Tha Kavya - 33 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૩

તાંત્રિક જેવો પટારો ખોલે છે તેની અંદર એક ચિરાગ દેખાય છે. જે ચિરાગ ને તાંત્રિક અત્યાર સુધી શોધી રહ્યો હતો. ચિરાગ ને જોઈને તાંત્રિક ખુશ ખુશ થઈ ગયો. હાથ વડે પટારા માંથી ચિરાગ ને બહાર કાઢ્યો અને તેને સાફ કરી એક ઓરડામાં લઈ ગયો. તે ઓરડો નો દરવાજો અને બારીઓ બંધ કરી દીધી જેથી કોઈ તેને જોઈ શકે નહિ.

સામે ચિરાગ રાખીને તાંત્રિક થોડી વાર માટે જોઈ રહ્યો અને વિચારી રહ્યો કે ખરેખર આજ ચિરાગ હશે જેમાં જીન છૂપાયેલો છે. ખાતરી કરવા તેણે ચિરાગ ને હાથ વડે ઘસવાનું શરૂ કર્યું. ત્યાં એજ ક્ષણે ચિરાગ માંથી ધુમાડો નીકળવા લાગ્યો. આ જોઈને તાંત્રિક થોડો દૂર ખસી ને જોવા લાગ્યો. બસ જીન હવે બહાર નીકળશે.

ચિરાગ માંથી જીન બહાર આવ્યો. પહાડી જેવડો જીન માંડ માંડ તે ઓરડામાં સમાઈ રહ્યો હતો. એટલો વિકરાળ હતો કે જાણે આખા ઓરડામાં બસ તે એક જ હોય. ઘણા વર્ષો થી કોઈએ કેદ કર્યો હોય અને બહાર નીકળતા જે આઝાદી મહેસૂસ થાય તેમ જીન આળસ મરડવા લાગ્યો. અને આમતેમ નજર કરીને જોવા લાગ્યો. કે મને કોણે બહાર કાઢ્યો.

નીચે નજર કરતા તેની સામે એક તાંત્રિક દેખાયો. તાંત્રિક ને પ્રણામ કરી ને જીન બોલ્યો.
માલિક....તમારી સેવામાં આ જીન હાજર છે. આપ જે કહેશો તે હું કરવા તૈયાર છું.

તાંત્રિક ને ખ્યાલ આવી ગયો હતો કે આજ જીન છે. હવે તાંત્રિક જે ઉદ્દેશ્ય થી જીન સુધી આવ્યો હતો તે હવે પૂરો કરવાનો સમય આવી ગયો હતો. તેની ઈચ્છા હતી કે હું એવો શક્તિશાળી તાંત્રિક બની જાવ કે બધા મારા વસ માં આવી જાય. અને લોકો મારાથી ડરે.

જીન હવે તાંત્રિક નો ગુલામ બની ગયો હતો. અને તાંત્રિક જે કહેશે તેને કરવું પડે તેમ હતું. તાંત્રિક ક્યાંક વિચારો માં ખોવાયેલો જોઈને જીન ફરી બોલ્યો. માલિક હું તમારી શું સેવા કરી શકું..?

તાંત્રિક જીન ને કહે છે. હે...જીન મને એવી શક્તિ પ્રદાન કર કે જેનાથી હું મોટો શક્તિશાળી માણસ બની જાવ અને આખી દુનિયા મારાથી ડરે.

જીન સમજી ગયો કે આ તાંત્રિક મારી પાસેથી બધી શક્તિઓ મેળવવા માંગે છે એટલે જીન તેને વિનમ્રતા થી જવાબ આપે છે.

હે..માલિક તમે જે શક્તિ ની વાત કરો છો એટલી શક્તિ મારી પાસે ક્યાંથી હોય. હું તો રહ્યો ગુલામ. જો મારી પાસે આટલી શક્તિ હોય તો હું ગુલામ મટી ને માલિક બની જાવ. પણ તમે મારા માલિક છો એટલે મારાથી બનતી હું તમને મદદ જરૂર પૂરી કરીશ પણ તમે જે ઈચ્છો છો તેટલી શક્તિ મારી પાસે નથી.

જીન ની આ વાત સાંભળી ને તાંત્રિક ગુસ્સે થઈ જાય છે. અને પોતાની શક્તિ થી તે જીન ને ભસ્મ કરવાનું મન બનાવી લે છે. પણ પછી વિચાર આવે છે. આ જીન રહ્યો ગુલામ તો તેની પાસે જે મળે તે લઈ લેવું ઉચિત છે અને તેની પાસેથી ગુલામી કરાવવી જોઈએ.

તારી પાસે જેટલી શક્તિ હોય તે મને પ્રદાન કર. તાંત્રિક જીન ને આદેશ આપતા બોલ્યો.

ભલે માલિક કહી ને જીન પોતાની પાસે રહેલી બધી શક્તિ તાંત્રિક ને આપી દે છે.

તાંત્રિક પહેલા કરતા વધુ શક્તિશાળી બની ગયો. પણ હજુ તેને શક્તિ જોઈતી હતી. અને આ શક્તિ મેળવવા માટે તેણે જીન ને પૂછ્યું.
હે..જીન હું હજુ શક્તિશાળી બનવા માંગુ છું. તો તું મને કોઈ રસ્તો બતાવીશ.

જીન નું કાર્ય હતું હંમેશા તેના માલિક ની સેવા કરવાનું તેનું કહ્યું કરવાનું એટલે તે હંમેશા સત્ય ને માર્ગ ચાલતો.
જીન તાંત્રિક ને જવાબ આપતા કહે છે.
માલિક જો આપ તપસ્યા કરશો તો તમે શક્તિ પ્રદાન કરી શકશો.

હવે આ રહ્યો તાંત્રિક એટલે ભગવાન ભૂલીને રાક્ષસો ની પૂજા કરનારો. અને રાક્ષસ ની પૂજા તો રાત્રીના સમય માં થાય. એટલે તાંત્રિક રાત્રે જ રાક્ષસ ની મંત્ર પૂજા અને તપસ્યા કરવાનું નક્કી કર્યું. હવે તેની સામે એક ગંભીર સવાલ ઊભો થયો જે સવાલ તેને ડરાવી રહ્યો હતો.

રાત્રે તો રાક્ષસ ની તપસ્યા કરતી વખતે તો મારી ફરતે સુરક્ષા કવચ હોય છે એટલે મને કોઈ જ કંઈ કરી કરી શકે નહિ. પણ જ્યાં સુધી હું શક્તિશાળી ન બની જાવ ત્યાં સુધી મને મોત નો ડર અવશ્ય રહેવાનો.

એટલે જીન ને આદેશ આપ્યો કે તું રાત્રે કોઈ પણ જગ્યાએ જઈ શકે છે પણ દિવસે તારે મારી સેવામાં હાજર થવું પડશે, મારી સુરક્ષા કરવી પડશે, નહિ તો હું તને બાળીને ભસ્મ કરી નાખીશ.

શું તાંત્રિક તપસ્યા કરી ને શક્તિશાળી બની જશે. ? જીન આખરે દિવસે ક્યાં જશે. ? કે ચિરાગના પુરાયો રહેશે..? જોઈશું આગળના ભાગમાં

ક્રમશ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED