રાહુલ મીટ 2 રિયા... પરમાર રોનક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાહુલ મીટ 2 રિયા...


----------------
●Story Name : RAHUL MEET '2' RIYA...!
●Story Writer : Parmar Ronak

----------------

'Predestination (પ્રિડેસ્ટિનેસન)' , સમયયાત્રાની સૌથી મજેદાર, સરપ્રદ અને વિચારવા જેવી બાબતીમાંથી એક છે. કારણ કે Predestination માં શરૂઆત શું અને અંત શું, એ જાણવું ઘણું અખરું હોય છે. કદાચ તમે એ જાણી પણ લો કે શરૂઆત શુ છે અને અંત શુ છે , છતાં પણ તમે બીજાને એ વાત સારી રીતે સમજાવી શકો નહિ. કારણ કે એ ઘટનાની શરૂઆત એ ઘટનાના અંતમાં જોડાયેલી હોય છે. અને આ બધું ઘણું ગુંચવણ આવું હોય છે.

----------------



આજે રાહુલ અને રિયાના લગ્ન છે. તે બન્ને એક બીજાથી ખૂબ જ પ્રેમ કરે છે.

આજથી બે વર્ષ પહેલાં તે બન્નેની મુલાકાત એક કોફી શોપમાં થઈ હતી. તે કોફી શોપમાં સુંદર, હોશિયાર, સમજુ, બધી વાતને એક સારા દ્રષ્ટિકોણથી જોવાવાળી અને સાચી વાતનો સમર્થન કરવાવાળી 'રિયા' વેટરની પાટટાઈમ જોબ કરતી હતી. એક દિવસ 'રાહુલ' જે એક મકેનિકલ ઈંજીનયર, બહુ રૂપાળો, કોઈ પણ વસ્તુને ટેકનિકલી સમજવાવાળો અને પોતાના જીવનમાં બધું કરવાની ઈચ્છા ઘરાવનારો વ્યક્તિ પોતાની ઓફિસના નજીકમાં આવેલ કોફી શોપમાં નાસ્તો કરવા ગયો હતો. તે જ કોફી શોપમાં રિયા કામ કરતી હતી. ત્યારે રાહુલનો ઓડર લેવા રિયા આવી હતી. ત્યાં રિયા અને રાહુલ વચ્ચે થોડી વાતો થઈ. તે વાતો દરમિયાન તે બન્નેને એક બીજામાં કઈક ખાસ દેખાણું. તે ખાસ વાત કઈ હતી તે એ બન્નેને પણ ખબર ન હતી.

તે દિવસ બાદ રાહુલ દરરોજ તે કોફી શોપમાં જતો, રિયા પાસે ઓડર લખવતો અને થોડી વાતુંચીતું બાદ નાસ્તો કરીને તે પાછો પોતાના ઓફિસે કામ કરવા ચાલ્યો જતો. આવું લગભગ એક મહિના સુધી ચાલતું રહ્યું. રિયા રાહુલને મનોમન પસંદ કરવા લાગી હતી અને રાહુલને પણ રિયા ગમવા લાગી હતી. પણ બન્ને માંથી કોઈ પણ આ વાત જાહેર કરતા ન હતા.

એક દિવસે સાંજે પોતાનું ઓફિસનું કામ જલ્દી પૂરું કરીને રાહુલ રિયાને મળવા માટે તે કોફી શોપમાં ગયો. ત્યારે રિયા પોતાના ઘરે જ જતી હતી. રાહુલ તરત રિયા પાસે પહોંચ્યો અને રિયાથી પૂછ્યું,

"મને તમારામાં કઈક ખાસ લાગે છે, તે ખાસ વાત મને બીજી છોકરીઓમાં જોવા મળતી નથી. તેથી હું તમને પસંદ કરવા લાગ્યો છું ! શું આપણે બન્ને આવતા રવિવારે ડેટમાં જઈ શકીએ છીએ ?"

ત્યારે રિયાએ કઈ પણ જવાબ ન આપ્યો. જો કે રિયા પણ ઇચ્છતી હતી કે તે બન્ને ડેટમાં જાય. રિયાનું ઘર આવ્યું ત્યાં સુધી રિયાએ કઈ પણ જવાબ ન આપ્યો. રાહુલ તેનાથી વારંવાર પૂછતો હતો. રિયાનું ઘર આવ્યું અને તે કઈ પણ જવાબ દીધા વગર જ પોતાના ઘરની અંદર ચાલી ગઈ. જવાબ ન મળતા રાહુલ દુઃખી થઈ ગયો હતો. પણ 4 દિવસ બાદ શનિવારે રિયાએ ડેટમાં જવાની 'હા' પાડી દીધી.

સાંજની તે ડેટ હતી. તે ડેટ એક હોટલમાં જમવાની અને ત્યાર બાદ મૂવી જોવાની હતી. રવિવાર હોવા છતાં રાહુલને બહુ કામ હતું.

પોતાનું કામ જલદી પૂરું કરીને રાહુલ તે હોટલમાં પહોંચ્યો જ્યાં ડેટ હતી. થોડી વાર રાહ જોયા બાદ રિયા પણ આવી. ત્યાર બાદ બન્ને એ ઓડર લખાવ્યો.

"હું ડેટ ઉપર આવવા માંગતી ન હતી. પણ મારી દાદીના કહેવાથી હું ડેટ ઉપર આવી છું." રિયાએ કહ્યું.

"તો તમે તમારી દાદી સાથે રહો છો ?" રાહુલે રિયાની વાતોમાં રસ લેતા પૂછ્યું.

"હા, હું મારી દાદી સાથે રહું છું. હું 5 વર્ષની હતી ત્યારે મારી મમ્મી અને મારા પપ્પાનું એક કાર એક્સિડન્ટમાં નિધન થઈ ગયું. ત્યારથી હું મારી દાદી સાથે જ રહું છું. મારા માટે મારી દાદી અને મારું ઈંજીનીયર બનવાનું સ્વપ્ન જ બધું છે…"

"તો તમે પણ ઈંજીનયર બનવા માંગો છો !" રાહુલે વધુ રસ લેતા કહ્યું.

"હા, હું અત્યારે મકેનિકલ ઈંજીનયરની કોલેજમાં ભણું છું અને તે પેલા કોફી શોપમાં પાટટાઇમ જોબ કરું છું….અને તમે શું કામ કરો છો , મિસ્ટર રાહુલ ?" રિયાએ પૂછ્યું.

"હું પણ એક મકેનિકલ ઈંજીનયર જ છું. અને તે કોફી શોપની સામે આવેલી કંપનીમાં કામ કરૂં છું. હું આ શહેરમાં એકલો રહું છું અને મારા માતા-પિતા ગામડે રહે છે." રાહુલે કહ્યું.

એ પહેલી ડેટના બે વર્ષ બાદ આજે રાહુલ અને રિયાના લગ્ન થાય છે અને આ વાતથી તે બન્ને બહુ ખુશ છે. કારણ કે તે બન્ને એકબીજાથી ખરેખરમાં ખૂબ જ પ્રેમ કરે છે. તે એકબીજાને સમજતા હતા, તે એકબીજાની વાતુને, દુઃખોને, ખુશીઓને, સિક્રેટોને સમજતા હતા. તે બન્ને એકબીજાથી કોઈ પણ વાત છુપાવતા ન હતા.

જેમ કે, લગ્નના 8 મહિના પહેલા… ડૂબતા સૂર્યને જોતા જોતા રાહુલે રિયાથી પોતાનું એક બહુ મોટું સિક્રેટ શેર કર્યું હતું. રાહુલે રિયાને થોડા કાગળ આપ્યા. તે કાગળ ઉપર ઘણું લખ્યું અને ઘણા ચિત્રો દોરેલા હતા. એ ચિત્ર દેખાડતા રાહુલે કહ્યું હતું,

"આ મારું સ્વપ્ન છે. આ 'ટાઈમ મશીન' બનાવવાનો પ્લેન છે. હું ભવિષ્યમાં ટાઈમ મશીન બનાવવા માંગુ છું. આ વાત મેં આજ સુધી કોઈને પણ કહી નથી."

રાહુલની એ વાતું સાંભળીને રિયા હસી પડી. પણ પછી રિયા એ ટાઈમ મશીનના પ્લેનને સમજી શકી. એ કેવી રીતે બનશે, એ ટાઈમ મશીન દેખાવવામાં કેવી હશે, એ કેવી રીતે સમય યાત્રા કરશે, રિયા એ બધું સમજી ગઈ પણ તે આ વાત ઉપર વિશ્વાસ ન કરી શકી કે સમય યાત્રા ખરેખરમાં થઈ શકે. રિયા આ ટાઈમ મશીનની વાતને મજાકમાં જ લેતી હતી.

"બસ, મને ડર છે તો predestination પેરેડોક્સ ની…." રાહુલે કહ્યું, "કારણ કે જો predestination પેરેડોક્સ ખરેખરમાં થતું હોય તો આ ટાઈમ મશીન નકામી જશે."

આ ઘટનાથી રિયા ટાઈમ મશીનની વાતને ગંભીર લેવા લાગી. કારણ કે રાહુલ તે વાતને ગંભીર લેતો હતો.


લગ્ન બાદ રિયા અને રાહુલે એક સુખી જીવનની શરૂઆત કરી. તે બન્ને દરરોજ એક બીજાને કઈને કઈ ગિફ્ટ દેતા અને એકબીજાને ખુશ કરતા. આવી રીતે લગ્ન બાદ છ મહિનાઓ વીતી ગયા.

એક દિવસે સવારે રાહુલ પોતાના ઘરની નજીક આવેલા બજારમાં શાકભાજી અને બીજી ઘર જરૂરિયાત માટેની વસ્તુઓ લેવા માટે ગયો હતો. રિયાએ જે લિસ્ટ બનાવી હતી તે પ્રમાણે બધું લેવાઈ ગયું હતું અને હવે બીજી વસ્તુઓ લેવાની હતી. રાહુલ એ બધું વિચારતો જ હતો કે ત્યારે રિયાનો ફોન આવ્યો. રાહુલે ફોન ઉપાડ્યો અને કહ્યું,

"તે જે જે વસ્તુઓ કહી હતી તે બધી મેં લઈ લીધી છે. બીજુ કઈ પણ તારે લેવાનું છે ?"

"નહિ. હવે વધારાનું કઈ પણ લેવાનું નથી. મેં તો એ પૂછવા માટે ફોન કર્યો હતો કે તું ઘરે ક્યારે આવીશ, રાહુલ ?" રિયાએ પૂછ્યું.

"જો, અત્યારે 11:25 થઈ છે અને હું...12 વાગ્યામાં ઘરે પહોંચી જઈશ." રાહુલે કહ્યું.

"ઠીક છે. હું તારી રાહ જોવ છું. I love you…" રિયાએ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું.

"I Love you too… bye"

આ કહીને રાહુલે ફોન મૂકી દીધો. જ્યારે રાહુલે આગળ નઝર કરીને જોયું તો એ સ્તબ્ધ રહી ગયો.

બપોરના 2 વાગવા આવ્યા હતા. પણ રાહુલ હજુ ઘરે આવ્યો ન હતો. રિયાએ ઘણી વાર રાહુલને ફોન કર્યો પણ મોબાઈલ સ્વીચ-ઓફ બતાવતા હતા. રિયાને લાગ્યું કે રાહુલ 3 વાગ્યે ઘરે આવી જશે. તેથી એ રાહુલની રાહ જોવા લાગી. સાડા 3 વાગવા આવ્યા પણ હજુ રાહુલ ઘરે આવ્યો ન હતો.

ત્યારે રિયાએ રાહુલના અને પોતાના મિત્રોને ફોન કર્યો. પણ રાહુલ ક્યાં ગયો છે તે કોઈને પણ ખબર ન હતી. રિયા રાહુલ વિશે ચિંતા કરવા લાગી. તેના મનમાં ઘણા ખરાબ વિચારો ભ્રમણ કરવા લાગ્યા. 'રાહુલ ક્યાં ગયો હશે ?, તેની સાથે કઈ ખોટું તો થયું નહિ હોય ને ?, અત્યારે તે ક્યાં હશે ?' આવા વિચારો રાહુલ પ્રેત્યેય રિયાને થવા લાગ્યા.

પોતાના અને રાહુલના મિત્રો પાસેથી કોઈ પણ પ્રકારની જાણકારી ન મળવાને કારણે રિયા એ બજારે ગઈ જ્યાં રાહુલ શાકભાજી લેવા ગયો હતો. બપોરનો સમય હોવાથી બજાર એકદમ ખાલી-ખમ હોય છે. રિયા એ બજારના અંત સુધી પહોંચી જાય છે. ત્યાં ઘણા જુના અને તૂટેલા મકાનોની એક લાંબી હરોળ હોવાથી, તે જગ્યાએ લોકોની અવર-જવર બહુ ઓછી હોય છે. એ મકાનોની હરોળના સૌથી છેલ્લા અને જુના મકાનમાં રિયાને રાહુલનો તૂટેલો ફોન મળે છે. 'રાહુલ નો ફોન કોણે તોડ્યો હશે ? આ મોબાઈલ આ જુના મકાન માં કેવી રીતે આવ્યો ? શું થયું રાહુલ સાથે ?' આવા પ્રશ્નો રિયાને થવા લાગ્યા અને તે ડરી ગઈ.

ઘરે આવીને રિયાએ ફોન દ્વારા રાહુલના મમ્મી-પપ્પાને આ આખી વાતો કહી. ત્યાર બાદ રાહુલના પપ્પાના કહેવા પ્રમાણે રિયાએ રાહુલની ઓફિસે, રાહુલની સાથે કામ કરતા મિત્રોને, પોતાના સંધીઓને ફોન કરીને રાહુલ વિશે પૂછ્યું પણ તે કોઈને રાહુલની જાણ ન હતી.

બીજા દિવસે રાહુલના મમ્મી-પપ્પા શહેર આવ્યા. ત્યાર બાદ રિયાએ રાહુલના મમ્મી-પપ્પાના કહેવાથી પુલિશમાં 'રાહુલના ગુમ થઈ જવાની' ફરિયાદ (complaint) લખાવી….

એ વાતને 1 મહિનો થવા આવ્યો. પણ હજુ સુધી રાહુલ ક્યાં ગયો એ જાણવા મળ્યું નથી. આવી રીતે કલાકો દિવસોમાં અને દિવસો મહિનામાં પરિવર્તિત થવા લાગ્યા.

અને જોતા ને જોતા 3 મહિના વીતી ગયા. આ 3 મહિનામાં પુલિશે રાહુલને શોધવાની પુરે પુરી કોશિશ કરી. પણ રાહુલ ન મળ્યો. આ 3 મહિનામાં પુલિશને રાહુલને લગતો કોઈ પણ પ્રકારનો સબૂત પણ મળ્યો ન હતો. આ કારણથી પોલિશે રાહુલના ગુમ થઈ જવાના કેસને બંધ કરી દીધું. ધીરે ધીરે લોકોને પણ લાગવા માંડ્યું કે રાહુલ કોઈ અજ્ઞાત દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હશે. પણ આ વાતને રિયા માનવા માટે તૈયાર ન હતી.

આવી રીતે 1 આખું વર્ષ વીતવા આવ્યું. પણ રાહુલ ક્યાં ગયો છે અથવા તેની સાથે શું થયું ? તે કોઈને પણ ખબર નથી. રિયાથી જે કઈ પણ થઈ શકતું હતું તેએ એ કર્યું. પણ એ બધું વર્થ જ ગયું.

એક સાંજે રિયા ડૂબતા સૂર્યને જોતી જોતી રાહુલની સાથે ગાળેલા તે સુંદર પળોને યાદ કરતી હતી. તે પળોને યાદ કરતી હતી અને રડતી પણ હતી. ત્યારે રિયાને એક જૂની ઘટના યાદ આવી. લગ્નના 8 મહિના પહેલા રાહુલે રિયાને થોડા કાગળો દેખાડ્યા હતા. તે કાગળ ઉપર ટાઈમ મશીન બનાવવાનનો પ્લેન હતો. રિયા તરત ઉભી થઇ અને તે એ જુના કાગળો શોધવા લાગી. ઘણું શોધ્યા બાદ રિયાને તે ટાઈમ મશીન બનવવાનો પ્લેન જે કાગળોમાં લખેલો હતો તે મળ્યા.

4 વર્ષની સખત મહેનત અને રાત-દિવસ એક કર્યા બાદ રિયાએ એક સમયયાત્રા કરે તેવી મશીન એટલે કે ટાઈમ મશીન બનાવી લીધી. તે ટાઈમ મશીન કાર જેટલી વિશાળ અને ચાંદી કલરની હોય છે, તેમાં બેસવા માટે બે સીટ પણ હોય છે, તે સીટની સામે ઘણા બટનો અને ઘણી ડિજિટલ સ્ક્રીન હોય છે. તે બટનોનો ઉપયોગ કરીને તે ડિજિટલ સ્ક્રીનમાં થોડા આંકડા દેખાના.

રિયા એ બટનો અને તે સ્ક્રીનનો ઉપરયોગ કરીને સમયયાત્રા કરવાની હોય છે. રિયાએ તે ટાઈમ મશીનમાં આજથી 5 વર્ષ પહેલાંની તારીખ નાખી, જ્યારે રાહુલ છેલ્લી વાર તે બજારમાં શાકભાજી લેવા ગયો હતો. રિયાએ તે તારીખ લખ્યા બાદ સમય 'સવારના 11:25' નો નાખ્યો, જ્યારે રાહુલ સાથે તેની છેલ્લી વાર ફોન ઉપર વાત થઈ હતી. ત્યાર બાદ રિયાએ તે ટાઈમ મશીનમાં સ્થર તે બજારનું એ જૂનું મકાન રાખ્યું જેમાં રાહુલનો ફોન તૂટેલો મળ્યો હતો. ત્યાર બાદ રિયાએ સમયયાત્રા કરવા માટે 'સ્ટાર્ટ બટન' દબાવ્યું. એ સાથે એક ઘમકો થયો. અને રિયા એ તારીખે, એ સમયમાં અને એ સ્થર ઉપર પહોંચી જે તે એ નક્કી કર્યું હતું.

રિયા તરત એ ટાઈમ મશીનથી નીચે ઉતરી અને રાહુલને શોધવા માટે બજાર તરફ નીકળી ગઈ. ભવિષ્યની રિયા જ્યારે રાહુલ પાસે પહોંચી ત્યારે રાહુલ ભૂતકાળની રિયાથી 'I love you too.' કહી રહ્યો હતો. આ વાક્ય કહ્યા બાદ રાહુલે સામે જોયું જ્યાં તેને ભવિષ્યની રિયા દેખાણી અને તે સ્તમ્બ થઈ ગયો. કારણ કે, જો રિયા તેની સામે છે તો હમણાં તેની સાથે વાત કોણ કરી રહ્યું હતું !

રિયાને જ્યારે રાહુલ દેખાનો તો તે તરત રાહુલ પાસે ગઈ અને તેને ભેટી પડી. રાહુલ કઈક સમજે તેની પહેલા રિયા રાહુલનો હાથ પકડીને એ જુના મકાનમાં લઈ ગઈ જ્યાં ટાઈમ મશીન હતી. રાહુલ એ ટાઈમ મશીનને જોઈને આશ્ચર્યમાં પડી ગયો. જો કે તેને એ પણ નોંધ્યું કે રિયાનો સ્વભાવ અચાનક બદલી ગયો છે. પણ તેએ એ વાત ઉપર વધુ વિચાર ન કર્યો.

"જેવી રીતે તને ખબર છે કે હું રિયા છું." ભવિષ્યની રિયાએ રાહુલથી કહ્યું, "પણ હું ભવિષ્યથી તારી શોધ માટે આવી છું. આજથી પાંચ વર્ષ બાદ આપણા બન્નેના જીવનમાં એક બહુ મોટી મુશ્કેલી આવવાની છે. એ મુશ્કેલી માં મને તારી એટલે કે ભૂતકાળના રાહુલની બહુ જરૂરત છે. તેથી હું તને થોડા સમય માટે ભવિષ્યમાં લઈ જવા આવી છું !"

આ સાથે રિયાએ રાહુલથી પહેલી વાર આટલું મોટું જૂઠ બોલ્યું !

"હું તારી ઉપર વિશ્વાસ કરું છું. હું ભવિષ્યમાં આવવા માટે પણ તૈયાર છું. પણ હું એક વાર આ વાત વર્તમાનની રિયાને કહી દઉં કારણ કે આજ સુધી મેં તેનાથી અથવા તારાથી કોઈ પણ વાત છુપાવી નથી."

રાહુલે પોતાનો ફોન નીકાળ્યો અને મેસેજ લખવાનું શરૂ કરી દીધું. આ જોઈને ભવિષ્યની રિયા ડરી ગઈ. કારણ કે જો ભૂતકાળની રિયા અહીંયા આવી ગઈ તો તે બધું બગાડી દેશે. આ ડરને કારણે ભવિષ્યની રિયાએ રાહુલના હાથમાંથી ફોન જટી લીધો અને નીચે જોરથી પટક્યો. આ કારણથી તે મોબાઈલ તૂટી ગયો.

"ભૂતકાળની રિયાને આ બધું કહેવવાની કઈ જરૂરત નથી કારણ કે તારું કામ પૂરું થતા હું તને આ જ સમયમાં મુકવવા આવીશ. ત્યાર બાદ તારે ભૂતકાળની રિયાને જે કહેવું હોય તે કહેજે." ભવિષ્યની રિયાએ કહ્યું.

"ઠીક છે.'' ભવિષ્યની રિયાના સ્વભાવમાં થોડું અલગ લાગવા છતાં રાહુલે કહ્યું, "હું ભવિષ્યમાં આવવા માટે તૈયાર છું. ચાલ..!"

"ચાલ..." રિયાએ જોશમાં કહ્યું.

ત્યાર બાદ બન્ને સાથે ટાઈમ મશીનમાં બેઠા અને રિયાએ ફિરીથી બટનો દબાવ્યા. આ સાથે એક મોટો ઘમકો થયો અને આ ઘમકાની સાથે તે બન્ને ભવિષ્યમાં એટલે કે તેમના વર્તમાનમાં પહોંચી ગયો.


-X-