જીનલ ના જવાબ થી જીન ખુશ થાય અને અને બીજો સવાલ કરે છે.
કર્મ થી શું મળે છે. અને આ કર્મો આપણને ક્યાં લઈ જાય છે.
જીનલ જવાબ આપતા કહે છે. કર્મ થી ફળ મળે છે અને ફળ થકી માણસ નું ભાગ્ય માં હોય તે મળે છે.
જીનલ એક વાર્તા કહેતા કહે છે.
એક દેશમાં બે નગરો હતાં. બંને નગરો નજીક માં સામે સામે જ હતા. બંને નગરમાં અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા. તે નગર થી થોડે દૂર જંગલમાં એક સંત રહેતા હતા અને બંને રાજા તે સંતને પોતાના ગુરુ માનતા હતા અને તેમનો આદર પણ કરતા હતા. પરંતુ સમસ્યા એ હતી કે બંને રાજાના નગર વચ્ચે એક તળાવ હતું અને તે તળાવ બંને નગરો માટેનો એક માત્ર જળસ્ત્રોત હતો. તેથી તે તળાવ લઈને બંને નગરના રાજા વચ્ચે વિવાદો થતા. પરંતુ એક વાર વિવાદ ખુબ જ વધી ગયો અને બંને રાજા અને નગરજનોએ યુદ્ધનો નિર્ણય લઇ લીધો.
ત્યાર બાદ બંને રાજા એક પછી એક જંગલમાં રહેતા સંતના આશીર્વાદ લેવા પહોંચી જાય છે. પહેલા જે રાજા આવે છે તેને સંત જણાવે છે કે તારા ભાગ્યમાં જીત નથી, પછી આગળ ઈશ્વરની મરજી. આ સાંભળી રાજા ગભરાયો અને તેણે સેનાને આદેશ આપ્યો કે આપણે પૂરી તાકાતથી લડીશું. ભલે આપણા ભાગ્યમાં જીત ન હોય, ભલે આપણે યુદ્ધ હારી જઈએ. પરંતુ આપણે યુદ્ધ એટલા પ્રક્રામથી લડીધું કે હારવા છતાં પણ આપણે પરાક્રમનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બનીએ.
ત્યાર બાદ બીજો રાજા એ સંત પાસે જાય છે. ત્યારે સંત તેને જણાવે છે કે જીત તારા ભાગ્યમાં છે, આગળ ઈશ્વરની મરજી. આ સાંભળી તે રાજા ખુબ જ ખુશ થઇ જાય છે. વિચારે છે કે ભાગ્યમાં જ જીત છે તો પછી ગભરાવું શું. ત્યાર બાદ બંને રાજા વચ્ચે યુદ્ધ થાય છે અને પહેલો રાજા અને તેની સેના ખુબ તાકાતથી લડે છે. જ્યારે બીજો રાજા ગંભીરતા વગર જ લડે છે કે ગમે એ થાય જીત તો મારા જ ભાગ્યમાં છે. તેના મગજમાં ભાગ્યની વાત એટલી ઘર કરી બેઠી કે યુદ્ધમાં તેના રથ નું પૈડું નીકળી જાય છે. તેનું પણ તેને ભાન ન રહ્યું અને રથ તુટી ગયો ને રાજા પડી ગયો. ત્યાર બાદ તે રાજા દુશ્મનના હાથમાં આવી ગયો અને તેનો પરાજય થયો.
પહેલો રાજા જીતી ગયો અને બંને રાજ્ય તેના ભાગ્યમાં આવી ગયા. જ્યારે ભાગ્ય ના વહેમ માં બીજો રાજા પરાજીત થયો. ત્યાર બાદ બંને સંત પાસે જઈને પ્રશ્ન પૂછે છે કે આવું કઈ રીતે થયું ? ભાગ્યમાં લખાયેલું કેમ બદલાય ગયું ?
ત્યારે સંત જવાબ આપે છે કે ભાગ્ય નથી બદલાયું. ભાગ્ય તો તેની જગ્યાએ સ્થિર જ છે. માત્ર તમે લોકો બદલાય ગયા. ત્યાર બાદ જીત મેળવનાર રાજાને સંત કહે છે કે પોતે હારી જવાનો છે તે જાણીને તેણે યુદ્ધ માટે દિવસ રાત તૈયારી કરી અને જાતે જ યુદ્ધની બધી જવાબદારીઓ ઉપાડી અને પૂરી તાકાતથી લડવાનું નક્કી કર્યું. જ્યારે પરાજિત રાજાને સંત કહે છે કે તેણે ભાગ્યમાં જીત છે એવું જાણીને યુદ્ધ જીત્યા પહેલા જ તે ઉત્સવ મનાવવા લાગ્યો. એટલો ખુશ થઇ ગયો કે તેનો રથ તુટી ગયો તે પણ તેને ખ્યાલ ન રહ્યો. તે તારું વ્યક્તિત્વ જ બદલી નાખ્યું તે પરિસ્થિતિમાં ભાગ્ય બિચારું શું કરે.
જીનલ જીન ને વધુ જવાબ આપતા કહે છે.
માણસ પોતે જ પોતાનો ભાગ્યદાતા છે. તે ભાગ્ય બનાવી પણ શકે છે અને મિટાવી પણ શકે. આ સૃષ્ટિ પર એવા અવતારો થઈ ચૂક્યા છે કે જેણે પોતાનું ભાગ્ય પણ બદલ્યું છે. અને ભાગ્ય પણ બનાવ્યું છે.
ભાગ્ય થી મોટું કર્મ છે. કર્મ થી જ તમારું ભાગ્ય ખૂલે છે. સારા કર્મ તમને સારું ભાગ્ય આપે અને ખરાબ કર્મો ખરાબ ભાગ્ય.
જીનલ નો આ જવાબ સાંભળી ને જીન ખુશ ખુશ થઈ ગયો. તે હવે અદ્રશ્ય માંથી પોતાના રૂપમાં પ્રગટ થયો.
માણસ કરતાં જીન દસ ગણો મોટો હતો. ભરાવદાર શરીર અને તાકાતવર દેખાય રહ્યો હતો. આંખો મોટી અને માથા પર એક ચોંટી હતી. હાથમાં એક છડી જેવું કઈક હતું. અને તેનો ચહેરો હસતો જોઈને જીનલ સમજી ગઈ કે આ જીન છે એટલે જીન ને જીનલે પ્રણામ કર્યા અને ત્રીજો સવાલ પૂછવા માટે જીન ને કહ્યું.
શું જીનલ ત્રીજા સવાલ નો જવાબ આપી શકશે.? શું જીન નું દિલ જીતી શકશે.? જોઈશું આગળ ના ભાગમાં....
ક્રમશ..