કિંમતી ભેટ yuvrajsinh Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિંમતી ભેટ

1.

એક દિવસ: પરી ચિરંજીવ પાસે આવી અને તેને કીધું
‛આ રહી તારી ભેટો. મારી આ છાબ માંથી તારે પાંચ ભેંટ ,મોજ મસ્તી, પ્રેમ,કિર્તી, ધનદોલત અને મોક્ષ... માંથી કોઈ પણ ચાર તને તારા જીવન દરમિયાન મળશે. સમજી,વિચારીને તું પસંદ કરજે.

ત્યારે તે જવાન હતો, એટલે તેને કીધું કે એમાં શું વિચારવાનું મારે તો મોજમસ્તી જ જોઈએ. ત્યારે પરી હસી અને મોજ મસ્તી તેને આપી દીધી. ત્યાર બાદ તે ખૂબ ફર્યો અને ખૂબ મોજ મસ્તી કરી. થોડા વર્ષો માંજ તે થાકી ગયો અને હવે તે આપશોસ કરવા લાગ્યો.

2.

જ્યારે ચિરંજીવ એકલો અને ઉદાસ બેઠો હોય છે અને વિચારતો હોય છે કે, જો મેં કદાચ પ્રેમ ની માંગ કરી હોત તો સારું હતું. તેની થોડીક જ ક્ષણ માં પરી ફરી થી તેની સામે છાબ લઈ ને આવી અને તેની છાબ માં હવે ચાર ભેટો હતી અને તેને તેમાંથી પ્રેમ ની માંગ કરી. હવે, પરી ગાયબ થઈ જાય છે.
ચિરંજીવ ખૂબ ખુશ થયો અને તેના જીવનમાં પ્રેમ આવ્યો. તેને એક સુંદર પ્રેમિકા મળી અને તે વૈવાહિક જીવન માં બંધાયો. થોડા સમય પછી તે બન્ને માં ઝઘડા ઓ થવા લાગ્યા અને તે ફરી નિરાશ થયો.

3.

હવે, ચિરંજીવ ને અફશોસ થયો તેની પત્ની એ લગાડેલ મહેણાં થી તે નિરાશ થયો. તે વિચારવા લાગ્યો કે, મારે પહેલાં થી જ કીર્તિ ની માંગ કરવાની હતી. થોડા દિવસ માં પરી ફરી આવી અને તે ચિરંજીવ ને તેની ભેટ માંગવા કહ્યું. ચિરંજીવ તરત બોલ્યો મારે કીર્તિ ની જરૂર છે. પરી ફરી હસી અને તેને કીર્તિ ની ભેટ તેને આપી.

ચિરંજીવ હવે કીર્તિવાન પુરુષ બન્યો. દરેક લોકો તેને આદર આપવા લાગ્યા. તે ખુશ થયો પણ એક દિવસ એક રાજા એ તેને ઠોકર મારી ને દૂર ખસેડીયો. તેની પાછળ સિપાહીઓ ને મોકલ્યા કે, માત્ર કીર્તિવાન થવાથી તારો કર માફ નહીં થાય.

4.

ચિરંજીવ ને ફરી થી પરી ની એક આખરી ભેંટ ની યાદ આવી. તેને પરી ના આવતા જ તેની પાસે થી ધનદોલત ની માંગ કરી. પરી એ તેને ફરી વિચારવા કહ્યું. પરંતુ ચિરંજીવ માન્યો નહીં અને અંતે તેને ધનદોલત ની માંગ કરી. તે હવે દોલત મંદ વ્યક્તિ થયો. લોકો તેને ફરી આદર આપવા લાગ્યા.

પરંતુ ચિરંજીવ હવે ઘરડો થવા લાગ્યો હતો. તેનું શરીર તેના વશ માં ન હતું તે પોતાના બાળપણ થી લઈ ને ઘડપણ સુધી ની વાતો યાદ કરવા લાગ્યો. તેમાં તેને પરી ને વિચારી અને ભેટો ને પણ અને હવે તેને તેની છેલ્લી ભેટ ની યાદ આવી.

5.
તે જ ક્ષણે પરી ત્યાં છાબ લઇ પ્રગટ થઈ. ચિરંજીવ પણ સમજી ગયો હતો કે તેની છેલ્લી અને સૌથી કિંમતી ભેંટ તો માત્ર મોક્ષ જ છે. તેને પરી પાસે મોક્ષ ની માંગ કરે છે. તે ખુશીથી પરી પાસે પોહાચ્યો. તે પરી ના મુખ પર મંદ - મંદ વ્યક્ત નિરાશા જોઈ રહ્યો હતો. તે વ્યાકુળ થયો અને તેને પરી હાથ માંથી છાબ છીનવી લીધી. પણ આ શું તેની છાબ તો ખાલી થઈ ગઈ હતી. તે જોઈ પરી એ કીધું કે,

જ્યારે હું તને ભેંટ આપી ને પાછી વળી ત્યારે મારી સામે એક નાનકડી બાળકી ભેંટ માંગવા આવી. મેં એને કીધું તારે શુ જોઈ છે ભેંટ માં તો તેને કીધું કે તમારી પાસે જે સૌથી કિંમતી ભેંટ છે તે મને આપો. જેથી મેં તેને મોક્ષ આપ્યું.