The Author અનિરુદ્ધ ઠકકર આગંતુક અનુસરો Current Read આકર્ષિતા By અનિરુદ્ધ ઠકકર આગંતુક ગુજરાતી વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books સંઘર્ષ - પ્રકરણ 13 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... શંકા ના વમળો ની વચ્ચે - 7 રાત્રે બરાબર ઊંઘ નહી કરી શકવાને કારણે આજે સવારે ઉઠત... નવીનનું નવીન - 6 નવીનનું નવીન (6) લીંબા કાબાના મકાનથી થોડે દુર રમણે એનું ઠોઠ... આજનો ભારતીય યુવાન ... આજનો ભારતીય યુવાન ..... ("શિક્ષિત પણ બેરોજગાર,બેજવાબદાર અને... બંધારણ દિવસ બંધારણ દિવસ (સંવિધાન દિવસ ) ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો આકર્ષિતા (10) 1.1k 3.6k 1 💐🌹🌹 આકર્ષિતા 🌹🌹💐 આગંતુકની કલમે વાંચો...સામાજિક કટાક્ષથી તરબોળ.. હળવી મજાકથી ભરેલી એક સુંદર પ્રેમકથા.. દેખાવે હું સાવ શ્યામવર્ણો હતો. એમાંય એકદમ પતલો અને છ ફૂટ ઊંચો. કયારેક કોઈ મને કહેતું, "તું ઊંટ જોડે હરીફાઈ કરી શકે છે..!" હું ય ભોળો પૂછતો ,"ઊંચાઈની બાબતમાં..?" "ના, વાંકા અંગોની બાબતમાં...!" કહીને મારી મજાક ઉડાવીને હસતા હસતા તે વ્યક્તિ જતું. હું પણ ખૂબ જ નિખાલસતાથી મારા વાંકા અંગો ગણવા બેસતો. શ્યામવર્ણ, ઉંચાઈ, પાતળું શરીર અને હા.. આટલું બાકી હોય તેમ મારી આંખો પર નંબરના ચશ્માં હતા. આમ ચાર અવગુણ મને સમજાતા, જેને સામાન્ય રીતે લોકનજરમાં ખામી કહી શકાય. તેથી મને ઊંટ સાથે સરખવાનાર વ્યક્તિઓના ગણિત પર હું દયા ખાતો, હાસ્તો...મારે થોડા અઢાર અંગો વાંકા હતા? પણ, મારે તેમનું ગણિત સુધારવું નહોતું. ખેર... જવા દો એ વાત.. મને પોતાને જોવાની બાબતમાં લોકોની અને મારી વચ્ચે ખૂબ જ તફાવત હતો. મારા ચશ્માંને લોકો મારી આંખોની ખામી ગણતા, જયારે હું ચશ્માંને પુસ્તકોએ મને જ્ઞાન સાથે આપેલી ભેટ સમજતો. મારી ઊંચાઈને હું એ રીતે જોતો કે પ્રભુએ મને અન્ય કરતા આકાશની વધુ નજીક રાખ્યો છે.(ને પ્રભુ આકાશમાં રહે છે, તે તો આખું જગત જાણે છે.) હવે રહી વાત મારા શ્યામ રંગની..તો એ બાબતનો જવાબ પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણએ શ્યામ રંગી દેહ સાથે જન્મ લઈને આપી જ દીધો છે ને..? પણ, ગામના મોઢે ગળણું કોણ બાંધે..? ખેર, છોડો ગામના લોકોની વાત. મારો પોતાનો પરિવાર.. ખાસ કરીને મારી મા મારા માટે બહુ ચિંતીત હતી. તે વિચારતી રહેતી અને કેટલીય વાર મને ઉદ્દેશીને બોલતી, "તને કન્યા કોણ આપશે ? તારું લગ્ન ય થશે કે નહીં..? એમ પણ નાતમાં કન્યાઓ ઓછી છે...!" આ બધી વિપરીત વાતોની વચ્ચે હું મારા માટે ખૂબ જ આશ્વસ્થ હતો. મારી જીવનસંગીની સાથેના મારા મિલનને લઈને મને રતીભાર ઉચાટ નહોતો. હું એવું સમજતો કે કોઈપણ યુવાન જ્ઞાન કે કારીગરીના ક્ષેત્રમાં નામ કમાય અથવા સફળતા મેળવે તેટલે તેને સારી જીવનસંગિની મળી જ જાય. હું પોતે ય જીવનમાં કંઇક સિદ્ધ કરવા, કંઇક નામ કમાવા અને કોઈક ક્ષેત્રમાં સફળ થવા માંગતો હતો. પણ, ત્યાં સુધી પરિવાર અને માને કેમના સમજાવવા..? કારતક કે વૈશાખ આવવાનો થાય એટલે મારી માની બેચેની દર પૂનમે દરિયામાં આવતી ભરતીની જેમ વધતી. ગામમાં કોઈકના ઘેર વૈશાખી ઢોલ વાગે કે મારી માના હૃદયમાં મારી લગ્નની ચિંતાના પડઘમ વાગવા શરૂ થાય... પછી તો... મારી મા.... કાકાઓ, મામાઓ ફુઆઓ સૌને હાથ જોડી જોડીને કહે, "મારા લાલા માટે કોઈક છોકરી હોય તો બતાઓ, મારો લાલો કુંવારો રખડી પડશે. એમ ય ઊંચો તાડ જેવો વધી ગયો છે, ને આ વર્ષેય જો એનો મેળ નહીં પડે તો પછી લોક એને વાંઢો, વાંઢો કહીને ખીજવશે.!" અમારા સગાઓ માને કહેતા, "એક તો તમારા છોકરાના રૂપ, ગુણના ઠેકાણા નથી, અને તેની જોડે કંઇક વાત કરીએ તો મોટા પંડિતની જેમ જ્ઞાનની વાતો કરે છે, આખા ગામમાં કહેતો ફરે છે કે હું બહુ મોટો માણસ બનીશ. એના લખ્ખણ એકેય બાજુ સરખા નથી, એને ક્યાંક લઈને ઉભો કરવો તો કેમનો કરવો, સૌના કરતા સાવ અલગ પ્રકારની વાતો બબડયા કરે છે..!" છતાં ય... મા સૌને વિનવ્યાં કરતી. અને.. અંતે... મારી માની પ્રાર્થના ભગવાને સાંભળી. માના દૂરના એક કાકા છગનભાઈએ મને એક કન્યા બતાવવા બીડું ઝડપ્યું. તેઓ દિલ્હીની ગાદી સર કરવાના જુસ્સાથી મને લેવા આવેલા. પણ.. મને જોયા બાદ પહેલેથી યુદ્ધ હારેલા યોદ્ધાની જેમ નિરાશા અને હતાશાથી ભરપૂર વદને તેઓ મને કન્યાના ગામડે લઈ આવેલા. અમે કન્યાને જોવા બોરસદ નજીક આવેલા રાસ નામના એક નાનકડા ગામે પહોંચ્યા. પહેલી નજરે મને જોતા જ કન્યા તરફના વડીલો બોલ્યા (મતલબ કે તેઓએ કાનાફુસી કરી કે), "એક તો આંખે ચશ્માં, ને મુરતિયો ઊંચો બહુ છે... બે ઇંચ વધુ ઊંચો હોત તો નેવાં (ઓસરી પરનું એકઢાળીયું)ને અડી જાય." તો બીજા કોઈક વડીલ મજાક ઉડવાતા બોલ્યા, "આપણાં ઘરનાં ખડકી અને ઘરના બારણા ઊંચા કરાવીયે તો મેળ જામે..!" ત્રીજા વળી કહે, "આ નેવાં(ઍકઢાળીયા)તો નીચા જ સારા આવો જમાઈ હોય નીચું નમીને આવે, આપણે કહેવા થાય કે અમારો જમાઇ કાયમ નીચે મોઢે આવે છે..!" એ લોકોની આવી વાતોથી મને 'બાપુ' ઝાઝો ફરક નહોતો પડ્યો. પણ, મને કન્યા બતાવવા લઇ આવનાર બિચારા છગનદાદા ક્ષોભ પામ્યા. એમને ક્ષોભ પામેલા જોઈને મેં વળી ઠાવકાઈથી ઉલ્ટાનો એમને દિલાસો દિધો, "જુઓ દાદા, તમે મુંઝાશો નહીં, એમને મારી ઊંચાઈથી દુઃખ છે, તો ખોટ એમને જ છે, ભલે એ મારા બદલે બીજો નીચો જમાઈ શોધે, પણ.. ઘરના માળિયા અને છાજલી પરથી સામાન ઉતારવાનો થશે. તે દિવસે એમના નીચા જમાઈ સામે લાચાર નજરે જોઈને મને યાદ કરતા બોલશે જ કે, 'આના કરતાં પેલો લંબુ પસંદ કર્યો હોત તો છાજલી ઉથામવા તો કામ લાગત..!' છગનદાદા મારી વાત સાંભળીને બોલ્યા, "સાવ સાચી વાત.." પછી તેઓ મનમાં બોલ્યાં(જે હું સમજી ગયો), "આ લાંબાની અક્કલ ઘુંટણમાં જ છે, આની જોડે બિચારી છોડીનું લગ્ન ના થાય તો સારું..." આવું વિચારીને તેઓ મારી સામે હસવા લાગ્યા અને હું ય 'બાપુ' નિખાલસતાથી હસ્યો. બાદમાં વાત આગળ વધી. કન્યાનો કોઈક ઉત્સાહી કાકો બોલ્યો, "મહેમાન આટલા દૂરથી આવ્યા છે, તો છોકરાછોકરીને ઓરડે વાત કરવા તો બેસાડો...!" બધાય પરિણામ જાણતા જ હતા, તો પણ બોલ્યા, "હા.. હો.. વડીલનું માન જળવાશે, ભલેને વાત કરતા બે-ઘડી... મુરતિયાના માબાપને જણાવવા ય થશે.." ને અમારા ભાગે ઓરડો આવ્યો. ઓરડામાં બે ખુરશી વચ્ચે એક નાની ટીપોય હતી. હું પહેલો ગોઠવાયો. કન્યા પછી પાણી લઈને શરમાતી (એવો અભિનય કરતી) આવી. સામસામે ગોઠવાયા બાદ મેં તેનું નામ પૂછ્યું, તેણે તેનું નામ કહ્યું, અને બાદમાં જેવું તેણે મારુ નામ પૂછ્યું કે તરત જ મેં બોલવાનું ચાલુ કર્યું, "શા માટે કોઈ મારા જેવા સાધારણ દેખાવના, ઓછું ભણેલા અને કઈ જ નહીં કમાતા યુવાનને પસંદ કરે.? જુઓ તમે ચિંતા ના કરતા, તમે મને ના પાડશો તોય મને ખોટું નહીં લાગે. મને મારી લાયકાત ખબર છે, એટલે ઝાઝી તકલીફ નહીં પડે. તમ-તમારે સારું ઠેકાણું જોઈને ગોઠવાઈ જજો, આ તો વડીલોના લીધે આવવું પડે." મારી વાતોથી અચાનક જ ખીલી ઉઠેલી કન્યા બોલી, " કેમ વડીલોના દબાણથી એટલે.? કોઈ શોધી રાખી છે કે શું.?" "અરે, ના રે ના ...મેં કીધુંને..? મારા જેવા વ્યક્તિને કોઈ કેમ ચાહે કે પસંદ કરે. પણ...હા..તું મને યાદ જરૂર રાખજે જ કે એક મુરતિયો આવ્યો હતો જોવા...અરે મુરતિયા તરીકે નહીં તો ઓમકાર નામના આ વ્યક્તિને કોઈપણ રીતે યાદ રાખજે. કારણ કે હું જીવનમાં સફળ ચોક્કસ થવાનો. અને હા, જે દિવસ પૂર્ણ સફળ થઈશ ત્યારે કોઈક મનગમતીનો થામીશ એ નક્કી. પણ કયારે.? તે ખબર નથી. તેથી અત્યારે તો આ ઉડાઉ અને બેકાર જિંદગીમાં વડીલોની 'હા' માં 'હા' ને તારા જેવી કન્યાને 'બેસ્ટ લક' કહીને નીકળી જવામાં જ મજ્જા છે, અને હા...તારું નામ પિંકી છે ને..? કન્યા ધીમેથી બોલી, "મારુ સાચું નામ આકર્ષિતા છે, પિંકી ઘરનું નામ છે...!" "ઓહ...સુંદર નામ છે, સારું ચાલ.. બહાર બધા આપણાં નામની માળા જપતા હશે..!" ને અમારી મંત્રણા પુરી થઈ. હું બહાર આવ્યો. બધા જ વડીલોએ લગભગ તુચ્છ જેવી નજરે મારી સામે જોયુ, તેમાંથી કોઈ બોલ્યું, "હાલો, પત્યું. હવે વેળાએ છુટા પડીયે..." છગનદાદા પણ, "હા..હો, ઝટ બસ પકડવી પડશે. હાલો..!" હું બહાર આવીને બેઠો ય નહોતો ને આવી તિરસ્કાર ભરેલી વાતો મેં સાંભળી. પણ એટલામાં કન્યાની કોઇ કાકી બોલી, "સગું થવું ના થવું એ બે નંબરની વાત છે, પણ જમવાના ટાઇમે આમ નાતીલા(જ્ઞાતિજન) ભૂખ્યા જાય, એ હારુ નો લાગે..," કન્યાની તે ઉત્સાહી કાકી મને ગમી. કેમ કે મને ભૂખ લાગી હતી. અને છગનદાદા મને ક્યાંકથી ખાલી ૫૦ ગ્રામ પાપડી ખવડાવીને છેક અમદાવાદ સુધી બસમાં લઇ જશે, બાદમાં ત્યાંથી મારા ગામ પણ મને ભૂખ્યો જ મોકલશે, તેવી ખબર હતી. "ના..ના..અમે હાલી નીકળીએ, ઝટ પુગી જવાય, ખાવા રહીએ તો હાંજ પડે...!" છગનદાદા ફરી બોલ્યા, તેથી મને હવે તેઓ દુશ્મન લાગવા લાગ્યા. પણ, એટલામાં કૌતુક થયુ. કન્યાની માએ આવીને કન્યાના બાપને કાનમાં કઇક કહ્યું, કન્યાનો બાપ અવિશ્વાસ કરતો અંદર ગયો. પાછો બહાર આવ્યો અને બીજા બે જણને લેતો ગયો. હવે છગનદાદા મુંઝાયા. મને થયું કે આ બધાની અંદર બહારમાં મારો જમવાનો મેળ પડે તો સારું. થોડી વારમાં બધા બહાર આવ્યા. મને તાકતા રહીને એકબીજા સામે જોઇને કઇક વિચારવા લાગ્યા. છગનદાદા મૂંઝાણા, "નક્કી આજે આ લાંબડાના લીધે કંઇક નવાજુની થવાની, નહીં તો આ બધા આમ મૂંગામંતર રહીને કાતરીયા ના મારે....!! છેવટે તેઓ ઠાવકાઈથી બોલ્યા, " હાલો, ત્યારે સૌને જે સી કૃષ્ણ....!" અને ઉભા થયા. અહીં મને દાળભાતનું મન થયેલું અને છગનદાદાને બસની પડી હતી. એટલામાં કન્યાના કોઈ કુટુંબી વડીલ બોલ્યા, "વડીલ, ઉતાવળા કેમ થાવ છો. છોકરાને તો પૂછો, એનો જવાબ તો અપાવો..!" હવે છગનદાદા બગડયા, "છોકરાને શુ પૂછવાનું, તમતમારે ના પાડવી હોય તો પાડી દો ને,આ કાઈ થોડા રાજકુમાર છે કે યુદ્ધે ચડવાના..? હાલો..મૅલો..બધી માથાકૂટ, અને હવે જવા દો તો સારુ. જવાબ છોકરાનો થોડો લેવાનો છે.? તમારી છોકરીનો લઇ લેજો...!" છગનદાદા ધડાધડ મારું અપમાન કરતા હતા. પણ, મને તેમાં એમનો વાંક નહોતો લાગતો. આપણે બાપુ પર્સનાલીટી જ એવી ડેવલપ કરી હતી કે 'ચોઇસ' કરવાનો હક મને હતો જ નહીં, એવું તેઓ મને મારા ઘેર લેવા આવ્યા ત્યારના માની બેઠેલા. અને મને તેમની એ વાત પર દયા આવતી હતી. કેમ કે... એમનું 'લોજિક' હતું કે બાપની દુકાન સંભાળે, દેખાવે ઘઉંવર્ણો હોય, ખોરડું સારું હોય એટલે પત્યું. આ ત્રણેમાંથી એકેય વાતમાં મારુ ઠેકાણું નહોતું. એટલે અપમાનની મને પડેલી નહીં. પણ, મને પેટમાં ભૂખ બહુ જ લાગેલી. તેથી હું મનોમન તેમને શ્રાપ આપતો હતો. હું મનમાં પ્રાર્થના કરતો હતો કે છગનદાદા અહીં મારો જમવાનો મેળ પડવા દે તો સારુ, કન્યા સાથે ભલે મેળ ના પડે. તેથી... કન્યાની પેલી ઉત્સાહી કાકીમાં અન્નપૂર્ણામા દેખાતા હોય એમ હું દયામણી નજરે એમની સામે જોઈ રહ્યો. એટલામાં છોકરીનો બાપ બોલ્યો, "અમે એ જ કહીએ છીયે કે અમારી દીકરીને છોકરો ગમ્યો છે. તેથી જ અમે તમને રોકવા મથીયે છીયે. ...!" "હેએએ.....!"છગનદાદાની જીભ લબડી પડી. છગનદાદાએ ઘડીભર મારી સામે છેક પગથી માથા સુધી જોઈને વિશ્વાસ ન પડતો હોય એમ ફરી પૂછયું, "હે...શું કહયુ...? "એમ કીધુ કે અમારી દીકરીને આ છોકરો ગમ્યો છે, હવે છોકરાનો જવાબ અપાવો..!" આ વાત ચાલતી જ હતી અને એટલામાં અંદરથી બુમ આવી," મહેમાનો માટે જમવાના પાથરણા પાથરો....!" છગનદાદા મૂંઝાયા. તેમની મારી સામે જોવાની રીતથી મને લાગ્યું કે તેઓ એવું વિચારતા હશે કે, "છોકરાની અક્કલ ઘુંટણમાં છે, તો કન્યાની અક્કલ જરૂર પાનીએ જ હશે, અને તો જ કન્યા હા પાડે. સારું, બન્ને અક્કલમઠાનો સારો ખેલ જામશે...!" વિચારતાં અને ધોતિયાનો છેડો પકડતા તેઓ ખાટલે બેઠા. આટલો સમય તેમની સાથે વિતાવ્યો હોવાથી હું છગનદાદાના ચહેરા પરથી તેમના મારા માટેના વિચારો પકડી શકતો હતો. મને કન્યાનો જવાબ સાંભળીને નવાઈ નહોતી લાગી તો વળી ખુશી પણ નહોતી થઈ. પણ... હવે હું સ્થિતિ કઈ રીતે 'હેન્ડલ' કરીશ એ વિચારવા લાગ્યો. ત્યાં જ દાળની સોડમ આવી. મને ભૂખ યાદ આવી. ઝટ ખાવાનું મળે તો સારું એમ વિચારતો હું બેઠો. કેમ કે, સમીકરણો જલ્દી બદલાતા હતા, અને હું ખાલી પાપડી ખાઈને દિવસ કાઢવા માંગતો નહોતો. હું ઠાવકાઈથી બેઠો. હવે છગનદાદા થોડીથોડી વારે મારી સામે હેતભરી નજરે જોતા હતા. અડોશપડોશની મહિલાઓ ડોકિયાં કરી જતી હતી. થોડી વારે શરબત આવ્યું. મેં સરબત લેવા માટે હાથ લંબાવ્યો ત્યાં છગનદાદા બોલ્યા, "ના ન પડાય, દીકરા..લઇ લો, આ હવે આપણું જ ઘેર કહેવાય, એમ કોઈના મન ન દુભાવાય...!" મેં જાણે તેમને વિશ્વરૂપદર્શન કરાવ્યા હોય એમ તેઓ હવે મારી સામે પુજ્યભાવથી જોતા હતા. તેમની વાણીથી ભાવવિભોર થઈને હું શરબતનો ગ્લાસ ઉઠાવીને ગટગટાવી ગયો. ટ્રે માં શરબતના બે ગ્લાસ લઈને આવેલી મારી સંભવિત સાળી હજી મારી સામે જ જોતી ઉભી હતી, ધ્યાનની મુદ્રામાં આપણે તો બાપુ બીજો ગ્લાસ ગટકાવી ગયા. હવે છગનદાદાનો હાથ યંત્રવત ટ્રે તરફ ગયો. તેમણે જોયું કે બન્ને ગ્લાસ ખાલી. સંભવિત સાળી અને ડોસો બેઉ શરમાયાં. મારે બદલે એ લોકો શરમાયા એટલે મેં શરમાવાનું રહેવા દીધું. છગનદાદા મને ધબ્બો મારીને બોલ્યા, "છુપા રુસ્તમ છો, બહુ મજાકીયા..હો..!!" ફરી શરબત આવ્યું. આ વખતે છગનદાદાએ પહેલા જ શરબત લપકી લીધું . સંભવીત સાળી હસતી હસતી દોડી ગયી. હું ય હસ્યો. પણ... મારા આ હાસ્યે ગેરસમજ ઉભી કરી. ઘરધણી સમજ્યા કે છોકરાની 'હા' છે. બધા ખુશ થયા. કન્યાના પિતાશ્રી ૧૧ રૂ. સાથે પ્રગટ થયા. મેં મનમાં ગણતરી મૂકી. ગીતામંદિરના સ્ટેન્ડ પર 10 રૂ.ના ઈડલી સંભાર પર ખાવા અને એક રૂપિયાની ભગત ધાણા દાળ લેવી. મેં ૧૧ રૂ. ખિસ્સામાં મુક્યાં. આખરે ભોજન પીરસાયું. દાળ-ભાત, પુરી, શ્રીખંડ, બે શાક,અથાણું, પાપડ અને આ બધાયની વચ્ચે લાપસી તો ખરી જ. અન્નપૂર્ણા કાકી લાડમાં ભોજન પીરસતા ગયાં ને બોલતા ગયા, "અમારી ગગીએ જ બનાવ્યું છે, હો ધરાઈને ખાજો, ગગીના હાથનું ખાવાનું એટલે...!" હું ય મનમાં બોલ્યો, "ગગીના પિતાશ્રીએ બનાવ્યું હોય તો ય અહીં ભુખ જ એટલી લાગી છે કે....!!" છગનદાદા પણ હવે બસની ચિંતા કર્યા વગર દાળના સબડકા બોલાવતા હતા, જાણે મળ્યું છે કે મળશે...એવી રીતે..!! ભરપૂર ભોજન પછી હવે પછીના રવિવારે બંને પક્ષના તમામ વડીલોની હાજરીમાં સગાઈની કાયદેસરની જાહેરાત કરીશું એવી વાત છગનદાદાએ સૌને કરી. છગનદાદા મારી સામે 'જંગ જીત્યો રે મારો કાણિયો' ના ભાવથી જોતા હતા. આવજો - જજો પતાવીને અમે ઘરની બહાર નીકળ્યા. પોળ આખી ગોળ ફરીને અમે મહોલ્લાના પાછળના ભાગના મુખ્ય માર્ગે વળ્યાં. ઘરનો પાછળનો ડહેલાંવાળો દરવાજો ખોલતીકને કન્યા બહાર આવી. છગનદાદા આગળ હતા. કન્યા મારી નજીક આવી, મેં તેની આંખોમાં જોયું. એ આંખોમાં પ્રશ્ન હતો કે મારો જવાબ શુ હતો.?' હું હવે સભાન બન્યો. મારો હાથ યંત્રવત ખિસ્સામાં ગયો. મુઠ્ઠીમાં આવેલા ૧૧ રૂ. તેના હાથમાં મૂક્યાં. તેને જવાબ મળી ગયો. તેની આંખમાં પાણી ઉભરાયા. મારુ હૃદય પણ ભરાઈ ગયું. તે અવળી ફરીને જવા ગઈ અને હું બોલ્યો, "ખોટું ના લગાડતી, મેં તને કહ્યું હતું ને કે વડીલોની 'હા' માં 'હા' અને આ ઉડાઉ અને બેકાર જિંદગીમાં સફળ થાઉં પછી જ કંઈક વિચારીશ નહીં તો..બેસ્ટ લક કહીને વિદાય થવામાં જ મજા. તો લે..બેસ્ટ લક...!! એ ગુસ્સામાં અવળી ફરી અને બોલી, "વાહ રે વાહ, આ સાધારણ દેખાવના યુવકને કોણ પસંદ કરે કહીને પોતાની નિખાલસતા વડે પોતાની બેકારીને 'સ્માર્ટ' રીતે 'પ્રેઝન્ટ' કરતા કરતા તમે કોઈકના હૃદયને ટકોરા મારી શકો, ઝંઝોળી શકો તે તમને સારું લાગે છે. અને, જયારે કોઇ તમને પસંદ કરીને હા પાડી દે, ત્યારે ૧૧ રૂ. પરત આપો છો.? તો એ જણાવો કે આપ વડીલોના હાથે ૧૧ રૂ. લેતી વખતે કેમ નિખાલસ ના બન્યા.? મેં તમને એ આશાએ હા નહોતી પાડી કે તમે સફળ થશો ત્યારે સુખી થઈશ. અરે, હું તો ગમે તેવી સ્થિતિમાં તમારો સાથ નિભાવીને પોતાની જાતને ધન્ય ગણી લેત. પણ આપે સુકનના ૧૧ રૂ. મને પરત આપ્યા. હવે, હું એટલું જ કહીશ કે લગ્ન કરવાના જ ના હોય તો, આપના માબાપ અને વડીલોની સામે કન્યા જોવા જવાની ના પાડતા શીખજો. જેથી કોઈક કોડભરી કન્યાના શમણાં તો રોળાય નહીં. વળી જયારે બીજા રવિવારે તમે નહી આવો ત્યારે પોતાના સગા આગળ તે કન્યા એવું સાંભળતા હાંસીને પાત્ર ના બને કે, "તું એવું શુ જોઈ ગયી હતી એ છોકરામાં કે તે 'હા' પાડી દીધી. ઉલ્ટાના એ લોકો ના આવ્યા અને આપણું નાક કપાણું. હતું શું એ છોકરામાં..આવું બધું કોઈને સાંભળવું ના પડે, ઓમકાર...! ઓમકાર જ ને..? એ જ નામ યાદ રાખવાનું હતું ને મારે.?" કહીને ડૂસકું નાખતી તે ચાલી ગયી. ડોસાએ પાછા વળીને જોયુંને બોલ્યા, "આ જોને આજના જુવાનિયા, હજુ આજે મળ્યા. "હા" પાડી અને ગુસપુસ ચાલુ. કરો તમતમારે...જમાનો તમારો જ છે...!! ને એ ચાલ્યા. હું પણ ચાલ્યો. મને લાગતું હતું કે કોઈની બે આંખો મારી પીઠ ચીરીને મારા હૃદય સુધી પહોંચતી હતી. પણ, મારામાં પાછળ જોવાની હિંમત નહોતી. ** ** ** ** આજે ૯ વર્ષ બાદ તે બિલકુલ મારી સામે આવી ઉભી હતી. ના, તે નહોતી આવી, મેં તેને બોલાવી હતી મને મળવા.. અહીં..લોકોથી દૂર. જિંદગીની આર્થિક બાબતોમાં ખૂબ સફળ થઈને શૂટબુટ પહેરીને, મોંઘામાં મોંઘી કાર લઈને હું આવ્યો હતો તેને મળવા. નવ વર્ષ પહેલાંની ગામડાંની સાવ સીધી, સાદી અને ભોળી કન્યા લાગતી આકર્ષિતા આજે અત્યંત આકર્ષક લાગી રહી હતી. ડિઝાઇનર વાઈટ ગાઉનમાં તે હતી તેના કરતાં વધુ ગોરી લાગી રહી હતી. નવ વર્ષ પહેલાં માત્ર એકવાર જેને જોયી હતી. મને ડર હતો કે આજે તે મને ઠુકરાવશે તો..? હા...તે એવું કરી શકે એમ હતી. વર્ષો પહેલા જુવાનીના જોશમાં અને જીવનમાં સફળ થવાની લાલચમાં હું તેને ઠુકરાવી આવ્યો હતો. બાદમાં, સફળ તો હું થઈ ગયો હતો, પણ આકર્ષિતા મારી તડપ બની ચુકી હતી. નવ વર્ષ પહેલાંની એ એક મુલાકાતમાં હું તેની સામે દિલ હારી ચુક્યો હતો. એ મુલાકાત કંઈ એટલી વિશેષ નહોતી કે હું પહેલી નજરમાં જ તેને ચાહી બેસું. પણ ખબર નહિ કેમ મને એવું લાગેલું કે મારા જેવા વ્યક્તિ માટે તે એકદમ યોગ્ય જીવનસાથી હતી. તેથી જ... આર્થિક સફળતાની સાથે સાથે આકર્ષિતા પણ મારી જીદ બનવા લાગી હતી. છેવટે મારા જીવનમાં એ એક પળ આવી જયારે એમ થયું કે હવે લગ્ન કરી લેવા છે. અને.. મેં આકર્ષિતાને શોધવાનું શરૂ કર્યું હતું. અમે બંને એક જ જ્ઞાતિના હોવાથી તેને શોધવામાં મને તકલીફ ના પડી. મેં તેના વિશે માહિતી મેળવી લીધી. મેં એ પણ જાણી લીધું હતું કે તેણે હજી લગ્ન નહોતા કર્યા. પણ કેમ..? એ નહોતી ખબર.. ખેર... આજે અહીં મેં તેને મળવા બોલાવી હતી. તે મારી સામે જ ઉભી હતી. લગભગ ચાર ફુટના અંતરે... ના તે કઇ બોલી રહી હતી કે ના હું કઈ બોલી રહ્યો હતો. બોલવાનું મારે હતું. પણ મારામાં હિંમત નહોતી. છતાં એ મેં હિંમત કરીને કહ્યું, "આકર્ષિતા, આજે હું સામે ચાલીને તારો હાથ, તારો સંગાથ માંગવા આવ્યો છું. મારી જીવનસંગિની બનીશ..? આકર્ષિતા બોલી, "શા માટે.? મારે શા માટે એમ કરવું જોઈએ ? અને વળી હું કોઈની જીવનસંગીની છું...! આકર્ષિતાની આ વાત સાંભળીને મારુ દિલ ચિરાયું, "શુ..? તું પરણેલી છે..? પણ મેં જાણ્યું કે તે હજુ લગ્ન નથી કર્યા. તારા બધા નાના ભાઈ બહેન પરણી ગયા, માત્ર તું જ નથી પરણી ..!" આકર્ષિતા બોલી, "ઓહ..એ તમામ માહિતી છે. જે તમને બાહ્યજગતથી મળી, પણ..આંતરિક જગતની, અંતરમનની માહિતી ના મળી.? તમે તમારા જ શબ્દો ભૂલી ગયા..? હું તરત પૂછી બેઠો, "મારા શબ્દો...?" આકર્ષિતા મારી આંખમાં આંખ પરોવતી બોલી, "હા.. ઓમકાર.. તમારા શબ્દો... એ મુલાકાતમાં તમે શું કહ્યું હતું, યાદ છે..? તમે બોલેલા, 'મારા જેવા સાધારણ યુવકને કોઈ શા માટે પસંદ કરે,' ખેર..પસંદ તો તમારી નિખાલસતાના લીધે તે ક્ષણે જ થઈ ગયા હતા, ને બાદમાં તમે મને સૂકુંન રૂપિયા પાછા આપી દીધા. પણ તેથી શુ.? એ ૧૧ રૂ. મને આપો કે ભિખારીને દાન કરી દીધા હોત.. મને શુ ફરક પડત.? કેમ કે.. સગાઈ કરવી, લગ્ન કરવું.. એ તો વ્યવહારના વિષયો હતા, જયારે કોઈને પસંદ કરવા એ મનનો વિષય હતો, અને આ મનમાં તમે વસી ગયેલા. વળી તમે જ મને કહેલું ને, 'મને ભૂલતી નહિ, કોઈપણ રીતે યાદ રાખજે..' તો કોઈપણ રીતે શા માટે યાદ રાખું..? હું તમને મારા મનના માણીગરની જેમ જ યાદ કરતી રહી અને જીવતી રહી. એ વાત અલગ છે કે તમે એ પછીના સેંકડો રવિવાર સુધી ના આવ્યા. પણ આ જિંદગી અનંત રવિવારોથી ભરેલી છે, એ મને ખબર હતી, હંમેશા અચાનક વળાંક લેવા સર્જાયેલી આ જિંદગીના કોઈ એક રવિવારે તમે આવશો જ એની મને ખાતરી હતી. અને ઈત્તેફાક જુઓ, આજે રવિવાર જ છે ઓમકાર..,અને હા.. ઓમકાર નામ જ યાદ રાખવાનું હતું ને મારે..? તમારે માટે ઓમકાર માત્ર તમારું નામ હશે, પણ મારા માટે ઓમકાર મારી ઓળખ બની ચૂક્યું હતું. મારા આત્માની ઓળખ..!" કહીને આકર્ષીતા ધીમું ડૂસકું નાખીને આંખમાં આવેલા આંસુ છુપાવતી ડાબી તરફ જોવા લાગી. હું નજીક જઈને તેના હાથને પકડવા ગયો તો તે બોલી, " ના ઓમકાર... એમ નહિ..આપણી પહેલી મુલાકાતમાં તમે બોલ્યા હતા કે સફળ થશો ત્યારે તમારી મનગમતીનો હાથ થામશો, તો શું તમને તમારી મનગમતી ના મળી ?" "ઓહ આકર્ષિતા, શુ કહું તને..? મારી મનગમતી તો એ પળથી જ તું બની ગયેલી, પણ બાળપણથી જોયેલી મહત્વાકાંક્ષાઓ, સપનાઓ મને ખેંચી રહ્યા હતા. આ વર્ષોમાં મેં ઘણીવાર તારી તરફ આવવા વિચાર્યું, પણ મને થતું કે ના.., હું તારી નજીક આવીને બાદમાં મારી મહત્વાકાંક્ષાઓને નામે તારાથી ફરી દૂર થવા નહોતો માંગતો. મારે એમ નહોતું જ કરવું... વળી મને હતું કે તું પણ કોઈની થઈ ચૂકી હોઈશ... એટલે...!, મારુ છેલ્લું વાક્ય સાંભળીને આકર્ષિતા તોફાની સ્વરે બોલી, "બોલ્યા નવાઇના, કોઈની થઈ ચુકી હોઈશ, એક બટકું ભર્યું હોય ને... તો પાપ ના લાગે...!" "એક નહિ હજાર બટકાનું પાપ પણ માફ મારી આકર્ષિતાને... મારી મનગમતીને...!" બોલીને મેં તેનો હાથ માંગ્યો. આકર્ષિતા આખેઆખી આવીને મારામાં સમાઈ ગયી. -- અનિરુદ્ધ ઠકકર "આગંતુક" 9328947741 Download Our App