Tha Kavya - 27 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૭

કાવ્યા તો લેખક જીવન સાહેબ ની આત્મા નું આહવાન કરવા લાગી. જેમ તે કંકણ ગુફામાં રાજા ની આત્મા નું આહવાન કર્યું હતું તેમ. થોડીક ક્ષણોમાં તો લેખક જીવન સાહેબ ની આત્મા કાવ્યા સામે પ્રગટ થઈ.

એક નાની જ્યોત જેવી દેખાતી આત્મા ને જોઈને કાવ્યા તેમની સામે પ્રણામ કર્યા અને હાથ જોડીને વિનંતી કરી.
હે દિવ્ય પ્રેત આત્મા મારે તમારી જરૂર પડી છે એટલે મારે તમારું આહવાન કરવું પડ્યું.

આત્મા તો આત્મા હોય છે. જો મનના તરંગો થી તે અહી સુધી આવી શકતા હોય તો તે કોઈના મનમાં રહેલી વાતો પણ આસાની થી જાણી જતા હોય છે. એટલે જીવન સાહેબ ની આત્મા એ કહ્યું. બેટી મને અહી તારું બોલાવવાનું કારણ હું જાણું છું. પણ તે મારું આહવાન કર્યું છે એટલે મારે તારી વાત જાણવી જોઈએ.
બોલ મારું શુકામ પડ્યું.?

હે ત્રિકાળ જ્ઞાની આત્મા આપ સારી રીતે જાણો જ છો છતાં હું મારા મુખે થી કહું છું. તમે લખેલી બુક "મારે પરી બનવું છે" નો પહેલો ભાગ મે વાંચી શુકી છું અને મારે બુક નો બીજો ભાગ વાંચવો છે તો આપ મને જણાવો કે બુક નો બીજો ભાગ ક્યાં મળશે.

તે આત્મા કાવ્યા ને જવાબ આપે છે. હે કન્યા હું જાણું છું તું પરી બનવા આટલી મહેનત કરી રહી છે. પણ "મારે પરી બનવું છે" બુક નો બીજો આખી દુનિયા માં ક્યાંય નથી.

આ સાંભળીને કાવ્યા બેચેન થઈ ગઈ અને નારાજ થતી બોલી તો શું આપે "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ લખ્યો જ નથી.?

હું એમ ક્યાં કહું છું કે મે "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ લખ્યો નથી. હા...મે બીજો ભાગ જરૂર થી લખ્યો છે અને તેની પ્રિન્ટ પણ છપાઈ હતી પણ હાલમાં આ બુક ક્યાંય છે નહિ. સહજ રીતે તે આત્મા એ કાવ્યા ને કહ્યું.

કાવ્યા ના મનમાં એક સવાલ જાગ્યો કે જો આ દુનિયામાં "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ નથી તો મને રાજા ની આત્મા એ શા માટે કહ્યું કે તું "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ વાંચજે એટલે તને જીન નું રહસ્ય મળી જશે.

"મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ મારે વાંચવો છે તો હું શું કરી શકું.? કાવ્યા એ તે લેખક ની આત્મા સામે મહત્વ નો સવાલ કરી દીધો જે જવાબ માં છૂપાયેલું હતું બુક નું રાજ.

તે લેખક ની આત્મા કહે છે.
કાવ્યા હું ફરી તને એકવાર કહું છું. કે તે બુક દુનિયાના કોઈ ખૂણે નથી. તેનું કારણ છે. જ્યારે બુક નો પહેલો ભાગ છપાઈ ચૂક્યો હતો ત્યારે લોકો ને ઘણો પસંદ આવ્યો હતો અને દુનિયા ના ખૂણે ખૂણે મારી બુક પહોંચી ગઈ હતી.

હું તને મારા જીવનકાળ માં બનેલી ઘટના વિશે તને કહુ છું. તું ધ્યાન થી સાંભળ. જ્યારે મારા જીવનકાળ દરમિયાન ત્યાં શાસન કરેલ રાજા મિરાઝ ને ખબર પડે છે. કે જીવન નામના માણસે એક સરસ બુક લખી તે બુક માં પરી બનવાનું રહસ્ય છૂપાયેલું છે આ જાણ થતાં તે રાજા મિરાઝ મને તેના મહેલમાં બોલાવે છે અને મારી બુક વિશે પૂછે છે અને બુક ની એક કોપી મારી પાસે થી માંગે છે. હું તે બુક ની એક કોપી હોંશે હોંશે તેમને આપુ છું. અને ત્યાંથી રજા લઈને ઘરે પાછો ફરું છું.

રાજા મિરાઝ ને ખબર હતી કે આ બુક માં પરી બનવાનું રાજ છૂપાયેલું છે. તે સાચું છે કે કાલ્પનિક તે જાણતા ન હતા. છતાં પણ તેની યુવાન દીકરી મધુમતી ને તે બુક વાંચવા આપે છે. અને કહે છે દીકરી આ બુક નિરાંતે વાંચજે. આ બુક માં પરી બનવાનું રહસ્ય છૂપાયેલું છે.

કુવરી મધુમતી એ તો એક જ રાતમાં "મારે પરી બનવું છે" બુક નો પહેલો ભાગ વાંચી નાખ્યો પણ તેને જીનલ નું રાજ જાણવા માટે મહારાજ મિરાઝ ને કહે છે. પિતાશ્રી મને "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ વાંચવો છે મને અત્યારે ને અત્યારે જોઈએ. આમ કહી મહારાજ સામે જીદ કરવા લાગી.

તેજ સમયે રાજા મિરાઝ મને તત્કાળ મહેલમાં હાજર થવાનું કહે છે. હું રાજા સામે ઉપસ્થિત થાવ છું અને રાજા મને સવાલ કરે છે કે "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ અત્યારે જ મને આપવામાં આવે.
ત્યારે મે મહારાજ ને કહ્યું "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ હજુ સુધી મે લખ્યો નથી. આ સાંભળી ને રાજા મીરાઝ મને બંધી બનાવી લે છે.

રાજા મિરાઝે જીવન સાહેબ ને બધી બનાવી લીધા છે તો તે શું કરશે. બુક ના બીજા ભાગનું રહસ્ય શું છે તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...

બીજા રસપ્રદ વિકલ્પો