stree ne samjo books and stories free download online pdf in Gujarati

સ્ત્રીને સમજો

આપણે બધાં જ જાણીએ છીએ કે, લગ્ન પછી છોકરીઓને પણ કેટલાક હક મળે છે. તે લગ્ન બાદ સ્ત્રીના રૂપમાં અવતરે છે. તેના પતિ જે પણ કરે છે તેનામાં તેણીને સમાન અધિકાર છે. પરંતુ ઘણાં લોકોને એક પ્રશ્ન થાય છે. જે આપણે આ નાનકડી વાર્તામાં જાણીએ.
.
.
.
જ્યારે રિયાને લગ્ન પહેલાં પૈસાની જરૂર પડે ત્યારે તે તેના માતા-પિતા પાસે માંગતી હતી. પરંતુ લગ્ન પછી, રિયાએ તેના પતિ પાસેથી પૈસા માંગ્યા વગર જ સીધા તેના પાકીટમાંથી પૈસા લેવાનું શરૂ કર્યું.

લગ્ન પછી દરેક છોકરીઓમાં આ બદલાવ જોવા મળે છે. આ પરિવર્તનને કારણે આશિષ તેની પત્ની રીયાથી ખૂબ નારાજ હતો. તેને રીયાને સમજાવ્યું પણ રીયાએ તે સાંભળ્યું નહીં.

એક દિવસ આશિષ તેના મિત્રો સાથે જમવા ગયો. થોડીવાર જમવાનું પત્યાબાદ પૈસા આપવાનો સમય થયો, ત્યારે આશિષે જોયું કે, તેમાંથી 4000 રૂપિયા ગુમ થઇ ગયા હતા. આશિષ ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો. તેના પૈસા ક્યાં ગયાં તે શોધવા લાગ્યો. ક્યાંય પૈસા ન જડયા.

ત્યારબાદ આશિષે તેની પત્ની રિયાને ફોન કર્યો અને પૈસા વિશે પૂછ્યું, ત્યારે રિયાએ કહ્યું કે, તે પૈસા તેને જ લીધાં છે. કારણ કે તેને પૈસાની જરૂર હતી. આશિષે ફોન પર કશું કહ્યું નહીં અને હોટલેથી નીકળીગયો.

તે ઘરે આવ્યો ત્યારે તે રૈયા ઉપર ખૂબ જ ગુસ્સે થયો. આશીષને સાંભળીને રિયાને ખૂબ જ દુ:ખ થયું. પરંતુ આશિષનો ગુસ્સો કોઈ સીમા જાણતો ન હતો, બસ ગુસ્સામાં બોલ્યા જ કર્યો. એ જ સમયે આશિષની માં ધાબા પરથી નીચે ઉતારતા-ઉતરતા પડી જાય છે. આશિષ એ જોઈ દોડ્યો. તેની માં નીચે પડી એટલે તેનો હાથ ફ્રેકચર મતલબ ભાંગી ગયો હતો. તે એકદમ બાજુવાળાની ગાડી લઈને હોસ્પિટલમાં પોહચે છે. ડોક્ટરે અશિષને સવાર સુધીમાં પચાસહજાર રૂપિયાનો ઇન્તજામ કરવા કહ્યું.

હજુ આશિષના લગ્નને બેમહીના પહેલા જ થયા હતા એટલે તેમના ઘરમાં માત્ર પચ્ચીસ હજાર રૂપિયા જ હતા. આશિષ મુંઝાઈને બેસી ગયો. એ સમયે સવારના સાડાપાંચ વાગ્યા હતા અશિષને આમ બેઠો જોઈ રિયા તેને પુછીલે છે. “શું થયું.”
આશિષ એની તરફ ગુસ્સેથી જુએ છે અને કહે છે. “આ તારા ખોટા ખર્ચાને લીધે ઘરમાં રૂપિયા નથી રહ્યાં. બધાંજ તે ઉડાડી દીધા.”

એ સાંભળી રિયાએ પૂછ્યું. “શું કહ્યું ડોકટરે મમ્મીજીનું ઓપરેશન કરવાનું છે.”

“હા ઓપરેશન કરવાનું છે પચાસહજાર સવાર સુધીમાં આપવાના છે. ક્યાંથી લાવું એટલા બધા રૂપિયા. આપણા લગ્નમાં બધા જ પુરા થઈ ગયા.”

“તમારી પાસે કેટલા રૂપિયાછે?”

“ખાલી પચ્ચીસ હજાર.”

એટલે રિયા તેની તિજોરીની ચાવી લઈ તિજોરી ઉઘાડીને તેમાંથી પચ્ચીસ હજાર રૂપિયા લઈ અશિષને આપ્યા અને આશિષ તે પૈસા લઈને તરત જ હોસ્પિટલ જાય છે. ત્યારબાદ થોડીવારમાં જ તેની માતાને ઓપરેશન રૂમમાં લઈ જઈને ઓપરેશન કરવામાં આવે છે.

હવે, જ્યારે આશિષ હોસ્પિટલથી ઘરે આવે છે. ત્યારે તેનો ગુસ્સો હળવો પડી જાય છે. ત્યારે રિયા તેને કહે છે. તે પૈસાના ખોટા ખર્ચ માટે ઉપયોગ કરતી નથી. તે જરૂરિયાત મુજબ પૈસા ખર્ચ કરે છે અને બાકીના બધા પૈસા ભવિષ્ય માટે એકઠા કરે છે.

રિયાએ આશિષને સમજાવ્યું કે જો પત્ની તેના પતિના પાકીટમાં હાથ મૂકી દે છે, તો એનો અર્થ એ નથી કે તે બધા પૈસા પોતાના કપડાં અને ફેશનમાં ખર્ચ કરે છે.

તે સ્ત્રી છે જે જાણે છે કે, પૈસાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અને જ્યારે સમય આવે ત્યારે મુશ્કેલીને કેવી રીતે નિયંત્રિત કરવી. તેની વાત સમજીને આશિષ તેની માફી માંગે છે.

“સ્ત્રીઓ મકાનો નહીં પણ તે મકાનને રહેવા લાયક ઘર બનાવે છે.”


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED