કાનુડો.... वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાનુડો....

કાનુડાનો જન્મ આશરે 5500 વરસ પહેલાં થયેલો ઇતિહાસવિદ વદે છે.શ્રાવણ માસના સોમવારે અંધારિયામાં રાતના ૧૨ વાગે મથુરાની જેલમાં માતા દેવકીના પેટે તે આઠમા બાળક તરીકે જન્મ્યાં હતા.આગળના દેવકીનાં સાત બાળકોને સગા ભાઈ એટલે કે કાનુડાના સગા મામા એ પત્થર પર પટકીને હત્યા કરી હતી.પરંતુ વ્યથિત પોતાની સગી બેન ખૂબ દુઃખી હતી પણ અડગ હતી. સાત બાળકોની હત્યા કર્યા બાદ કારાવાસ ભોગવી રહેલું વાસુદેવ પરિવાર આઠમા બાળક ને કેમ બચાવવું તેની સતત ચિંતન માં હતું .ત્યાં દૈવી પ્રતાપે આઠમા બાળકનું અવતરણ થતાં મથુરા નગરમાં કંસે તેમના સચિવ ને કામે લગાડી રાતના 12 વાગે જન્મનાર તમામ બાલ્કની યાદી તૈયાર કરી તેમને પણ કંસે હત્યા કરી દીધી.નંદની પત્ની નું બાળક પુત્રી સ્વરૂપે અવતર્યું તેની પત્ની યશોદાએ તે બાળકી દેવકી ને આપી દીધી અને તે પણ કંસે તેની હત્યા કરી દીધી.વાસુદેવ દેવકીના કુખે આઠમા અવતરેલા બાળકને ટોપલામાં લઇ યમુના નદી પાર કરી.ગોકુલમાં વસતા નંદબાવાના ઘેર સીફત પૂર્વક મૂકી આવી પાછાં કારાવાસમાં આવી ગયા."ત્યાં સુધી રાત્રીનો ત્રીજો પ્રહર વીતી ચુક્યો હતો.કંસના કાને વાત પહોંચી "કંસ તારો વધ કરનાર જન્મ લઇ ચુક્યો છે." તેના ગુસ્સાનો પાર ના રહ્યો તે પોતાની બેન દેવકી જે જેલના ઓરડામાં હતી તેના ખોળામાં જે હિતેચ્છું નગરજને પોતાની બાળકી બદલી દેવકીના આઠમા બાળકને બચાવી લેવાનું કામ ના થયું હોત તો કદાચ આપણા પાસે કૃષ્ણ ના હોત! કંસ પોતાના મોત નો દુષ્મન દેવકીના ખોળામાં હશે છે તે જોઈ ખૂબ ક્રોધે ભરાયો અને તે બાળકી ને ઓરડીના પથ્થરવાળા ઉંબરે પટકી હત્યા કરી નાખી.આવા નરાધમ કંસ ને પોતાની માં જણી સગી બેનનાં સાત ભાણેજડાં મોત ને ઘાટ ઉતારી દીધાં. પરંતુ ભગવાનની લીલા અપરંપાર છે. દેવકીનું અથમું બાળક ગોકુળના નંદ બાબા ને ઘેર "યશોદા માતા ના ખોળે ઉછેર થતો હતો " જન્મદાત્રી દેવકી ને જેવું અથમું બાળક જન્મ્યું કે જે બાળક હત્યા કર્યાં પછી પણ બાળકનું મોં ના જોતો કેમકે એટલો એ ક્રૂર હતો.. તેની આ કુટેવ તેને જ ભારે પડી. કંસે પાછળથી દેવકી અને વાસુદેવને કારાગૃહમાંથી માફી માગી છોડી મૂકે છે.ખૂબ ભેટ સોગાદ આપે છે પરંતુ દેવકી અને વાસુદેવ તેનો સ્વીકાર કરતાં નથી. એટલું બોલ્યાં તાં કે જા હું તને શું માફ કરવાની? પરંતુ તને આ સાત નિર્દોષ ની બાલ હત્યા નું પાપ તારા કુળ ને નાશ કરશે.આટલું બોલી બન્ને કૃષ્ણ ભક્તિમાં લીન થયાં.પરિણામે નંદબાબા ને ઘેર ઢોલ શરણાઈ વાગવા માંડી "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી " ના જયઘોષ થી આકાશ ગુંજી ઉઠ્યું.ગોકૂળ નું રાજ્ય નંદબાબા પાસે હતું. એટલે કંસ ત્યાં કંઈ કરી શકે તેમાં ના હતા.ગોકુલમાં તેમની બાલ્યાવસ્થા વીતી. ગોકુળના તમામ ગોપાલક સખા સાથે યમુના નદી ના તટ પર ગાયો ચરાવવા જાય. મહી માખણ ગોકુળની કુંવારીકાઓ મથુરા વેચવા જાય ત્યારે તે બાળસખા લૂટ કરી ખાઈ જાય. તેમને પછી વૃષણિ સંઘની રચના કરી. સંગઠન મજબૂત કર્યું. તે સમયે તે વિસ્તારમાં સંધ ના રાજા જરાસંઘ 16 વખત યુદ્ધ કર્યું અને 16 વખત તેમણે જરાસંધ ને હરાવી પાછો મોકલ્યો.17મી વખત ચડાઈ કરી ત્યારે તેનો બાળસંખા વિકદૃ બોલ્યો.... કાન્હા આ બધી જાન માલની ખુવારી,ધંધો તારે લીધે પડી ભાગ્યા છે.માટે તું અહીં થી કોઈક બીજે જતો રહે તો અમેં શાંતિથી જીવી શકીએ.અને વિકદરૂંની વાત નું કૃષ્ણને ખૂબ ખોટું લાગ્યું. તે પાછલા બારણે થી દ્વારકા જવા રવાના થયાં. ત્યારથી ભગવાન કૃષ્ણ રણછોડરાય કહેવાયા.તેમણે બેટ દ્વારકા પોતાનું નિવાસસ્થાન બનાવી દ્વારકા ના દરિયા કાંઠે રાજવહીવટ કરતા.( અહીં સ્થળ શબ્દ ની મર્યાદા ને ધ્યાને લઇ વાત ટૂંકાવું છું.ફરી ક્યારેક આ અંગે વાત કરીશું.)
-
🌺બોલો કૃષ્ણકનૈયાલાલકી જય 🌺
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )