દૈત્યાધિપતિ - ૨૦ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતિ - ૨૦

સુધા મરી ગઈ હતી? હા. બિલકુલ. સુધા એ મૃત્યુ પામી હતી. તેના શરીરથી મૃત્યુ શણગારી હતી. તો આ હવાનો વાયરો તેના માથા પરથી જે ગયો, તે એણે વાળ કેમ ઉડાડી ગયો. શું આપણું શરીર સ્ટીફ નથી થઈ જતું. સુધાને કઇ ખબર નથી પડતી. હવે એ લોકો સુધા ને અગ્નિદાહ આપવાના છે. મૃગધાં બેસી ગઈ છે, તે રડતી નથી. સારું છે, એનું રડવાનું ભેકડા તાણવા જેવુ લાગે છે. સુધાની બા એવું બહુ કહે, ‘એ ભેકડા તાણવાનું બંધ કર અને કપડાં ધોવા બેહ!’

આ વાત તે દિવસ એ અમેયને કરતી હતી. અમેય ખૂબ હસતો: તેણે સુધાની વાતો પર હસું આવતું.

ઘણા દિવસો થી તે લોકો રાઠવાઓ ના સમર હોમ માં રહી રહ્યા હતા. મનાલી. અને સુધા/ સ્મિતાની બેહન, તેનો થનારો બનેવી અને સ્મિતાની માતૃ, તે ઘરે ન હતા. શોપિંગ કરવા તે લોકો કેરળ ગયા હતા. અને સુધા/ સ્મિતા એ ના પાડી હતી.

સુધા/ સ્મિતા ના પીતૃ ને મરે ચાર મહિના થઈ ગયા હતા. શરૂઆત માં કોઈ તેની જોળે વાત નોહતું કરતું, પણ અમેય એ પછી કહ્યું કેમ. ‘સુધા, તું તારી બહેન ના લગ્ન માં જવાની ઘસ્સીને ના પાડી દે, અને તારા ફાધર ને જેલ માં પુરાવવાની ધમકી આપે, તો શું તે લોકો દુખી નહીં થાય?’

અમેયની વાત સાચ્ચી હતી, પણ સુધાએ આ બધુ નહોતું કર્યું. પણ, સુધા એ માફી તો માંગીજ લીધી.

એ લોકો બસ મનાલીના અરણ્યમાં ગાડી પર બેસી ફરતા હતા. મોટા - મોટા સાલ ના વૃક્ષો બધી દિશાઓમાં ફેલાયલા હતા. અને મૌસમ એકદમ ઠંડુ હતું. તે લોકો ઢાળ નીચે જઈ રહ્યા હતા. લીલું છમ ઘાસ ઉપર ઘેરાયલા વાદળા સામે લીલ જેવુ લાગતું હતું.

હસતાં - હસતાં સુધા બોલી, ‘હવે આપણે જવું પડશે, એકદમ. વરસાદ પડવાનો છે.’ તે બોલી.

અમેયને આ બહુ ગમતું, આ નામ: એકદમ, સર્વમાંથી એક.

અમેય ક્યારેક - ક્યારેક તેણે કેહતો, તેનું નામ બદલી નાખશે.

સ્મિતા ફોન પર જ વાત કરતી, તે લોકો મળતા ન હતા, કારણકે કોઈ જોઈ જશે તો? તેનો ડર રહેતો.

ખુશવંત એના ઘરાનાને મળવા આવે, ત્યારે સુધાને મળતો, પણ લાગે જ નહીં કે તે ઓળખે છે. કે તે કોણ છે, એ જાણે છે.

અમેયએ તેની જીપ થોભી દીધી. તે સુધા તરફ જોવા લાગ્યો, અને તેના મુખ પર સ્મિત પરોવાઈ આવ્યું. સુધાએ હસવાનું બંધ કર્યું. તે બંનેવ એકબીજાને જોવા લાગ્યા. સુધા બાજુની સીટ પર બેસી હતી. અને તે જોતી હતી. અમેય ખૂબ સુંદર હતો, એકદમ અલગ. તેની આંખો બસ જોતાં રેહવાની ઈચ્છા થાય. કોઈ ન જાણી શકે તે શું વિચારી રહ્યો હતો.

અને જેમ તેમના મુખ થોડા નજીક આવતા ત્યાં–

સુધાના કાન પર પડઘો પડયો. બધુ એકદમ ધીમેથી થયું, ક્ષણ - બાદ - ક્ષણ, એક માણસ સામેથી આવતા કાળી જીપ પર કુદી પળ્યો. તેના વાળ લોહી - લુહાણ હતા. આંખો માંથી લોહી નીકળતું હતું. અને જીપનો કાચ ફૂટી ગયો.

કાચ સુધા અને અમેયના શરીર પર પડયો.

સુધાની આંખો બંધ થઈ ગઈ. આ એ પળ હતી, જે પળ પર સુધાને મૃત્યુનો એહસાસ થયો હતો, પણ ના હજુ પાંચ મહિના સુધી તે મૃત્યુ નહોતી જોવાની.

જીવન હજુ હતું, અને ઘણું હતું. અને આ જીવનમાં સુધા જે જોશે, તે ભાગ્યેજ કોઈ માણસ એ પોતાના આખા જીવનમાં જોયું હશે. એક જ પ્રહાર. મૃત્યુ, તેનો એક જ પ્રહાર.. એક જ પ્રહાર.

ત્યાં તો તેની સામે અજવાળું હતું.