Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૩

કાવ્યા ના બીજા આપેલ જવાબ થી તે દિવ્ય આત્માં ખુશ થઈ જાય છે. અને કાવ્યા ને ત્રીજો સવાલ પૂછે છે.
જીવન નું મૂલ્ય શું.?

કાવ્યા જીવન અને તેનું મૂલ્ય સમજાવતા કહે છે.
જીવન ફક્ત એક બાબત જ નહીં પરંતુ આનાથી ઘણું વધારે છે. માનવ જીવન પદાર્થ અને ચેતના બંનેનું સંયોજન છે. જો ત્યાં ફક્ત માનવ પદાર્થ હોત, તો આરામ કરવાની જરૂર નહોતી. કારણ કે પદાર્થ આરામ, બેચેની, સુંદરતા, સુખ અને દુઃખ અનુભવતા નથી. આ ફક્ત તે જ થઈ શકે છે જેમાં ચેતના અસ્તિત્વમાં છે. પરંતુ જીવન ફક્ત ચેતન નથી. કારણ કે જો તે હોત, તો આપણે પાણી, ખોરાક અને આરામની જરૂરિયાત અનુભવીશું નહીં.

ચેતના ભાવનાઓ દ્વારા પોતાને અનુભવે છે અને વ્યક્ત કરે છે. મૂલ્યો એવી લાગણીઓ છે કે જે શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાતી નથી અને બુદ્ધિ દ્વારા સમજી શકાતી નથી. આધ્યાત્મિક માર્ગનો ઉદ્દેશ્ય એવી ભાવનાયુક્ત જીવન જીવવાનું છે જે આપણી ચેતનામાં અસ્તિત્વ ધરાવે છે. તેથી, આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જીવનને સમજવું અને પૂર્ણ જીવન જીવવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શાંતિ, પ્રેમ, આનંદ, સુંદરતા, જ્ઞાન, દ્રવ્ય અને ચેતનાને સમજવાની ક્ષમતા એ જીવન મૂલ્યવાન બનાવે છે.

જીવન નું મૂલ્ય સમજાવ્યા બાદ કાવ્યા એ એક સ્કૂલ સમયમાં એક વાર્તા વાંચી હતી તે યાદ આવી એટલે તે વાર્તા દિવ્ય આત્માં સામે કહે છે.

એકવાર એક માણસ પોતાની જીંદગી થી ખૂબ જ દુખી થઈ જાય છે અને ભગવાન સામે ભગવાનને ગમે એવું બોલે છે કે તમે મને આ જીવન શું કામ આપ્યું ? અહી કોઈ મારૂ માનેલું કરતાં નથી ? મારા જીવનની બધી પરીક્ષામાં હું નિષ્ફળ થાઉં છું ? આજે મારા સમાજમાં કે શહેરમાં મારી કોઈ ઇજ્જત નથી.. બસ હવે આવું જીવન જીવવા કરતાં મારે મરી જવું છે એટલે મારે આત્મહત્યાં કરી લેવી છે.

ભગવાન તેમની સામે પ્રગટ થઈને કહ્યું હે માણસ જીવન અમૂલ્ય છે. સારા કર્મો પછી મનુષ્ય નો અવતાર મળે છે. તારે આત્મહત્યાં કરતાં પહેલા તારું મૂલ્ય જાણી લેવું જોઈએ , ભગવાને એક પથ્થર આપતા કહ્યું. લે આ પત્થર... જેટલી આ પત્થરની કિમત હશે એટલી તારી કિમત હશે પણ એક શરત કે તારે આ પત્થરને વેચવાનો નથી.

પછી એ માણસ પહેલા એક શાકભાજીવાળા પાસે ગ્યો , અને કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે , મારી પાસે પૈસા નથી પણ તું આ પત્થરની કિમત કે , તો શાકભાજીવાળા એ કહ્યું કે ભાઈ , આ પત્થરના બદલામાં તમને 2 કેળાં આપી શકું એમ છું. પણ પેલા માણસને યાદ આવ્યું કે આ પત્થર વેચવાનો નથી. એટ્લે એ ત્યાથી નિકડી ગયો...

પછી એ માણસ રસ્તામાં આવતી એક સોનીની દુકાને ગ્યો , અને કહ્યું કે આ પત્થરની કિમત મને જણાવો. મારે આ પથ્થર ની કિંમત જાણવી છે. તો સોની એ થોડું ચકાસીને કહ્યું કે તને આના 2–3 લાખ આપી દઉં પણ આ પત્થર તું મને આપી દે. તો પેલા માણસએ ના કહ્યું અને કહ્યું કે મારે આ પત્થર વેચવો નથી હું તો ખાલી કિમત જાણવા આવ્યો છું , એમ કહી ત્યાથી ચાલ્યો ગ્યો.

પણ હવે આ માણસના મનમાં પત્થરની કિમત જાણવાની જિજ્ઞાસા જાગી એટ્લે તે હીરાના વ્યાપારી પાસે ગ્યો અને પૂછ્યું કે આ પત્થરની કિમત જણાવો , હીરાના વ્યાપારી એ અડધા - પોણા કલાકની ચકાસણી કર્યા પછી આશ્ચર્યજનક રીતે પૂછ્યું કે તને આ પત્થર ક્યાથી મળ્યો ,આતો બહુમૂલ્ય પથ્થર છે . આ પત્થરની કિમત આખી પૃથ્વીના બધા લોકો પાસે જેટલા પૈસા છે એટલી બધી આ પત્થરની કિમત છે .!

આ જાણ્યા પછી તે માણસ પાછો ભગવાન પાસે ગ્યો અને કહ્યું કે ભગવાન મને માફ કરી દો , મે તમને ખૂબ ભલું - બૂરું કહ્યું છે અને મારે આ પત્થર નથી જોતો , મને મારા જીવનનું મૂલ્ય ખૂબ સારી રીતે આપે સમજાવી દીધું છે. હવે હું આત્મહત્યા નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં પછી તે ભગવાનનો આભાર માનીને ત્યથી ચાલ્યો ગ્યો.

દરેક માણસનું જીવન બહુ મૂલ્યવાન હોય છે પણ તેની પાસે રહેલી શક્તિ કે કળા ને તે જ્યારે પારખી નથી શકતો ત્યારે તે માણસ પોતાના જીવન ને તુચ્છ ગણી નાખે છે.

કાવ્યા એ ઉદાહરણ સાથે તે દિવ્ય આત્મા ને સરસ જવાબ આપ્યો પણ તે આત્મા કંઈ બોલ્યા વગર ચૂપ રહી.
તે દિવ્ય આત્મા ને ચૂપ જોઈને કાવ્યા ને એમ થયું કે શું મારો ત્રીજા સવાલ નો જવાબ ખોટો હશે.? શું મે ખરેખર જીવન નું મૂલ્ય શું છે તે આ દિવ્ય આત્મા ને સમજાવી ન શકી
? આમ કાવ્યા વિચારતી રહી.

શું કાવ્યા નો ત્રીજો જવાબ સાચો હશે.,? શું તે દિવ્ય આત્મા કાવ્યા ને કોઈ દિવ્ય શક્તિ આપશે.? જોઈશું આગળના ભાગમાં.
.

ક્રમશ...