ને ગયો.

એક કલાક થયો પણ ભાવિન આવ્યો નઈ એટલે નિયા ને ચિંતા થઇ. ત્યાં ડોર બેલ વાગી.

નિયા ને દરવાજો ખોલ્યો તો ભાવિન હતો.

ભાવિન આવી ને પણ ચૂપ ચાપ રૂમ માં જતો રહ્યો. નિયા ને લાગ્યું હતું પહેલા કે ભાવિન કંઈક લેવા ગયો હશે પણ ભાવિન આવ્યો ત્યારે એના હાથ માં કઈ નઈ હતું. અને આવી ને પણ ડાઇરેક્ટ એના રૂમ માં જતો રહ્યો.
..
નિયા સોફા પર બેસેલી હતી. ટીવી ચાલુ હતું પણ નિયા નું ધ્યાન તો વિચારો માં જ હતું. ફોન બાજુ માં પડેલો હતો અને નિયા વિચારો માં ડૂબેલી હતી.

ત્યાં ભાવિન આવી ને એની બાજુ માં બેસી ગયો એ પણ ખબર નઈ હતી.

પાંચ મિનિટ સુધી તો ભાવિન એ રાહ જોઈ હમણાં નિયા બોલશે. પણ નિયા તો વિચારો માં ડૂબેલી હતી ક્યાં થી બોલે.

ત્યાં નિયા ની આંખ માં પાણી આવી હતા વિચારી ને એટલે ભાવિન એ તરત જ નિયા ને બોલાવી.

ભાવિન ને જોતા જ નિયા એ આંસુ લૂછી નાખ્યા અને પછી કહ્યું,
" તું અહીંયા ?"

" કેમ આમ પૂછે છે ?"

" કઈ નઈ સોરી " નિયા ધીમે થી બોલી.

" કેમ સોરી કહે છે તું ?" ભાવિન ને નઈ સમજાતું હતું નિયા કેમ આમ બોલે છે.

" તું ડાયરી વાંચી ને ગુસ્સે છે ને મારા થી એટલે નઈ બોલતો ને ?" નિયા એ નીચે જોઈ ને કહ્યું.

ભાવિન ને ખ્યાલ આવ્યો હું નિયા બહાર જઈ આવું કહી ને ગયો અને આવી ને તરત બેડ રૂમ માં જતો રહ્યો હતો એટલે નિયા ને એવું લાગ્યું હશે.

" ના એવું કઈ નથી"

" તો શું થયું ?" નિયા એ પાછું પૂછ્યું.

" કઈ નઈ પાગલ , તું કેમ રડે છે ?" ભાવિન એ નિયા ને હગ કરતા પૂછ્યું.

" તું ડાયરી વાંચી ને નારાઝ છે ને ?"

નિયા એ ડાયરી માં એના દિલ ની વાત લખી હતી. જે વાત એ કોઈ ને કહી નઈ હતી એ બધી વસ્તુ એ ડાયરી માં હતી. અને બીજું ઘણું બધું હતું.

" ના હવે, હું તો ખુશ હતો વાંચી ને એટલે તો તારા માટે ચોકલેટ લેવા ગયો હતો " ભાવિન સિલ્ક આપતા બોલ્યો.

" મને લાગ્યું કે તું વાંચી ને ગુસ્સે છે એટલે મારા સાથે નઈ બોલ... " નિયા આગળ બોલે એ પહેલા ભાવિન એ એના હોઠ પર આંગળી મૂકી દીધી.

" આવું નઈ થાય નિયા. તું પણ ના વિચાર આવું "

" હમ " કહી ને નિયા એ હગ કરી લીધું.

થોડી વાર પછી,

એ બંને વાત કરતા હતા ત્યારે ભાવિન એ પૂછ્યું,
" તને રિંગ આટલી બધી ગમી તો તે કહ્યું કેમ નઈ ?"

નિયા એ જયારે ભાવિન એ રિંગ આપી હતી અને ત્યારે એ કેટલી ખુશ હતી એ ડાયરી માં લખ્યું હતું.

" ના એ ના કહેવાય "

હવે ભાવિન નિયા ને પહેલા કરતા પણ વધારે સમજવા લાગ્યો હતો. અમુક વાર નિયા કઈ નોવેલ વાંચતી હોય અને એને કોઈ વાત બોવ ગમી હોય એ પણ ભાવિન ને કહેતી.

એપ્રિલ મહિનો શરૂ થયે પંદર દિવસ થઇ ગયા હતા.

એક દિવસ સાંજે,

નિયા એ ઘરે આવી ને પ્રિયંકા બેન ને ફોન કર્યો, ત્યારે એમનો અવાજ બોવ ધીમો લાગતો હતો નિયા એ કેટલું પૂછ્યું પણ પ્રિયંકા બેન એ કઈ કહ્યું નહિ.

એટલે થોડી વાર રહી ને નિયા એ પિયુષ ભાઈ ને ફોન કર્યો અને પિયુષભાઇ થી વાત વાત માં બોલાઈ ગયું કે ,
" પ્રિયંકા આજે પડી ગઈ છે અને દસ દિવસ સુધી કઈ પણ કામ કરવાની ના પાડી છે ડૉક્ટર એ "

પિયુષ ભાઈ સાથે વાત કર્યા પછી નિયા ને પ્રિયંકા બેન ની યાદ આવતી હતી. રાતે ભાવિન આવ્યો ત્યારે નિયા એ એને કહ્યું.

ભાવિન એ કહ્યું,
" તું જઈ આવ એક વાર એમ પણ બે મહિના ઉપર થઇ ગયું છે "

નિયા કઈ બોલી નઈ.

" નિયા તું કાલે લીવ આપી દેજે જોબ પર અને થોડા દિવસ જઈ આવ ઘરે "

" અને તું શું કરીશ ?"
નિયા ને ભાવિન ની ચિંતા હતી.

" મારી ચિંતા ના કર. થોડા દિવસ જ છે ને હું મેનેજ કરી લઈશ"

" જોઈએ "

પણ હજી નિયા ને સમજ નઈ પડતી હતી એટલે એને ભાવિન ના મમ્મી ને ફોન કર્યો તો એમને પણ કહ્યું , તું થોડા દિવસ અહીંયા આવી જા.

બીજે દિવસે નિયા એ જોબ માં લીવ આપી. અને બીજે દિવસે સુરત જવાની હતી.

ત્રણ દિવસ પછી,

નિયા ને આવ્યા એક દિવસ થઇ ગયો હતો અને પ્રિયંકા બેન તો જાણે કઈ થયું જ નથી એમ થઇ ગયા હતા. નિયા ને જોતા જ એમને જાણે પગ માં વાગેલું સારું થઇ ગયું હતું.

નિયા બપોર પછી ભાવિન ના ઘરે જતી એટલે ભાવિન ના મમ્મી પણ ખુશ હતા.

આ બાજુ ભાવિન ને હવે નિયા વગર ઘર માં નઈ ગમતું.
રાતે થોડી વાત થઇ હતી પહેલા બે દિવસ પણ પછી તો ભાવિન પાંચ મિનિટ વાત કરી ને ફોન મૂકી દેતો.

દસ દિવસ પછી,

આજે નિયા પછી મુંબઈ આવી ગઈ હતી. એને આવી ને જોયું તો ઘર માં અમુક વસ્તુ આમ તેમ પડી હતી અને એક મોટી બેગ અને એક નાનું બેગ પણ પડ્યું હતું.






કોણ આવ્યું હશે નિયા અને ભાવિન ના ઘરે ?