Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૬


રાજા તેજમય પોતાના મહેલ અને નગર ને બચાવવા કંઈ પણ કરી શકવા તૈયાર હતા. એટલે જીન ને રાજા તેજમય કહે છે.
હે..જીન હું તાંત્રિક સુધી કેવી રીતે પહોંચી શકું અને તેને કેમ મારી શકું તે મને જણાવ. હું મારાં પ્રાણ ના ભોગે મહેલ અને નગર ને બચાવવા માંગુ છું.

રાજા તેજમય ની આટલી હિમ્મત જોઈને જીન તેને તાંત્રિક નું રહસ્ય કહે છે.
મહારાજ.. રાત્રે તાંત્રિક એક ઓરડો બંધ કરીને તેના રાક્ષસ દેવતા ની સાધના કરે છે. તે રાક્ષસ એક મૂર્તિ છે. અને તે મૂર્તિ બહુ જ ભયાનક છે. જોઈ જવાય તો માણસ ડરી ને મૃત્યુ પણ પામી શકે. હું તેનું વર્ણન કરી શકું તેમ નથી. પણ એટલું કહીશ કે તાંત્રિક જ્યારે તેના રાક્ષસ દેવતા ની સાધના કરતો હોય છે ત્યારે તેનો જીવ તે રાક્ષસ ની મૂર્તિ માં હોય છે.

હે મહારાજ... જો તાંત્રિક ને મારવો હોય તો તમારે પહેલા તે મૂર્તિ ને નષ્ટ કરવી પડશે. મૂર્તિ નષ્ટ થઈ જશે એટલે તાંત્રિક આપો આપ મૃત્યુ પામશે.

જીન ની બધી વાત સાંભળી ને રાજા તેજમય જીન ને કહે છે. હું મારું મોત સાથે લઈને તાંત્રિક પાસે જઈશ અને તે રાક્ષસ ની મૂર્તિ ને હું મારા હાથ થી નષ્ટ કરીશ પણ તે માટે તારે મારી સાથે ચાલવું પડશે.

જીન સાથે આવવાની હા તો કહે છે પણ એક સરત મૂકે છે. જ્યાં સુધી મારી પાસે કોઈ શક્તિ આવી ન જાય ત્યાં સુધી હું તાંત્રિક ને હાથ પણ અડાવી નહિ શકું.

જીન ની હા માં હા મિલાવી ને રાજા તેજમય જીન ને અત્યારે જ મહેલ જવાનું કહે છે.

જીન અને રાજા તેજમય છૂપી રીતે મહેલમાં પહોંચે છે. હજુ રાત્રિનો સમય જ હોય છે. અને તાંત્રિક રાક્ષસ ની સાધના કરી રહ્યો હતો.

જીન રાજા તેજમય ને તાંત્રિક ના ઓરડા સુધી લાવે છે અને કહે છે મહારાજ આપ ઓરડાની અંદર પ્રવેશ કરીને મૂર્તિ ને નષ્ટ કરવાનો પ્રયાસ કરો. હું અહી બહાર તમારી રાહ જોવ છું. પણ મહારાજ ધ્યાન રાખજો તાંત્રિક ને ખબર ન પડે નહિ તો તમારું મોત નિચિત છે.

રાજા તેજમય ઓરડામાં દાખલ થયા. ત્યાં પહેલી નજર તાંત્રિક પર પડી જે સાધના કરી રહ્યો હતો. પણ જેવી નજર રાક્ષસ ની મૂર્તિ પર પડી કે રાજા તેજમય ડરી ને એક પગલું પાછા વળ્યા. આખી મૂર્તિ લોહી થી લથબથ હતી. ગળામાં માણસ ની ખોપરી ની અને ફૂલો ની હારમાળા હતી તો આખો એટલી તેજમય હતી કે રાજા તેજમય પણ તેના પ્રકાશ થી અંજાઈ ગયા. તે મૂર્તિ પણ સારી રીતે જોઈ શકતા ન હતા.

આવી ભયાનક મૂર્તિ ને જોઈને રાજા તેજમય તો મૂર્તિ ને નષ્ટ કરવાનો વિચાર પણ બદલી નાખ્યો. કેમ કે આ મૂર્તિ માં બહાર થી આટલું તેજ છે તો તેની અંદર કેટલી શક્તિ રહેલી હશે..!

થોડો વિચાર કર્યા પછી રાજા તેજમય ને એક નિર્ણય કર્યો ભલે મારે નગરજનો માટે મરવું પડે બાકી પાછી પાની તો નહિ જ કરું. આમ તેમ નજર કરી પણ રાજા તેજમય ને કોઈ હથિયાર મળ્યું નહી. આ મૂર્તિ ને કેવી રીતે નષ્ટ કરવી તે વિચારવા લાગ્યા. બહાર જીન ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો હતો. એક લાચાર બની ને..

રાજા તેજમય તેના મહેલ થી પુરે પુરો વાકેફ હતા કે ક્યાં હથિયાર પડ્યા છે. તે ધીમે થી ઓરડાની બહાર આવ્યા અને બીજા ઓરડા માં પ્રવેશ કર્યો. તે ઓરડો હથિયારો થી ભરેલો હતો. તલવારો, ભાલાઓ અને તીરકામઠાં ની દીવાલો પર હારમાળાઓ હતી.
રાજા તેજમયે દીવાલ પર રાખેલી તલવાર હાથમાં લીધી ત્યાં વિચાર આવ્યો કે આ તલવાર થી રાક્ષસ ને મારવા હું નજીક જઈશ તો તાંત્રિક સાધના માંથી જાગી જશે. એટલે દુરથી મારી શકું તેવું હથિયાર મારે જોઈશે.

હવે દૂર થી ભાલા વડે મૂર્તિ ને નષ્ટ કરવાનો વિચાર આવ્યો પણ સચોટ વાર થઈ શકશે નહિ તો મુશ્કેલી આવી પડશે તે કરતા તેને બાણ લેવું જ યોગ્ય લાગ્યું. કેમ કે તે ઘણા તિરો ના પ્રહાર થી મૂર્તિ નષ્ટ થઈ શકે તેમ લાગ્યું.

બાણ અને થોડા તીર લઈને તાંત્રિક ના ઓરડામાં રાજા તેજમય પહોંચ્યા અને મૂર્તિ પર નિશાન તાકીને ને એક પછી એક એમ મૂર્તિ પર ચાર તીર નો પ્રહાર કર્યો.

રાજા તેજમય ના પ્રહાર થી શું મૂર્તિ નષ્ટ થઈ જશે કે જીવતી રહેશે. જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ..