Daityaadhipati - 19 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ - ૧૯

પ્રિય વાચક,

દૈત્યાધિપતિના પેહલા ભાગ ‘પ્રલય’ માં આપણે દૈત્ય - આધિપત્યનો ઇતિહાસ - આધિપત્યનું સરોવર - સુધા - અવિરાજ અને તેનો પરિવાર - સ્મિતા તથા ખુશવંત રાઠવા - અમેય અમિત્ર - મૃગધાં - સુધાની મૃત્યુ - વીષે જાણ્યું. આ ભાગની શરૂઆતમાં નવલ આધિપત્યના ઇતિહાસ તરફ વળી હતી. ઘણા વાચકોને આ વિચિત્ર લાગ્યું હશે કે પુસ્તકની કથા આખી બદલાઈ ગઈ. પરંતુ આ નવલના છેલ્લા ભાગમાં તેથી લાગતું - વળગતું તથ્ય સામે આવશે. સાથેજ અમેય અમિત્ર અને રાઠવાઓ વિષે આપણે આજથી ચાલુ થતાં બીજા ભાગ “પ્રહાર” માં જાણીશું. સુધાની મૃત્યુ થઈ ચૂકી છે, પણ તેની મરણ પથરીથી તેના બળતા શરીર સુધી, સુધાજ આ કથાની સૂત્રધાર રહશે. સુધાનો અંત, એ આ પુસ્તકનું અંત છે.

આ પુસ્તકને તમારો પ્રેમ આપવા તમારો આભાર.

લી.,

વૈષમ્ય - (લેખક)

________________________________________________________________________________________________________________________


અવિરાજ કાચની બહાર જોતો હતો. તેની આંખો આમ તો ઢળતા સૂરજ પર હતી, પણ આમ ન હતી. તેના વિચારો ક્યાંક પરે હતા. કેટલો બદલાઈ ગયો હતો. સમય. પંદર દિવસમાં પૃથ્વી ફરી ગઈ હતી. હાલ તે અમદાવાદમાં હતો. મૃગધાં પાછળથી આવી. તેના હાથમાં એક ચાનો કપ હતો.

‘ટી?’ એણે પૂછ્યું.

અવિરાજે માથું હલાવ્યું. આ રૂમમાં બીજું કોઈ ન હતું.

‘મૃગધાં?’

‘હંમ..’

‘તારો જન્મ અહીંજ થયું હતો ને?’

‘ના. કોલકાતામાં. મમ્મી પ્રેગ્નન્ટ હતી ત્યારે તેની પોસ્ટિંગ કોલકાતાની હતી. મને થોડીક થોડીક બાંગ્લા બોલતા આવડે

છે.’ તે હસવા લાગી.

‘અને પછી તમે અહીં આવી ગયા. કેમ?’

‘પપ્પાની પોસ્ટિંગ અહીં થઈ ગઈ. મમ્મીની આમ પણ પ્રેગ્નનસીની રજાઓ હતી. પછી મમ્મીએ જોબ જોઇન ના કરી. ભાઈ થયો અને પછી.. ડેથ થઈ ગઈ. પપ્પાની હેલ્થ બગડી ગઈ. ચાર મહિના બાદ મૃત્યું થઈ. અને તારે?’

‘કોઈ મર્યુ નતું પણ બા કેતી તી કે ચાર દિવસ પછી દાદી ગુજરી ગયા. જસ્ટ આફ્ટર માઈ બર્થ.’

‘ઓહ.’

પછી એણે ઘૂટડો લીધો.

‘સુધા અત્યારે મનાલી છે.’ વિરામ બાદ મૃગધાં બોલી.

અવિરાજ તેની બાજુમાં આવી બેસી ગયો. સફેદ ખુરસીમાં. અને તે ધ્રુસકે - ને ધ્રુસકે રડવા લાગ્યો. મૃગધાં તેની ચા પીતી રહી. બહાર જોતી રહી..

પછી અડધો કલાક બાદ અવિરાજ સામે એણે જોયું. આંખો તેની થોડી ભીંજાયલી હતી. મૃગધાં ધીમેથી બોલી,

‘હવે તું ચિંતા ના કર અવિરાજ.. સુધા બચી જશે. નિત્યા. મારી કોલેજ ફ્રેન્ડ છે. હાલ મનાલીમાં એક ક્રિમિનલ લોયર છે. અને મે પૂછ્યું તો તે મદદ કરવા તૈયાર છે. સુધા ને રાઠવાઓથી બચાવવા અને પાછા લાવવા માટે આ એકજ રસ્તો છે.’

‘નિત્યા.. એ તારી મદદ કેમ કરશે?’

‘કેમ કે ખુશવંત ઘણા બધા લોકો માટે એટલોજ ગુનેગાર છે.. જેટલો એ આપણા માટે છે.’

‘મતલબ?’

‘નિત્યાનું પહલું સંતાન. તેની દીકરી. એના કારણે મૃત્યુ પામી હતી.’

‘અને શું એ ચાર તારીખ પેહલા સુધા ને -’

‘અવિરાજ! તુ નિત્યાને જાણતો નથી. ત્રણ તારીખ પહેલા સુધા આધિપત્યમાં તમારા ઘરે હશે. અને આ વાત હું મારા જીવને દાવ પર લગાડી કહી શકું છું.’

‘અને સ્મિતા?’

‘હાલ તો સુધાને પાછી લાવવાની છે. પછી જોઈશું.. સ્મિતા ને.’

અવિરાજ પાસે એક માત્ર રસ્તો મૃગધાં પર વિશ્વાસ કરવાનો હતો. જે એણે કરી લીધો હતો તેના પૂરા મનથી.. અને નિત્યા? કોણ છે આ નિત્યા? હશે જે પણ. તેનું કામ બસ સુધાને પાછી ઘરે લાવવાનું હતું.

મનાલીના એક નાનાસા ઘરમાં આ દરમિયાન કોઈક હાથમાં છરી લઈ તેણે સાફ કરતું હતું. આ છરી.. તે માત્ર એક માણસ માટે હતી. અને આવતા પંદર દિવસમાં આ છરી તે માણસના હૃદય પર હશે.. પંદર દિવસ. પંદર રાત.

અને હા.. એક જ પ્રહાર. એક જ પ્રહારમાં, અને એ પણ હૃદય પર. એક જ પ્રહાર..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED