કાવ્યા એ સહજતા થી ફરી બુક વાંચી રહેલી છોકરી ને કહ્યું.
મને પરીઓ ની વાર્તાઓ વાંચવાનો ખુબ જ શોખ છે. અને મારી ઈચ્છા છે કે હું એક દિવસ પરી બનું.
કાવ્યા ની આ વાત સાંભળી ને પેલી છોકરી હસી નહિ પણ કાવ્યા ની સામે મીઠી સ્માઇલ કરીને પોતાના હાથમાં રહેલું બુક કાવ્યા ના હાથમાં આપતા બોલી.
આ બુક વાંચી જા એટલે તારું પરી બનવાનું સપનું સાકાર થઈ જશે.
હાથમાં પુસ્તક આવતા કાવ્યા તો રાજી રાજી થઈ ગઈ. તે છોકરી ને આભાર વ્યક્ત કરીને તે પરી ની બુક વાંચવા બેસી ગઈ. બુક વાંચવા એટલી તલ્લીન થઈ ગઈ કે ક્યારે બપોર થઈ ગયા તે ખબર ન પડી. પણ જ્યારે રમીલાબેન નો ફોન આવ્યો અને તેણે કહ્યું કાવ્યા કેમ આજે મોડી..? બપોર થઈ ગયા અત્યારે તો તું ઘરે આવી ગઈ હોય..!!
મમ્મી ની વાત સાંભળી ને કાવ્યા એ દીવાલ પર લાગેલી ઘડિયાળ પર નજર કરી તો તેમાં બાર વાગી ગયા હતા. તેણે મમ્મી ને કહ્યું.
મમ્મી હું લાઇબ્રેરી માં બુક વાંચી રહી છું. બસ હવે થોડી વારમાં અહી થી નીકળું છું કહીને ફોન કટ કર્યો. કાલ અહી આ બુક વાંચવા ન આવી શકું તે વિચારમાં કાવ્યા એ તે બુક અહી વાંચવા ના બદલે ઘરે વાંચવા માટે મન બનાવ્યું અને લાઇબ્રેરી માંથી બુક વાંચવા માટે લીધી. અને તરત તે ઘરે પહોંચી.
ઘરનું બધું કામ પૂરું કરી ને કાવ્યા તેના રૂમમાં જઈ ને અધૂરી રહી ગયેલી બુક "હું એક પરી છું." તે બુક વાંચવા નું શરુ કરે તે પહેલા આગળ બપોરે વાંચેલી સ્ટોરી તે મનમાં વાગોળે છે. તેણે જેટલી બુક વાંચી ચૂકી હતી તે સ્ટોરી આ પ્રમાણે હતી.
ઘણા વર્ષો પહેલા ની વાત છે. એક મોટું નગર હતું. તે નગરનો રાજા વિધ્વંત હતો. અને તેમની એક દયાવાન રાણી વિભા હતી. બંને મહાદેવ ના ભક્ત હતાં. એટલે સમય મળે તરત મહાદેવ નું ભજન કરતા અને મહાદેવ ના ભજન માં જ આખો દિવસ પસાર કરતા. રાણી વિભા ની જેમ જ રાજા વિધ્વંત પણ બહુ દયાળુ હતો. નગર ની પ્રજા નું તે સારી રીતે ખ્યાલ રાખતો અને હંમેશા તેની સાથે પ્રેમભર્યું વર્તન કરતા. રાજા વિધ્વંત ને એક વાત નું દુઃખ હતું, તેમની ઘરે કોઈ સંતાન હતું નહિ.
રાણી વિભા મહારાજ ને કહેતી.
હે નાથ તમે જાણો છો કે આપણે ત્યાં શેર માટી ની ખોટ છે. આપ મહાદેવ ને અરજ કરો ને કે આપણે ત્યાં દીકરો જન્મે. ત્યારે રાજા વિધ્વંત એટલું કહેતાં.
રાણી જો કર્મ માં દીકરો કે દીકરી લખી હશે તો આપણે મહાદેવ પાસે માંગવી નહિ પડે, તે તેની જાતે દીકરો કે દીકરી આપશે. રાણી વિભા ને પુત્રી જોઇતી હતી અને રાજા ને દીકરો. પછી રાણી વિભા રાજા વિધ્વંત કોઈ સવાલ કરતી નહિ અને તે રાજા ની સેવા કરવા લાગી જતી.
એક દિવસ મહેલમાં એક અતિ ગરીબ બ્રાહ્મણ આવે છે. મહેલ ના મુખ્ય દરવાજા પર પહેરો આપનાર સૈનિકો ને બ્રાહ્મણે કહ્યું. "સૈનિકો મારે રાજા ને મળવું છે."?
આપ મને મહેલ ની અંદર પ્રવેશ કરવા દો.!
મહેલ ના મુખ્ય દરવાજા પર રાખેલા બંને દરવાન ને રાજા વિધ્વંત નો આદેશ હતો કે કોઈ પણ માણસ આવે તેને મહેલ ની અંદર પ્રવેશ કરવા દેવામાં આવે. તે પહેલાં મને જાણ કરવામાં આવે. તે સમય એક દરવાન તે ગરીબ બ્રાહ્મણ ને ત્યાં ઉભો રાખ્યો અને બીજો દરવાન રાજા ને સંદેશો આપવા તેના કક્ષ સુધી પહોંચે છે. તે સમયે રાજા વિધ્વંત મહાદેવ નું ધ્યાન ધરી ને બેઠા હતા અને રાણી વિભા તેની પાસે બેસીને મહાદેવ સામે તેના રૂપ ને નીરખી રહ્યા હતા.
કક્ષ ની અંદર દરવાન નો પ્રવેશ જોઈને રાણી વિભા એ પાછું વળીને ને ઇશારો કર્યો કે કોઈ પણ હોય તેને મહેલ ની અંદર આવવા દેવામાં આવે. કોઈ મહેલ આવે છે તે જોઈને રાણી કક્ષ માંથી બહાર નીકળી ને કક્ષ ના દરવાજા પાસે ઊભી રહીને મુખ્ય દરવાજા થી કોઈ આવી રહ્યું છે તેની રાહ જોવા લાગી.
એક દરવાન ગરીબ બ્રાહ્મણ ને રાણી પાસે લાવે છે અને રાણી ને પ્રણામ કરી ને કહ્યું. રાણી બા આ બ્રાહ્મણ રાજા ને મળવા માંગે છે.
રાણી વિભા એ ગરીબ બ્રાહ્મણ સામે નજર કરી તો. શરીર પર એક ફાટેલ તૂટેલ ધોતી સિવાઈ કઈ હતું નહિ. માથે સફેદ પણ બહુ મહેલી થઈ ગયેલી પાઘડી અને એક જનોઈ સિવાઈ શરીર પર કઈ દેખાતું હતું નહિ. ગરીબ હોવાના કારણે પૂરતું ખાવાનું ન મળવાના કારણે તેનું શરીર દુબળું થઈ ગયું હતું.
રાણી વિભા સામે નજર કરીને બ્રાહ્મણ બોલ્યા.
પ્રણામ રાણી.
મારે રાજા ને મળવું છે.?
રાણી વિભા એ પણ બ્રાહ્મણ ને પ્રણામ કરી ને કહ્યું. ભૂદેવ આપ થોડો સમય પ્રતીક્ષા કરો મહારાજ મહાદેવ નું ધ્યાન કરી રહ્યા છે.
રાણી... રાજા ને જગાડો..મારે જવાની ઉતાવળ છે. ગુસ્સો કરતા બ્રાહ્મણ બોલ્યા.
રાણી વિભા એ હાથ જોડીને બ્રાહ્મણ દેવતા ને કહ્યું. હે પૂજનીય બ્રાહ્મણ દેવતા આપ થોડી વાર પરીક્ષા કરો. આપ કહો તો હું તમારી સેવા કરવા લાગી જાય. કૃપા કરીને થોડી વાર માટે પ્રતીક્ષા કરો. મહારાજ હમણાં જ ધ્યાન માંથી જાગી જશે.
બ્રાહ્મણ તો વધુ ક્રોધિત થઈ ગયા અને રાણી ને કહ્યું. હે રાણી હવે આ નગરના રાજા ને જગાડવામાં થોડો પણ વિલંબ કર્યો છે તો હું તને અને રાજા ને શ્રાપ આપી દઈશ.
શું બ્રાહ્મણ રાજા વિધ્વંત અને રાણી વિભા ને શ્રાપ આપી દેશે કે રાણી વિભા મહારાજ ને ધ્યાન માંથી ભંગ કરવા મજબૂર થશે જોઈશુંઆગળના ભાગમાં....
ક્રમશ....