સજન સે જૂઠ મત બોલો - 10 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

સજન સે જૂઠ મત બોલો - 10

પ્રકરણ-દસમું/૧૦

ટકલો ઇકબાલ, તેની ચળકતી ઝગારામાં મારતી ટાલ પર હાથ ફેરવતાં બોલ્યો..
‘બિલ્લુભૈયા બોલે કી સપના નામ કી છોરી આવે હૈ, થારે કો મિલને કે વાસ્તે. પર તેરી સુરીલી આવાઝ મેં બાત સૂણને કે બાદ લાગે હૈ કી મુજે તુમસે મિલને કી જરૂરત હૈ.’

મનોમન સપના બોલી.. વગર મરચાના આગની ધુમાડી થઇ... એટલે લાગ જોઇને બોલી..

‘મિલના તો હૈ પર... મેં સોચ કર આપ કો કોલ કરુંગી.’
‘અગર મિલના હૈ તો, ઇસ મેં સોચના ક્યા ?’ ઇકબાલ બોલ્યો..
એટલે ઇકબાલને આંટીમાં લેતાં સપના બોલી..
‘હાચું કવ મને હિન્દીમેં વાત કરને મેં ફાફા પડતાં હૈ. ફેફડા મેં મુંજારા હોતા હૈ, બવ જાજા નઈ ફાવતાં, તો થોડા હિન્દી કા ગોખણ પટ્ટી કરલું કરું ફિર વાતો કા તડકા મારને કા જલસા પડેગા ના.’

‘એલી છોડી.. આ ગામને હથેળીમાં ચાંદ બતાવવાના ધંધાનો અખતરો કરવા તને ઇકબાલ મિર્ચી સિવાય બીજો કોઈ ન મળ્યો ? તને શું લાગે છે કે, હું અહીં આગ્રાથી ચણા મમરા વેંચવા આવ્યો છું એમ ? હું ગામને પોપટ બનવું અને તું મને જ પોપટ બનાવવા હાલી નીકળી ? ફેફડા કાઢીને ફૂટબોલ રમીશ તો ખ્યાલ આવશે કે, ઇકબાલ મિર્ચી કઈ બલાનું નામ છે સમજી.’
ઇકબાલ તેના અસલી રંગમાં આવતાં બોલ્યો એટલે સપના ડઘાઈને દંગ રહી ગઈ છતાં પણ હાસ્યધોધ જેવું તેનું હસવું ન રોકી શકી એટલે કોલ કટ કર્યા પછી ખડખડાટ હસતાં સમીરે પૂછ્યું..

‘શું થયું ?

માંડ માંડ તેનું હસવું રોકી ફરી ઇકબાલને કોલ લગાવતાં સપના બોલી..
‘હું થોડીવારમાં તમને કોલ કરું છું.’ એમ કહી કોલ કટ કરી ફરી હસવાં લાગી .

ઇકબાલ મિર્ચીના પરિચયથી અજાણ સપનાનો ઇકબાલ સાથેનો વ્યંગભર્યો વાર્તાલાપ સમીરને સદંતર અસંગત લાગતાં બોલ્યો..

‘સપના આર યુ મેડ ? તું ઓળખે છે તુંડમિજાજી ટકલાની ફિતરતને ? અરે યાર, એ સનકી વાત કરતાં કરતાં કયારે રિવોલ્વર તાકવા માંડે તેનો કોઈ ભરોસો નહીં, અને તે સાવ આ રીતે સાવ મફતના ભાવમાં તેની ફકીરની માફક તેની ફીરકી ઉતારી નાખી. હવે તેને કેવી મિર્ચી લાગી હશે તને ખબર છે ?

એટલે સમીરની વાતના સંદર્ભને સ્હેજ પણ ગંભીરતાથી લીધા વગર હસતાં હસતાં સપના બોલી... ‘સમીર એ તો મિર્ચી જોઇને ખ્યાલ આવી જાય છે, કે ખાવાની છે, ખાંડવાની છે, કે ચીરીને મસાલા ભરવાની છે, સમજ્યો ?’

સમીરે વિચાર્યું પહેલાં પેટની ભૂખ ભાંગીએ પછી આ ભાન વગરની ઝાંજાળ ભાંગીશું. એટલે તેની મનપસંદ પંજાબી વ્યંજનની ડીશીસનો ઓર્ડર આપ્યાં પછી..

સમીરે પૂછ્યું... ‘બે ઘડી વિચાર માગી લે તેવા વાર્તાલાપને તે ધડમાથા વગરની વિનોદવૃતિની આડમાં સાવ બેફીકર થઈને ઉડાડી દીધી એ જોઇને મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે. હું જે કંઇક જોઈ કે સાંભળી રહ્યો છું એ સત્ય છે કે સપનું ?

‘કહીશ. બધું પણ પહેલાં જમી લઈએ.’ સપના બોલી.

જમતાં જમતાં સપનાએ પુછ્યું,
‘એ, સમીર મને એ ન સમજાયું કે આ ચંડાળ ચોકડી, જ્યોતિ, શબનમ, રૂબીના અને ડોલી સૌ બબ્બે મોબાઈલ કેમ રાખે છે ?

‘એક પબ્લિક અને એક પર્સનલ. કામની વાતો પર્સનલ ફોનમાં થાય અને ‘કામદેવ’ની વાતો પબ્લિક ફોનમાં થાય. સમજી ?

‘થોડું થોડું.’ સપના બોલી.
‘ચિંતા ન કર તને જેટલી જરૂર હશે એ મિર્ચી માસ્ટર સમજાવી દેશે.’
હસતાં હસતાં સમીર બોલ્યો..
લંચ બાદ છેક મોડી સાંજ સુધી શહેરના અલગ અલગ સ્થળોની સેર કરતાં કરતાં સમીર અને સપના પરસ્પર એકબીજા સામે દિલ ખોલી, બિન્દાસ મસ્તી મજાકના મૂડમાં અંગત વિચારોથી અવગત થયાના ગાઢ પરિચય બાદ સપનાની સોસાયટીના ‘એમ’ વીંગના પાર્કિંગમાં આવી કાર પાર્ક કર્યા પછી સ્હેજ ગંભીર થતાં સમીર બોલ્યો..

‘સપના, હવે તારા ખુરાફાતી દિમાગમાં શું ફીતુર ચડ્યું છે એ કહીશ, સીર્યસ્લી. ?
એવું તે એક રાતમાં શું જોઈ કે વિચારી લીધું કે, તારા વાણી, વર્તન અને વિચારો એકસોને એંસી ડીગ્રી એ ડાયવર્ટ થઇ ગયાં. રાતોરાત તને એવી કઈ જડ્ડીબુટ્ટી જડી ગઈ કે, તારી સઘળી ઉલઝન ખતમ થઇ ગઈ હોઈ એવું લાગે છે ?

‘સપના..તને દિલોજાન દોસ્તથી પણ વધુ સમજીને એક સલાહ આપું છું, કોઈપણ અંતિમ નિર્ણય પર આવી, તેને અમલમાં મૂકવાં માટે પગલું ભરતાં પહેલાં હજુ એકવાર શાંત દિમાગે સોચી લે જે. કેમ કે, અત્યારે તને જે મૃગજળ સંજીવની લાગે છે, એ જ જયારે તેનું વાસ્તવિક વિષનું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે ત્યારે તારી પાસે એ નગ્ન સત્ય જેવા એ હળહળતા ઝેરના વિષપાન કર્યા સિવાય કોઈ પર્યાય નહીં હોય એ વાત યાદ રાખજે.’

સચોટ અને ધારદાર તથ્ય સભર સમીરની સોહાર્દ સહાનુભતિ ભરી સો ટચના સુવર્ણ જેવી સલાહ સાંભળ્યા પછી એક ઊંડો શ્વાસ ભરી સપના બોલી..

‘સમીર..રાતોરાત આવેલાં પરિવર્તન પાછળના પરિબળનું સબળ કારણ છે, ખોફનો ખાત્મો. બ્રહ્માસ્ત્ર જેવું આજીવન સલામતી સાથેના શરણનું એક એવા અમોધ શસ્ત્રનું પગેરું હાથ લાગ્યું છે કે, હવે મારી આંખોના ડરના ડેરાને મેં ઝડમૂળમાંથી ઉખાડીને ફેંકી દીધો છે. એક સવાલ પૂછું સમીર..’

‘જેનું નામ સાંભળીને લોકોની બોબડી બંધ થઇ જાય છે એ, બિલ્લુભૈયા એ ગન રાખવાની શું જરૂર પડે ?

‘ઇટ્સ કોમન..સહજ રીતે સમજાય એવી સામાન્ય બાબત છે, સ્વની સુરક્ષા માટે જ તો.’ સમીર બોલ્યો..

સમીરને ઉત્તર આપતાં સપના બોલી..
‘એક છ ઈંચનું માનવ સર્જિત સાધન જો તમને ભયમુક્તિનો અહેસાસ કરાવી શક્તો હોય તો, મને તો ઈશ્વર સર્જિત સાડા છ ફૂટના માનવદેહમાં વસતા રામ રૂપી રક્ષકના સંકેતનો મૂક આશીર્વાદ સાંપડ્યો છે, તો હવે મને કોનો ભય ? કોનો ડર ?’

‘પણ, સપના તું જે પરાવલંબી પાયા પર તારા સપનાના મહેલનો પાયો ચણી રહી છે, તેનું આયુષ્ય કેટલું ? અને બિલ્લુભૈયા કે, તેમની જોડે જોડાયેલી તેમની ફોજ ઘરબાર વગરના ધણી જેવી છે. તેમની આગળ પાછળ કોઈ પિંડદાન કરવાં વાળું નથી સમજી. અને તું નાદાનીમાં કોઈ આડુ અવળું પગલું ભરી બેસીશ તો..’

‘તો...? તો શું સમીર તો શું ? મારી આગળ પાછળ પણ ક્યાં કોઈ છે ? અને સૌથી મોટો અને મહત્વના પ્લસ પોઈન્ટ જેવો મુદ્દો તો એ કે મારું કોઈ એવું છે જ નહીં, કે જેના મોહની માયાજાળમાં ફંસાઈને હું કોઈપણ નિર્ણય લેતા પહેલાં પામર કે પાંગળી બની જાઉં. આ શરીર સિવાય મારી પાસે ગુમાવવા જેવું કશું જ છે જ નહીં, તો પછી આ તનને મારી તલવાર કે ઢાલ કેમ ન બનાવું ? મારે પુરુષોની કહેવાતી દુનિયામાં તાકતવર બનવું છે, કોઈને હરાવવા કે ડરાવવા નહીં પણ, કોઈ મને ડરાવી ન શકે એવી આત્મબળે અને આત્મવિશ્વાસથી આજીવન સુરક્ષા કવચના આવરણ માટેના કવાયત કરવાની કોશિષ કરું છું. અને એક વાત મને કહીશ સમીર કે, વિશ્વમાં એવું ક્યુ, કામ કે કાર્યક્ષેત્ર છે, જ્યાં ફક્ત અને કફત પુરુષોનો અબાધિત એકાધિકાર છે ?’


સપનાના રંગીન ખ્વાબ આને સંગીન જવાબ પરથી સમીરને એવું લાગ્યું કે, હવે આથી વધુ સપનાને સમજાવવી એટલે વાણી અને વખતનો વ્યર્થમાં વ્યય કરવા જેવું છે. શાયદ એકાદ કડવો અનુભવ થશે તો બેક ટુ રતનપુર. અને બુલેટ પ્રૂફ જેવા બિલ્લુભૈયાનો હાથ અને સાથ છે એટલે બીજું તો થઇ થઇને શું થવાનું ? છતાં સમીરથી ન રહેવાયું એટલે થયું કે થયું કે, અશાંત મનના શમન ખાતર એક આખરી સવાલ પૂછી જ લઉં.. એવું વિચારતાં સમીર બોલ્યો..

‘અચ્છા, સપના મને એક વાત કહે કે. તે હમણાં જે કહ્યું કે, સૌથી મોટો અને મહત્વના પ્લસ પોઈન્ટ જેવો મુદ્દો તો એ કે, મારું કોઈ એવું છે જ નહીં, કે જેની મોહની માયાજાળમાં ફંસાઈને હું કોઈપણ નિર્ણય લેતા પામર કે પાંગળી બની જાઉં.’

‘આ ‘કોઈ’ નથી તેની કોઈ સમયમર્યાદા ખરી ? ભવિષ્યમાં જોગાનુજોગ કોઈ નબળી ક્ષણે તારી સ્વેચ્છાએ તને કોઈની મોહ માયાજાળમાં બંધાવાની તીવ્ર ઈચ્છા જાગશે ત્યારે..? ત્યારે તું શું કરીશ ? સપનાની આંખોમાં જોઈએ સમીર બોલ્યો.

સમીરનો સટીક લક્ષ્યવેધ અને સવા લાખ જેવો સવાલ સાંભળીને સપના થોડીવાર માટે ચૂપ થઇ ગઈ. એટલે ફરી સમીર બોલ્યો..
‘ત્યારે... એ ક્ષણે તું એમ નહીં કહી શકે કે, આ રક્તરંજીત અતીતના દસ્તાવેજ પર તારી સ્વેચ્છાના હસ્તાક્ષર નથી.’

સમીરનું અર્થસભર વેધક નિવેદન સાંભળતા નિરુત્તર, નિશબ્દ અને આંશિક સ્તબ્ધ થઈને અકળાઈ ગયેલી સપના હળવેકથી બોલી..

‘તારો સવાલ યોગ્ય સ્થાને છે પણ સમીર, એક સમયે સ્હેજ માત્ર વ્હાલની વાંછટથી જેની ફળદ્રુપતાથી ભરપુર કાયા અને માયામાં, સ્હેજમાં સ્નેહ સરવાણી માફક ફૂંટી નીકળતું કોમળ કુંપણ જેવું નિર્દોષ મમતાના ઝરણાં જેવું પ્રેમાંકુરનું બીજ હવે નહીં ખીલે, કેમ કે હવે સપનાની આંખો બંજર થઇ ગઈ છે. અને બંજર આંખોમાં મનગમતાં મંજર ન ઉગે સમીર. જ્યાં કંઈપણ નથી ત્યાં ‘કોઈ’ના આશની
અવકાશનું સ્થાન પણ નહીં જ રહે. હવે સુગર ફ્રી અને સુગર કોટેડ લાગણીની ચાસણીની તફાવતનો ભેદ હું પારખી ચુકી છું સમીર. અને રહી ભાવીમાં ઉદ્દભવનારા કોઈ નબળી ક્ષણના શક્યતાની વાત, તો... એ ક્ષણ મારી પર સવાર થાય એ પહેલાં ખુદને ખત્મ કરી નાખતાં હું પળભર પણ નહીં ખચકાઉં. આ વાત યાદ રાખજે.’

હવે સમીરને ટકોરા બંધ ખાતરી થઇ ગઈ કે, સપનાના અસંગત લાગતાં સોચના સફરની કોઈ સીમા નથી. એટલે મન મારી અને મનાવીને બોલ્યો..

‘અચ્છા, વેલ એન્ડ ગૂડ, રાતોરાત તારી ફિતરતમાં પૂર્વથી પશ્ચિમ જેવા આવેલાં દૈવી ચમત્કારથી ચડિયાતા તફાવત માટે દંગ રહ્યાં છતાં હવે દલીલ કરવા માટેનો કોઈ અવકાશ નથી. પણ જે કંઈ પણ કરજે. બિલ્લુભૈયાને અંધારામાં રાખીને ન કરીશ, નહીં તો..અજાણતામાં લાગેલી અતિ આત્મવિશ્વાસની એક ઠોકરથી ભાવીના એવા અંધકારમય ગર્તામાં ધકેલાઈ જઈશ કે, તારા અસ્તિત્વનો અંશ પણ નહીં મળે.’

‘ઓ.કે. ડીયર.. એન્ડ થેન્કયુ સો મચ ફોર શેર વિથ મી સચ એ વંડરફૂલ મેમોરેબલ ઇવનિંગ એન્ડ ગીવ મી યોર પ્રાઈઝલેસ ટાઈમ.’ ખુશખુશાલ સપના બોલી.

‘ટૂંકમાં જતાં જતાં મારે આ આભારનો ભાર ઊંચકીને લઇ જવાનો છે એમ જ ને ?

‘ઈશ્વરીય સમય સંજોગની યુતિ અને શુકનવંતી તિથીથી સાંપડેલા સુખદ સંગાથના સંભારણાનો ભાર ન હોય સમીર. આ તો દાટેલા ધન માફક મનમાં સંઘરેલી સંપતિની અનમોલ મધુર ક્ષણોની પોટલી છે. કયારેક હૈયું હરખાઈ જાય કે ભરાઈ જાય તો હળવું કરવાં મુખવાસની માફક બે-ચાર પળોને મન ભરીને મમળાવી લેવાની, સમજ્યો ? ચલ બાય.’ એમ કહી સમીર સાથે નજરો મેળવી, ગર્મજોશીથી શેકહેન્ડ કરી સપના કારમાંથી ઉતરી લીફટ તરફ ચાલવાં લાગી અને સમીરે કારનો યુ ટર્ન લીધો.

ફ્રેશ થઈને બેડ પર પડ્યા પછી... સમીર સાથે વિતાવેલી મેમોરેબલ મુલાકાતને મમળાવતાંની સાથે સમીરના અર્થસભર સંવાદો સાંભરતાં સપનાની જાણ બહાર સ્હેજ તેની આંખોની કોર ભીની થઇ ગયાં પછી મનોમન બોલી....

‘સમીર.. હવા કા હલ્કા ઝોકા.’

પછી વિચાર્યું કે હવે, ઇકબાલ મીર્ચીના હાલ જાણીએ..એટલે કોલ જોડ્યો ઇકબાલ મીર્ચીને.

‘મિર્ચી શેઠકો ઇસ નાચીઝકે મીઠે મઝાક કા જાયકા પસંદ ન આયા હો તો ગુસ્તાખી માફ. સપના ચૌધરી બોલું છું, માલિક.’

‘આપ પણ તીખાશ પછી જ મીઠાશની કિંમત સમજાય, હવે બોલ પહેલાં મળવું છે કે મળવા માટે વિચારવું છે ? ઇકબાલ બોલ્યો..

‘અરે, મિર્ચી શેઠ જો મળવું જ હોય તો પહેલાં કે પછી વિચારવાનું શું ? તમે હુકમ કરો એટલે બંદી હાજર,’

‘અચ્છા ચલ હમણાં આવી જા.. એટલે હું પણ જોઉં કે, લોકોને ધોળા દિવસે સપના દેખાડતી સપનામાં અડધી રાતનો કેટલો ડર અને દમ છે.’
ચિલમમો કસ મારતાં ઇકબાલ બોલ્યો..

એક સેકન્ડમાં તો સપનાએ હોંશિયારીથી ફૂલાવેલા ફુગ્ગાની હવા ફૂસ્સ્સ.. થઈને નીકળી ગઈ. પણ બીજી જ પળે.. બાજી સંભાળી લેતાં બોલી..

લે. હવે એમાં શું મોટી ધાડ મારવાની ઠેકાણું ઠપકારો એટલે આવી ગઈ સમજો. પણ જો પછી ડર વગરની સપનામાં દમ નીકળ્યો તો ? વટથી સપનાએ પૂછ્યું..

‘તો.. ઇકબાલ મિર્ચી તારી શરતો પર કામ કરશે. સરનામું મોકલ્યું છે, રાહ જોઉં છું તારી.’
એમ કહી ઇકબાલે કોલ કટ કર્યો. અને સપનાના ચક્રમી દિમાગનું ચકરડું ચાલુ થયું.

સપનાએ એકવાત તો ખીલ્લાની માફક ખોપડીમાં સજ્જડ રીતે ધરબી દીધી હતી કે, હવે કોઇકાળે પીછેહઠ તો કરવી જ નથી. માત્ર સ્ત્રી હોવાના કારણે રોજ મજબૂરીનું ધીમું ઝેર પીને ગુમનામીની જિંદગી જીવવાં કરતાં એકવાર મરદજાત સામે મર્દાનીથી ઝઝૂમીને ગુમાનથી જાન ગુમાવવું ગમશે.’


હોટલ ‘વન નાઈટ ડ્રીમ’ ગલી નંબર આઠ, જુહાપુરા, આવા સરનામાં સાથે ઇકબાલ મિર્ચીનો મેસેજ આવ્યો. સમય જોયો, રાત્રીના દસ અને પંચાવન. આંખો બંધ કરી પાંચથી દસ જ મીનીટમાં કેમ, ક્યાં અને કઈ રીતે પહેલી મુલાકાતમાં જ ઇકબાલને તેની મુઠ્ઠીમાં કૈદ કરવો એ કારસો ઘડીને મુલાકાતની જરૂરિયાત મુજબનું વસ્ત્ર પરિધાન કરી જરૂરી એકાદ-બે કોલ કરીને સપના લીફ્ટમાં એન્ટર થઇને આવી ગ્રાઉન્ડ ફ્લોર પર.

રાત્રીના ઠીક અગિયાર અને પચ્ચીસ મિનીટે કોલ કરીને બૂક કરાવેલી ટેક્ષી આવતાં નંબર અને ડ્રાઈવરના નામની ખાતરી કરી, કારનું બેક ડોર ઓપન કરી બેસતાં બોલી..
‘ચલો.. મગર આરામ સે. કિતના વક્ત લગેગા પહોંચેતે હૂએ ?
‘જી મેડમ. કમ સે કમ એક ઘંટા.’
એમ કહી સામાન્ય કદ કાઠી ધરાવતા, દાઢીધારી, આશરે પચાસેક વર્ષની ઉંમરના ડ્રાઈવરે કાર સોસાયટીના ગેઇટ તરફ હંકારી.

દસેક મીનીટના

‘મેડમ, ગાના સુનના હૈ, તો મ્યુઝીક સીસ્ટમ ઓન કરું ?’

‘હાં, મગર ધીમી આવાઝ મેં લગાના, કોઈ હલ્કા ફુલ્કા સા ગીત, કોઈ શોર શરાબા વાલા નહીં, ઔર એ.સી. થોડા ફૂલ કર દો.’

‘અચ્છા મેડમ.’ એમ કહી એ.સી,નું તાપમાન મહત્તમ કરી,ગીયર બોક્ષની બાજુના ખાનામાં પડેલી પેન ડ્રાઈવ જોઈન કરી.
તેમની પસંદગીના કલેક્શનમાંથી ચૂંટેલું સોંગ પ્લે કર્યું, સ્હેજ મધ્યમ માત્રાની ધ્વનિમાં..
‘દિલ ઢૂંઢતા હૈ, ફિર વહી ફુરસત કે રાત દિન...’
સોંગ સંભાળતા આંખો મીંચી સ્હેજમાં સહજતાથી સપના સરી ગઈ અતીત સ્મરણ સરિતામાં.

પાંચથી સાત મિનીટ પછી કાર હાઇવે પર આવ્યાં બાદ
આંખો ઉઘડતાં આંખોને આંજતી ચકાચોંધ રોશનીથી જાણે કે રીતસર નીતરતાં મહાનગરની ભીડ ભરી સડકોને જોતાં સપનાને એવું લાગતું હતું કે જાણે, સુર્યાસ્ત પછી જ શહેરનો સ્વયંભુ સૂર્યોદય થાય છે.

મનોમન મધુર ગીત ગણગણતી સપનાએ પૂછ્યું..
‘ચાચા, કીસ બાત કો લેકર આપ પેસેન્જરકી પસંદ કા અંદાઝા લગા લેતે હૈ ? જિસ તરહ અભી આપને યે ગાના લગાયા.’

‘મેડમ, અઠરા સાલ કી ઉંમર સે યે સડકે ખંગાલ રહા હૂં. તકરીબન તીસ સાલ હો ગયે લોગોં કે ચહેરે પઢતે પઢતે. આધી સે જ્યાદા જિંદગી અંજાન સડકે ઔર સવારી કે સાથ હી ગુજારી હૈ. પતા ચલ જાતા હૈ, મુસાફિર કૌન સા સફર કરતાં હૈ.. હિન્દી વાલા યા અંગ્રેજી વાલા...’ આટલું બોલતાં કાર ચાલક સ્હેજ હસ્યો.

સાવ સામાન્ય લાગતાં કાર ચાલકની ચોટદાર ચાર લાઈન સાંભળીને સપનાને નવાઈ લાગી એટલે ફરી પૂછ્યું..

‘અરે.. વાહ અંકલ આપકી ગહેરાઈ વાલી બાતેં સૂન કર તો એસા લગતા હૈ કી સિર્ફ કાર નહીં આપ તો સરકાર ભી ચલા શકતે હૈ. ક્યા નામ હૈ આપ કા ?


‘નહીં મેડમ, સરકાર તો ભગવાન કે ભરોસે ભી ચલ જાતી હૈ, કાર નહીં. નામ હૈ, મનજીત.’
એટલે હસતાં હસતાં સપના બોલી..’ યે બાત ભી સહી કહી, અચ્છા, મનજીત અંકલ, રાસ્તે મેં કિસી ફેમસ પાન વાલે કી દુકાન પે કાર રોકના.’
‘જી, મેડમ.’
‘મેડમ નહીં.. બેટી કહો યા, સપના.’ સપના બોલી.
‘અચ્છા, બેટી.’

હાઇવેથી અલગ થઈ, ડાબી તરફના સર્વિસ રોડથી જુહાપુરાના રાસ્તા પર વળાંક લઇ મેઈન રોડની ડાબી તરફના કોર્નર પર આવેલી ‘દિલકશ’ પાન પાર્લર પર મનજીતે કાર થોભાવતાં કહ્યું,
‘પાન કી દુકાન પર આ ગયે.’

પર્સમાંથી પાંચસોની નોટ કાઢી મનજીતને આપતાં સપના બોલી..
‘ચાચા ચાર મીઠે પાન ઔર આપ કો જો ચાહિયે વો લીજીયે.. ઔર ચારો પાન અલગ અલગ પેક કરે, ઐસા બોલના.’
‘જી’ કહીને મનજીત કારમાંથી ઉતરીને પાન પાર્લર તરફ ગયો અને સપનાએ કોલ લગાવ્યો બિલ્લુને.

‘નીંદ યા મૂડ કો ડીસ્ટર્બ કિયા હો તો સોરી પર, આપ કો બતાના જરૂરી થા ઈસલીયે કોલ કિયા હૈ.’ સપના બોલી..

‘નીંદ ઔર મૂડ મેરી તાસીર કે દાસ હૈ, ઈસલીયે ડીસ્ટર્બ કરને કી બાત તો દૂર રહી, ઔર ઇતની રાત કો ઈકબાલ સે મિલના ઇતના જરૂરી થા ક્યા ?

સપના સમજી ગઈ કે, ઇકબાલ અને બિલ્લુભૈયા વચ્ચે મુલાકાત અંગેની પૂર્વ મંત્રણા થઇ ચુકી છે. એટલે બોલી..

‘કીસ કે લિયે કિતના જરૂરી હોગા વો તો મિર્ચી શેઠ સે મિલને કે બાદ હી પતા ચલેગા, વો શર્ત કી આડ મેં મેરા ડર ઔર દમ દેખના ચાહતે હૈ, તો મૈને સોચા કી જબ એક હી બાર મરના હૈ તો દો દફા સોચના ક્યા ? ઔર આપ કોલ ઈસલીયે કિયા કી, સમીરને કહાં થા કી, જો ભી કરના બિલ્લુભૈયા કો બતા કે કરના ઈસલીયે.’

‘અભી તેરે કો ઠીક સે પંખ લગે ચોબીસ ઘંટે નહીં હૂએ, ઔર ઇતની ઊંચી ઉડાન ભરને લગી હો ? તેરે તેવર દેખ કે લગતા હૈ, તું કિસી કો માર કે મરેગી, અચ્છા ચલ, વાપસ આ કે મુજે કોલ કર.’
‘જી. સરકાર.’ કહી સપનાએ કોલ કટ કર્યો અને મનજીત કારમાં ગોઠવતાં પાન અને બાકીની રકમ સપનાને આપતાં બોલ્યો..
‘અબ હમ ચલે ?’
પર્સમાં પાન અને પૈસા મૂકતાં સપના બોલી..
‘જી. પર આપને કુછ નહીં લિયા ?’
‘જબ સે જિંદગી કે માયને સમજ મેં આ ગયે તબ સે એક હી ચીઝ કા આદી હૂં, ઔર વહી લે રહા હૂં,’ કાર આગળ ધપાવતા મનજીત બોલ્યો.
‘વો ક્યા ? સપનાએ પૂછ્યું

‘ચૈન કી સાંસ.’ હસતાં હસતાં મનજીત બોલ્યો..
મનજીતની ટૂંકી પણ ધારધાર વાતો સાંભળીને સપનાને એવું લાગતું હતું જાણે કે, અડધી સદીની જિંદગીમાં કંઇક સદીઓના અનુભવનું ભાથું બાંધી લીધું હોય.
‘અભી ઔર કિતની દેર લગેગી, ચાચા ?
‘બસ દસ મિનીટ, અગલે ચૌરાહે સે દાયે મૂડને કે બાદ જો પહેલી બિલ્ડીંગ આયેગી વહી પર હમેં રુકના હૈ.’

ઠીક હોટલ ‘વન નાઈટ ડ્રીમ ’ ની સામે દસ મિનીટ પછી કાર સ્ટોપ કરતાં મનજીત બોલ્યો..
‘લો આ ગઈ આપકી મંજીલ.’
‘શુક્રિયા.. કિતને રૂપિયે હુયે ચાચા. ? સપનાએ પૂછ્યું.
‘તીનસો સાઠ બનતે હૈ, વો તો ઠીક હૈ, પર મેં યે પૂછના ચાહતા હૂં કી, અગર તુમ્હે વાપસ ભી જાના હૈ તો મેં તુમ્હારા ઇન્તેઝાર કરતાં હૂં, વો ઇસલિયે કી, અભી વક્ત હુઆ હૈ સાડા બાહરા કે કરીબ કરીબ.. ફિર યહાં સે ટેક્ષી મિલના ભી થોડા મુશ્કિલ હોગા. બાકી જૈસી તુમ્હારી મરજી.’

‘અરે.. યે તો બડી અચ્છી બાત હૈ, અગર આપ રુક શકતે હૈ તો. મુજે જ્યાદા સે જ્યાદા એક ઘંટા લગેગા.’

‘અચ્છા ઠીક મેં યહીં સાઈડ મેં કાર પાર્ક કર કે તુમ્હારા ઇન્તેઝાર કરતાં હૂં.’
એવું મનજીત બોલ્યો અને સપના ‘અચ્છા’ કહી હોટલમાં એન્ટર થઇ.

સમય, સ્થળ અને સપનાના સંયમ, સાદગી સાથેના વિનયપૂર્વકના સંવાદ અને બોડી લેન્ગવેજ પરથી મનજીતએ મનોમન તેના અનુભવના આધારે આંકેલી અનુમાનિત અંકિત રેખા વિરુદ્ધ દિશામાં જઈ રહી હોય એવો ભાસ થતાં આર્થિક રાશીને નિરર્થક અને ગૌણ તરીકે ગણકારી તેણે ત્યાં રોકાઈ અને સપનાની પ્રતિક્ષા કરવું યોગ્ય લાગ્યું.

અંદર દાખલ થઈને રીસેપ્શન સામેના લાઉન્જમાં મનજીતએ આપેલી હૈયાધારણથી હળવાશનો હાશકારા અનુભવતાંની સાથે સોફા પર બેસતાં પર્સમાંથી મોબાઈલ હાથમાં લઇ ચપટી વગાડતાં રીસેપ્શનિસ્ટ તરફ ઈશારો કર્યો.. એટલે સર્વિસમેન સપનાની સામે આવીને આદર સાથે ઝૂકીને બોલ્યો..
‘જી મેડમ.’
‘આપ કે યહાં ગેસ્ટ કો પાની ભી પૂછ કે પીલાને કી રવાયત હૈ ક્યા ? રૂઆબથી પગ પર પગ ચડાવતાં બોલ્યાં પછી સપનાએ કોલ લગાવ્યો ઇકબાલને.

‘જી નહીં મેડમ. સોરી, અભી લેકે આતા હૂં.’ એમ કહી તે વ્યક્તિ જતો રહ્યો.

‘એક ગાના યાદ આ રહા હૈ, મિર્ચી શેઠ.’
‘ચલ, સૂના હી દો.’ ઇકબાલ બોલ્યો..

‘’ભોલી સૂરત દિલ કે ખોટે... નામ બડે ઔર દર્શન છોટે.. જીતને લંબે ચૌડે આપકે નામકે ચર્ચે સૂને થે, ઉસ સે તો લગતા થા આપ હમારા સ્વાગત બેન્ડ બાજે કે સાથ કરોગે મગર.. યહાં તો કીસીને પાની તક નહીં પૂછા ? યે કૈસી રિયાસત હૈ આપકી ?
ગૂગલી જેવા પહેલી જ ગેંદમાં સપનાએ તેની અનોખી અદાથી એન્ટ્રી મારતાં પહેલાં જ ઇકબાલને ક્લીનબોલ્ડ કરી દીધો.

‘અરે..શું વાત છે ? મારું સપનું સાચું પડ્યું ખરું. મેં તો અમથું અંધારામાં તીર છોડ્યું’તું, મને શું ખબર કે તું ખરેખર અડધી રાત્રે ટપકી પડીશ. બે મિનીટ બેસ મારો માણસ આવે છે, હમણાં.’
એમ કહી ઇકબાલે તેના માણસને ઇશારાથી સમજાવીને રવાના કર્યો.

એટલે સપના ટીખળ કરી, વળતો જવાબ આપતાં બોલી..

‘ઓહ્હ.. ધ્યાન રાખજો હો, ભૂલમાં મને અપાઈ ગયેલી હૂલની ચેલેન્જ પછી હકીકત બનીને આવેલા સપના નામના વાવાઝોડાથી અંધારામાં છોડેલું તીર ક્યાંક તમારી માથે નથી આવી પડ્યું ને ? અને આમ પણ હું સપનામાં જ જોવા જેવી લાગુ છું, સાક્ષાત તો કોઈ મને જીરવી ન શકે.’

‘પણ, તારા કિસ્સામાં અવળું થશે, મને વાસ્તવમાં જોયેલી સપનાને સપનામાં જોવાનું સપનું છે,’
ઇકબાલે વાત પૂરી કરી, ત્યાં તેનો હમાલી જેવો નમાલો હજુરિયો હાજર થતાં બોલ્યો..

‘સપના મેડમ.. આવો મારી સાથે.’

‘લો હેંડો ત્યારે..’
એમ કહી સોફા પરથી ઊભી થઇ સપના એવી બિન્દાસ ચાલથી પેલી વ્યક્તિની પાછળ ચાલવા લાગી જાણે કે, કોઈ સિંહણ મસ્તીમાં તેની સલ્તનતમાં વનવિહાર કરવા નીકળી હોય.

ઝાંખા અજવાળાના પ્રકાશમાં એક લાંબી પેસેજ પાસ કર્યા પછી એક વિશાળ ખંડમાં આશરે વીસથી પચ્ચીસેક નાની મોટી સાઈઝના ટેબલની આસપાસ ગોઠવાયેલાં સો એકથી વધુ સ્ત્રી-પુરુષો, મ્યુઝીક સીસ્ટમ પર વાગી રહેલાં કોઈ ઈંગ્લીશ ધૂનની મસ્તીમાં મસ્ત થઇને, નશીલા પદાર્થ અને પીણાંના જુગાડ સાથે જુગારની રમતનો નશોનો લુફ્ત ઉઠાવી રહ્યાં હતાં.

ત્યાંથી સીડી મારફતે ઉપર જતાં.. લીફ્ટમાં એન્ટર થઈને તે વ્યક્તિ સપનાને લઈને આવ્યો હોટલ ‘વન નાઈટ ડ્રીમ’ના પાંચમાં માળ પર. લીફ્ટમાંથી બહાર નીકળી ફરી એક સાંકડી અંધારી પેસેજ માંથી પસાર થઈને આવ્યાં એક ડોર પાસે. જ્યાં બહાર જલેબીના જેવી મૂછોને તાવ દેતો, ડાકુ વિરપ્પનની ફોટોકોપી જેવો ઇકબાલનો ખુંટીયા જેવો સિક્યોરીટી ગાર્ડ ડબલ બોરની જોટાળી બંદૂક લઈને ઊભો હતો.

હજુ તે સપનાને ચેક કરવાં જાય ત્યાં પેલો હજુરિયો બોલ્યો..
‘ઓયે.. ગાંડું, શેઠ કે દોસ્ત હૈ, ચલ ખોલ દરવાજા.’
ડીઝીટલ કોડથી ડોર ઓપન થયું એટલે સપનાને કહ્યું..
‘આપ અંદર જા શકતે હો મેડમ.’

રૂમનો માહોલ જોતાં લાગ્યું કે, ગાયો, જાણે કે ભેંશોનો કોઈ ફાઈવસ્ટાર તબેલો હોય. બધું અદ્યતન પણ અતિ અવ્યવસ્થિત. આરામદાયક સોફામાં બન્ને પગ પોહળા કરી, હાથમાં બીયરની બોટલ લઈને સામેની દીવાલ પર મીની થીયેટર જેવડી સ્ક્રીન પર કોઈ વિદેશી ચેનલ પર આવતી ઘોડાની રેસનું લાઈવ ટેલીકાસ્ટ જોઈ રહેલો ઇકબાલ સપનાને જોતાં જ ઊભા થઈને બોલી ઉઠ્યો...

‘આદાબ... ખુશામદ્દીદ... માશાહલ્લા... આફરીન... હુસ્ન-એ-મલ્લિકા કા ઇસ નાચીઝ કે ખ્વાહગાહ મેં સ્વાગત હૈ...આઇયે.. તશરીફ રખિયે.’

હજુ ઇકબાલનું વાક્ય પૂરું થાય ત્યાં ઇકબાલનો મોબાઈલ રણક્યો...
ઇકબાલે કોલ રીસીવ કર્યો..

‘સૂન..ઈકબાલ, સપનાકા એક ભી બાલ દાયેં સે બાયેં નહીં હોના ચાહિયે. સમજ ગયા, ઉસે સપના હી રહેને દો. ઇસ પગલી કો કુછ કર દિખાને કી ખુજલી કા બુખાર ચઢા હૈ. તું અપની ઔકાત મેં રહેના, અસલી ઇકબાલ મિર્ચી કે કિરદારમેં મત ઘૂસ જાના. ડરા-ફૂસલા કે દફા કરે દે ઉનકો. ઉસકી નાદાની કી વજહ સે ઉસકા જો અંજામ આયેગા ઉસકે બાદ ઉસે જહન્નમ મેં ભી જગહ નહીં મિલેગી. ઔર બેવજહ ઈલાઝમ હમ પે આયેગા. જબરદસ્તીસે હમેં કિસી સપના કો સલમા નહીં બનાના. મૈને ઇસ લડકી કી આંખો મેં જો સચ્ચાઈ કા ખોફ દેખા હૈ.વો સચ્ચાઈ કા ખોફ હી એક દિન ઇસ લડકી કી જાન લે લેગી. સમજ ગયા.’

‘હા,જી સમજ ગયાં બિલ્લુભૈયા.’

આટલું સંભાળતા ઇકબાલ મીર્ચીને મરચાં પણ લાગ્યાં અને પરસેવો પણ વળી ગયો. -વધુ આવતાં અંકે