Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪

મહાદેવ ની આ રહસ્યમય વાત સંભળી ને માં પાર્વતી બોલ્યા.
હે પ્રભુ તમે એક બાજુ કહો છો કે રાજા વિધ્વંત ના ઘરે કન્યા નો જન્મ થશે અને બીજી બાજુ કહી રહ્યા છો કે તે કન્યા નહિ હોય.
તો હે પ્રભુ તો રાજા વિધ્વંત ના ઘરે કોણ જન્મ લેશે.?

હે પ્રિયે.. બસ થોડા દિવસ ની રાહ જુઓ પછી ખબર પડી જશે કે રાજા વિધ્વંત ને ત્યાં કન્યા જન્મે છે કે કોઈ બીજું.
માં પાર્વતી પછી મહાદેવ ને કોઈ સવાલ કર્યો નહિ ને બસ તે સમય ની રાહ જોવા લાગ્યા.

રાણી વિભા ને હવે સારા દિવસો શરૂ થયા. આ સારા દિવસોમાં રાજા વિધ્વંત રાણી નું બહુ ધ્યાન રાખવા લાગ્યા હતા. રાણી બા ને સારા દિવસો ચાલી રહ્યા છે. આ વાત નગરજનો ને થતાં, નગરજનો પણ બહુ ખુશ ખુશ થઈ ગયા. અને તે પણ આવનાર બાળક ની પ્રતીક્ષા કરવા લાગ્યા.

આખરે તે ઘડી આવી ગઈ. અને રાણી વિભા ને કૂખે એક આત્માં એ જન્મ લીધો. પણ આ શું રાણી વિભા ના કૂખે નથી જન્મેલી.., નથી કન્યા લાગતી કે નથી કોઈ રાક્ષસી. રાણી વિભા તેણે જન્મેલા બાળક ને જોઈને બેહોશ થઈ ગઈ. ત્યાં ઉભેલી દાસી આ બાળક ને જોઈને ડરી ગઈ અને દોડતી દોડતી રાજા પાસે આવી અને રાજા ને સમાચાર આપ્યા કે બાળકે રાણી ના કૂખે થી જન્મ લઈ લીધો છે. આગળ રાજા તે દાસી ને કઈ પૂછે તે પહેલાં દાસી ત્યાંથી ભાગી ગઈ.

રાજા વિધ્વંત તો દોડતા દોડતા રાણી ના કક્ષમાં પહોંચ્યા અને રાણી વિભા ની બાજુમાં સૂતેલા બાળક પર નજર કરી તો.
તે બાળકી માથે બે નાના નાના સિંગડા હતા અને ચાર મોટા દાત પણ હતા. માથું આખું એક રાક્ષસી જેવું લાગી રહ્યું હતું અને બાકીનો ભાગ એક સુંદર કન્યા જેવો. આ જોઈને થોડી વાર માટે તો રાજા વિધ્વંત પણ ડરી ગયા પણ પછી મહાદેવે આપેલી ભેટ સમજી ને સ્વીકાર કરી લીધો.

જ્યારે રાણી વિભા હોશમાં આવી ત્યારે તેણે બાળક સામે જોઇને દુઃખી દુઃખી થઈ ગઈ અને મહાદેવ સામે નિસાસો નાખીને બોલી હે પ્રભુ આ તે કેવું બાળક મને આપ્યું. નથી કન્યા કે નથી રાક્ષસી.!! આ કરતા તો હું બાળક વિહોણી સારી હતી.

રાજા વિધ્વંત પણ બાળક ને જોઈને થોડા દુઃખી તો હતા. પણ હવે કરવું શુ તે વિચારતા હતા. રાજા ને વિચારતા જોઈને રાણી વિભા પણ સમજી ગઈ કે મારી જેમ સ્વામી ને પણ આ કન્યા પસંદ નથી. આ કન્યા ને મોટી કરવા કરતાં તો તેને મારી નાખવી જ સારી. આમ વિચારતી વિભા તે કન્યા નું ગળું દબાવી મારી નાખવા જાય છે ત્યાં તે કન્યા બોલી.
"હે દેવી મને મારસો નહિ. મારે જીવવું છે."

કન્યા ને બોલતી જોઈને રાણી અસંબલિત થઈ ગઈ. કે હજુ તો આ કન્યા એ જન્મ લીધો છે ત્યાં તો તેને વાચા પણ આવી ગઈ..!

કન્યા તને મોટી કરીને શું ફાયદો..?
તું તો રાક્ષસી જેવી લાગી રહી છે. સમય જતાં તું રાક્ષસી થઈશ તો અમને બહુ મોટુ પાપ લાગશે. અને આ નગર તારા કારણે નષ્ટ પણ થઈ જશે. એટલે હે કન્યા તારું જીવવું નકામું છે. નિસાસો નાખીને રાણી વિભા બોલી.

હે શક્તિ...હું મહાદેવ ની દેન છું. તમને મહાદેવે આપેલું વરદાન છે. એટલે મહાદેવ ના વરદાન પાછળ કઈક તો તથ્ય હશે. એટલે મને મારશો નહીં.
હું તમને એક વિશ્વાસ આપુ છું કે હું તમને અને નગરજનો ક્યારેય નુકશાન કરીશ નહિ. હા..હું જ્યાં સુધી મોટી ન થઈ જાવ ત્યાં સુધી મારી પાસે તમે બંને સિવાઈ કોઈ આવશો નહિ. હું આ ઓરડામાં જ મોટી થઈશ. જો કોઈ બહાર નું આ ઓરડામાં આવશે તો બધા ને ખબર પડી જશે.

મહાદેવે આપેલું વરદાન અને કન્યા ની વાત સાંભળી ને રાણી વિભા એ કન્યા ને જીવિત છોડી દીધું અને મહાદેવ ની પ્રસાદી માનીને તેને મોટી કરવાનું મન બનાવી લીધું.

કન્યા ને ઉછેર કરવાનું મન તો બનાવી લીધું પણ તેનું નામ શું રાખવું તે રાજા વિધ્વંત અને રાણી વિભા નો ચિંતા નો વિષય બની ગયો. રાજા વિધ્વંત તેના ગુરુ ને પણ નામકરણ માટે બોલાવી શકે તેમ ન હતા એટલે જાતે નક્કી કર્યું કે તે કન્યા નું નામ આપણે જ આપીશું.
રાજા વિધ્વંત ને તે કન્યા નું નામ રાખી રાખવું હતું પણ રાણી વિભા ને તે નામ પસંદ ન હતું અને જાણે મહાદેવે રાણી વિભા ને કાન કહી ગયા હોય તેમ તે કન્યા નું નામ રાણી એ જીનલ રાખ્યું. રાજા વિધ્વંત ને રાણી એ આપેલું જીનલ નામ તેને પણ ગમ્યું.

તે કન્યા કેમ જીવવા માગે છે અને આગળ જતાં તે કન્યા શું કરશે તે જોઈશું આગળ ના ભાગમાં...

ક્રમશ...